Aa Te Kevu? 2 books and stories free download online pdf in Gujarati

Aa Te Kevu? 2

આ તે કેવું ?

ભાગ - ૨

લેખક

દિલીપ શાહ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

મૈ, સમય હું

સાલા મૈ તો સાબ બન ગયા...

સાથિયા શબ્દોના, તરવરાટના તોરણ

લખ્યું... વાંચ્યું માફ

૧. મૈ, સમય હું

સમય તું ધીરે ધીરે ચલ... ‘વક્તને કિયા ક્યાં હસી સિતમ...’ ‘વક્તસે દિન ઔર રાત...’ હિન્દી ફિલ્મના ગીતોની આ યાદી સમયનું આઈ.ડી છે. ‘‘ટામઇ ાસ મદ્વનઇય’ ‘ટામઇ અનદ તાદઇ દ્યઆત ફદ્વર નદ્વનઇ‘ ની સાઈરન આપણી આળસને ઢંઢોળતી રહે છે. સમયની સરાણ પર જીવનની ધાર કાઢતા કાઢતા તે ક્યારેક બુઠ્ઠી અણીવાળી પેન્સિલ બની જાય છે નહિ ?

સમયને બાંધ્યો તો કાંડા ઘડિયાળમાં, ઈસુની જેમ લટકાવ્યો તો વોલ-ક્લોકમાં જાહેરમાં પ્રદર્શનમાં મૂક્યો તો ટાવરમાં (રાજાભાઈ.. બીગબેન). સમયને એકલું લાગ્યું તો નાના મોટા કાંટા આપ્યા, સંગીત ગમ્યું તો ટકોરા આપ્યા. સમયને કેદ કર્યો તો જન્મટીપ તરીકે વગોવાયો.

અમીબાના ચાળે ચઢી સમયનું બહુભાજન થયું. સેકંડ ઓલિમ્પિક અને મેરેથોનમાં ભાગ લેવા દોડી, મિનિટે ભાષણ, વકૃત્વસ્પર્ધામાં અડ્ડો જમાવ્યો, કલાકના ઉછેરની જવાબદારી નોકરિયાત વર્ગે સંભાળી, મહિલાએ પ્રસુતિ-વોર્ડમાં એડમીશન લઈ લીધું, વર્ષો રાજકારણમાં ‘પંચવર્ષીય બ્રાન્ડ’ બન્યા, શતાબ્દિ ઈસ્વીસનની સમયરેખા એમ્બેસેડર બની ઈતિહાસમાં હેતુલક્ષી પ્રશ્નોમાં ગોઠવાઈ ગઈ. ભીષ્મપિતામહની જેમ સમય યુગ બની મોક્ષ પામ્યો.

સમય ક્યારેક સુવર્ણયુગ બન્યો તો શાહજહાંના કાળમાં લટાર મારી આવ્યો, સમય ક્યારેક નબળો પડ્યો ત્યારે ગુલામીની ખંડણી આપતો ગયો. સમયની સાથે ચાલનાર ચક્રવર્તી બન્યા, સમયની સામે થનાર શહીદ થયા. સમયને પચાવનાર સંત થયા. સમયના સંચાલકો વ્યાસપીઠ પર ગોઠવાઈ જઈને પ્રભુના એજન્ટોનું કામ કરતા થઇ ગયા.

કુદરતમાં ૠતુક્રમના ચકડોળમાં સમય ઉપર-નીચે થતો રહે છે. સમયનું અડપલું માવઠું કહેવાય છે. સ્વર, બપોર, સાંજ અને રાત સમયની રોજની આ ચારધામ યાત્રા છે. લગ્ન, વર્ષગાંઠ, પ્રમોશન, જીતના પ્રસંગોએ સમય આનંદનું ડીવીદંડ આપે છે તો માંદગી, મૃત્યુ હારના સમયે ‘સોરી’ કહેતા શીખી ગયો છે.

મરી-મસાલા

સમયને રીપેરીંગ કરનાર ઘડિયાળી કહેવાયો, સમયને જાગૃત રાખનાર ચોકીદાર, વોચમેન કે ગુરખો કહેવાયો.

૨. સાલા મૈ તો સાબ બન ગયા...

ધારી લો (અત્યારે શક્ય ના હોય તો સ્વપ્નમાં !) ભારતમાંથી ટૂંકી મુદત માટે ભ્રષ્ટાચાર, ચોરી, લુંટફાટ (ફક્ત રાજકારણ મનમાં નહિ વિચારવાનું... અચ્છે દિન... ભૂલી ગયા ?) બળાત્કાર, છેતરપીંડી કરતા ‘‘અસમાજિક તત્વોના એસોસીએશને’’ કામચલાઉ સ્ટે લાવવાનું વિચાર્યું. સદાચારી, સદ્દ્‌ગુણી સજ્જન થવાનું વિચાર્યું ( હેં! ) નેકી પર ચાલે, બદીસે ટલે હે ! માલિક !

ચાલો હવે સિક્કાની બીજી બાજુએ. ગુનાહિત બનાવો ઝીરો લેવલ પર છે. આ બધા માટે એરેસ્ટ વોરંટ લઈ ફરતા મૂછાળા પોલીસ ખાતા અને અધિકારીઓના રૂટીન વિષે વિચાર્યું ? ઉપલી કમાઈ પર ‘નજર’ લાગી એ તો સમજ્યા પણ કામધંધા વગર પગાર ? લગાર વિચારો જનાબ. બેકારી વધશે.

મિ. લોર્ડ... તાજીરાતે હિંદ... ગીતા... ગાંધીજીનો ફોટો... કાળો કોટ... વકીલો... મુદત પર મુદત.. જજ.. વડી અદાલત.. સર્વોચ્ચ અદાલત, કાયદાની કોલેજો, એલ એલ બી ની પરીક્ષાવાળા આ બધા નિરાશ્રીતોની ફોજનું વિચાર્યું ? શ્રિક્ષિત બેકારી ! તિહાર જેલ, યરવડા જેલ, સેન્ટ્રલ જેલ પછી તો ખાલી-ખમ. વૈકલ્પિક યોજના વિચારી ? ભજીયા ગૃહ બનાવીશું... ના હમણાં તો શુદ્ધિ આંદોલન ચાલે છે. જથ્થાબંધ ટોઇલેટ ( પછી તો રોજેરોજ ઉદ્દઘાટનના અહેવાલ અને ફોટા ! )

સ્ત્રી શોષણ, અત્યાચાર, બળાત્કાર ગ્રહણમાં છે. નારી મુક્તિ આંદોલનવાળા, સ્ત્રી-દા્રક્ષિણ્યની એન.જી.ઓ., મહિલા સુધાર કેન્દ્રો, પરદેશી ડેલીગેશન, કેન્ડલ આંદોલન, ધરણા, સરઘસ, સૂત્રો, આંદોલનો પર કરફ્‌યું ને ?

હવે ‘ઈન્સાફકા તરાજુ’ ‘કાનૂન’ ‘ચોરી મેરા કામ’ ની સીક્વલ બનાવવાનું તો સાજીદખાન પણ ના વિચારે. વ્યાસપીઠ પરના ગુરુ, બાવાઓના પ્રવચનોમાં ભીડ લઘુમતીમાં આવી જાય કેમ ? લેખના મોટાભાગના ગોરખધંધાવાળાઓ કામચલાઉ વાલિયામાંથી વાલ્મિકીમાં પ્રમોશન પામી પોતે જ આશ્રમ ખોલી વ્યાસપીઠ પર ના બેઠા હોય !

હજી આ સાઈડ-ઈફેક્ટના સુનામી અસરગ્રસ્તોમાં શટરવાળા, તાળાવાળા, સી.સી.ટી.વી.વાળા, સિક્યુરીટીવાળા, વોચમેનો અને ગુરખાઓની મોટી વસાહતો છે. કવિ પ્રદીપજીનું ગીત આજે ૫૦ વરસે પડઘા પાડે છે.. ‘‘દેખા તેરે સંસારકી હાલત ક્યાં હો ગઈ ભગવાન.. કિતના બદલ ગયા ઈન્સાન‘‘

મરી મસાલા

રાતના હવે માં નો સંવાદ બદલાશે... ‘‘બેટા, ચૈન સે સો જા, અબ ગબ્બર નહિ આયેગા.’’

૩. સાથિયા શબ્દોના, તરવરાટના તોરણ

‘દ્રદ્વરદસ અરઇ મય ચઉરરઇનચય’ કલમક્વીન શોભા ડે ની આ નિખાલસ કબૂલાત છે. શબ્દોને કંકુ અને ચોખા પાવન કરે છે. શબ્દોમાં સંજીવનીનો અમૃતકુંભ છે. શબ્દોની જડીબુટ્ટીથી સાહિત્ય અમરપટો પામ્યું છે. શબ્દો સંસ્કારના એમ્બેસેડર છે. શબ્દો વ્યક્તિત્વનું િ.ડ. છે. વાણીના મૌનને પારણા શબ્દો કરાવે છે.

અક્ષરોએ પિંડદાન કર્યું અને શબ્દ ઘડાયો. શબ્દોનું યુનિયન રચાયું અને વાક્યમંડળનું કાર્યાલય ખોલાયું. વાક્યો થાકી ગયા અને ફકરાના વિશ્રામગૃહે પોરો ખાવા બેઠા. ફકરાની જમાતે કોરા પાનાની જન્મકુંડળી ઘડી અને લેખ નામના ચિરંજીવીનો જન્મ થયો જેને વાંચક-ભાવકોએ થાબડ્યો, રમાડ્યો, વધાવ્યો. લઢકણી ફૈબા ગોત્રના વિવેચકોએ ચૂંટલા ખણ્યા... નહોરિયા ભર્યા... જાણે વિચ્ચારો અનાથ આશ્રમનો લેખ !!!

શબ્દોની જીવનયાત્રાનો સરક્યુલર રૂટ ક્યારેક સંગીન છે, ક્યારેક રંગીન છે તો ક્યારેક ગમગીન છે. નાનપણમાં કાનામાત્રા વગરના શબ્દોથી આંખને વાંચનનું લર્નીંગ લાયસન્સ મળે છે. કાલીકાલી ભાષા અને ઉચ્ચારણોથી શબ્દો સગાવ્હાલા, ચિરપરિચિતોને ઓળખતા રહે છે. શબ્દોની લાચારી કાલાવાલા છે... શબ્દો પ્રદુષિત થાય ત્યારે ગાળ બને છે.

હૂંફાળા શબ્દોનું એવરેસ્ટ માની ગોદમાં મળે છે. ઠપકાનું ગોત્ર પિતાના શબ્દોમાંથી જડી આવે છે. ભાઈ-બેનોના શબ્દોમાં પરિવારના સંબંધોની વૃદ્ધિ અને સમૃદ્ધિ થતી રહે છે. કડકાઈથી બોલાયેલા શબ્દો નિશાળના સોટી માસ્તરોને ફ્‌લેશબેક ખડો કરી દે છે. પ્રાર્થનાના શબ્દો ઈશ્વરને માંગણીની ઉઘરાણીનું ડાયરેક્ટ રીમાઇન્ડર છે. ‘‘જોઈ લઈશ...’’ ‘‘બતાવી દઈશ’’ જેવા શબ્દોને રામપુરી ચપ્પાની ધારની નજર લાગી જાય છે. હીટલર, મુસોલીનાના પ્રવચનોમાં શબ્દો ગુલામીની નનામી લઈને ઘૂસણખોરી કરી ગયા. કવિ, ગીતકાર, લેખકો શબ્દોને સેન્ટીમીટરના ભાવથી જોખીને બેંક બેલેન્સને તગડું રાખવા માં સરસ્વતીને માં લક્ષ્મીની સમાંતર હોડમાં મૂકી દે છે. પતલી ગલીના ‘ભીડુ’ અને ‘ભાઈ’ ના શબ્દો ‘ટપોરી શબ્દકોશ’ માં જન્મટીપ ભોગવે છે. પત્ની સાથે શબ્દો છૂટક વેપાર કરે છે.. પ્રેમિકા પાસે જથ્થાબંધ. ‘િ લદ્વવઇ યદ્વઉ’ જેવા ફક્ત ત્રણ કર્ણ પ્રિય શબ્દો જિંદગીભર એક્સીલેટરનું કામ કરે છે. ‘વંદેમાતરમ’ અને ‘જયહિંદ’ શબ્દોથી આપણો રાષ્ટ્‌રપ્રેમ એકબંધ રહે છે. ‘ગુડ મોર્નિંગ... થી ગુડ નાઈટ’ સુધીના આ શબ્દો ‘આજ ફિર જીનેકી તમન્ના હૈ’ નું પ્રેરકબળ બને છે. ‘હે રામ ! શબ્દો રાષ્ટ્‌રપિતાની પ્રભુ માટેનો રજીસ્તર્ડ ટ્રેડમાર્ક છે. ‘સાલમુબારક’ શબ્દ મારાવતી બોણી તરીકે સ્વીકારશો ? જીવનની હરપળે, બસ ખુશી મળે; સરસ્વતી સંગ લક્ષ્મી સદા ઝળહળે. ‘નુતન વર્ષાભિનંદન’ ને બદલે આજકાલનો હ્યઅપપય ણઇદ્ય થઇઅર ચલણી શબ્દ છે.

મરી-મસાલા

સૌથી મોટો...મીઠો શબ્દ છે ‘શમાલઇસ’ કેમ ? જુઓ બે એસ બચ્ચે પૂરા ‘મા...ઈલ‘નું અંતર છે !

૪. લખ્યું... વાંચ્યું માફ

વિક્રમ સવંતની હેપી બર્થ ડે એટલે ‘બેસતું વર્ષ’ (ભલે તમારે આખ્ખું વરસ ઉભા રહેવું પડે!). એકધારા જથ્થાબંધ રૂટિનની નિકાસ અને અપ-ટુ-ડેટ સ્ફૂર્તિલા ઇવેન્ટોની એન્ટ્રી એટલે નવું વરસ. બોણી અને બોનસની ગોલંદાજીની ઇનીગ્ઝ ! ડત્તાવાળા કેલેન્ડર અને ડાયરીની ભેટ-સોગાદોનો પીરામીડ એટલે બેસતું વરસ. નવા સંકલ્પો નવાવર્ષના મેનુની આઈટમોમાં ઠાવકા થઈ મોક્ષ પામવા પલાઠીવાળી ગોઠવાઈ જાય છે. છતાંય માળિયે વરસો જૂના બોલચાલના આપણા એના એજ ચીલાચાલુ વિધાનોને હવે ઢોળ ચડાવવાની ડયુંડેટ પાકવા આવી છે. નવા વરસમાં ખબરદાર હવે જો મિત્રો, સ્નેહીજનો, સગાવ્હાલા, જીગરજાન દુશ્મનો મળે ત્યારે હવે આ તો ‘‘હોઠો પે ઐસી બાત દબાકે ચલી આઈ ને કરી દો સ્ટેચ્યુ‘‘

તબિયત કેમ છે ? (ડોક્ટરને પૂછીને કહ્યું ?)

હમણાં શું ચાલે છે શેઠિયા ? (કામવાળી દેશ ગઈ છે, પાડોશન પિયર ગઈ છે!)

આ રવિવારે ચોક્કસ મળવાનું ગોઠવીએ (સોરી, મારા ઘેર નહિ સ્વીટી (કૂતરી) બિમાર છે!)

ભાભી, શરીર કેમ ઉતારી ગયું લાગે છે ? (સામે લેડીઝ હોસ્ટેલ ખૂલી છે ને તમારા ભાઈ નવું નેનોસ્કોપ દૂરબીન વૃદ્ધાશ્રમમાંથી કોકનું ઉછીનું લઇ આવ્યા છે!)

છોકરા સાલા કહ્યું માનતા જ નથી (બકા, ભૂલી ગયો. તારા બાપા તારા માટે મને શું ફરિયાદ કરતા‘તા ?)

સાહેબ, પહેલી બોણી છે (અલ્યા, ઠાઠડીવાળાની દુકાને પણ રકઝક ?)

પેલીની વીડિયો જોઈ... ? (તું ય ઉલ્લુ બની ગયો ને, એ તો થાઈલેન્ડની નાન્યતર જંતીવાળી ની હતી !!)

અમારા જમાનામાં આવું ન‘તું. (દાદાજી, ગઈ અગિયારસે બીયરમાં તુલસીપાન નાંખી દાદીને કયું પંચામૃત પિવડાવ્યું હતું ?)

હમણાથી કેમ દેખાતા નથી ? (વી. આર. એસની મ્હોંકાણ વી-વરસ, આર-રસોઈ એસ-સફાઈ (ગાંધીજયંતિ વાળી) માંથી ઉંચો આવું તો ને !)

શું છે નવા-જૂની ? (જૂની પેન્શનથી ચાલે છે, ‘નવા’ માટે એફ.ડી તોડાવતો રહું છું.)

આવતા-જતા રહેજો. (અલ્યા, ઘેરથી પણ આવું રોજ સાંભળું છું)

મરી-મસાલા

સાહેબ, પેમેન્ટનો ચેક ક્યારે આવું ? (હમણાં ક્મોરતા ચાલે છે, અધિકમાસ પછી લઈ જજે)

બીજા રસપ્રદ વિકલ્પો