Gajabni Duniya Dilip Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

Gajabni Duniya

ગઝબ ની દુનિયા....

ઃ લેખક :

દિલીપ ર. શાહ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

૧.‘‘ક’’ કક્કા નો ‘ક‘

૨.મુહરત નો સોદો

૩.‘ણ’ કોનો ?

૪.અમે... અમદાવાદી

૫.શરદ પૂનમ

૬.દશેરા - ૨૦૧૪

૭.છેતરપીંડી

૮.ધરમ કરતા ધાડ.....

૯.ચંદુ કેશવ ઉર્ફે છ. ખ.

૧૦.લખ્યું... વાંચ્યું માફ

૧. ‘‘ક’’ કક્કા નો ‘ક‘

ગામનું પાદર. ઘેઘુર વડ અને વડવાઈઓનો ઘટાટોપ. વડની બાજુમાં શિવજીની મંદિર. જુનું પુરાણું પણ ગામ આખ્ખાની શ્રદ્ધાનું પીઠબળ. સવાર-સાંજ આરતી સમયે. અડધું ગામ હાજરી પૂરાવી જાય. બપોરે એકલદોકલ વટેમાર્ગુ વડના છાંયડા અને ભોળા મહાદેવની કૃપા-પ્રસાદી લઈ ધન્ય બનતા.

સોમવારની સવાર. ભક્તોની અવરજવર શરુ. કા‘ભઈ કોળીનો કરસન સૌ પહેલો. સાવરણી-પોતાથી મંદિરની ફરસ, ખૂણા, ઓટલા સાફસૂફી કરી ચકાચક કરી દીધા. તમારી જાન ખાતર કરસને બાલ મંદિરમાં ‘ક’ ‘કચરા’ નો ‘ક’ ઘૂંટ્યો હતો. પછી આવ્યો કાનજીનો કાન્તિ. એણે દીવીઓમાં સરસ મજાની ઘીમાં નવડાવેલી રૂની લાંબી દિવેટો ગોઠવી વ્યવસ્થિત કરી. ‘ક’ ‘કપાસ‘નો ‘ક’ કાન્તિએ ઘૂંટ્યો હતો. કનુભાઈ માસ્તરનો કમલેશ ખાસ ગોખલામાં મૂકેલી માં સરસ્વતીની મૂર્તિ પાસે ઉભો રહી તેની જ લખેલી મંગલ-આરતી ગ્રામજનો પાસે ગીતો.. ગવડાવતો. કહેવું પડશે કે ‘કલમ’ નો ‘ક’ કમલેશને ગામનો પ્રથમ ગ્રેજ્યુએટ બનાવી ગયો ! સવજી સુથારનો રવજી સરસ મજાની કલાકૃતિવાળી બાજઠ લઈને આવ્યો અને તેના પર લાલ કપડું મૂકી અન્ય દેવોનું સ્થાપન શિવજીને કંપની આપવા થયું. અમારો રવજી ‘ક’ ‘કરવત’ નો ‘ક’ ઘૂંટનાર હતો.

આરતી શરુ થઈ. સૌ ગાવામાં તલ્લીન. ડોકા ઝૂમતા જાય, હાથમાં હાવભાવ બદલાતા જાય, ક્ષમાભાવ સાથે લગભગ બધાં આંખોને જોડી રહ્યા છે....

ત્યાજ મોંઘાભાવની ઈમ્પોટેડ બાઈકમાંથી કોલેજીયન ઉતર્યો... ઝટઝટ ગર્ભ ગૃહ પાસે પહોંચ્યો, વાંકો વળ્યો દાનપેટી હળવેથી ખંખેરી લીધી ને વિદાય લીધી. એ નવા ચૂંટાયેલા ધારાસભ્ય કાળુંભાઈનો કીલીયો હતો... ઈંગ્લીશ મીડિયમના ગુજરાતીમાં ભણ્યો છે ‘‘ક’’ ‘કરપ્શન’ નો ‘ક’

૨. મુહરત નો સોદો

પાંચ-છ ટેનામેન્ટની નાની સોસાયટી. દિવાળી પછીની લાભપાંચમ. સરકારી નોકરીમાં બોણી માંગી ઉઘરાવવાનો આ મારો પહેલો ઐતિહાસિક પ્રસંગ. નાનપણમાં સગાવ્હાલાઓ પાસે હકથી બોણી માંગવાનું લર્નીંગ લાયસન્સ તો હતું.

પગલુંછણીયા પાસે દ્રઈળછષ્હ્મઈ ચીતરેલું હતું. બારણાં પાસે ‘ભલે પધાર્યા’ નું તોરણ હતું. બારણું ખોલનાર સજ્જનના મુખ પર આવકારનો વર્તારો હતો. મુરબ્બી મને છેક હિંચકા સુધી દોરી ગયા. રસોડા માંથી નાસ્તો-પાણી જાતે લઇ આવ્યા અને મને કહ્યું... ‘‘આરામથી બેસો, તમારું જ ઘર છે... હું અંદર જઈને આવું.’’ પહેલી બોણી પૂર્વની આવી સંગીન અને રંગીન આબોહવા મારા માટે પ્રથમ બોણીની રકમ અંગે ત્રણ આંકડાની રકમ મનમાં આટા-પાટા રમવા માંડી વડીલ બગલ થેલામાં સાહિત્યનો થોકડો લઈને આવ્યા. અંદરના પાના ઊંચા-નીચા કરી વારાફરતી ગોઠવ્યા અને મારા તરફ ગંભીર મુખમુદ્દા ધારણ કરી બોલ્યા, ‘‘તમે ટપાલ વહેંચો છો તેમાય અંતે તો શબ્દોની જ હેરફેર જ હોય છે ને ? હું પણ શબ્દોને માનું છું, લાડ લડાવું છું ને પછી જુદાજુદા પ્રકારમાં એમને ખો આપું છું. જુઓ, આજે વહેલી સવારે ઊઠી પાંચ હાયકુ એક સોનેટ અને બે લઘુકથાનો ઘાણ ઉતાર્યો છે. બપોર પછી નવલકથાના પ્રથમ પ્રકરણનો પ્લોટ છે. સારું થયું તમે સવારના મળી ગયા. ચાલો પહેલા મારા આ હાયકુનું હું પઠન કરું અને પછી તમે એને વિસ્તારથી મને સમજાવો.’’ વડીલે ઝીણી આંખે, ઘોઘરા અવાજે સત્તર અક્ષરોના એ સંપુતોને વારાફરતી મારા કાને ગૂંજતો કરી દીધો. આના પછી સોનેટ અને લઘુકથાનો વારો હતો. મારી વહેલી સવારનું આમ ઈનવેસ્ટમેન્ટ કરવું આર્થિક દ્રષ્ટિએ હવે મને પોષાય તેવું નાં લગતા. મેં કહ્યું... ‘‘વડીલ, અત્યારે સહેજ ઉતાવળમાં છું. પાછા આવતા વાત.’’ ‘‘અરે, એમ કાંઈ નાં ચાલે લ્યો આ સંપુટનો પ્રથમ સંગ્રહ તમે ખરીદી લો. અને શુકનની પ્રથમ બોણી કરાવો. સંપુટનું નામ હતું ‘‘મુહરત નો સોદો‘‘

રૂપિયા સોની બોણી ધારી હતી ત્યાં જ મારે સવારના પહોરમાં સામેથી રૂપિયા સો આપવા પડયા ( હવે મને યાદ આવ્યું ઘરની બહાર નીકળતા જ ચાર રસ્તે, હાથની પંજાવાળી ગાડીમાં બારી પાસે ડોકિયું કરતી બિલાડી આડી ઉતરી હતી. ડબલ પનોતી ! )

બીજા ટેનામેન્ટમાં ગુમાવેલા રૂપિયા સો કવર કરવાના હતા. ઘંટડી દબાવારા જ જાજરમાન લેડીએ દરવાજો ખોલ્યો. બારના પાસે જ ઉભો રાખી મારી જોડે વાર્તાલાપ ના શ્રી ગણેશ કર્યાં. ‘‘આવો શંભુભાઈ ! જુઓ આમ તો અમારે ત્યાં મહિને ભાગ્યે જ ટપાલ આવતી હોય છે એટલે સમજી ગયા... ને ? છતાય તમારા વાઈફ જયારે જયારે મારે ત્યાં બતાવવા આવે છે ત્યારે હું એમને લાઈનમાં બેસાડતી નથી (સાવ જુઠ્ઠું લાઈન હોતી જ નથી!) દવા મફત આપું છું (ફરી જુઠ્ઠું ! એતો પેલી મફત સેમ્પલવાળી ટેબ્લેટ !) અને ઈંજેક્શનનો તો નોમીનલ જ ચાર્જ લઉં છું (હળાહળ જુઠ્ઠાનું એને બીલ ભરવા તો ક્રેડીટ સોસાયટીની લોન લીધી હતી !) બેસો, પિન્કીને બોલાવીને આવું.’’ બોણીની આશા મારી ડગુમગુ થવા લાગી ખિસ્સાનું બેંક બેલેન્સ બે વાર ગણી લીધું ને ગણીને નોટ અંદર મૂકવા જતો હતો ને ડો. દેવીના પિન્કીને લઈને આવ્યા ને બોલ્યા, ‘‘જો પીન્કી બેટા, આપણાં આ શંભુકાકા ઘેર ઘેર ફરી સોસાયટીના રહીશો માટે સારા-નરસા સમાચાર લાવે છે. જા, કાકાને તારી સેવિંગ - પ્રોજેક્ટવાળી પિગી બેંક બતાવ. કાકાને કહે સારા કામ માટે ઉદાર હાથે ફાળો આપે. તમારા હાથે આજે પહેલી બોણી છે... બેટા, અંકલને પગે લાગી થેંક્યું જરૂર કહજે.’’ (સવાર સવારમાં રૂપિયા સોની આ બીજી નોટ નજર સામે શહીદ થઇ ગઈ !)

હજી ત્રણ ટેનામેન્ટ કવર કરવાના હતા. આ બે પ્રસંગો પરથી આજે બોણી મેળવવાના પ્રયોગો માંડી વાળવાનું વિચાર્યું ત્યાં ત્રીજા નંબરના ટેનામેન્ટવાળા સી. કે. શાહ સાહેબે સામેથી બૂમ પાડી ‘‘શંભુભાઈ, હેપી ન્યુ ઈયર આવો... પધારો ઘરમાં કોઈ નથી, ચાલો સાલમુબારક કરીએ.‘‘

ડગુમગુ થતી મારી આશા પલાઠી વાળીને બેસી. હૈયામાં હામ અને મન મુરાદ સાથે મેં બોણીના રંગીન અને સંગીન સ્વપ્ના ઘૂંટવાનું શરુ કરી દીધું સી. કે. શાહ સાહેબે હૈયાવરાળ ઠાલવી, ‘‘શંભુભાઈ આ રામ્લાઓનું જોર તો જુના સપરમાં દાંડે ય રજા. આ બે દિવસના વાસણો અને ત્રણ દિવસના જૂના કપડા ધોવા વગરના પડયા છે. રાંધવાવાળી બાઈ આવી નથી ને તમારા ભાભી સંઘમાં ગયા છે. ક્યારનો રાહ જોઇને બેઠો છું કે કોક મદદમાં આવે તો ચાર હાથે આ કામ પાર પાડી દઈએ. તમે બેસો હું અંદરથી ડોલ, ઝાડું લઈને આવું.

મને આમ ખાસ પરસેવો થતો નથી કે છાતીમાં ય કોઈ દાડો દુખતું નથી પણ આજે મને લાગ્યું કે નવા વરસની સાડા-સાતની પનોતી એપીસેન્ટર આ સોસાયટીમાં જ હોવી જોઈએ. એક બાજુ શાહ સાહેબ બીજા રૂમની અંદર ગયા એની બમણી ઝડપથી હું બહાર નીકળી સીધા છેલ્લા ટેનામેન્ટ સુધી પહોંચી ગયો. ઝાડું વાળતા પગીએ મને બીતા બીતા પૂછયું. શાહ સાહેબે બોણી આપી કે પછી સીધા ચોકડીમાં લઇ ગયા ? સાહેબનો આ ખેલ ત્રણ દાહડાથી ચાલે છે. કુરિયરવાળો, છાપાવાળો અને ચેનાલ્વાળો આ ત્રણેય સોસાયટીના ચેરમેનને મણમણની જોખે છે. (બાય ધી વે સી.કે.શાહ સાહેબ સોસાયટીના ચેરમેન છે !)

છેલ્લું ટેનામેન્ટ મારી આજની બોણીયાત્રાનું લાસ્ટ જંકશન છે. આખી સોસાયટીનું સૌથી મોટું ટેનામેન્ટ બહાર બે વોચમેન અંદર એક માળી અને વરંડા લોબીમાં જીભ કાઢીને હાઉ હાઉ કરતા ડાઘીયાઓ. સ્થળની ભવ્યતા ઉપરથી બોણીના ભાંગી પડેલા સ્વપ્નાઓ આળસ મરડી ઉભા થયા. અંદર જતા પહેલા સીક્યોરીટી ગાર્ડે બે વાર તપાસ્યો. હાથ પગ ઊંચા કરાવ્યા. થેલામાં વીજાણું યંત્ર ફેરવ્યું. આઈ.ડી કાર્ડનો ફોટો ચકાસ્યો. સહેજ ભરોસો બેસતા મને કહ્યું ‘‘મિસ્ટર, શંભુભાઈ જો બોણી લેવા આવ્યા હોવ તો આ ફોર્મ ડુપ્લીકેટમાં ભરવાનું છે. ષસ્ણ કાર્ડ નંબર અને પાસપોર્ટ સાઈઝના બે ફોટા લગાડવાના છે. બોણીની રકમ શબ્દ અને અંકમાં લાખો. તમારો સેવીંગ બેંક ખાતા નંબર જણાવશો. ગઈસાલની બોણી પર ટીડીએસ અને વેત ભર્યો છે એની ઓરીજીનલ રસીદ બીડવી પડશે. તા.૬. આ સરકારી ઓડીટરનું ઘર છે. ડીપોઝીટ રૂપિયા પાનસો આ સાધે પોસ્ટલ ઓર્ડરથી બીડવાના છે. બોણી છ મહિનાની અંદર ખાતામાં જમા થઇ જશે. ડીપોઝીટ ધન-જન યોજના ખાતે જમા લેવા દો. હવે પછી મને બોણીના સ્વપ્ન આવતા નથી.

૩. ‘ણ’ કોનો ?

શબ્દકોશમાં મારી ઓળખ આ પ્રમાણે... ગુજરાતી મૂળાક્ષરોનો પંદરમો વ્યંજન તા.ક. આ અક્ષરથી શરુ થતો એક પણ શબ્દ નથી. જૂઓ નાનપણથી જ હું અનાથ ! ઘણા વ્યંજનોની ઓળખ માટે કક્કા એ જુદા જુદા પાત્રોને ધક્કા માર્યા. જૂઓ ‘ક’ માટે કલમ, કબુતર, કરવત, કમળ આંગળી પકડવા તૈયાર થઈ ગયા. મારી આંગળી ભલે કોઈ ના પકડે હું લાવ કોકની ઢાલ બનું.

પાડોશીમાં આગળ ઢગલાના ‘ઢ’ વાળા. ઓળખ્યા કે નહિ ? ભણવામાં ઢ છે જયારે કાને પડતું ત્યારે ઠોઠ ના ઉમેદવારોના લીસ્ટમાં મૂકાઈ જતા તે. પાછળના પાડોશી ‘ત’ કોક તલવારનો ત કહે ત્યારે મનમાં થતું હાશ ! પડોશીમાં કોક ક્ષત્રિયનો વાસ છે. નાનપણથી જ મારો દીદાર કઢંગો. ભલું થજો ગણપતિના ના ગ નું જેમણે એમના અસ્તિત્વમાં આગળ ઊભી-વળેલી લીટી સાથે મારો દેહ ઘડવામાં સાથ આપ્યો. વંશ-વારસ મારો કોઈ નહિ પણ... (જૂઓ પ ની પાછળ કેવો ઉભો છું ?) ધીમે ધીમે મને દત્તક લઈ સગા-વ્હાલા વધ્યા.

અત્ર, તત્ર, સર્વત્ર મારું ભ્રમણ. ઉપર ગયો તો ભાણ થઈ ગયો પાતાળમાં ઉતાર્યો તો ખાણ થઈ ગયો. અજાણ્યાએ માણ્યા પછી ઓળખાણ થઈ ગયો, વિધાથી ચતુર સુજાણ થયો વિધા વગર અભણ થયો. શસ્ત્રોમાં બાણ થઈ કચ્ચરઘાણ અને તાણનો દાતા બન્યો. રામાયણના મુખ્ય બે પાત્રો હરણ અને રાવણમાં ય મારી હાજરી સંજ્ઞાસૂચક બની. મહાભારતના જૂદા ચીલો પાડનાર ગુરુ દ્રોણ, દાનેશ્વરી કર્ણ અને ગીતાવચનના સારથિ કૃષ્ણમાં મારો મોક્ષ થયો.

વિધ્યાભ્યાસમાં મારું ચલણ વૈવિધ્યપૂર્ણ. ભૂગોળમાં પર્વત, મેદાન ભણો ત્યારે શુષ્ક રણમાં મારી હાજરી. અર્થશાસ્ત્રમાં ચલણ બન્યો, નાગરિકમાં બંધારણ લઈ આવ્યો, ગણિતની ગણતરી અને ભૂમિતિના કોણ-ખૂણામાં હોંશિયારી મપાતી ગઈ. સાહિત્યના પાયામાં હું વ્યાકરણ થઈ દટાયો. ભણતરમાં તમારા ભાવિનું ચણતર થયું. ઈનામ વિતરણમાં ય મારી પબ્લીસીટી.

ગૃહિણીએ મને દીકરાની જેમ સાચવ્યો. હાથમાં કંકણ શખ્યું અને વેલણ પણ. પાંપણના આંજણમાં કાજલ કરી વાસ આપ્યો. સંબંધોમાં નણંદ, દેરાણી, જેઠાણી આપ્યા. ઘરમાં સૌના ભરણ-પોષણમાં નારીધર્મની જાહોજહાલી જોઈ. દુઃખી નારી પ્રભુ શરણમાં શાતા પામી.

એક સિક્કાની બે બાજુ ક્યારેક તમે કોકના પ્રાણ બચાવવા બાધા રાખી તો ક્યારેક ફિલ્મી પ્રાણ ક્યારે વિલનમાં મરે તેની રાહ જોઈ. તમને મેં બાળપણ આપ્યું. જવાનીમાં તમે દરકાર નહિ લો કારણ ? ચારેબાજુ હતી મૂંઝવણ, ખેંચતાણ, બૂમરાણ, ગભરામણ, અકળામણ...!! ઘડપણમાં પાછો છું હાજર. જૂઓ સૂર્યદેવ જેવી મારી હસ્તી સવારે ઉગે કે સાંજે આથમે રંગોની બસ મસ્તી, ધીંગામસ્તી દુનિયામાં તમારા અવતરણમાં વખતે પણ હું હાજર ને લ્યો હવે અલવિદા મરણ વખતે પણ છેલ્લે હું જ ! બોલો, ‘ણ’ કોનો ?

ઃ મરી - મસાલા :

ફડકે જો આંખની પાંપ-ણ

સમજી લો દિલમાં જમા પ્રીતની થાપ-ણ

૪. અમે... અમદાવાદી

...અને એક સુપર લક્ઝરી વોલ્વો શહેરના એ ઐતિહાસિક સ્મારક પાસે આવીને ઉભી રહી. લક્ઝરીમાંથી વારાફરતી ફોરેનના ટુરિસ્ટો ઉતારવા માંડયા. ગળામાં કેમેરા, માથા પર લાંબી લાંબી હેત, લાલઘુમ ચહેરા, વાણીમાં નમ્રતા અને શિસ્તબધ ચાલ.

આ ત્રીસ ટુરિસ્ટો સાથેનો તેમનો ગાઈડ પણ એવો જ અંગ્રેજ ઢબી પોષાકવાળો અને ફાંકડું અંગ્રેજી બોલનારો. ઈમારતનું ઐતિહાસિક મુલ્ય સમજવા તેમણે એક સ્થાનિક ગાઈડ પણ સાથે લઇ લીધો.

ટુરિસ્ટો બારીકાઈથી મૂર્તિ, શિલ્પ જોતા જાય. ફોટા પાડતા જાય. સ્થાનિક ગાઈડે ટુરિસ્ટોના ગણને સંબોધતા (અંગ્રેજીમાં) કહ્યું, ‘‘લેડીઝ એન્ડ જેન્ટલમેન વેલકમ ટુ ઇન્ડીયા‘સ મોસ્ટ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ વીચ વોઝ બીલ્ટ ઈન સેવન્ટીન સેન્ચ્યુરી બાય મોગલ એમ્પરર અકબર....’’ ટુરિસ્ટો સાંભળતા જાય, નાના મોટા સવાલો પૂછે અને સ્થાનિક ગાઈડ એમની જિજ્ઞાસાને સંતોષે. સ્થાનિક ગાઈડ કપલને જુદા જુદા એંગલથી ફોટા પણ ખેંચી આપે. અડધો કલાકમાં રાઉન્ડ પૂરો થયો. એક ટુરિસ્ટના સો (ડોલરિયા દેશનાને ?) પ્રમાણે રૂપિયા ત્રણ હજાર ઉઘરાવાયા. ટુરિસ્ટોના ઉપરીએ તેમની સાથે આવેલા સ્થાનિક ગાઇડને પૂરતા રૂપિયા અને ઉપરથી રૂપિયા પાનસો બક્ષીસ અને એક વિદેશી ટોપી ગ્રુપ ફોટો સાથે પાડી આપી.

ટુરિસ્ટો પાછા સુપર લક્ઝરી વોલ્વોમાં ગોઠવાઈ ગયા. લીમડાના ઝાડ નીચે સ્થાનિક ગાઈડ આજની સુપર બોણી અને બોનસ ગણતો હતો. ત્યાં જ પાછળથી જોરથી ધબ્બો પડયો. સ્થાનિક ગાઈડ ચોંકી ગયો. ધબ્બો મારનાર ટુરિસ્ટો સાથેનો અંગ્રેજ ગાઈડ હતો જે બરાડો પાડીને બોલ્યો... એ પોપટ, કોને ઉલ્લુ બનાવે છે ? હું લાગુ છું ફોરેન રીટર્ન પણ મૂળ ઢાલગરવાડ છું. ચાલ અડધા મને આપી દે. ડફોળ પાછો સત્તરમી સદીમાં અકબરે આ ઐતિહાસિક ઈમારત બનાવી... ગપ્પા મારી ઉલ્લુ બનાવે છે ? એક અમદાવાદી બીજા અમદાવાદીને છેતરે ખરો ?

૫. શરદ પૂનમ

નામ એનું પૂનમ. અટક પટેલ. પટલાણી જેવો અસ્સલ રૂઆબ. ઘરની બહાર નીકળે એટલે શાનદાર ઠસ્સાની નગરયાત્રા. બોલ્ડ હેર, લાલી-લીપસ્ટીક, ઊંચી એડીના સેન્ડલ, પરફ્‌યુમનું લોહચુંબક, ડોકું ટટાર નજરમાં કટાર ને મારે જયારે લટાર ત્યારે કૂણા જુવાન હૈયામાં ભોંકાતી કટાર. બીયરમાં તુલસીના બે પાન નાંખી તેની સ્વર પડતી, કીટી પાર્ટીમાં લંચ અને ડીનર ફાઈવ-સ્ટાર હોટલમાં. પરદેશથી જૂના ડાયવોર્સી પતિનું ડોલરમાં આવતું ભરણ-પોષણ ભારતમાં તેના માટે ભપકો, રૂઆબ, ઠસ્સો અને આદરનું પીઠબળ હતું. દિવસ સંગીન, રાત રંગીન અને ગમગીન.......?

ગમગીન રહેતો એનો નવો સેકન્ડ હેન્ડ પતિ શરદ. કાનામાત્ર વગર ના શરદમાં નામ પ્રમાણે અક્ષરો સાક્ષી પૂરાવતા. શરમાળનો ‘શ’ રખડપટ્ટી (ઘરના પરચુરણ કામની) નો ‘ર’ અને દયા-ભાવ ના ‘દ’ ના ત્રિભેટે એની જીવનગાડી ચાલતી એની સવાર સાંજ મંદિરમાં આરતી ભજન કીર્તનમાં વ્યસ્ત રહેતી. પૂનમનો કહ્યાગરો કંઠ. પગાર વગરનો નોકર, યુનિફોર્મ વગરનો ‘શોફર’ અને કીટી-પાર્ટી વર્તુળોમાં પૂનમની પત્તાના કેટના જોકર તરીકે એની આઈડેન્ટી. ચાની કીટલીમાંથી નીકળતી વરાળ એટલે પૂનમ અને ડીપ-ફ્રીજરનો આઈસ-ક્યુબ એટલે બિચ્ચા...રો શરદ. ઈન શોર્ટ પૂનમને ગરમ ધાબળો જોઈએ ત્યારે શરદ દૂર ખુલ્લામાં ઠરી જતું ઝાકળ. પૂનમે શરદને ચ્યવનપ્રાસના મોટી સાઈઝના બાટલા પરાણે ખવડાવ્યા, કેસરવાળા દૂધ સવાર સાંજ પીવડાવ્યા, ખભે મંત્રાવેલું તાવીજ પણ પહેરાવ્યું, ડો કોઠારીનું કન્સલટેશન....... પણ શરદ તો જાણે નરો વા... કુંજરો વા.

આખરી પ્રયાસ તરીકે પૂનમે બ્રમ્હાસ્ત્ર ફેંક્યું. પ્લેબોય મેરેલીન મનરોવાળું મેડાનાનું લેટેસ્ટ સેમી-ન્યુડ આલ્બમ પ્રોજેક્ટર પર ચડાવ્યું... કપડા ઓછા કર્યા ત્યાં તો... ‘‘છી, છી... લાજ શરમ રાખ’’ બરાડા પડતો શરદ બેડરૂમની બહાર. અને અંદર પૂનમને શરૂઆત થઈ અજંપાની અમાસ. છલાંગ મારી ગાઉન પહેરી ગાડી સ્ટાર્ટ કરી ભાગી.. સ્પીડ લીમીટ બહારની... શહેરથી ખાસ્સી બસો કી.મી. દૂર અચાનક એને બેંક લોકરની ચાવી, ખુલ્લી તિજોરીની રોકડ-દાગીનાની યાદે ગાડી રીવર્સમાં મારી મૂકી.. ગાડી બહાર જ પાર્ક કરી. બેક્ડોરથી એન્ટ્રી લીધી અને ચૂપકીથી બેડરૂમના કી હોલમાં જોયું તો... શરદના ટીલાધારી માળાધારી ભક્તોના હાથમાં બ્લેક એન્ડ વ્હાઈટ, પ્રોજેક્ટર ઉપર એજ મેરીલીન અને મેડોના હાકોટા... ચીઅર્સ ના ગોળાકાર પરિઘમાં વચ્ચોવચ નાચતો શરદ માથા પર ખજુરાહોનું શિલ્પ લઇ બબડી રહ્યો હતો... દમ મારો દમ.....!!!

૬. દશેરા - ૨૦૧૪

પતંગ લઈને ઉતરાણ આવે છે અને રંગબેરંગી માહોલ સાથે હોળી આવે છે. ફટાકડાના ધડાકા સાથે રુમઝુમ કરતી દિવાળી આવે છે. પણ યાર... જીભના ટેસ્ટને ધ્યાનમાં રાખી જે તહેવારની એન્ટ્રી છે તે નવરાત્રીના જાગરણ પછીના ‘ડે’ (શોભા ડે... મન્ના ડે નહિ) યાર, દશેરાની છે નહિ ? તીખા ફાફડા અને ગળી ચટાકેદાર જલેબીની જુગલબંદી સમગ્ર લાળગ્રંથીઓ પર જડીબુટ્ટીનું કામ કરે છે.

દશેરાની વાત આવી એટલે યાદ આવી શસ્ત્રપૂજાની વાત. આજે પાડોશી શ્વષિ છે ફાફડા-જલેબીનું આમંત્રણ તો છે જ (સહકુટુંબ) સાથે સાથે શસ્ત્રપૂજા વિધિ પણ ગોઠવાયો છે. હું ય મારું શસ્ત્ર લઈને ગયો.

બાબુભાઈ ગોર મહારાજ જૂના કાઈનેટિક હોન્ડા પર બરોબર દસના ટકોરે હાજર. સાથમાં પાછા બે આસીસ્ટન. (એમ.બી.એ પાછા હો!) ત્રણેય જણા કાને મોબાઈલથી બીઝી!

પાડોશના ભવાનીકાકા, રંભાગૌરી, ડો હર્ષદ, પંકજ કુમાર, જયેશ (જયલો) તેજુડી (તેજલ) સીનીયારીટી પ્રમાણે ગોઠવાઈ ગયા. દરેક પોતપોતાના શસ્ત્રો બાજઠ પર ગોઠવી દીધા. પૂજા શરુ થઈ. બાબુભાઈ મંત્રોચ્ચાર કરે એમના બે આસીસ્ટનો ગરબા સોરી મંત્રો ઝીલે. કંકુ ચોખા, અબીલ ગુલાબ છંટાઈ ગયા. ફૂલોથી શસ્ત્રો વધાવાયા. (પાછળથી માળા અને નોકરે પણ શસ્ત્રોને પાટલા ઉપર ક્યારે ગોઠવી દીધા એ તો જેમ્સ બોન્ડનો વિષય)

બાબુભાઈની તગડી દ્રક્ષિણા મળી છતાંય તેમના ચહેરા પર હજીય જીજ્ઞાસા હતી તેમણે ભવાનીશંકરને પૂછયું ‘‘બોસ, આ વખતની શસ્ત્રપૂજા ષહ્મ મોદીના વિજય જેવી અજોડ લાગે છે. એક સામટી આટલી બધી ‘‘કાતરો’’ ની પૂજા ? રાઝ ક્યાં હૈ ?‘‘

ભગતની પડીકી આવતા ભવાનીશંકરે ફોડ પાડયો.

બાબુભાઈ, આખ્ખા ઘરને અમારે કાતર ફળી છે. જુઓ મોટો છે ડો. હર્ષદ શહેરની બે મોટી હોસ્પીટલમાં સર્જન છે. સવાર, બપોર, સાંજે એમ (રોજના ત્રણનો ફિક્સડ ક્વોટા!) બસ આ ‘‘કાતર’’ થી વાઢકાપ કરે છે અને ધડત્ વધારતો રહે છે... વચલો પંકજ ફોરેનથી ડીપ્લોમાં ઈન ટેલરીંગ છે. સૂટ સિવાય સીવતો નથી. માપ લેનારીઓ બધી ચીઅર્સ લીડર છે એટલે ગ્રાહકોની ગીરદી વધી છે અને ફરિયાદો ઘટી છે. એની ફોરેનની કાતરથી આપણું બિલ્ડીંગ ત્રણ માળનું બન્યું છે. જયલો ભલે ભણ્યો નહિ પણ ઈતર પ્રવૃતિમાં એનો હાથ બેસી ગયો છે. મુંબઈની લોકલ ટ્રેનોમાં ‘‘ખિસ્સા કાતરુ એસોસીએશનનો’’ લીગલ એડવાઈઝર છે (ડીગ્રી વગર) કમિશન તગડું મળે છે. આ લક્ઝરી ટ્રાવેલ તો એનો સાઈડ બિઝનેશ છે. ભઈ ‘‘કાતર‘‘ની જ કૃપા ને ? તેજુડી હમણાં જ સિંગાપુરથી હેર ટ્રાન્સપ્લાન્ટ, વીગ, બોલ્ડ-કુર્લી હેર શીખીને આવી છે. એની ‘‘ચાઈનીઝ લેડીઝ કાતરથી’’ જ શહેરની કીટી-પાર્ટીઓ વાળી એપોઇન્ટમેન્ટથી ડોલરમાં કમાય છે. કાકી રંભાને તો તું જાણે છે. સેન્સરબોર્ડમાં એ સભ્ય છે. ‘‘આઈટમ સોંગ’’ હવે ફરજીયાત થઈ ગયા છે એટલે નિર્માતાઓ ગરીબ ગાય બની રંભા કાકીની કાતર પાસે ‘પ્રસાદી’ ચઢાવતા રહે છે. (આમાંથી રાખી સાવંતના ટ્રસ્ટને પણ આપવા પડે છે!)‘‘

ભવાનીકાકા, તમે ય કાતર કેમ મૂકી હતી ?

અલ્યા, કોર્પોરેશનના આ ઊંચા હોદ્દાને લઈ રોજેરોજ ઉદ્દઘાટન કરવા જવાનું એટલે આ દાણચોરીની કાતર ડ - ગેંગની છેક દુબઈથી આવી છે. બાબુભાઈ આવતા વરસે તો કદાચ ‘કાતર’ બનાવવાનું કારખાનું ય નાખું ! ઉદ્દઘાટન કરવા ઈન્કમટેક્ષ કમિશ્નર આવે તો ખરા (મોટા ‘‘કાતર’’ વાળા).

‘‘સરસ... આ બે કાતર કોની રહી ગઈ ?‘‘

નોકર નાથુ બોલ્યો ‘‘બાબુકાકા એ મારી છે. સોસાયટીના બધાય ૫૦ બંગલાના છાપાની કૂપનો કાપવાનો કોન્ટ્રાક્ટ મારો છે થોડી બુઠ્ઠી છે પણ વાંધો નથી બોણી - બોનસમાં આવતો. બાજુમાં મનજી માળીની કાતર છે આખી સોસાયટીની મહેંદીની વાડ એના જ્યુરીડીકશનમાં છે.‘‘

મેં મુકેલું પડીકું ધીમે રહીને લઈ લીધું (એમાં કાતરના મામાના ફૈબાની દીકરી હતી પતરી ભિલઅદઇી !

ઃ મરી મસાલા :

અરે ! ડાર્લિંગ તારું મો ખોલ. જીભ ભાર કાઢ.

જીભ ઉપર કંકુ, ગુલાલ, ચોખા ચડાવી ફૂલ મુકવા દે.

આ જે દશેરા છે. મારે શસ્ત્રપૂજા કરવાની છે.

૭. છેતરપીંડી

છાત્રાલયના દાતાના હોલમાં સ્વર્ગસ્થનું બેસણું હતું. જિંદગીભર સામે રોજ મળતા હોય તોય બે મીઠા બોલ કે હોઠ પર બે સેન્ટીમીટર સ્મિતનો ય વહેવાર ન હોય એવા સ્વજન માટે શ્રદ્ધાંજલિ આપવા અમારી સોસાયટીનો જયલો જાડિયો પહોંચી ગયો.

સફેદ વસ્ત્રોમાં સ્નેહી સ્વજનો. હે રામ ! જગજીતસિંહની ધૂન. આપ્તજનોના માથે મુંડન. પગે વા વાળા વડીલો ખુરશી પર સિનીયોરીટી પ્રમાણે બિરાજમાન. સ્વર્ગસ્થના ફોટા પર સુખડનો હાર. ફોટા આગળ થાળી. થાળીમાં ગુલાબના ફૂલોની પત્તી, કળીઓ, સ્ત્રીવૃન્દમાં મૌન ગ્લાનિનો અભાવ. પુરુષગણમાં મોબાઈલ ટચસ્ક્રીનમાં મશગુલ. જયલા માટે આવું વાતાવરણ સવારની પહેલી બોણી.. મહુરતના સોદા માટે હન્ડ્રેડ પરસન્ટ ફીટ હતું. એણે ખિસ્સામાંથી સૌથી નાની (બે-પાંચની તો જલ્દી નથી મળતી) રૂપિયા દસની મુકેલી થાળીના ભરણામાં મૂકી અને તેમાંથી રૂપિયા સોની નોટ હળવેથી લઈ ખિસ્સામાં મૂકી... વડીલના વારસદારોને ભાવપૂર્વક નમન કરી વિદાય લીધી.

જયલો આજે લાભ-પાંચમને દિવસે મૂળમાં હતો. રૂપિયા દસના નજીવા રોકાણમાં રૂપિયા સો. મૂડી અને ડીવીડંડ ફક્ત પંદર મિનિટના રોકાણમાં. ઘેર ભેંકડો તાણીને રોતા ચિરંજીવી માટે જરૂરી ચોકલેટ, બિસ્કીટ, ફુગ્ગો લઈ જવા એણે ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં એન્ટ્રી લીધી. બાસ્કેટમાં સવારનું શોપીંગ ચહેરા પર ખુમારી. હોઠ પર ખંધુ સ્મિત. ચાલમાં ગતિ. સ્ટોરના કાઉન્ટર પર સવારની પહેલી બોણીવાળી રૂપિયા સોની નોટ ત્યાં ગાદી પર બેઠેલા મોટી ફાંદવાળા બિલ્લોરી કાચવાળા કેશીયરને ધરી દીધી. નજર ત્રાંસી, હોઠ પર કરડાકી સાથે ઘોઘરો અવાજ જયલાના કને પડયો. ‘‘મિસ્ટર, સવારના પહોરમાં બીજું કોઈ ના મળ્યું ? આ સોની નોટ નકલી છે બીજી લાવો.’’

૮. ધરમ કરતા ધાડ.....

રાત શિયાળાની. ઠંડી કાતિલ. પવનમાં સુસવાટાનું એક્સીલેટર. ફૂટપાથ પર રેન-બસેરાઓની છાવણી. ટૂંટિયુંવાળી ભસી ભસીને જંપી ગયેલા કૂતરાઓની જમાત. કામળા ઓઢી તાપણાં કરતા શ્રમજીવીઓની બીડી - સિગારેટના ઠુંઠાની ધૂમ્રસેર. ટ્રાફિક સિગ્નલ પર ચઢ-ઉતર કરી વિસામા પર ઝબૂકતી આછી પીળી લાઈટ.

અચાનક ચાર રસ્તાના ક્રોસિંગ પાસે ધડામ દઈને બાઈક સવારનું લપસી પડવું. ચગદાઈને મરી ગયેલી ખિસકોલી પર જેમ કાગડા, સમડી જયાફત ઉડાવવા તૂટી પડે એમ ફૂટપાથ પરની છાવણીઓના શ્રમિકો ઘટના સ્થળે તૂટી પડયા. કોઈકે સેલ-ફોન ઉઠાવી ચલતી પકડી, સ્ત્રી-શ્રમિકોએ પરચુરણ, નોટો ને કબજા પાછળ સેરવી બગાસા ખાતી લુંટની મજા માણી. બાઈક સવારના પેન્ટ પરનો પત્તો, ગળાની ચેન, હાથ પરનું લકી-સલમાન, આંગળી પરની વીંટી, રાડો ઘડિયાળ ચોર-બજાર માટેની બોણી-બોનસ થઈ ગયા. બાઈક સવાર સખત રીતે ઘવાયેલો, કણસતો, ડચકા ખાતો નિઃસહાય નિસ્તેજ થતી આંખે પોતાની જ સંપત્તિના લંકાદહનનું લાઈવ - ટેલીકાસ્ટ જોઈ રહ્યો હતો...

ખૂણામાં સૂતેલો એક ભિખારી ડગુમગુ થતો ઘટના સ્થળે આવી અટક્યો. ટીનના ડબલામાં વધેલું-ઘટેલું પાણી બાઈક-સવાર પર છાંટયું ચીંથરેહાલ ધાબળો તેના પર ઢાંક્યો, નીચો વળી પગના તળિયાને ઘસવા માંડયો.... અચાનક દૂરથી સાઈરન વગાડતી પોલીસવાન આવતી જણાઈ. મોઢા પર પાણીનો છંટકાવ, ધાબળાની હુંફ અને પગના તળિયેથી મળેલી નવી ઉર્જા સાથે બાઈક સ્વરમાં નવસંચાર થયો. ભવિષ્યમાં મામલાની નભક્ત સમજી એણે સફાળા છલાંગ મારી... બાઈકની ડીકીમાંથી ચરસ, કોકેનનું પડીકું કાઢી પેલા ભિખારીના ધાબળામાં સંતાડી દીધું..... ‘‘જમાદાર સાહેબ, તમે સમયસર આવી ગયા. એક સમજદાર નાગરિક તરીકે આ ભિખારીને પકડી રાખ્યો છે. સાહેબ એના મુદ્દામાલ તપાસો સાલા કેવા ધંધા કરે છે !

૯. ચંદુ કેશવ ઉર્ફે છ. ખ.

‘‘રોબર્ટ, ત્રણ પેટી ‘વોડકા‘, બે પેટી ’શ્વસ્ટ ૬૯’ સાંજ પહેલા પેરેડાઈઝ-ઈનમાં ડીલીવરી અરજન્ટ ડીસોઝા મારફત કરી દે...‘‘

‘‘પુરોહિત અંકલ, બંને કલબનો ક્રેડીટ હવાલો દુબઈની ચાર્ટડ બેંકમાં ટ્રાન્સફર માર્ચ એન્ડીંગ પહેલા થઈ જવો જોઈએ...‘‘

‘‘સુરિયા... ફોન ઉપાડતા આટલી બધી વાર રાભા ? ટાંટિયામાં જોર નથી તો કાલથી ગોડાઉન છોડી દે ડામીશ ! સાંભળ, રાતના બે પછી કોકેન પ્લાસ્ટીકના ડક કન્ટેરમાં જયલો જાડિયો લાવશે ચેક કરીને નવા પાર્ટીશન નીચે ગોઠવજે.. એક પણ નંગ તૂટશે તો તારા બાપની બાયપાસ કેન્સલ.. ગધેડા‘‘

‘‘સોનું ડાર્લિંગ, આજે રાહ નાં જોતી. ઘેર રંભાએ કડવા-ચોથનું વ્રત રાખ્યું છે.. મોન્ટુ જોડે તારી મનભાવન રીંગ અસ્સલ હીરાની મોકલી છે.. મોડી રાતે ફેક્સ કરજે... ટા... ટા... યોર છ. ખ.

એક સામટા ત્રણ-ચાર હુકમોની ડીલીવરી કરી મારો મિત્ર ચંદુ કેશવ ઉર્ફે છ. ખ. એ હવે મારો કેસ હાથમાં લીધો. ઠાવકું, દયામણું મો રાખી છ. ખ. એ કહ્યું, : મફત, એક અગત્યનું મારું કામ તારે પાર પાડવાનું છે પણ મફતમાં નહિ. તારા બાબાને પેલે યુનીવર્સીટીમાં સ્પોન્સર કરવાની જવાબદારી મારી.. સાથે સાથે મારું એક ઘરનું જવાબદારીવાળું કામ તારે પાર પાડવાનું છે. ઉમલી.. મારી બેન ઉમા ગ્રેજયુએટ થઈ ગઈ છે તારે હવે એના માટે સરસ મૂરતિયો શોધવાનો છે. છોકરો ઊંચી ડીગ્રીવાળો નહિ હોય તો વાંધો નહિ પણ ઠરેલ અને ઘર ચોખ્ખું જોઈએ. છાંટા-પાણીના વ્યસનવાળો લગીર નહિ ચાલે. જુગાર તો બાજુમાં પત્તાની દો, તીન પાંચ પણ ન રમનારને પહેલી પસંદ. ક્લબ કરતા મંદિરે બે વાર જનારને બોનસ પોઈન્ટ. લફરાવાળો નીકળ્યો તો મફા તારી ખેર નથી. તને ખબર છે ચંદુ કેશવ ને આઉટલાઈનવાળા માણસો માટે કેટલી બધી નફરત છે. મારે અઠવાડિયામાં ‘હા’ માં જવાબ જોઈએ.

૧૦. લખ્યું... વાંચ્યું માફ

વિક્રમ સવંતની હેપી બર્થ ડે એટલે ‘બેસતું વર્ષ’ (ભલે તમારે આખ્ખું વરસ ઉભા રહેવું પડે!). એકધારા જથ્થાબંધ રૂટિનની નિકાસ અને અપ-ટુ-ડેટ સ્ફૂર્તિલા ઇવેન્ટોની એન્ટ્રી એટલે નવું વરસ. બોણી અને બોનસની ગોલંદાજીની ઇનીગ્ઝ ! ડત્તાવાળા કેલેન્ડર અને ડાયરીની ભેટ-સોગાદોનો પીરામીડ એટલે બેસતું વરસ. નવા સંકલ્પો નવાવર્ષના મેનુની આઈટમોમાં ઠાવકા થઈ મોક્ષ પામવા પલાઠીવાળી ગોઠવાઈ જાય છે. છતાંય માળિયે વરસો જૂના બોલચાલના આપણા એના એજ ચીલાચાલુ વિધાનોને હવે ઢોળ ચડાવવાની ડયુંડેટ પાકવા આવી છે. નવા વરસમાં ખબરદાર હવે જો મિત્રો, સ્નેહીજનો, સગાવ્હાલા, જીગરજાન દુશ્મનો મળે ત્યારે હવે આ તો ‘‘હોઠો પે ઐસી બાત દબાકે ચલી આઈ’’ ને કરી દો સ્ટેચ્યુ.

૧.તબિયત કેમ છે ? (ડોક્ટરને પૂછીને કહ્યું ?)

૨.હમણાં શું ચાલે છે શેઠિયા ? (કામવાળી દેશ ગઈ છે, પાડોશન પિયર ગઈ છે!)

૩.આ રવિવારે ચોક્કસ મળવાનું ગોઠવીએ (સોરી, મારા ઘેર નહિ સ્વીટી (કૂતરી) બિમાર છે!)

૪.ભાભી, શરીર કેમ ઉતરી ગયું લાગે છે ? (સામે લેડીઝ હોસ્ટેલ ખૂલી છે ને તમારા ભાઈ નવું નેનોસ્કોપ દૂરબીન વૃદ્ધાશ્રમમાંથી કોકનું ઉછીનું લઇ આવ્યા છે!)

૫.છોકરા સાલા કહ્યું માનતા જ નથી (બકા, ભૂલી ગયો. તારા બાપા તારા માટે મને શું ફરિયાદ કરતા‘તા ?)

૬.સાહેબ, પહેલી બોણી છે (અલ્યા, ઠાઠડીવાળાની દુકાને પણ રકઝક ?)

૭.પેલીની વીડિયો જોઈ... ? (તું ય ઉલ્લુ બની ગયો ને, એ તો થાઈલેન્ડની નાન્યતર જંતીવાળી ની હતી !!)

૮.અમારા જમાનામાં આવું ન‘તું. (દાદાજી, ગઈ અગિયારસે બીયરમાં તુલસીપાન નાંખી દાદીને કયું પંચામૃત પિવડાવ્યું હતું ?)

૯.હમણાથી કેમ દેખાતા નથી ? (વી. આર. એસની મ્હોંકાણ વી-વરસ, આર-રસોઈ એસ-સફાઈ (ગાંધીજયંતિ વાળી) માંથી ઉંચો આવું તો ને !)

૧૦.શું છે નવા-જૂની ? (જૂની પેન્શનથી ચાલે છે, ‘નવા’ માટે એફ.ડી તોડાવતો રહું છું.)

૧૧.આવતા-જતા રહેજો. (અલ્યા, ઘેરથી પણ આવું રોજ સાંભળું છું)

ઃ મરી-મસાલા :

સાહેબ, પેમેન્ટનો ચેક ક્યારે આવું ? (હમણાં ક્મોરતા ચાલે છે, અધિકમાસ પછી લઈ જજે)