આજના માનવી ની વ્યથા Neeta Kotecha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આજના માનવી ની વ્યથા

મળ્યો છે માનવી નો દેહ , કાળો કેર કરશો મા

આ જીવનમાં માનવીને તેર ગણશો મા,

મળી લેજો ગળે, પણ આ જિંદગીમાં વેર કરશો મા.

આજનો માનવ કેવો એ વિચાર બહુ ગુઢ વિષય છે. જગત ઉત્કંતિગત છે, સમ્રુધ્ધિ, લય,સંવાદિતા અને આનંદથી ભરપુર માનવ ૨૧ મી સદીમાં ભલે ખોવાયેલો લાગતો હોય

પણ આ તેના જનમજાત ગુણો છે. તેમાં કોઇ શંકાને સ્થાન નથી . વ્યથા કયા જમાના માં નહોતી ? માનવી નો જન્મ થાય છે અને એની વ્યથા શરુ થાય છે કે જે અંત કાલે બીમારી ની વ્યથા સાથે તે મૃત્યુ પામે છે. કોઈક જ એવા ભાગ્યશાળી હોય છે કે જે પીડા વગર મૃત્યુ પામે છે. પણ જન્મ અને મૃત્યુ ની વચ્ચે ની વ્યથા ને માનવ પોતે જ હળવી બનાવી શકે છે , કારણ એ વ્યથા એની પોતાની ઉભી કરેલ હોય છે ખોટી લાલચ ની ખેવના ન કરે તો પણ એની વ્યથા ઓછી થઇ જાય છે। અને એ લાલચ પૈસાની નામ ની સ્ટેટ્સ ની બહુ બધી હોય છે

સપાટી પરની ક્રિયા પછી આજનો માણસ સંતુષ્ટ રહી શક્તો નથી. વસ્તુઓનાં મુળ તત્વને પામવાની તેની ઝંખના પ્રબળ બને છે.આજનો માનવ અંતર્મુખ થઇ અસ્તિત્વનાં ઉંડાણનેપામવા વ્યાકુળ બને છે. ૨૧ મી સદીમાં વિજ્ઞાનનાં યુગમાં કમ્યુટરથી ઘેરાયેલો હોવાં છતા સદીઓ પુરાણી રૂઢીની અવગણના કરી શક્તો નથી. તે તેમાં રહેલું સત્ય ખુલ્લા દીલે સ્વીકારે છે. વપરાશ કરે છે કોમપ્યુટરનો પણ હજી ભૂત પ્રેત ને માને છે હજી અંધશ્રદ્ધા માં જીવે છે હજી પિતૃદોષ માં માને છે હજી જન્માક્ષર માં માને છે , હજી ડર થી મંત્રોચાર કરે છે . આજનો માનવી વધારે મુંજાણો છે કે શું સાચું અને શું ખોટું . વધારે પડતા લોકો ડર નાં લીધે ભગવાનમાં માને છે અથવા અંધશ્રધ્ધા ને લીધે માને છે। સવાલ એને પણ મનમાં એટલો જ છે ક શું હકીકત માં ભગવાન છે ?

પોતાના શિરે આવી પડેલી જવાબદારી નિભાવવામા, તે પાછી પાની નથી કરતો. હા તેનુ, દ્રષ્ટિબિંદુ બદલાય તે સમજી શકાય તેવી વાત છે.વ્યવ્હાર સાથે આત્માનાં અવાજને પણ તે સાંભળે છે.આ આચારને વિચાર વચ્ચે સુમેળ સાધવાનો પોતાનો પ્રયત્ન તે સતત જારી રાખે છે.

આ માનવીની જાતમાં " રાજકરણમાં સક્રિય" વ્ય્ક્તિનો ઉલ્લેખ નથી એ સમાજના માનવને માનવ કહેવુ એ

લાંછન છે. તેમ જ "ધર્મને નામે ધતિંગ" કરતા ઠગોને પણ આમા ગણવા નહીં. આપણાં ભારતની કરોડોની પ્રજાને મુર્ખ બનાવે છે ,શંકાશીલ બનાવે છે . ને અંધશ્રધ્ધાળુ બનાવે છે. ને તેમાં માત્ર " અભણ અને ગરીબ " જ ફસાયા નથી પણ કહેવાતા ભણેલા અને તવંગરો પણ તેમનાં શિકારમાં થી છટકી

શક્યા નથી

બીજા પ્રકારમાં એવા પણ ઘણા લોકો છે કે જેમની માટે આધુનિક સુવિધાઓ સૌથી મોટી અસુવિધાઓ બની ગઈ છે. આખો પરિવાર સાથે બેઠો હોય છે પણ તે બધા હોય છે કોઇક ત્રીજા સાથે. તેમાં ઘરના બાળકો હોય યુવાન વયનાં હોય કે પછી માતા પિતા હોય. આજે બધા S.M.S કે ક્મ્પ્યુટર માં ખોવાયેલા હોય છે . આજનાં ઘણા એવા માનવીઓ છે કે જેમનાં ચહેરા બ્યુટી સલુનથી ચમકતા હોય છે.

શરીર એટલુ સંભાળ્યું હોય કે ઉંમર હોય એના કરતા તેઓ અળધી ઉંમરનાં દેખાય છે , પણ તેઓ ભીતરથી ભરપુર રોગી હોય છે થોડું પામવાની ઘેલછામાં ઘણું બધું ખોવે છે..

હજારો અલગ અલગ ભાવો સંઘરીને તેઓ જીવે છે. સંબધોની આવરદા ઓછી થઈ ગઈ છે મિત્રતા અને પ્રેમ તો હવે રોજ થાય છે ને મન ભરાઇ જાય એટલે કોઇને પણ જિંદગી માંથી કાઢી નાંખતા વાર નથી લાગતી .આજનો માનવ પોતે પણ સુખી નથી અને બીજાને પણ સુખ આપી નથી શકતો. પતનને પ્રગતિ સમજીને એ જ દિશામાં તેઓ જીવે છે આગળ વધે છે .

.બધાને ખબર છે કે વિતેલા દિવસ પાછા નથી આવતા પણ કોઇ એ દિવસો ને શણગારવાનુ, સંભાળવાનુ સમજતુ નથી..

આજની યુવા પેઢી કદાચ વડિલોને વધારે સાચવતી થઈ ગઈ છે . તેઓને ભલે સાથે રહેવુ ફાવતુ નથી પણ જવાબદારી નિભાવવામાં તેઓ પાછી પાની

નથી કરતા.

અજાણ્યા દોસ્તોની સંખ્યા એમનાં જીવનમાં વધી ગઈ છે અને એટલે જ તેઓ વહેલા કે મોડા ઘરમાં હુંફ શોધવા લાગે છે

. આજે જગતની કડવી સચ્ચાઇ જાણવા એમને વધારે મહેનત કરવી નથી પડતી . તે લોકો વાતાવરણને અનુરુપ થતા જીવી જાણે છે .પવનનાં રુખ સાથે પડકારનો સામનો કરતા તેમને આવડે છે . આજનો માનવ સમજી ગયો છે કે કે વાતાવરણને અનુરુપ થઈને કેવી રીતે જીવવુ ? તે હવે વધુ સમજદાર થઈ ગયો છે.. આજનાં માનવી ની વ્યથા એક જ છે કે તે જીવે છે

હજારોની ભીડમાં પણ છ્તા કોઇ એનું નથી..તે એકલો જ છે. મોંઘવારી મિત્રતા અને

માનવ મહેરામણ રોજ એનાં હ્રદય ને તોડે છે અને બસ એ પાછુ રોજ જીવવાનું શરુ કરે છે . રોજ એક નવી આશા લઈને રોજ એક નવી મંજિલ લઈને અને રોજ નવો એક વિચાર લઈને કે જીવન કેવી રીતે સુંદર બનાવવું જોઈએ। પણ આ મથામણ માં જ કદાચ યુવાન પેઢીના લોકો નાં મૃત્યુ વધારે થવા લાગ્યા છે એમને વધારે બીમારી થવા લાગી છે અને એટલે જ એમને જરૂરત છે સંગાથ ની સાથ ની પોતા પણા ની અને હમેશ એક હકારાત્મક વિચારની કે જે એમને એમના વડીલો પાસેથી જ મળશે . એમને હૂફ જોઈએ છે એમને લાગણી જોઈએ છે. કામ તેઓ કરી જાણે છે એમને કામ નો ડર નથી એમને બીક છે સંબંધો નાં તૂટવાની। એ પહેલાની પેઢી સાથે સહમત નથી થઇ શકતા અને જીવે છે એક તાણ સાથે . જરૂરત છે સંબંધો માં સમજણ ની , જો એ બધા ને એક બીજા સાથે મળી રહેશે તો વ્યથા ઓછી થઇ જાશે . એવું નથી કે માતા પિતા ની જિંદગી માં વ્યથા નથી . એમને પણ એમ થાય છે કે પહેલા જુનવાણી સાસુ સસરા સાથે જીવ્યા અને હવે નવી પેઢી સાથે સમજુતી કરવાની . પણ આ જ કદાચ જિંદગી છે અને એમ જીવવું જ પડશે કારણ માતા પિતા નાં જીવનમાં પણ બદલાવ બહુ ઠેકાણે આવ્યો જ છે તો એમને પોતાના બાળકો માટે પણ એ બદલાવ પોતાના સ્વભાવ માં અને આચરણ માં લાવવો જ

પડશે તો જ આખું ઘર સુખી થશે અને થોડા લોકો ની વ્યથા તો ઓછી થશે જ .

એક કવિ એ લખ્યુ હતુ

" માનવ મહીં કોઇ દેવ છે તો કોઇ દાનવ છે

કોઇ છે કૌરવ તો કોઇ પાંદવ છે

અરે એ દોસ્ત , કોઇની કુથલી કરવી રહેવા દે

કોઠીઓને ધોવામાં સાર માત્ર કાદવ છે"

બસ માનવ આ જ નથી સમજતો..

એટલે જ મારાથી લખાણુ હતુ..

માણસનાં સમુહ માં માણસને ગોતુ છું

હું મારા માટે એક હમરાઝ ગોતુ છું.

શ્વાસોનાં સમુંદરમાં એવા શ્વાસને ગોતું છુ

જે મારી માટે જીવી હોય , એવી એક ક્ષણ ને ગોતુ છુ

પોતાનાં ઓ નાં ટોળા છે , પરંતુ પારકાંમાં ગોતુ છુ.

પોતાના કહી શકાય , એવા એક માણસને શોધુ છુ

હમરાઝ્ હમસફર, હમદર્દ ને એક મયખાનું ગોતુ છુ

જ્યાં હ્રદય ખાલી થાય એવુ એક જ હ્રદય શોધ છૂ..

કદાચ આ જ વ્યથા છે આજનાં માનવી ની..

નીતા કોટેચા "નિત્યા "