: પ્રકરણ - 16 :
પુત્ર કોના પર ગયો હતો?
એ બાબત જીજુ સાળી વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો હતો.
મારું કહેવું હતું.. મારો પુત્ર મારા પર જ ગયો હશે જયારે સુહાની મક્કમ પણે કહી રહી હતી.
પુત્ર તો મારી બહેન પર જ ગયો હશે.
અને આ વિવાદનો અંત હસમુખના આગમને આણ્યો હતો.
અને તેણે ગર્વથી પોતાનો અંગુઠો દેખાડી પોતાનો વિજય વ્યક્ત કર્યો હતો.
મેં ખેલદિલી પૂર્વક તેની સરાહના કરી હતી અને તેને વધાઈ આપી હતી.
મને એક સાથે બમણી ખુશી પ્રાપ્ત થઈ હતી. પણ હસમુખના આગમને સુહાની વિશે મારા દિલમાં અસલામતીની ભાવના જગાડી હતી..
મુંબઈ જતાં બસમાં સતત મને તેનો ચહેરો જ દેખાયા કરતો હતો.. તે મારો હરીફ બનીને મારી સામે આવ્યો હોવાનો સંદેહ જાગ્યો હતો..
તેની વાતોએ મને અસ્વસ્થ કરી દીધો હતો.. તે ચાલાકીથી મારાથી આગળ નીકળી ગયો હતો.. અને તેના વ્યવહારે મારો પુત્ર જન્મનો આનંદ પણ ખૂંચવી લીધો હતો. હું રસ્તામાં ખામોશ, શાંત હતો.. તે જોઈ પુષ્પા બહેને મને સવાલ કર્યો હતો. અને ખુદ તેમણે જવાબ તલબ કરી લીધો હતો.
" હસમુખ ને કારણે તમારી આ હાલત થઇ છે ને? "
તેમણે ત્રિકાળ જ્ઞાનીની જેમ સવાલ પૂછ્યો હતો.
અને હું કાંઈ જવાબ આપી શક્યો નહોતો. અને વાત સાફ થઇ ગઈ હતી.
તે ખરેખર લાગું પ્રસાદ હતો. મને તે ખૂંચવા લાગ્યો હતો.
પણ તેનો કોઈ ઈલાજ નહોતો.. તે મારા સાસરે ફેવિકોલની જેમ ચોંટીને બેસી ગયો હતો. મા દીકરી તેના ઈશારે જ ચાલતા હતાં. તેને કારણે જ જીજુ સાળીના સંબંધમાં ફાટ પડી હતી.. સુહાની મને અવગણીને હસમુખ સાથે વધારે ઇન્વોલ્વ થઈ ગઈ હતી. તે લાગું પ્રસાદ હતો. ક્યારે, ક્યાંય ઘૂસી જવાની તેની બૂરી આદત હતી. ક્યાં વ્યકિતને ક્યારે અને કેટલું મહત્વ આપવું તે લલિતા પવાર જાણતા નહોતા..
હસમુખને કારણે હું મારા સુહાની સાથેના સંબંધમા ઇનસિક્યોરિટી ફિલ કરી રહ્યો હતો.. હું તેને બહેન માનતો હતો.. મેં તેને ભલામણ કરી હતી.
" તું મને મોટા ભાઈ કહીશ? "
તરત જ તેણે સવાલ પૂછ્યો હતો.
" કેમ? "
" મને આ જ શબ્દ વધુ આત્મીય લાગે છે! "
મારી વાત સાંભળીને તેણે મને મોટા ભાઈ કહેવાનું શરુ કર્યું હતું, જે બિલ્કુલ ઔપચારિક બની ગયું હતું. જેમાં કોઈ મિઠાશ નહોતી ના તો પોતીકાપણાનો કોઈ એહસાસ.. મેં તેને રાખડી બાંધવાની ભલામણ કરી હતી
જે તેણે સ્વીકારી નહોતી!! તેનો ખુલાસો કરતા કહ્યું હતું..
" મારી મા બનેવીને રાખડી ના બંધાય તેવું કહે છે.. તેઓ કહે છે ભગવાને આપણને જે સંબંધ સાથે ભેગા કર્યા છે. તેને બદલવાનો આપણને કોઈ અધિકાર નથી."
હસમુખ પણ આ બાબતે લલિતા પવારના ખોળામાં બેસી ગયો હતો.. તેણે પણ આ વાત દોહરાવી હતી.
ત્યારે મને તેમની જ કહેલી સુફિયાણી વાત યાદ આવી રહી હતી. તેમણે અનિશ અને સુહાનીને દૂર કરવા દીકરીને સલાહ આપી હતી.
" અનિશને રાખડી બાંધ! "
સુહાનીએ બિન્દાસ્ત જવાબ આપ્યો હતો..
" હું અનિશને પ્રેમ કરૂં છું..તેને કદી રાખડી નહીં બાંધું. "
ત્યારે લલિતા પવારે ફિલસૂફી હાંકી હતી.
" રાખડી તો એક પત્ની પોતાના પતિને પણ બાંધી શકે છે. "
તેમની વાત સાંભળીને એક પ્રશ્ન ઉદભવ્યો હતો.
. " શું એક બનેવી પતિથી ઉપર હોય છે? "
હકીકતમા તેમણે જ તો ભાઈ બહેનના સંબંઘની ઘોર ખોદી હતી. એટલે આ સંબંધ પ્રત્યે તેમને દાઝ હતી, નફરત હતી.
તેમને ભાઈ બહેનના સંબંઘની કોઈ કિંમત નહોતી... મુંબઈ પહોંચીને હું તરત જ મુલાકાતીઓના સમય પ્રમાણે મારા પુત્રને મળવા ગયો હતો. પુષ્પા બહેન પણ મારી સાથે હતાં.
હસમુખ એક પછી એક ઝટકા આપ્યે જતો હતો..
તે ગમે ત્યારે સુહાનીના કોલેજ જવાના સમયે ટપકી પડતો હતો. અને પછી : કાંઈ કામ છે તેવું બહાનું કાઢી તેની સાથે કોલેજ સુધી પહોંચી જતો હતો. આ જોઈ, સાંભળીને મારા દિમાગની નસો તંગ થઈ જતી હતી.
લલિતા પવારે પણ આ બાબત પોતાની દીકરીને રોકી નહોતી. ક્યાંથી રોકે?તેઓ દીકરીને રોકવાનો અધિકાર પણ ખોઈ બેઠા હતાં. સુહાની આ વાત જાણતી હતી. તે મા ના બધા જ કુલક્ષણોથી પરિચિત હતી. તેથી લલિતા પવાર તેની દીકરીથી ચેતીને, ડરીને ચાલતા હતાં.
બીજો ઝટકો સુહાનીએ આપ્યો હતો. તે હસમુખ જોડે એકલી મુંબઈ આવી ગઈ હતી.
આવું કઈ રીતે થયું.?. લલિતા પવાર જાણતા હતાં.. તેમની ગેર હાજરીમા સુહાનીને અનિશ સાથે ઘુમવા ફરવાનો ખુલ્લો દોર મળી જશે.. છતાં તેને હસમુખ જોડે તેને મુંબઈ મોકલી હતી.
તે વખતે તેમની જેઠાણી મુંબઈમાં હતાં.. તેઓ ભત્રીજીનું દયાન રાખશે તેવું માની તેમણે આવું કર્યું હશે. તેવું મેં અનુમાન કર્યું હતું..
સુહાની ક્યાં કોઈને ગણકારતી હતી..?
તે ભણેલી ગણેલી હતી, સુશિક્ષિત હતી પણ તેનામાં બુદ્ધિનો છાંટો પણ નહોતો.
હસમુખની પત્ની ગામમાં રહેતી હતી. તેઓ નિઃસંતાન હતાં..
હસમુખની દાનત ખોરી હતી.. તે મોકો મળે કોઈને છોડે તેમ નહોતો.
તે લલિતા પવારની નજરે લાગુ પ્રસાદ હતો.
મુંબઈ આવ્યા બાદ સુહાની ઘર ખોલીને એકલી રહેતી હતી. અને હસમુખ મોડી રાત સુધી તેની સાથે ઘરમાં મોજુદ રહેતો હતો.
સુહાનીના કોઈ ગલત વ્યવહારથી કંટાળી જઈને મેં સિગારેટ મોઢે અડાડી હતી. મને તો સિગરેટ પીતા પણ નહોતું આવડતું.. હસમુખે પોતાના હાથે સિગરેટ સળગાવી પહેલો કસ લઈ મારા હાથમા થમાવી દીધી હતી. સુહાની બાદ શુભાંગી મારી બીજી સાળી હતી. ત્યાર બાદ ત્રીજા નંબરે સુષ્મા હતી. તે નાની હતી. તેથી હું તેની સાથે વધારે મસ્તી કરતો હતો. તેને હેરાન કરતો હતો.. તેની સાથે છેડછાડ કરતો હતો.. તેને આ બધું ગમતું હતું. તે જોઈ લલિતા પવાર નારાજ થઈ જતાં હતાં અને એક વાર મારા પર સુષ્માને બગાડવાનો મારા પર આક્ષેપ પણ મુક્યો હતો.
આથી મને ગુસ્સો આવ્યો હતો.. સુષ્મા સુહાનીના પેંગડામાં પગ નાખે તેવી હતી.. તે સુહાનીથી બે કદમ આગળ હતી.. શુભાંગી શરૂઆતથી પુષ્પા બહેન જોડે રહી હતી. તેમણે જ તેનો ઉછેર કર્યો હતો. ભણાવી ગણાવી હતી. તે બધી બહેનોથી અલગ હતી.. તે ભગવાનને માનતી હતી.. રોજ મંદિરે જતી હતી. ત્યાં એક છોકરો આવતો હતો. તે પરિણીત હતો. બંને એકમેકને ભાઈ બહેન માનતા હતાં. પણ દુષિત માહોલમા તેમના સંબંધ પર ઘર વાળાએ જ કીચડ ઉછાળવાની ઘૃષ્ટા કરી હતી.
તે દુકાનના માણસ જોડે વાત કરતી હતી.. તેમાં પણ ઘરના સભ્યોને તકલીફ હતી..
કહેવાય છે : ' સગા બાપ દીકરીએ પણ એકાંતમાં વધારે સમય રહેવું ના જોઈએ..'
આ વાતનો મને કપરો અનુભવ થયો હતો.. જેને માટે હું કદી મારી જાતને માફ કરી શક્યો નહોતો. હું અને સુહાની રોજ સાથે બેસીને મારા ઘરમાં અભ્યાસ કરતા હતાં.. તે બી.એસ. સી.અને હું એલ.એલ. બી..નો! ક્યારેક હું તેના ઘરમાં વાંચવા માટે જતો હતો. મને તેનું જાણે ઇન્ફેકશન થઈ ગયું હતું. એક વાર મને વાંચતા વાંચતા ઊંઘ આવી રહી હતી તે બહાને મેં સુહાનીના ખોળામાં માથું રાખી દીધું હતું.. તેથી સુહાની ભાવુક થઈ ગઈ હતી. તેણે માથું સહલાવતા સવાલ કર્યો હતો..
" ઊંઘ આવે છે જીજુ? " મેં તેને કોઈ જવાબ આપ્યો નહોતો. અને મારું માથું ઉઠાવીને છાતી પર રાખી દીધું હતું.
તે કાંઈ બોલી નહોતી. તેથી મારી ભીતરનો શેતાન એકાએક જાગી ગયો હતો. મેં તેને બાહુપાશમાં જકડી લીધી હતી. તે બદલ તેણે કોઈ એતરાજ કે નારાજગી દર્શાવ્યા નહોતા. મેં તેને જમીન પર સુવડાવી દીધી હતી.. તે જ વખતે મારો અંતર આત્મા જાગી પડ્યો હતો.
અને મેં તેને ' કોઈને કહેતી નહીં! " તેવું કહી છોડી દીધી હતી.
ગમે તે હોય આ મારી ભૂલ હતી.. પણ એક વાત ફલિત થઈ હતી.. સુહાની કોઈની સાથે પણ આવું કરી શક્તી હતી..
મારી ભીતરનો દુશ્મન પણ મને ઓળખી ગયો હતો. અને તેના વાદે મારાથી એકથી વધારે વાર ભૂલ થઈ હતી..
તેણે મારા વર્તનની હસમુખને વધાઈ આપી હતો.. અને હું માનવ પ્રેરાયો હતો.. તે સુહાનીને નહીં મૂકે..
તે મારા ઘરમાં રહેતી હતી..
અને બાજુમાં સુજાતા મોજુદ રહેતી હતી.. છતાં મેં તેની સાથે ગલત વ્યવહાર કરવાની હિંમત કરી હતી.
અને તેને સારૂં લાગ્યું હતું. તેનો અતીત અને અનિશ સાથેના વ્યવહારે મને ભટકાવી દીધો હતો.
તેનો અતીત અને અનિશ સાથેનો વર્તમાન એક વાતની સાક્ષી હતો.. તેને કોઈ પણ આસાનીથી પટાવી શકે તેમ હતું..
હસમુખ પણ તેને ઓળખતો હતો.. તે જરૂર સુહાનીને નહીં છોડે આ વાતની ખાતરી હતી..
ઉપરથી તેણે મારા વર્તનની તેને જાણ કરી હતી.
આ સ્થિતિમાં તેના જેવો લાગુ પ્રસાદ જરૂર સુહાનીને નહીં છોડે. મને તેની ગળા સુધી ખાતરી હતી.
000000000 ( ક્રમશ : )
.