તરસ - 12 Raaz Anjan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તરસ - 12

તરસ 12

ઉપરના માળેથી લોખંડની પાઇપ નો એક મોટો ટૂકડો આવીને તાંત્રિક બાબાને કપાળે પૂરા જોર સાથે વાગ્યો એટલે તાંત્રિક બાબા બંને હાથે માથું દબાવતા જમીન પર પથરાયા અને એ સાથે જ આખ્ખી હવેલીમાં નાતાશનું એક જીતભર્યું અટ્ટહાસ્ય ગુંજી ઉઠયું.

ઘડિકભરમાં શું બની ગયું તે સમીર આકાશ કે મંદાર ત્રણેયમાંથી એકને પણ સમજાયું નહિ. 

 "આ..આ ..તાંત્રિક બાબાને  શું થઈ ગયું મંદાર ! સમીરના મોમાંથી માંડ માંડ શબ્દો નિકળ્યા .. એટલે મંદાર ઉપરની તરફ જ્યાંથી  લોખંડની પાઈપનો ટુકડો આવીને તાંત્રિક બાબાને માથે આવીને  વાગ્યો હતો તે દિશામાં જોયું..

   નતાશાનું જીત ભર્યું હાસ્ય હજી પણ હવેલીમાં ગુંજી રહ્યું હતું..પણ ઉપરની તરફ નતાશા દેખાઈ નહીં એટલે મંદારે ત્યાંથી  નજર પાછી ખેંચી તાંત્રિક બાબાને સામે જોયું તો  બાબા હજી પણ બંધ આંખે પૂતળાની જેમ પડ્યા હતા. એટલે સમીરે તાંત્રિક બાબાને બંને હાથે પકડીને ઢંઢોળી નાખ્યા પણ બાબાના શરીરમાં કોઈ હરકત થઈ નહીં..એટલે સમીરે આકાશ સામે જોતા કહ્યું " તું જલ્દીથી ડોક્ટર આલોકને બોલાવ . એટલે પળનો પણ વિલંબ કર્યા વિના આકાશ ડૉક્ટર બોલાવ દોડી ગયો..

થોડીજ વારમાં ડૉક્ટર આલોક ત્યાં આવી પહોંચ્યો અને બાબાને તપાસવામાં પરોવાયો..

તેણે પ્રાથમિક તપાસ કર્યા પછી કહ્યું ," ચિંતા કરવાની જરૂર નથી સમીર.. આમને માથા પર ચોટ વાગી છે એટલે તમ્મર આવવાના કારણે માત્ર બેહોશ થઈ ગયા છે..!

 એટલે આલોકની વાત સાંભળી સમીરે હળવાશ અનુભવી..

જો તો ક્યારની ઉચાટ ભર્યા ચેહરે આ બધું જોઈ રહેલી તન્વિ એ પણ રાહતનો શ્વાસ લીધો.

અત્યારે હવે  મંદારે ઉપરની તરફ જ્યાં નતાશા બંધ કમરામાં પ્રવેશી હતી ત્યાં નજર કરી તો તેને આંચકો લાગ્યો.. હવે ત્યાં સીડીનો કઠેરો પકડી નતાશા ઊભી હતી.

સમીરે અને તન્વીએ પણ ગરદન અધ્ધર કરી ઉપરની તરફ જોયું તો એમનાં હૃદયે થોડીક ધ્રુજારી અનુભવી.

 અત્યારે નતાશાનો  ચેહરો વધુ વિકરાળ બનેલ હતો.એની આંખોના ડોળા લાલઘૂમ થયેલ હતા. એની નાકના નાખોરા ફૂલી રહ્યા હતા..સીડીના કઠેરા પર ભીંચાયેલ એના હાથની નશો ફૂલી રહી હતી..’ સમીર શેખર….! નતાશાએ કોઈ અજાણી સ્ત્રીના ધારદાર અવાજમાં ત્રાડ પાડી, ‘ જોયું ને આ તમારા બાબાને તો મેં ભોંય ભેગા કરી દીધા, હવે તમારા બધાનો વારો છે.’ નતાશાએ દાંત કચકચાવ્યા. ‘ સમીર શેખર..!’  વળી નતાશાએ અજાણી સ્ત્રીના અવાજમાં ત્રાડ પાડી..’ હું  તારી આ ફિલ્મ સાથે જોડાયેલા બધાંયને મારી નાખીશ, સમીર..! હું તારા યુનિટના એક એક સભ્યને ખલાસ કરી નાખીશ….! !.!’

        જાણે આ બધું સાંભળી શકાતું ન હોય , જોઈ શકાતું ન હોય તેમ તન્વીએ પોતાની ગરદન નીચે ઢાળી દીધી. મોઢે આવી ગયેલ ધ્રુસકાને દબાવવા માટે તેણે પોતાની બન્ને હથેળીઓ મોઢા પર દબાવી દીધી.

  મંદારે ઉપર તકાયેલી નજર પાછી ખેંચી ને સમીર તરફ જોયું તો, સમીર તાંત્રિક બાબાનું માથું પોતાના ખોળામાં લીધું. 

     એજ પળે નતાશા સીડીના કઠેરા પાસેથી  હટી ગઈ અને દેખાતી બંધ થઇ ગઇ.

       નતાશાનું આ વિકરાળ સ્વરૂપ જોઈ સમીરને ધ્રાસ્કો પડ્યો..આ બાબા હોશમાં આવે તે પેહલા નતાશા વધુ વિકરાળ બની કોઈ તમાશો કરશે તો ? ! ?.., કોઈને નુકસાન પહોંચાડશે તો ?..? ! ? અને આ વિચાર સાથેજ સમીરે ડોક્ટર આલોકને  કહ્યું, ‘ આલોક જલ્દી કંઈક કર,..જલ્દી બાબા હોશમાં લાવ..!

  એટલે આલોકે આકાશને સૂચના આપી.  ‘આકાશ, જલ્દી અંદરથી પાણી લઈ આવતો…! ! !

     આકાશે આલોકની સૂચના સાંભળી, એ પળવાર માટે સવાલભરી નજરે આલોક તરફ જોઈ રહ્યો, પણ પછી તેને આલોકની વાત સમજાઈ હોય તેમ એ અંદરની તરફ વળી ને હવેલીના કિચન તરફ દોડ્યો.

   ‘ બાબા..! કહેતા સમીરે બાબાનો ચેહરો હલબાવ્યો.

   પણ બાબાએ હોશમાં આવવાના કોઈ અણસાર બતાવ્યા નહીં..બાબા એજ રીતે બંધ આંખે  પડ્યા રહ્યા. માથા પર લોખંડનો  ટુકડો વાગવાને કારણે તેમના વાળમાંથી લોહીની નાનકડી ધાર એમના કપાળ પર થીજી ગઈ હતી.

        ‘ આ લો.! કહેતા નજીકમાં આવતા આકાશે આલોક સામે પાણીનો ગ્લાસ ધર્યો. પણ એ પાણી આલોક લે એ પહેલા જ સમીરે હાથમાં લીધી એમાંનું પાણી લઈ બાબાના ચેહરા પર  છંટકાર્યું.

    અને એ સાથેજ તાંત્રિકબાબાની પાંપણો ફરકી.બીજી જ પળે તાંત્રિક બાબા આંખો ખોલી બેઠા થઈ ગયા.

       ‘ બાબા, તમને વાગ્યું..!  સમીર આગળ બોલવા જાય ત્યાંજ તેને હાથના ઈશારાથી બોલતો રોકતા તાંત્રિક બાબા બગલથેલો બરાબર કરતા ઊભા થયા. ‘ તું મારી ફિકર ન કર..!’ કહેતા તાંત્રિક બાબાએ કપાળ પરની લોહીની ધાર લૂંછી.‘ કોઈ સ્ત્રીનો આત્મા નતાશાના  શરીરમાં પ્રવેશ્યા પછી ઔર વધુ શક્તિશાળી બની ગયો છે.એ મારા હાથમાંથી છટકવા માટે આવા બધા ખેલ કરશે જ. પણ એને ખબર નથી કે હું એના આવા બધા ખેલ ઊંધા વાળી નાખીશ.’ સહેજ અટકીને બાબાએ કહ્યું, તમે ગભરાશો નહીં. હું એને ખતમ કર્યા વિના અહીંથી નહીં જાઉં.’

એટલે તાંત્રિક બાબાની વાત સાંભળી સમીર અને મંદાર આશા બંધાઈ. બંને એ મનોમન વિચાર્યું ‘આ બાબા હવે આ ભયાનક આત્માનો ખાત્મો બોલાવીને જ છોડશે.

‘તમે લોકો હવે એક કામ કરો.., તાંત્રિક બાબાએ કહ્યું.., મને ઉપર નતાશાના કમરામાં લઈ જાઓ..અને હા..’ બાબા એ થોડા અટકીને કહ્યું..સમીર,આકાશ અને મંદાર તમે લોકો ઉપર મારી  ચાલો જ્યારે યુનિટના અન્ય સભ્યોને કહો તેઓ અહીં નીચેજ રહે..અને હા ,કોઈ ઘબરવાની કે ડરવાની જરૂર નથી એ આત્મા મને તથા યુનિટના અન્ય સભ્યો તથા તમને ડરાવવા અને ગફલતમાં નાખવા જાતજાતના કાવતરા કરશે..’ આવી આત્માઓ અને   બલાઓથી સારી રીતે વાકેફ બાબાએ કહ્યું,’ પણ તમે લોકો જરા પણ વિચલિત થતા નહીં..       કહેતા બાબા ઉપરના માળે જવા સીડી તરફ આગળ વધ્યા એટલે સમીર, મંદાર અને આકાશ પણ તેમની પાછળ દોરાયા.

  આકાશ ,મંદાર અને સમીર સહિત તાંત્રિક બાબા ઉપર પહોંચ્યા તો અત્યારે  ત્યાં બધું શાંત હતી..ઉપરના હારબંધ આઠ દશ કામરાઓમાંથી નતાશાનો કમરો કયો છે ..? તે જાણવા તાંત્રિક બાબાએ સવાલ ભરી નજરે મંદાર સામે જોયું..એટલે મંદાર પોતાના કમરાની ઠીક બાજુમાં આવેલ કમરા પાસે બાબાને દોરી ગયો..બાબા બરાબર એ કમરાના દરવાજા સામે આવીને ઊભા રહ્યા એટલે મંદાર ત્યાંથી થોડો દૂર હટી ઊભો રહ્યો.

અત્યારે .એ કમરો બહારથી બિલકુલ શાંત લાગતો હતો..અંદર થી નતાશાનના કોઈ બૂમ બરાડા કે ધમપછાડા સંભળાતા ન હતા.

   તાંત્રિક બાબાએ મંત્રો પઢવા માંડ્યા અને દરવાજા પર એક ફૂંક મારી અને પછી દરવાજો ખોલવા માટે હાથ આગળ વધાર્યો,

  એટલે સમીર શેખર સહિત આકાશ અને મંદારનો જીવ ઊંચો થયો..ત્રણેના મનમાં એક સરખોજ વિચાર દોડી ગયો..

    હમણાં તાંત્રિક બાબા દરવાજો ખોલશે એ સાથેજ નતાશા વાઘણ ની જેમ તાંત્રિક બાબા પર ત્રાટશે..

  બાબાએ મંત્રો પઢવાનું ચાલુ રાખતા હળવેકથી દરવાજો ખોલ્યો અને અંદર નજર કરી તો અંદર  બધું  શાંત હતું..એટલે સમીર,મંદાર અને આકાશનો ઊંચો થયેલો જીવ નીચો બેઠો.

  તાંત્રિક બાબા કમરામાં દાખલ થયા એટલે પાછળ  પાછળ સમીર ,આકાશ અને મંદાર પણ દાખલ થયા અને અંદર નજર કરી તો તેમની નવાઈ વચ્ચે કમરામાં નતાશા હતીજ નહીં.

“અરે.. આ નતાશા કયા જતી રહી..? બોલતા મંદાર આખા કમરામાં ઘૂમી વળ્યો ..એટલે તાંત્રિક સહિત બધાએ જોયું તો નતાશા કમરામાં  ક્યાંય દેખાઈ નહીં.

‘.  થોડીક વાર પેહલા સીડી પર ઊભા રહી મને ધમકાવનાર આ નતાશા. વળી  કયા ગાયબ થઈ ગઈ..? સમીરે  મનોમન વીચાર કર્યો

અને ત્યાંજ..

ત્યાંજ કમરાની બરાબર  વચ્ચોવચ રહેલ ડબલ બેડનો પલંગ જાણે ધરતીકંપ આવ્યો હોય તેમ  ધ્રુજવા માંડ્યો બધા નવાઈ ભરી નજરે પલંગ  ભણી જોઈ રહ્યા..ત્યાંજ  પલંગ હવામાં અધ્ધર ઉપર સિલીંગ સુધી   ઊછળ્યો..

 અને પલંગની નીચેથી પલંગની સાથે નતાશા  હવામાં અધ્ધર ઊછળી…,અનેહા..હા..હા.હા..હા.કરતું નતાશાનું અટ્ટહાસ્ય ગુંજી આખાય કમરામાં ગુંજી ઊઠ્યું..પલંગ ધમ.મ..મ…મ…મ..ના મોટા અવાજ સાથે પાછો જમીન પર પટકાયો ..પણ નતાશા એજ રીતે હવામાં અધ્ધર લટકી રહી હતી..

  સમીર, મંદાર અને આકાશ ડઘાયેલી હાલતમાં નતાશા ને આમ હવામાં લટકેલી જોઈ રહ્યા..જ્યારે તાંત્રિક બાબા.. જાણે કશું  બન્યું જ ન હોય તેમ નતાશા  સામે જોઈ રહ્યા.

      હવે ..તાંત્રિક બાબાએ જોર જોરથી મંત્રો પઢવાના શરૂ કરી દીધા..અને પોતાના હાથમાં રહેલી લાકડી નતાશા તરફ તાકી..અને પછી હવામાં નતાશા તરફ ફૂંક મારી ,અને એ સાથે હવામાં અધ્ધર લટકી રહેલી નતાશા..ધમ્મમમ્ ના એક મોટ્ટા અવાજ સાથે નીચે  રહેલ પલંગ પર પટકાઈ..એટલે તાંત્રિક બાબાના ચેહરા પર એક  જીતભર્યુ હાસ્ય આવી ગયું.

 અને એ સાથેજ પલંગ પર પટકાએલ નતાશા પલાંઠી મારી પલંગની વચ્ચો વાંચ બેસી ગઈ..તેના માથાના લાંબા વાળ તેના ચેહરા પર છવાઈ જવાના કારણે તેનો આખો ચહેરો ઢંકાઈ ગયો હતો જેના કારણે હવે નતાશાનો ચેહરો દેખાતો ન હતો.

  તાંત્રિક બાબા હવે તેની બરાબર સામે આવીને ઊભા રહ્યા અને નતાશા તરફ જોયા ધારદાર  અવાજે કહ્યું.., ‘બોલ..! કોણ છે તું અને કેમ આ નિર્દોષ છોકરીને  રંજાળી રહી છો? ?

  એટલે સમીર ,મંદાર અને આકાશના કાન હવે આ કોનો  આત્મા છે અને શું ચાહે છે.? ?  તેવો જવાબ સાંભળવા માટે સરવા થયા.

  પણ જવાબ માં નતાશા કંઇ બોલી નહીં અને તેનું પેટ સુધીનું શરીર ગોળ ગોળ ધૂણવા લાગ્યું..અને તેના ગળામાંથી ખર..ખર.. એવો ખોખરો અને કર્કશ અવાજ નીકળવા લાગ્યો.

  એટલે તાંત્રિક બાબાએ ફરી ત્રાડ પાડી.., ‘ બોલ કોણ છે તું અને શાં માટે આવી છો..? ! ?

   એટલે આ વખતે નતાશાએ ત્રાડ પાડી.., ‘બાબા..!  નાટક છોડ અને અહીં થી ચાલ્યો જા..! નહીં તો તારું આયુષ્ય અહીં જ સંકેલાઈ જશે..?’

 

 આ સાંભળી તાંત્રિક બાબાને પિત્તો ઊછળ્યો.., ‘ તું.., 

‘તું મને ધમકી આપે છે..? મને ..,આ તાંત્રિક ત્રિલોક નાથને….?!? ‘ કહેતા બાબાનો ચેહરો ગુસ્સાથી તમતમી ઉઠ્યો.

  ‘ પણ તું જાણતી નથી હું કોણ છું..? ‘તારા જેવી કેટલીય બગડેલ આત્માઓને મેં ચપટીમાં ચોળીને રાખ કરી નાખી છે,.. કહેતા બાબાએ પોતાનાં બગલ થેલામાંથી એક નાનકડો ડાબળો  કાઢ્યો અને તેમાં ભરેલ રાખની  તેમણે મુઠ્ઠી ભરી અને તેના પર મંત્રો પેઢી ફૂંક મારી અને તે રાખ નતાશા પર છાંટી..,

એટલે.. “ ઓ માડી રે.., ‘ મરી ગઈ..ઈ.. ઈ..ઈ..ઈ.’  જાણે રાખ નહીં પણ ગરમ ગરમ અંગારા કોઈએ શરીર પર ચાંપી દીધા હોય તેમ નતાશાનના શરીરમાં રહેલ પેલી સ્ત્રીની આત્માએ એક લાંબી ચીસ પાડી. ‘  રહેવા દે બાબા ..’! મને આમ અંગારા  ચાંપવાનું રહેવા દે નહીં તો તને બહુ ભારે પડી જશે ..! ‘ 

  ‘ જીદ છોડ…! તાંત્રિક બાબાએ રાખની બીજી મુઠ્ઠી ભરતા કહ્યું, ‘ અને મને સાચે સાચું કહી દઈશ તું કોણ છે.. અને બધાને કેમ પરેશાન કરે છે ’ ..’તો હું તને જવા દઈશ..અને નહીં મને તો તને અહીં જ દાટી દઈશ ..’!.

   અને આ વખતે નતાશાએ પોતાની ગરદનને એક ઝટકો મર્યો અને મુંડી પાછળની તરફ ઝુકાવી ..અને તેના ગળામાંથી ખર,ખર,ખર, એવો ખોખરો અવાજ કાઢવા માંડી અને પછી એકજ ઝટકે પોતાની ગરદન આગળ લાવી અને ત્યારે તેના ચેહરા પર રહેલ બધા વાળ હટી ગયા અને તેનો વિકરાળ ચેહરો દેખાયો.. તેનો ચેહરો પેહલા કરતાં વધુ ભયાનક બની ગયો હતો..તેની આંખો બિહામણી અને લાલ કોળા જેવી બની ગઈ હતી..તેના ચેહરાની નસો ઉપસી આવી હતી.

   નતાશાનો આવો વિકરાળ ચેહરો જોઈ આકાશ ડરથી સહમી ગયો તો સમીર અને મંદાર પણ  નતાશાને આવી હાલતમાં જોઈ મનોમન અફસોસ કરી રહ્યા.

આ વખતે તાંત્રિક બાબાએ હાથમાં ભરેલ રાખની મુઠ્ઠી પાછી ડાબલા માં નાખી દીધી અને જાણે પેંતરો બદલતા હોય તેમ બગલ થેલામાંથી એક મોટ્ટું  લાલ કપડું કાઢ્યું અને તેને જમીન પર પાથરી તેના પર પલાંઠી વાળી બેસી ગયા..અને આંખો બંધ કરી મંત્રોનો જાપ કરવા લાગ્યા ..

એટલે નતાશા તેમની સામે લાલ ઘૂમ આખે  ઘુરકતા બોલી ઊઠી.., ‘બાબા હજી પણ કહું છું ભાગીજા અહીં થી,  અને સમીર તથા મંદાર સામે જોતા બોલી તું નાહકના આ લોકો માટે તારો જીવ જોખમમાં ન નાખ….!’ 

     આ સાંભળી આ વખતે તાંત્રિકે આંખો ખોલી અને મંત્ર ભળવાનું ચાલુ રાખતા જ નતાશા તરફ જોવાનું ચાલુ રાખ્યું  અને બગલ થેલામાંથી એક કાળો દોરો કાઢ્યો અને અને એક  મીણની નાનકડી ઢીંગલી કાઢી અને પછી કાળા દોરા પર ફૂંક મારતા દોરો મીણની ઢીંગલીના શરીર ફરતે વીંટવા માંડ્યો..

      એટલે આ વખતે નતાશા ખડખડાટ હંસી પડી..અને બોલી,  ‘ બાબા તારા  આ ઢીંગલા ઢીંગલીના રમત છોડ અને અહીં થી ચાલતી પકડ,..!  આ રમત મારું કઈ નહીં બગાડી શકે..!’ અને…અને 

     નતાશા આગળનું વાક્ય બોલે તે પેહલા તાંત્રિકે ઢીંગલી ફરતે કાળા દોરાનો પેહલો વીંટો માર્યો એટલે નતાશા ના શરીરમાં રહેલ પેલી આત્મને લાગ્યું જાણે કોઈ તેના શરીર ફરતે દોરડું બાંધી રહ્યું છે એટલે તેને ચીસ પાડી..

  ‘  બાબા..! કહું છું રહેવા દે..મને આમ દોરડા વડે ના બાંધ..!’ 

કહેતા નતાશાએ ધમપછાડા કરવા માંડ્યા પણ તાંત્રિક બાબા  જાણે કઇ સાંભળતાજ ના હોય તેમ પેલી ઢીંગલી ફરતે બીજો,ત્રીજો , ચોથો એમ આંટા વિટવા માંડ્યા અને જેમ જેમ આંટા વીંટતા ગયા તેમ તેમ  નતાશા ટૂંટિયું વળી ગઈ તેના હાથ પગ જકડાતા ગયા..તેને લાગ્યું તેના શરીરને કોઈ એ મુશ્કેટાટ બાંધી દીધું ન હોય..

  અને છેલ્લો વીંટો માર્યા પછી તાંત્રિક બાબાએ ઢીંગલી ના શરીર પર કાળા દોરાનો જે છેડો બચ્યો હતો તેના વડે નાનકડી ગાંઠ મારી દીધી..અને બોલ્યા,

“  બોલ હવે ..! તું કોણ છે અને શા માટે આવી છે..?!?

  એટલે  મુશ્કેટાટ હાલતમાં બંધાયેલી હોય અને છૂટવા માટે જોર લગાવી રહી હોય તેમ હવાતિયા કરવા લાગી..અને  જાણે હાર માની લીધી હોય તેમ બોલી..

    ‘ કહું છું .., ‘ બધું જ કહું છું પણ પેહલા મને આ બંધનમાંથી મુકત કરો..!

 આ સાંભળી તાંત્રિક બાબાના ચેહરા પર એક જીત ભરી મુસ્કાન આવી ગઈ.

  “હમમ.., ‘ હવે આવીને તારી અક્કલ ઠેકાણે..તાંત્રિક બાબા ગર્વભેર બોલ્યા..,’ હવે તને એક જ શરતે છોડીશ  કે તું કોઈ  ચાલાકી ના કરે તો જ..!

          “ ના બાબા..! , ‘આના પર ભરોસો ના કરતા, ‘ આ ફરી કોઈ ચાલ ચાલશે અને આપણ ને મુશ્કેલીમાં મૂકી દેશે.!

 ક્યારના આ બધું જોઈ રહેલા  સમીરના હોઠ સુધી આ શબ્દો આવ્યા પણે રખેને બાબાની વિધિમાં દખલ કરવા બદલ તેમને ખોટું લાગી જાય એ વિચારે તેન સમયસર શબ્દો પાછા વળી દીધા.

   હું,..હું..સાચું કહું છું .. ‘મને  છોડો હું કોઈ ચાલાકી કે કપટ નહીં કરું અને બધું સાચું સાચું કહીશ..!  ,  ‘પણ પેહલા મારા બંધન ખોલી મને મુકત કરો. જાણે કરગરતી હોય તેમ નતાશાના શરીરમાં રહેલ આત્મા બોલી ઊઠી.

‘ હમમ ..! ‘ઠીક છે તારો વિશ્વાસ કરી તને છોડુ છું પણ તેં કોઈ ચાલાકી કરી તો પછી તને મારા થી કોઈ નહીં બચાવી શકે..! કહેતા ઢીંગલી ફરતે કાળો દોરો છોડવા માંડ્યો અને જેમ જેમ ઢીંગલીના શરીર ફરતેના આંટા છૂટતા ગયા તેમ તેમ નતાશાનું ટૂંટિયું વળેલ શરીરની  જકડન‌ ઓછી થતી ગઈ અને બાબાએ છેલ્લો આંટો ખોલ્યો એટલે નતાશાનું શરીર હવે જાણે એકદમ હલકુ અને બંધન મુકત થઈ ગયું.

   એટલે છૂટી થયેલ નતાશાના શરીરમાં રહેલ આત્માએ પોત પ્રકાશ્યું..અને બોલી ઊઠી ..બાબા તેં તારી શક્તિનો પરચો બતાવ્યો હવે મારી શક્તિનો પરચો જો કહેતા તેણે આંખો વડેજ ત્રાટક કર્યું અને તાંત્રિક બાબા કઈ કહ્ કે કઈ કરે તે પેહલાજ તેમનું શરીર તીરની જેમ  સીધું ઊભું થયું અને નતાશાએ  આંખોથી જ જાણે બાણ ની પણછ ખેંચતી હોય તેમ જમણી તરફથી ડાબી તરફની દીવાલ તરફ નજર ફેરવી અને તાંત્રિક બાબાનું શરીર તીરની જેમ ડાબી બાજુ સૂસવાટાભેર તણાયું અને તેમનું માથું જોશભેર  દીવાલ સાથે અફલાયુ.. 

  અને ‘ફટાક .. જાણે કોઈ નારિયેળ ફૂટે તેમ તાંત્રિક બાબાનું માથું ફૂટ્યું..

(વધુ આવતા અંકે)