taras - 11 books and stories free download online pdf in Gujarati

તરસ - 11

( વ્હાલા વાંચક મિત્રો..સૌ પ્રથમ તો નવલકથાના પ્રકરણો લેટ લખવા બદલ હું ખરા દિલથી આપની સૌની ક્ષમા ચાહું છું. પરંતુ સમયનો અભાવ અને અતિવ્યસ્ત હોવાના કારણે સમયસર પ્રકરણો લખી સકાતા નથી. શરૂઆત માં લોકડાઉનના કારણે સારો એવો સમય મળતો હતો જેથી ઝડપથી લખી શકાતું હતું. પરંતુ હું આગળના પ્રકરણો સમયસર આપ સમક્ષ રજુ કરી શકીશ એવી આશા રાખું છું.)
‌. - એસ.એસ.સૈયદ


તન્વીએ જે ભયાનક દ્રશ્ય જોયું તેનાથી તે ડઘાઈ ઞ‌ઈ હતી તો મંદારની હાલત પણ આવીજ ક‌ઇક હતી. ડર અને ઘભરાટને કારણે મંદાર ને વળ‌ગીને ઉભેલી તન્વી બહાવરી નજરે ઘડીકમાં મંદાર સામે તો ઘઙીકમા નતાશાના કમરાના બંધ દરવાજા સામે તાકી રહી‌ હતી.
આ..આ શું બલા હતી મંદાર..? " તન્વીના ગળામાંથી માંડ માંડ અવાજ નીકળ્યો"
કઈ નહિ તન્વી..! મંદારે તન્વિનો હાથ પકડી નિચે જવા પગ ઉપાડતા કહ્યું" તું..તું ચાલ મારી સાથે નિચે..!! એટલે આવું ડરામણું દ્ર્શ્ય જોઇ ડઘાઈ ગયેલી તન્વિ પરાણે ખેંચાતી હોય તેમ મંદાર સાથે નિચે જવા આગળ વધી.
સીડીઓ ઉતરીને નીચે આવી ચુકેલ મંદાર તથા તન્વિએ જોયું તો સમીર ચિન્તીત ચહેરે આમતેમ આંટા મારી રહ્યો હતો
મંદાર..! આ આકાશ અને મહારાજ તાન્ત્રિકને લઈને હજુ સુધી કેમ પહોંચ્યા નથી..?" મંદારને જોતાજ સમીર બોલી ઉઠ્યો.
એ હવે આવતા જ હશે.." મંદારે સમીરના ખભે હાથ મુકતા કહ્યું
પણ સમીર..મંદારે ઘુટાતા અવાજે કહ્યું" નતાશાની હાલત અત્યારે કંઇક સારી નથી..! કહી તેણે ઉપર બનેલ આખી ઘટના સમીરને કહી સંભળાવી એટલે સમીરના ચેહરા પર ઉચાટ વધ્યો.
આ તાંત્રિક બાબા હવેતો જલ્દી આવી આ આત્માનો ખાત્મો બોલાવે તો સારું..! સમીરે દુઃખભર્યા ચેહરે મંદાર તરફ જોતા કહ્યું.
પણ આ આકાશ અને મહારાજ ને આટલી બધી વાર કેમ લાગી હશે..? સમીરે અધીરા અવાજે મંદાર તરફ જોતા કહ્યું." ક્યાંક એવું તો નહિ હોયને કે એ તાંત્રિકે આજે આવવાની ના પાડી હોય અને તેને સમજાવવા મનાવવામાં તેમને મોડું થયું હોય..?
ના સમીર..!તારી ચિંતા કારણ વિનાની છે..!..! મંદારે તેને ધરપત આપવાના ઇરાદે કહ્યું " જોકે આવું કહી રહેલ મંદારને પણ પણ અંદર અંદર ફિકર થતી હતી કે આ તાંત્રિકબાબા આકાશ સાથે આવસે ખરા..? આવું વિચારતા તેણે પોતાના હાથમાં પહેરેલી કાંડા ઘડિયાળમાં જોયું તો રાત્રીના સાડા બાર વાગવા આવ્યા હતા.
આકાશ અને મહારાજને અહિંથી ગયાને બે કલાક ઉપરનો સમય વિતી ગયો છે ..! મંદારે સમીર સામે જોતા કહ્યું " અને અહીંથી તાન્ત્રિક ના રહેઠાણ સુધી પહોંચવા નો રસ્તો નહીં નહીં તોય કલાક સવા કલાકનો છે અને એ હિસાબે અહીંથી ત્યાં પહોંચવામાં અને પાછા આવવામાં બે અઢી કલાક જેવો સમય તો લાગે જ અને વળી એ તાન્ત્રીક નું રહેઠાણ એવી જગ્યાએ છે કે ત્યાં મોબાઈલ નેટવર્ક પણ બીલકુલ આવતું નથી એટલે આપણે આકાશ ને ફોન પણ કરી શકીએ તેમ નથી.
"હંમમમ.. સમીરે કહ્યું " તેમ છતાં પણ મેં આકાશને મેસેજ તો છોડીજ દિધો છે એટલે તે નેટવર્ક કવરેજ એરીયામા આવસે અને મેસેજ જોઈ રિપ્લાય જરૂર કરશે..!
સમીર અને મંદારે જોયું તો તન્વી અત્યારે હોલમાં મુકેલ મોટા સોફા પર બેઠી હતી અને વિસ્ફારિત નજરે સમીર અને મંદાર તરફ જોઈ રહી હતી.શર્લીના મોત અને નતાશાની જે હાલત થઈ હતી તે જોઈ તેનું મગજ બહેર મારી ગયું હતું.થોડી વાર પહેલા પોતાની ખાસ અને અંગત કહી સકાય તેવી સહેલી નતાશાની આવી દયનિય હાલત જોઈ તેનું દીલ રડી ઉઠ્યું હતું. વારે વારે તે પોતાની જાતને પોતાની સહેલીની કોઈ મદદ નહીં કરી સેવા બદલ કોસી રહી હતી.

*. *. *. *


અત્યારે રાત્રીના પોણા એક વાગ્યે ભરતપુર ગામની બહાર આવેલી નાનકડી પોલીસ ચોકીમાં ઇન્સ્પેક્ટર જયવીર સિગારેટ ફુકતો બેઠો હતો. જ્યારે કોન્સ્ટેબલ પવાર ચોકીના દરવાજા ની બહાર નાનકડા લાકડાના સ્ટુલપર તમાકુ મસળતા બેઠો હતો. પોલીસ ચોકીની નાનકડી ઓરડીની બહાર એક નાનકડો બલ્બ સળગી રહ્યો હતો જેનું આછું આછું અજવાળું આસપાસ ફેલાયેલ હતું અને ત્યારબાદ આસપાસના મોટાભાગના વિસ્તારમાં ગાઢ અંધકાર છવાયેલો હતો. આજ સવારથી જ ઝરમર ઝરમર વરસતા વરસાદે બપોર પછી રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે ભરતપુર ગામમા વહેલી સાંજથીજ લોકો પોતપોતાના ઘરોમાં ભરાઇ ગયા હતા.અત્યારે જયવિરના મગજમાં રહી ને એકજ વાત વારંવાર અથડાતી હતી." શું સમીરના કહેવા પ્રમાણે શર્લી અને ચાર્લીના મોત પાછળ ખરેખર કોઈ આત્માનો હાથ હશે..? કે પછી સમીરના યુનિટના કોઈ વ્યક્તિએજ શર્લી અને ચાર્લીનો કાંટો કાઢી નાખ્યો હશે..?..?
ના ના..! ભુત પ્રેત અને આત્માઓમા નહીં માનતા જયવિરના મગજના વિચારોએ પલ્ટો ખાધો." જરુર સમીરે પોતેજ ચાર્લી અને શર્લી નો કાંટો કઢાવી નાખ્યો હોય અથવા તો પોતાના યુનિટ ના કોઈ વ્યક્તિ એ આ કામ કર્યું હોય અને તેને બચાવવા સમીર આમ ભુત પ્રેત નુ ગપગોળુ ચલાવતો હોય..!..!
એ જે હોય તે..! વળી જયવિરના વિચારો બદલાયા." સમીર જેવી સોનાનાં ઈંડા આપતી મરઘી શું કરે છે એનાથી આપણે શું લેવા દેવા..? આપણે તો આપણું ખીસ્સુ ગરમ થતું રહે ત્યાં સુધી આ કેશમાં આંખ આડા કાન કરવામાં જ મજા છે..! અને વળી…; આગળના વિચાર આવતા જ તેના શરીરમાં રોમાંચની એક લહેરખી દોડી ગઇ. અને સમીરના કારણેજ તો પોતાને એક પછી એક નવોદિત અભિનેત્રીઓના ગરમ હુંફાળા ખુબસુરત જીસ્મનો શબાબ માળવા મળે છે. અને જયવિરનો આ વિચાર પુરો થયો ત્યારે જ બહાર ધોધમાંર વરસી રહેલા વરસાદે વધુ જોર પકડ્યું.
"પવાર…! આગળનો વિચાર પડતો મુકી જયવિરે થોડો આરામ કરવાના ઇરાદે ખુરસીમાં ઉભા થઇ કોન્સ્ટેબલ ને બુમ પાડી. એટલે જી સાહેબ.. ! કેહતા બહાર બેઠેલા કોન્સ્ટેબલ પવારે અંદર આવતા પુછ્યું.
હૂં થોડો આરામ કરું છું પવાર..! નજીકમાંજ પડેલા નાનકડા સોફા પર લંબાવતા જયવિર બોલ્યો.." ત્યાં સુધી તું ધ્યાન રાખજે..!
હાં સાહેબ..! તમે બેફીકર આરામ કરો હું જાગતો જ બેઠો છું!" કે હતા કોન્સ્ટેબલ પવાર ફરી પાછો બહાર જઇને બેઠો.
પોલીસ ચોકીની બહાર બનાવેલ ગેલ્વેનાઈઝ પતરાના બનેલ શેડ નીચે ચોકીના દરવાજાની લગોલગ સ્ટુલપર બેઠેલ કોન્સ્ટેબલ પવારે એકલતા દૂર કરવા માટે બીડી સળગાવીને લાંબા લાંબા કસ ખેંચતા આસપાસ નજર દોડાવી. પુરજોશમાં ખાબકી રહેલ વરસાદની સાથે ક્યારેક ક્યારેક સાપણની જીભની જેમ આકાશમાં ઝબકતી વિજળી વરસતા વરસાદમાં આસપાસના અંધકારમાં પળભર માટે દુધીયો પ્રકાશ પાથરી જતી હતી. મુશળધાર વરસાદને કારણે અત્યારે પોલીસ ચોકીની આસપાસ પાણી ભરાવા લાગ્યું હતું. અને અચાનકજ કાન ફાડી નાખે તેવો વિજળીનો કડાકો થયો અને એ સાથેજ ડર અને ઘભરાટને કારણે પવાર પોતાની જગ્યાએથી ઉભો થઇ ગયો. તેને લાગ્યું કે વીજળીના જોરદાર કડાકાની લીધે જાણે પોલીસ ચોકીની દિવાલો ધ્રુજી ઉઠી હતી.
" નક્કી નજીકમાંજ ક્યાંક વિજળી પડી હશે..! બબડતા પવારે બળીને ખતમ થઈ ગયેલ બીડીને ફેંકી દઈ નવી બીડી સળગાવીને મોમાં ભરાવી. અને ત્યાંજ ફરી આકાશમાં વિજળીનો લિસોટો થયો અને દુર દુર સુધી ઘડીભર માટે અજવાળું છવાયું અને એ અજવાળામાં નજર પડતાં જ પવાર ચોંક્યો. તેણે જોયું તો કોઈ સફેદ સાડી પહેરેલી યુવતી ધીમે પગલે પોતાની તરફ આવી રહી હતી.પરંતુ વિજળીના ચમકારા ના ઉજાસમાં તે પેલી યુવતીની માત્ર જલક જ જોઈ શક્યો હતો. તેણે ઝડપથી પોતાની પાસે રહેલ ટોર્ચ સળગાવીને તેનો પ્રકાશ દુર રસ્તા પર ફેક્યો તો પેલી યુવતી વરસાદમાં લથબથ ભીંજાઈ ને આ તરફ જ આવી રહી હતી.
કોણ હશે આ યુવતી..? અને આટલી રાત્રે અહીં શું કામ આવતી હશે..?..? કોન્સ્ટેબલ પવારના મનમાં એક સાથે અનેક સવાલો ઉઠ્યા.
પણ‌ પવારના મનમાં ચાલી રહેલ સવાલોનો જવાબ તેને મળે એ પેહલા તો એ યુવતી તેની લગોલગ આવી ને ઉભી રહી ગઈ. પવારે જોયું તો વરસાદ માં ભીંજાઈ જવાને કારણે એ યુવતી કાંપી રહી હતી.
"મારે ઇન્સ્પેક્ટર જયવીરને મળવું છે..! પવાર કઈ પુછે એ પહેલાંજ એ યુવતી બોલી ઉઠી.
પણ અત્યારે..? આટલી મોડી રાત્રે..? પવારે આશ્ચર્યભરી નજરે એ યુવતી તરફ જોતા પુછ્યું.
તો હજી હમણાંજ માંડ માંડ ઉંઘમા પોઢેલ જયવીરના કાને પવાર અને પેલી યુવતીનો સંવાદ કાને પડ્યો એટલે " આ પવાર અત્યારે કોની સાથે વાતો કરે છે..! "તેવી મન સાથેજ વાત કરતા જયવીર ઉભો થયો અને બહાર આવ્યો. તેણે જોયું તો બહાર પચ્ચીસ છવ્વીસ વરસની અત્યંત સ્વરૂપવાન યુવતી ઉભી હતી. વરસાદમાં ભીંજાય જવાને કારણે તેણે પહેરેલ સફેદ સાડી તેના ભર્યા ભર્યા અંગો સાથે ચપોચપ ચોંટી ગઈ હતી. તેના જવાન હુંફાળા અને જોબનથી ફાટ ફાટ થતા અંગો તેણે પહેરેલ સાડીની બહાર ડોકાઈ રહ્યા હતા.
શું થયુ પવાર..? જયવિરે પવાર સામે જોતા પુછ્યું
" સાહેબ.‌!ખબર નહીં આ બેન કોણ છે..? પણ અત્યારે અત્યારે અડધી રાતે તમને મળવા માંગે છે..!..!
હમ… એમને અંદર મોકલ..! જયવિરે એક તરસી નજરે એ યુવતી તરફ જોતા પવારને કહ્યું
પેલી યુવતી અંદર આવી એની બીજી જ ક્ષણે જયવિરે પોલીસ ચોકીનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. તો પોતાના રંગીન મિજાજ ના સાહેબ ને સારી રીતે સમજી ચુકેલ પવાર ફરી પાછો એક નવી બીડી સળગાવીને વરસતા વરસાદ ને માળવામાં વ્યસ્ત થઈ ગયો.
"કામ્યા તું તો કાલે આવવાની હતી ને..? જયવિરે સિગારેટ સળગાવીને પોતાની પાસે રહેલ ઇઞ્લિશ શરાબની બોટલ મોઢે માડતા કહ્યું.
હાં..! "કામ્યાએ એક માદક અંગડાઇ લેતા કહ્યું. " પણ આ વરસતા વરસાદની શર્દ રાત્રીએ તને મળવા હું વિવશ થઇ ગઈ અને આજેજ દોડી આવી. ત્યાર બાદ કામ્યાના યુવાન બદન પરથી એક પછી એક વસ્ત્રો દુર તથા ગયા અને જયવીર એ બદનને આગોશમાં મન ભરીને ડુબકીઓ મારવા લાગ્યો.લગભગ અડધા કલાક પછી બન્નેના શરીરમાં બળી રહેલ કામાગ્નિ શાંત થયો એટલે પરસેવાથી લથબથ જયવિર હાંફતો હાંફતો એક તરફ ઢળી પડ્યો જ્યારે પેલી કામ્યાએ પણ એજ રીતે જયવીર ની નગ્ન છાતી પર માથું ઢાળી દીધું. જયવિરનો શ્વાસ ધમણની જેમ ચાલી રહ્યો હતો. થોડીવાર આમજ જયવીરની છાતી પર માથું ઢાળીને સુઈ રહેલ કામ્યાનો જમણો હાથ હવે હરકતમા આવ્યો. જે સોફા પર બન્ને સુતા હતા એની બરાબર નીચેની તરફ કામ્યાનો હાથ ગયો અને બીજી જ પળે એક ધારદાર પોણો ફુટ લાબુ ખંજર તેના હાથમાં ચમકી રહ્યું હતું .
જયવિર..! હવે આંખો ખોલ અને મદહોશી માથી બહાર આવ..! કામ્યા એ ઉભા થતાં ક્હ્યું.
પણ આ અચાનકજ કામ્યાના અવાજની બદલે કોઈ અન્ય સ્ત્રીનો અવાજ કાને પડ્યો એટલે જયવિર ચોંક્યો. તેણે આંખો ઉઘાડી અને જોયું તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે સફાળો ઉભો થવા ગયો પણ તેને લાગ્યું જાણે કોઈ એ તેને બાંધી દિધો ના હોય. તેણે બચવા માટે પવારને બુમ પાડવા મોઢું ખોલ્યું પણ તેની નવાઈ વચ્ચે તેનો અવાજ ગળામાં જ ઘુટાઈને રહી ગયો. તેણે હતું એટલું જોર વાપરી બુમ પાડવા માટે કોશિશ કરી પણ તેની જબાનમાં જાણે લકવા મારી ગયો હોય તેમ સુન્ન થઈ ગઈ હતી.પળભરમા શું થઈ ગયું તે જયવિર સમજી શક્યો નહીં.
જયવિરની આવી હાલત જોઈ પેલી યુવતી ઝેરીલું હાસ્ય હંસી અને બીજી જ પળે તેનો ખંજર વાળો હાથ હવામાં ઉંચકાયો. જયવિરને હવે પોતાનું મોત હાથવેંત માં દેખાવા લાગ્યું. લાચારી અને બેબશીના કારણે અને મોતના ડરે તેની આંખોમાં આંસુ લાવી દીધા. પરંતુ પેલી યુવતીના મનમાં દયા જાગી નહિ. તેણે પૂરા જોર અને જોશ સાથે જયવિરની છાતીના ડાબા ભાગે ખંજર હુલાવી દીધું.
ખચ..,ખચ..,ખચ…,
જયવિરની છાતીમાંથી લોહીનો એક ફુવારો છુટ્યો.દર્દ અને પીડાના કારણે તે તરફડવા લગ્યો.અને આમજ ચાર પાંચ મિનિટ તરફડીને તેનું શરીર શાંત થઈ ગયું અને એ સાથેજ પેલી યુવતીની જણે વરસોની તરસ બુઝાઈ હોય તેમ અદમ્ય આનંદ સાથે પોલીસ ચોકીના દરવાજા તરફ આગળ વધી. તે હળવેકથી દરવાજાની કળી ખોલીને બહાર આવી. બહાર વરસાદ હવે સાંત થઈ ગયો હતો. તેંણે દરવાજા પાસે બેસી ઉંઘમા પોઢેલ કોન્સ્ટેબલ પવાર તરફ એક નજર નાખી અને તેને આમજ ઉંઘતો રહેવા દઈ એ યુવતી અંધારામાં ગાયબ થઈ ગઈ.

* * * *

અત્યારે સમીર ,મંદાર અને તન્વી હજી પણ તાંત્રિક બાબાની ઉચ્ચક જીવે હજી પણ રાહ જોતા હતા.તો મંદાર ને રહી રહીને નતાશા ની ચિંતા થતી હતી.
મંદાર, "તું હવે ફોન લગાવી જો આકાશને ..! સમીરે અધીરા જીવે કહ્યુ. " હવે તો એ લોકો આવતાજ હોવા જોઈએ અને હવે કદાચ આકાશનો ફોન લાગી જસે..!..!
એટલે મંદારે પોતાનો મોબાઇલ કાઢી આકાશનો નંબર લગાવ્યો.
ઓહ નો.."મંદારના ચેહરા પર અણગમો આવી ગયો.
સમીર.." હજી પણ આકાશનો નો આઉટ ઓફ કવરેજ આવે છે..!
મંદાર.. ક્યાંક એ લોકો કોઈ મુશિબતમાતો નથી મુકાયા ને..? સમીરના મનમાં આવો સવાલ ઉઠ્યો પણ એ આવું કહી પુછે એ પહેલાંજ તન્વીની જીભ પર આ સવાલ આવી ગયો.
ના ના.. " તન્વી એ લોકો હવે આવતા જ હશે ..! તું નાહકની ચિંતા ના કર..! મંદાર આવું બોલ્યો તો ખરો પણ અંદર અંદરથી તે પણ ચિંતા કરતો હતો કે " આકાશ અને મહારાજ સાથે ક્ઇક ન બનવાનું તો નહીં બની ગયું હોયને..?
મંદાર ,સમીર અને તન્વિએ આવું વિચારી રહ્યા હતા ત્યાંજ બહારથી ગાડીની હેડ લાઇટનો આછો પ્રકાશ આવવાની સાથેજ ગાડીનો અવાજ આવ્યો.
હાશ.."મનોમન રાહતનો શ્વાસ લેતાં સમીરની સાથે સાથે મંદારની નજર હવેલીના મુખ્ય દરવાજા તરફ દોડી ગઇ.
હવેલીના કંપાઉન્ડને પસાર કરી કાર હવેલીના મુખ્ય દરવાજા સામે આવીને ઉભી રહી એટલે કારનો પાછલી શીટ પર બેઠેલ મહારાજ અને તાંત્રિક બાબા હળવેથી બહાર નીકળ્યા.અને ત્યારબાદ ડ્રાઈવર શીટ પર બેઠેલ આકાશ બહાર આવ્યો અને ત્રણ હવેલીના મુખ્ય દરવાજા તરફ આગળ વધ્યા. એટલે તેમને આવતા જોઈ સમીર અને મંદાર પણ હવેલીના દરવાજા પાસે આવી પહોંચ્યા.
આકાશ , મહારાજ અને તાંત્રિક બાબા હવેલીના મુખ્ય દરવાજા પાસે પહોંચ્યા અને અને ત્રણેયમાં સૌથી આગળ ચાલી રહેલા તાંત્રિક બાબાએ મુખ્ય દરવાજાની અંદર પગ મૂક્યો અને અંદર પ્રવેશ કર્યો અને ત્યાંજ..
અને ત્યાંજ ઉપરના માળેથી સનનનનન,,,,, કરતો લોખંડની પાઇપ નો એક મોટો ટુકડો હવામાં ઉડતો આવ્યો અને 'ફટાક…, ના અવાજ સાથે તાંત્રિક બાબાના માથે વાગ્યો અને એ સાથે જ તાંત્રિક બાબા માથે હાથ દબાવતા જમીન પર ફસડાઇ પડ્યા.
અને બધાને ક્ઈ સમજાય એ પહેલાંજ હવામાં નતાશા નું જીતભર્યુ હાસ્ય ગુંજી ઉઠ્યું .( ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED