Taras - 6 books and stories free download online pdf in Gujarati

તરસ - 6

( પ્રકરણ છ)

તન્વી,નતાશા અને શર્લીએ પોત પોતાના ઇષ્ટદેવને યાદ કરીને આવી પ્રાથના કરી તો ખરી પણ. .
પણ અત્યારે આવી પ્રાથના કરી રહેલ
તન્વી,નતાશા,અને શર્લીને કલ્પના સુદ્ધા ન હતી કે આવનારા ચોવીસ કલાક તેમના ત્રણમાંથી કોઈ એકના માટે ખુબજ ભારી હતા અને પૃથ્વી પરથી તેમના ત્રણમાથી કોઇ એકને ઉઠાવી મૃત્યુલોકમા લઇ જવાનો પરવાનો યમદુતને મળી ચુક્યો હતો.

* * * * *
બીજા દિવસના સવારના છ વાગ્યા એટલે હવેલીથી થોડે દુર ભરતપુર ગામમા આવેલ મેથોડિસ્ટ ચર્ચના વિશાળ પ્રાર્થના હોલમા બેઠેલ શર્લીએ ગોડ ઇશુને હાથજોડી પ્રાર્થના કરી અને પછી ચર્ચના બહાર જમણી તરફ આવેલ ફાધર લોબોની નાનકડી ઓરડી તરફ જતા તેણે મનોમન વિચાર કર્યો.
"લાવને અહી આવિજ છું તો આ ચર્ચના ફાધરને મળીને હવેલીમા બનેલ પેલી ચિત્ર વાળી ઘટના વિશે વાત કરી જોઉ..! બની સકે છે ફાધર ચાર્લીના મોત અને પેલી ચિત્ર વાળી વાત પરથી પડદો ઉઠાવે.!.! વિચારતા તે ફાધરની ઓરડી પાસે પહોંચી અને જોયુતો ઓરડીનો દરવાજો અત્યારે બંધ હતો અને દરવાજે તાળુ લટકતુ હતુ..એટલે તેણે આસપાસ નજર દોડાવી પણ ક્યાય ફાધર નજરે ચઢ્યા નહી.
કોનુ કામ છે તમારે.? અચાનકજ પાછળથી શર્લીના કાને અવાજ અથડાયો એટલે તેણે પાછળ ગરદન ઘુમાવીને જોયુ તો એક સોળ સત્તર વરસનો છોકરો ઉભો હતો અને સવાલ ભરી નજરે તેનેજ તાકી રહ્યો હતો
જી..! મારે આ ચર્ચના ફાધરને મળવુ છે..! શર્લીએ કહ્યુ.
"પણ એતો બાજુના ગામમા કોઇ અંગત કામસર ગયા છે..! પેલા છોકરાએ શર્લીને પગથી માથા સુધી નિરખતા જવાબ આપ્યો.
" ઓહ..! શર્લીએ નિરાશા ભર્યા અવાજે કહ્યુ. "તો શું તુ કહી સકે છે કે તે ક્યારે આવસે.?
" એમનુ કઇ કહી સકાય નહી.! કદાચ સાંજે આવી જાય અથવા કાલે સવારે પણ આવે.!
"ઠીક છે..! કહેતા શર્લીએ જવા માટે પગ ઉપાડ્યા ત્યાંજ તેને કઇક યાદ આવતા છોકરાને પુછ્યુ.
શું તુ ચર્ચમા કામ કરે છે.?
ના મેડમ..! પેલા છોકરાએ જવાબ આપ્યો.
હું અહી ચર્ચના બગીચામા માળીનુ કામ કરુ છુ..!
"હમમ..! શર્લીએ કઇક વિચારતા કહ્યુ
"આ ફાધર લોબો ભુત પ્રેત વગેરેનુ કામ કરે છે..?
" ના મેડમ..! તેઓ ભુત પ્રેત વગરેનુ કામ કરતા નથી પણ તેના વિશે તેમને થોડી ઘણી જાણકારી છે..!..! અને લોકો આ બાબતે તેમની પાસે સલાહ સુચનો લેવા પણ આવેછે..!
"ઠીક છે.. !તો હું કાલે ફરી આવીશ ફાધર લોબોને મળવા માટે..!.! "કેહતા શર્લી બહારની તરફ જવા આગળ વધી ગઇ.

શર્લી ચર્ચમા જઇને પાછી આવી ત્યા સુધી તો નવ વાગી ચુક્યા હતા. "આ ફાધર લોબો મળી ગયા હોત એક પછી એક મંડરાતી મુસીબત વિશે જરુર તે કોઇ હલ શોધી કાઢત..! ચર્ચ જઇ આવેલ શર્લીએ હવેલીમા પ્રવેશતા મનોમન વિચારી કર્યો.
અરે શર્લી..! સવાર સવારમા ક્યાં જઇ આવી..? હવેલીના હોલમા અત્યારે શુટિંગની તૈયારીમા લાગેલ સમીર શેખરે તેને ટકોર કરી.
"કઇ નહી સર..! ઘણા દિવસોથી ચર્ચ નહોતી ગઈ એટલે જરા આંટો મારી આવી..! હળવુ હાંસ્ય કરતા શર્લીએ કહ્યુ.
ઓકે ઠીક છે..! હલે તમે લોકો જલદી સેટ પર પહોંચો એટલે દશ વાગ્યા સુધીમા શુટિંગ શરુ કરી સકાય. ! સમીરે કેમરામેનને કોઇ સીન સમજાવતા શર્લીને કહ્યુ.
એટલે..ઠીકછે..! કેહતા શર્લી તૈયાર થવા ઉપર પોતાના કમરા તરફ જવા આગળ વધી ગઇ.

* * * * * *
અત્યારે સવારના દશ વાગીને ઉપર પંદર મિનિટ થઈ ચુકી હતી.
ફિલ્મ "ખુની ઓરત" ના નવા દ્રશ્યના શુટીંગ માટે સેટ પરની બધી તૈયારીઓ લગભગ પુરી થઇ ગઇ હતી . પણ તન્વી અને શર્લીના મેકપનુ કાર્ય હજી પણ ચાલુ હતુ અને આથીજ સમયના પાબંદ એવો સમીર શેખર નિર્ધારિત સમય કરતા વધુ સમય થતા ગીન્નાયો હતો.
"તમારી બંન્નેની આજ તકલીફ છે..! સમીરે ગુસ્સે થતા કહ્યુ. "મેં તમને બંન્નેને વારંવાર તાકીદ કરી છે કે તમને આપેલ સમય કરતા એકાદ કલાક વહેલા સેટપર પહોંચી જવાનુ જેથી આવુ વધારાનુ કામ પતી જાય..! "પણ ના તમે બંન્ને તો સુપરસ્ટાર ખરીને.? એટલે અમારે તમને સમયસર સેટપર પહોંચવા કાકલુદી કરવાની..!..!
સોરી સર..! તન્વીએ સરળતાથી માંફી માંગતા કહ્યુ. " અમે કાલથી આ વાતનુ ચોક્કસ ધ્યાન રાખીશુ..! એટલે શર્લીએ પણ કાલથી સમયની બાબતમા ચોક્કસ રેહવાની ખાત્રી આપતા સમીરની માંફી માંગી. એટલે..
"ઠીક છે.. ! તમે બંન્ને જલદીથી મેકપનુ કામ પુરુ કરો.. ! હજી નહી નહી તોય તમારા મેકપ પાછળ અડધો કલાક નક્કી વેડફાસે ત્યા સુધી હું કેમરાના એંગલ સેટ કરાવી લઉ છુ..! કેહતા તે કેમરામેન તરફ આગળ વધી ગયો.
ત્યારે ફિલ્મના સેટની થોડે દુર બેઠેલ મંદારને નતાશા કહી રહી હતી.
" મંદાર..! મને ખરેખર હવે આ ફિલ્મમા કામ કરતા બીક લાગે છે..!. !
"ડોન્ટવરી નતાશા..! " આ ફીલ્મમા કામ કરતા બધા માણસો જ છે..! સાચુકલા ભુત નથી જેથી તુ આટલી ગભરાય છે..! મંદારે મજાક્યા અવાજે કહ્યુ.
ઓહ..શટ્અપ મંદાર..! નતાશાએ મંદારની છાતીમા હળવો મુક્કો મારતા કહ્યુ." ક્યારેયક તો મારી વાત ગંભીરતાથી લે..!..!
મંદાર..! છેલ્લા કેટલાક દિવસોથી બનતી વિચિત્ર ઘટનાઓ કઇક અમંગળ કે કઇક અશુભ બનવાના અણસાર આપે છે..! કેહતા તન્વીના ગોરા ચહેરા પર ચિંતાની લકીરો ખેંચાઇ ગઇ.
જો નતાશા .! તુ નાહકની ઘબરાય છે..! " મંદારે તેનો હાથ પોતાના હાથમા લેતા કહ્યુ.
અને ચાર્લીના મોતને લીધે તુ આરીતે વિચલિત થતી હોય તો તારી ચિંતા બિલકુલ અકારણ છે..!.! કારણ કે ચાર્લીનુ મોત ફકત અને ફકત અકસ્માત છે..!..!..! સમજી..?
"તુ ઞમે તે કહે મંદાર પણ મને કઇક ઠીક નથી લાગતુ..! નતાશાએ એજ રીતે બેચેની ભર્યા અવાજે કહ્યુ.
ઠીક છે નતાશા..! તને એવુજ લાગતુ હોયતો આપણે આજનુ શુટિંગ પુરુ કર્યા પછી નજીકના ગામમા કોઈ તાંત્રિક કે બાબા રેહતા હોય તો તેમની પાસેથી તારા માટે કોઇ દોરો કે માદળીયુ એવુ કઇક કરાવી લાવીએ એટલે તારી આ પરેશાની દુર થઈ જશે..!..! મંદારે અત્યારે ગમેતે રીતે નતાશાનો ડર દુરકરવા તેને આશ્વાસન આપતા કહ્યુ. એટલે જાણે કોઇ બાબાએ આપેલ માદળીયુ જાણે હમણાંજ તેને મળી ગયુ હોય તેમ તેના ચેહરા પર ખુશી દોડી આવી

ચાલો મંદાર, નતાશા,શર્લી, આકાશ..! શોર્ટ લેવા માટે તૈયાર થાવ..!..! સમીરે બધાને સેટપર ભેગા થવા હાંક મારી.

આકાશ, શર્લી ..! તમારા પર પહેલુ દ્રશ્ય ફિલ્માવવાનુ છે..! કેહતા સમીરે તેમને દ્રશ્ય સમજાવવાનુ સરુ કર્યુ .
આકાશનુ આની પહેલાના સીનમા ઝાડીઓમા ભાગતા મૃત્યુ થતુ દેખાડાયુ હતુ બરાબર.? હવે ફિલ્મની વાર્તા વીસ વરસ આગળ જાય છે તેમા આકાશનો આ બીજો જન્મ થયો છે પણ તેને આ જનમમા પાછલા જનમનુ કઇ પણ યાદ નથી ઓકે.?
આકાશની સામે જોતા સમીરે કહ્યુ.
આકાશ..! તારી સામે તારા પુર્વ જનમની પ્રેમીકા તન્વી આવેછે અને ધીરેધીરે તનેપાછલા જનમનુ જીવન યાદ આવે છે.! સમીરે તન્વી અને આકાશને એક પછી એક દ્રશ્ય ખુબજ જીણવટથી સમજાવ્યા. અને પછી દ્રશ્ય શુટ કરવાનુ સરુ કર્યુ.
પહેલુ દ્રશ્ય પેહલાજ પ્રયત્ને અડધા કલાકના અંતે ઓકે થયુ પણ બીજા દ્રશ્યમા તન્વીને વારંવાર મેકપ માટે બ્રેક લેવોપડતો હતો એટલે સમય વધુ લાગતો હતો. આખરે બે ત્રણ રીટેક લીધા બાદ બીજુ દ્રશ્ય પણ સમીરે ઓકે કર્યુ.
ત્યાર બાદ નતાશા અને મંદારપર કેટલાક દ્રશ્યો શુટ કર્યા ત્યાં સુધી તો બપોરના એક વાગી ચૂક્યો હતો એટલે સમીરે લંચ બ્રેકમાટે શુટિંગ અટકાવી દિધુ.

સમીર..! "જમતા જમતાજ મંદારે કહ્યુ.
" લંચ પછી તુ આગળના દ્રશ્ય ફિલ્માવવાનુ ચાલુ રાખજે ત્યા સુધી મારે નતાશાને નજીકના ગામમા કોઇ બાબા અથવા તાંત્રિક પાસે લઈ જવી છે..!
કેમ..! નતાશાને વળી આ શું નવુ તુત સુજ્યુ છે.? આવા બાબા અને તાંત્રિકોને ઢોંગ ધુતારા સમજતા સમીરે અકળાઇને કહ્યુ.
"આમજ યાર..! પેલા ચિત્ર વાળી ઘટના અને ચાર્લીના મોત પછી તે ડરેલી રહે છે માટે તેના દિલની તસલ્લી માટે એક વાર લઇ જાઉ તેને..! "મંદારે સમીરને સમજાવતા કહ્યુ.
પણ તુ ઓળખે છે આવા કોઈ તાંત્રિકને.? સમીરે કહ્યુ એટલે મંદાર ઘડીકવાર માટે મુજવણમા મુકાયો એટલે તેમને જમવાનુ પીરસી રહેલ અને ક્યારનાય તેમની વાત ચીત ધ્યાનથી સાંભળી રહેલ ગામનાજ રસોયા મહારાજે બોલી ઉઠ્યા "હુ એક તાંત્રિકને ઓળખુ છુ સાહેબ..!તમે કહોતો હુ તમને લઇ જાઉ તેમની પાસે..!
એટલે મંદાર તરતજ તેમની સાથે જવા સેહમત થઈ ગયો
લંચ પછી સમીરે અન્ય સ્ટાફ સાથે શુટિંગના આગળના દ્રશ્ય માટે તૈયારી શરૂ કરી જ્યારે મંદાર અને નતાશા રસોઇયા મહારાજ સાથે સમીરની કારમા નજીકના ગામ ભણી જવા રવાના થયા.

* * * *
નતાશા..! આપણે ગામમા પહોચીશુ એટલે ગામ વાળાઓ જો આપણા જેવા ફિલ્મ સ્ટાર્સને જોઇ જશે તો પડાપડી થસે માટે આપણે ચેહરો ઢાંકીને જવુ પડસે..! સમીરે કાર ડ્રાઈવ કરતા નતાશાને કહ્યુ પણ નતાશા જવાબમા કઇ કહે એ પહેલાજ રસોઇયા મહારાજ બોલી ઉઠ્યા.
એની જરૂર નહી પડે ભાઇ..! કારણ કે આપણે ગામથી ખાસ્સે દુર એક ઉજજડ અને વેરાન જગામા જવાનુ છે જ્યા એ તાંત્રિક રહેછે.
ઓહ..! તો તો ખુબજ સરસ..! મનોમન રાહત અનુભવતા મંદારે કહ્યુ. " નહિતર નાહકના અમારે ફિલ્મી ચાહકોથી હેરાન પરેશાન થવુ પડત..!
લગભગ એક કલાક જેવી એક ધારી કાર ચલાવ્યા બાદ હવે મુખ્ય સડક પુરી થતી હતી અને હવે ચારે તરફ સુકી ઝાડીઝાંખરા વાળો વગડાઉ વિસ્તાર શરૂ થતો હતો એટલે ડાબી તરફની ઝાડીઝાખરાઓ વચ્ચેથી પસાર થતી કાચી સડકપર મહારાજે કાર લેવાનુ કહ્યુ એટલે મંદારે મુખ્ય સડક પરથી કાર ઉતારીને કાચા ઉબડ ખાબડ રસ્તે ધીરે ધીરે આગળ વધારી.
નતાશાએ આસપાસ નજર દોડાવી તો અત્યારે દિવસના ત્રણ વાગ્યે પણ આ જગ્યા સુમસામ ભાસતી હતી એટલે તેણે થોડીક ધ્રુજારી અનુભવી અને મનોમન ભગવાનનુ નામ લેતા આંખો બંધ કરી બેસી રહી.
મહારાજ...! હજી કેટલે દુર હશે એ તાંત્રિકનુ રહેઠાણ..? મંદારે થોડા અકળાઇને પુછ્યુ
"બસ હવે થોડેજ દુર છે..! કેહતા મહારાજે એક જગ્યાએ કાર રોકવાનુ કહ્યુ એટલે મંદારે કાર થોભાવતા આસપાસ નજર કરી તો ચારે તરફ સુક્કા ઝાડીઝાંખરા અને વગડાઉ વનસ્પતિ સિવાય બધુ સુમસામ હતુ.
"અહીયા તો કોયજ દેખાતુ નથી મહારાજ..! મંદારે કારમાથી નીચે ઉતરતા કહ્યુ એટલે મહારાજ અને નતાશા પણ કારમાથી બહાર નીકળી આવ્યા. "તમે બંન્ને ચાલો મારી પાછળ આવો..! રસ્તાની જમણી તરફની ઝાડીઓ હાથ વડે હટાવતા મહારાજ બોલ્યા નતાશા અને મંદારે જોયુ તો હવે એક પગદંડી જેવો એકજ વ્યક્તિ ચાલી સકે તેવો રસ્તો ઝાડીઓની અંદરની તરફ જતો હતો
મહારાજ આગળ ચાલ્યા એટલે નતાશાએ ગભરાટ અનુભવતા મંદાર સામે જોયુ એટલે મંદારે તેને નજરથીજ ચુપ રેહવાનો ઇશારો કર્યો અને બંન્ને મહારાજની પાછળ દોરાયા.
સૌથી આગળ મહારાજ વચ્ચે નતાશા અને તેની પાછળ મંદાર ચાલી રહ્યો હતો
મહારાજ..! તાંત્રિક આવા જંગલમા શા માટે રહેતા હશે. ? "નતાશાએ શાંત વાતાવરણની ખામોશી દુર કરવા પુછ્યુ.
"તાંત્રિક અને અઘોરી વગેરે પોતાની વિધી કરવા અને સિધ્ધિ પ્રાપ્ત કરવા વસ્તીથી દુર આવા વેરાન વગડામાજ રહેતા હોય છે બેટા..! વચ્ચે આવતા ઝાંખરાઓને હાથ વડે રસ્તો કરી આગળ વધી રહેલા મહારાજે કહ્યુ.
ત્યાંજ ડાબી તરફની ઝાડીઓમાથી કઇ સળવળાટ સંભળાયો એટલે નતાશા ઘબરાઇને પાછળ ચાલી રહેલ મંદારને વળગી પડી. મંદારે જોયુ એની બીજીજ પળે ડાબી તરફની એ ઝાડીઓમાથી સફેદ દુધ જેવુ એક નાનકડુ સસલુ ઝડપથી દોડીને જમણી બાજુની ઝાડીઓમા ગાયબ થઈ ગયુ. અને એ સસલાને જોઇ નતાશાએ નિરાતનો શ્વાસ લીધો એટલે મંદારથી હંસ્યા વિના રેહવાયુ નહી એટલે નતાશાએ એક
ગુસ્સા ભર્યો છણકો કરતા આગળ ચાલવા માંડ્યુ.
લગભગ દશેક મીનીટ ચાલ્યા બાદ હવે પઞદંડી રસ્તો પુરો થયો અને થોડી ખુલ્લી જગ્યા પર છુટા છવાયા ઉચા ઉચા ઝાડ દેખાયા. અને ખુલ્લી સાફ સુતરી જગ્યામા એક નાનકડી જુપડી દેખાઇ. ઝુપડીની બહારજ એક મોટુ વિશાળકાય પીપળાનુ ઝાડ હતુ અને એ ઝાડના થડ ફરતે બનાવેલ માટીના ગોળ ઓટલા પર એક પચાસ પંચાવન વરસનો દેખાતો તાંત્રિક આંખો બંધ કરીને જાપ કરતો હોય તેવી મુદ્રામા બેઠો હતો.
ત્રણે હળવા પગલે પેલા પીપળા પાસે પહોંચ્યા અને કઇ પણ બોલ્યા વિના ચુપચાપ ઉભા રહ્યા. એટલે કોઈનો અણસાર આવતા પેલા તાંત્રિકે આંખ ઉઘાડી અને ત્રણેય સામે જોયુ.
તાંત્રિકની લાલ કોળા જેવી મોટી આંખો જોઇ પેહલી નજરે કોઈ નાનુ બાળક છળીજ મરે એવી બીહામણી હતી.તેણે પગથી માથા સુધી કાળા કલરનો લાંબો ડગલો પહેર્યો હતો. તો વળી તેના કાળા ઘુંઘરાળા વાળ કઇ કેટલાએ દિવસોથી કપાવ્યા ન હોય તેમ અસ્તવ્યસ્ત અને છેક ખભા સુધી લાંબાએલે હતા.તેના કપાળની બરાબર વચ્ચોવચ કાળા મેષ જેવા રંગથી રૂપીયાના સીક્કા જેવો ગોળ ચાંદલો કરેલો હતો. તો ગળામા લાલ લીલા અલગ અલગ કલરના મોટા મણકાઓની માળા પહેરલી હતી.અને એવીજ નાના મોતીઓની માળા તેના બંન્ને હાથના કાંડાઓમા લક્કીની જેમ પહેરેલ હતી. તેની જમણી બાજુ કમંડળ અને ડાબી બાજુ અઢી ત્રણ ફુટની છેડેથી ચંદ્ર આકારની જાડી લાકડી પડેલી હતી.
મંદાર અને નતાશાએ આવા કઇ કેટલાય તાંત્રિકોનો વેશ ધારણ કરેલા કલાકારો પોતાની ઘણી હૉરર ફિલ્મોમા અવાર નવાર જોયા હતા પરંતુ આજે તે બંન્નેની સામે વેશ ધારણ કરેલ કોઇ ફિલ્મી તાંત્રિક નહી પણ અસલી તાંત્રિક બેઠો હતો અને બંન્નેની જીવનમા અસલી તાંત્રિકને મળવાનો આ પહેલો પ્રસંગ હતો.
બોલો..! "કેમ આવ્યા છો ..? પેલા તાંત્રિકે નતાશા અને મંદારને પગથી માથા સુધી નિરખતા પોતાના કર્કસ અવાજે પુછ્યુ.
એટલે શું કેહવુ એ મંદાર અને નતાશાને સમજાયુ નહી. એટલે રસોઇયા મહારાજે સૌ પ્રથમ તાંત્રિકને નતાશા અને મંદારનો પરીચય કરાવ્યો. ત્યારે નતાશામા તાંત્રિક સાથે વાત કરવાની હિંમત આવી અને તેણે બંન્ને હાથ જોડી શર્લીને દીવાલ ઉપર દેખાએલ ચિત્ર અને ધમકી ભર્યુ લખાણ તથા ચિત્રમા દર્શાવ્યા પ્રમાણે થયેલા ચાર્લીના મૃત્યુ સુધીની આખી વાત ટુંકમા કહી સંભળાવી.
"હમમમ...! તો મારાથી શું મદદ ચાહો છો..?
"બાબા...! અમારે એ જાણવુછે કે શર્લીના રુમમા દિવાલપર પેલુ ચિત્ર કોણેદોર્યુ હતુ..? અને ચાર્લીના મૃત્યુને અને પેલા ચિત્રને કોઇ સંબધ હતો કે પછી ચાર્લી અકસ્માતેજ માર્યો ગયો હતો..?..? "નતાશાએ એક સાથેજ બધા સવાલો પુછી નાંખ્યા. એટલે તાંત્રિકે એક મીનીટ સુધી આંખો બંધ કરીને કઇક મંત્ર પઢ્યા અને ફરીપાછી આંખો ખોલી અને પછી પોતાની પાસે પડેલી કાળી જોળીમાથી એક તાજુજ લીંબુ કાઢયુ અને ફરી આંખો બંધ કરીને કોઈ મંત્ર પઢ્યો અને પછી લીંબુ પર ફુંક મારી અને મંદારને આપતા બોલ્યો
"લો..! આ લીંબુને તે કમરાની દિવાલ પર બરાબર એજ જગ્યાએ ત્રણ વખત રગડજો જ્યાં પેલુ ચિત્ર દોરેલુ હતુ અને પછી કાલે આ લીંબુની સાથે એક સફેદ કાગળ લઇને મારી પાસે આવજો..! પછી શું કરવુ તે આપણે જોઇશું.
એટલે ઠીક છે..! કહી મંદાર અને નતાશા તથા મહારાજે પણ તાંત્રિકનો આભાર માન્યો અને ત્રણે પાછા હવેલી તરફ જવા રવાના થયા એટલે તાંત્રિક ફરી પાછો આંખો બંધ કરીને જાપ કરવામા પરોવાયો.

* * * * *

અત્યારે સાંજના છ વાગી રહ્યા હતા અને આજનુ શુટિંગ સમીરેહમણાંજ પુરુ કરી બધાને હવે કાલનુ શેડયુલ અને સ્ક્રિપ્ટ આપી બધાને છુટા કર્યા હતા. એટલે બધા પોતપોતાના કમરા તરફ જવા રવાના થયા
એટલે.. "આ મંદાર અને નતાશા હજુ સુધી કેમ ના આવ્યા..? વાત કરતા તન્વી અને શર્લી પણ પોતાના કમરા તરફ જવા આગળ વધી જ્યારે આકાશ બહાર કંપાઉન્ડમા ખુલ્લી હવા ખાવા ઉપડી ગયો
ઉપરના માળે પહોંચી શર્લી પોતાના કમરામા પ્રવેશી ગઇ જ્યારે તન્વી પણ પોતાના કમરાના દરવાજાનુ તાળુ ખોલી અને આખા દિવસના થાકના કારણે સીધીજ પલંગ પર પટકાઇ ત્યાંજ તેની નજર પલંગની બરાબર સામેની દિવાલ પર પડી અને એ સાથેજ તેની આંખો પહોળી થઈ ગઈ.
દિવાલ પર લાલ લોહી જેવા રંગથી એક ચિત્ર દોરેલુ હતુ જેમા બે નાનકડી ઢીંગલીઓ દેખાતી હતી અને બે ઢીંગલીઓ માથી એક ઢીંગલી બીજી ઢીંગલીનુ ગળુ દબાવી રહી હોય તેવુ દેખાતુ હતુ.
જયારે… જયારે નીચે લખેલ હતુ…,

- તન્વી..! જીવતી રહેવા માગતી હોય તો આ ફિલ્મ છોડી દે..!

(વધુ આવતા અંકે)


* * * *
S.S Saiyed

Please sand your feedback
sarfrazkadri50589@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો