(પ્રકરણ પાંચ)
સિગારેટનો એક ઉંડો કશ લેતા આકાશ ધુમાડો હવામા ઉડાડતા ચાર્લીના મોત વિશેજ વિચારી રહ્યો હતો ત્યાંજ તેને પાછળથી કઇક સળવળાટ સંભળાયો એટલે તેણે ચમકીને પાછળ નજર કરી અને એ સાથેજ તેનુ હ્રદય એક ધબકારોચુકી ગયુ.
પાછળ સ્ટ્રેચર પર સુતેલ ચાર્લીની લાશ ધીરે ધીરે બેઠી થઈ રહી હતી.
આકાશના હાથમાંથી સિગારેટ નિચે પડી ગઈ. .અને તે પાછળ ફરી મુઠ્ઠીઓ વાળીને ભાગવા ગયો પણ એ પેહલાજ બેઠી થઈ ચુકેલી ચાર્લીની લાશે વિજળીની ઝડપે આકાશના હાથનુ કાંડુ પકડી લીધુ. અને આકાશની સામે મુંડી ઘુમાવીને એ લાશ ખોખરા અને કર્કશ સ્ત્રીના અવાજ મા બોલી ઉઠી.
" આકાશ..! જીવતા રહેવુ હોયતો આ ફિલ્મ છોડી દે…!
"નહી…..બચાવ…! ની એક જોરદાર ચીશ પાડતા આકાશે એકજ જાટકે પોતાનો હાથ છોડાવ્યો અને જાણે મોત પાછળ પડ્યુ હોય તેમ હોસ્પિટલના આગળના ભાગ તરફ ભાગ્યો. અને ભાગતા ભાગતા તે હોસ્પિટલના આગળના પેસેઝમા પહોચ્યો અને પાગલની જેમ હોસ્પિટલની બહારની તરફ ભાગવા લાગ્યો ત્યાંજ સામેથી તમાકુ મસળતા મસળતા આવતા વોર્ડબોય સાથે જોશભેર ભટકાયો. એટલે.. શું થયુ સાહેબ. .?
પુછીને વોર્ડબોય અચરજ ભરી નજરે આકાશ સામે તાકી રહ્યો.
ભાઇ…ભાઈ… ત્યાં… પણે….! " આકાશે બહાવરાની જેમ મડદાઘર તરફ આંગણી ચિંધી.. "ત્યાં જે લાશ પડી છે તેમા જીવ આવ્યો છે…! આકાશે લોચા વાળતી જીભે કહ્યુ "અને… અને તે સ્ત્રીના અવાજમા વાત પણ કરે છે..!…!..!
શુ વાત કરો છો સાહેબ.? વોર્ડબોયે નીચે પડી ગયેલ તમાકુની પડેકી ઉઠાવતા કહ્યુ
" આજેતો એક જ લાશ આવી છે હોસ્પિટલમા અને તેનુ પોસમોર્ટમ પણ થઈ ચુક્યુ છે…!…!
"હું..…. હું….. સાચુ કહુ છુ ભાઇ…! "મે મારી સગી આંખે એ લાશને સ્ટ્રેચર પર બેઠી થતા જોઇ છે અને તેણે મારો હાથ પણ પકડ્યો હતો.
"અજીબ અજીબ લોકો અહી આવેછે ..!..!એમ બબડતા વોર્ડબોયે આકાશને કહ્યુ ચાલો મારી સાથે..!
એટલે વોર્ડબોય સાથે આવતા આકાશમા થોડી હિમ્મત આવી અને તે વોર્ડબોય સાથે મડદાઘર તરફ જવા આગળ વધ્યો.
અને ત્યાં પહોંચીને જોયુ તો ચાર્લીની લાશ એજ રીતે સફેદ કપડુ ઓઢાડીને પડેલી હતી.
લો જોઇલો સાહેબ..! તેણે લાશ પરથી કપડુ ઉઠાવી આકાશને બતાવતા કહ્યુ. "આવુ તે કંઇ થતુ હશે..? મડદા તે જીવતા થતા હશે? આમ બબડતા ફરી પાછુ તેણે ચાર્લીની લાશ પર કપડુ ઓઢાડી દિધુ.
એટલે આકાશ બાઘાની જેમ ઘડીકમા ચાર્લીની લાશ સામે તો ઘડીકમા સામે ઊભેલા વોર્ડબોય સામે તાકી રહ્યો.
ત્યાંજ…" શું થયુ આકાશ….? પુછતા વૉશરુમ ગયેલો મંદાર આવી પહોંચ્યો.
એટલે " કઇ નહી..! કેહતા આકાશે મંદારને આ વિશે અત્યારે કોઈ વાત કરી નહી.
ત્યાર બાદ પેલા વોર્ડબોયની મદદથી ચાર્લીની લાશને એમ્બ્યુલન્સમા સુવડાવી ત્યા સુધીતો રાતનો એક વાગી ચૂક્યો હતો.
"આકાશ..! આપણે કારમા નિકળી એ છીએ અને એમ્બ્યુલન્સ આપણી આગળ રહેશે
ઓકે..કેહતા આકાશ ડ્રાઇવરને આગળ એમ્બ્યુલન્સ ચલાવવાનુ સમજાવી ને પછી પોતે પાછળ કારમા આવીને ગોઠવાયો.
એટલે ડ્રાઇવરે એમ્બ્યુલન્સ ગોવા તરફ જવા હંકારી મુકી. એટલે પાછળ મંદારે પણ પોતાની કાર દોડાવી.
થોડી વાર ચુપકીદી જાળવી રાખ્યા પછી મંદારને પેલી ચાર્લીની લાશ વાળી વાત કેહવી કે ના કેહવી ની ગડમથલ અનુભવતા આખરે આકાશે આખરે કહીજ નાંખ્યુ.
"મંદાર..! આકાશે ધીરેથી કહ્યુ. " હોસ્પિટલમા ઉપર વોશરુમ ગયો ત્યારે મને ગજબ અનુભવ થયો….!…!
"કેમ વળી શું થયુ હતુ…? કાર ડ્રાઈવ કરતા મંદારે આકાશ તરફ સવાલભરી નજરે જોયુ.
એટલે આકાશે આખી વાત ટુંકમા કહી સંભળાવી.
એટલે મંદાર પળવાર માટે આગળ ચાલી રહેલ એમ્બ્યુલન્સ સામે તાકી રહ્યો.
"એ તારો વહેમ હશે યાર..!મંદારે તેને કહ્યુ ..અને આમ પણ આપણે ફિલ્મોમા આવા બધા દ્રશ્યો ભજવતા હોઇએ છીએ એટલે આપણા મન મગજ પર કદીક તેની ઉંડી છાપ પડે છે…!…! "અને તો આપણને કદીક સ્વપ્ન માકે વાસ્તવમા આવા ભ્રમ થતા રહે છે.
"મંદાર મને તો હવે આ ફિલ્મમા કામ કરતા કંઇક વિચિત્ર અનુભવો થતા હોય એમ લાગે છે. .! આકાશે મંદારને સિગારેટ આપી અને પોતે પણ એક સિગારેટ મોમા દબાવતા લાઇટર સળગાવી મંદારની સિગારેટની સામે મુકતા કહ્યુ.
"પેહલા ચાર્લીનુ અચાનક મૃત્યુ , પછી શર્લીને દિવાલ પર દોરેલ ચિત્ર અને ધમકી ભર્યુ લખાણ દેખાવુ, અને આજે મને થયેલો ચાર્લીની લાશ વિશેનો અનુભવ…! કેહતા આકાશ થોડો અચકાયો."હોય ના હોય મંદાર કઇક તો છે જેથી આપણને આમ આવા વિચિત્ર અનુભવો થાય છે..!..!..!
"જો આકાશ..! "આની પાછળ ગમે તે કારણ હોય પણ હવે આપણે હિમ્મતથી કામ લેવુ પડસે..! પહેલી વાર આકાશની વાતથી સંમત થતા મંદાર બોલ્યો. " અને શર્લી કહેતી હતી એમ જો તેને આ ફિલ્મમાંથી હટી જવા વિશેની ધમકી મળી હતી અને તને પણ ચાર્લીની લાશના મોઢેથી આવિજ ધમકી સાંમભળવા મળી હોય તો આપણે હવે હિમ્મતની સાથે સાથે સાવચેતીથી પણ કામ લેવુ પડસે...!…!…!
ત્યારે. ..ત્યારે…!
આવુ વિચારી રહેલા મંદાર અને આકાશને ખબર નહોતી બંન્ને એ સમીર શેખરની આ ફિલ્મમા કામ કરીને રીતસરનો મોતના મોઢામા પગ મુક્યો હતો.
* * * *
અત્યારે સવારના બાર વાગી રહ્યા હતા.ચાર્લીના મોતને ચોવીસ કલાક થી ઉપર સમય થઈ વિતી ગયો હતો. આકાશ અને મંદાર ચાર્લીના ઘરવાળાઓને ચાર્લીશી લાશ સોંપીને તેમને દિલસોજી પાઠવી સમીરે આપેલ વીશ લાખ રૂપિયાનો ચેંક આપી પરત પણ આવી ગયા હતા.
"જો સમીર..! મંદારે સિગારેટ સળગાવતા ગંભીર ચેહરે કહ્યુ.
" નક્કી કોઇક તો છે જે નથી ઇચ્છતુ કે આપણે આ ફિલ્મ બનાવીએ..! કેહતા તેણે કાલે રાત્રે હોસ્પિટલમા આકાશની સાથે બનેલી ઘટના અને શર્લીને દિવાલ પર દોરેલ ચિત્ર અને તેની નીચે લખેલ ધમકી ભર્યુ લખાણ આ બન્ને ઘટનાઓ એકજ વાતનો ઇશારો કરે છે કે કોઇ ને કોઇ આપણને આ ફિલ્મ બનાવતા રોકી રહ્યુ છે…!…!…!
એટલે સમીર ચોંક્યો.. પણ તે આમ ગાંજ્યો જાય તેમ ન હતો અને ના તો આમ કોઈનાથી ડરી ઘભરાઇને પાછો હટી જાય તેમ હતો
"મંદાર..! તેણે ખુબજ ઠંડા અવાજે કહ્યુ.." હું નથી જાણતો કે કોણ આ બધુ કરી રહ્યુ છે..! ? કેહતા તે ઉભો થયો અને સળગી ગએલ સિગારેટને પગ નીચે કચડતા આકાશ અને મંદાર તરફ જોતા બોલ્યો. " હું એ પણ નથી જાણતો કે કોણ આમ આપણને સામી છાતીએ આવીને લડવાની બદલે આમ કાયરની જેમ સંતાઇને ધમકીઓ આપે છે..!..?..! " હું બસ એટલુજ જાણુ છુ કે આ ફિલ્મ બનાવવા પાછળ મારા કરોડો રુપિયા રોકાયા છે..!..!..! " એટલે હું આમ આવી ખોખલી ધાક ધમકીઓથી ડરીને પાછળ હટી જાઉ એટલો કાચો પોચો નથી..!..!..! કેહતા તેણે મંદાર અને આકાશને હિમ્મત આપી"
જે કઈ પણ હોય સમીર..' ! હવે આપણે. લડી લઇશુ..!..!પણ આપણે હવે ખુબજ સાવચેત રહેવુ પડસે. ..! સમીરની હિમ્મત ભરી વાતોએ નર્વસ થઈ ગએલા મંદારમા નવો જોશ ફુંકયો
"અને આકાશ..! મંદારે આકાશ સામે જોઇ કહ્યુ. " કાલની ચાર્લીની લાશ સાથે બનેલી ઘટના વાળી વાત આપણે કોઇ પણ કાળે શર્લી, નતાશા અને તન્વીની સામે કરવાની નથી.. નહીંતર ત્રણે નાહકની ઘભરાઇ જશે..!..!
"અને આકાશ..! તારી હિમ્મતની હું દાદ આપુ છુ યાર..! "કેહતા સમીરે તેની પીઠ થપથપાવી."નહિતર કાલે જે રીતે ચાર્લીની લાશે તને પરચો બતાવ્યો એમા તારી જગ્યાએ બીજો કોઈ હોય તો ક્યારનોય ડરી ઘભરાઇને રફુચક્કર જ ગયો હોય..!..! સમીરે આકાશને પણ પોરસ ચઢાવતા કહ્યુ.
એટલે અત્યાર સુધી ઉંડે ઉંડેથી ડરી રહેલ આકાશમા પણ સમીર ની વાત સાંભળીને નવો પ્રાણ ફુંકાયો.
"પણ યાર સમીર.. ! મંદારે કઇક મુંઝવણ અનુભવતા કહ્યુ. " એક વાત મારી સમજથી બિલકુલ બહાર છે કે આપણને જે ધમકીઓ મળે છે તે કોઈ જીવતો માણસ છે કે પછી આની પાછળ આત્માનો હાથ હશે..!..?…!
હાં..! આકાશે મંદારની વાતને ટેકો આપતા કહ્યુ. "કારણ કે જો શર્લીની વાત માનીએ તો તેણે દિવાલ જોએલ પેલુ ચિત્ર કોઇ જીવીત વ્યક્તિ પણ દોરી સકે અને આત્મા પણ આ કાર્ય સહેલાઇથી કરી સકે…!..!"પણ ચાર્લીની લાશ જે રીતે બેઠી થઈ સ્ત્રીના અવાજે બોલી ઉઠી હતી તે કામ કોઇ જીવીત વ્યક્તિ હરગિઝ ના કરી શકે…!…!…!
"કરી શકે..! સમીરે પોતાનો મત રજુ કરતા મંદારને પુછ્યુ. કાલે રાત્રે જ્યારે પોલીસે તને ચાર્લીની લાશનો કબજો સોપ્યો ત્યારે તેં તારી નજરથી ચાર્લીની લાશ જ છે કે બીજુ કોઇ તેનુ ધ્યાન આપ્યુ હતુ.?
"ના..! સમીરે યાદ કરતા કહ્યુ ."કારણ કે અમે જ્યારે હોસ્પિટલના મડદાઘરમા પહોચ્યા ત્યારે ત્યાં સ્ટ્રેચર પર સુવડાવેલ ચાર્લીની લાશ સિવાય બીજી કોઈ લાશ હતી જ નહી એટલે મે કપડુ હટાવી લાશનો ચેહરો જોવાની તસ્દી લીધી ન હોતી. અને પેલા પોલીસ કોન્સ્ટેબલને સહી કરી એટલે તે ત્યાંથી નીકળી ગયો હતો.
" તો પછી બની સકે છે કે તમારા જતા પહેલા પેલી ધમકી આપનાર વ્યક્તિ પોલીસ કોન્સ્ટેબલનૂ ધ્યાન ચુકવીને હોસ્પિટલમા ઘુસી આવી હોય અને તેણે ચાર્લીની લાશને નજીકમાં ક્યાંક સંતાડી દિધી હોય અને ચેહરા પર પોસમોર્ટમ કર્યા પછી જેવી પાંડાપીડી કરવામા આવે છે તે વીજ પાંડાપીડી કરી પોતેજ તે સ્ટ્રેચર પર કપડુ ઓઢી સુઇ ગઇ હોય અને ત્યાર બાદ પોલીસ કેનસ્ટેબલના ગયા પછી જેવો તુ વોશરુમ જવા ઉપર ગયો ત્યારે તેણે બેઠા થવાનુ નાટક કરતા સ્ત્રીનો અવાજ કાઢી આકાશ ને બીવડાવ્યો હોય..!
અને તેણે સારી રીતે વિચાર કર્યો હસે કે આકાશ ચાર્લીની લાશ ને બેઠી થતા જોઇ ડરી ગભરાઈને ચોક્કસ ભાગસ અને તે દરમિયાન એણે ચાર્લીની અશલી લાશને ફરી પાછી સ્ટ્રેચર પર સુવડાવી દિધી હોય… !..!
સમીર શેખરે કોઇ ચાલાક ડિટેકટિવની જેમ આખોય તર્ક રજૂ કરી લિધો.
એટલે મંદાર અને આકાશ સમીરના આ આખાય વિચાર અને તર્કબુધ્ધિ પર વિચારતાજ રહી ગયા.
"અને આકાશ… ! "તેં જો થોડીક હિમ્મત કરી હોત તો ભાગ્યા વિના ત્યાજ ઉભો રહ્યો હોત તો કદાચ કાલેજ તે પકડાઈ ગયો હોત..!
"પણ ખેર..સમીરે મક્કમતાથી કહ્યુ.." તારી જગ્યાએ બીજો કોઈ હોત તે પણ આમજ કરત..!..! " એ જે કોઈ પણ હોય આજ નહી તો કાલેઆપણા હાથમા જડપાયા વિના રહેશે નહી..!..!..! સમીરે મક્કમ અવાજે કહ્યુ.
* * * * *
અત્યારે રાત્રીના સાડા આઠ વાગી રહ્યા હતા ચાર્લીના મૃત્યુને હવેતો અડતાળીસ કલાકથી વધારે સમય વિતી ચુકયો હતો હવેલીના હોલમા અત્યારે સમીર શેખરે યુનિટના તમામ સભ્યોને હવે કાલથી શુટિંગ શરુ કરવાનુ હોઇ કેટલીક મહત્વની ચર્ચા કરવા ભેગા કર્યા હતા
મિત્રો…!સમીરે યુનિટના બધાજ સભ્યોને સંબોધતા કહ્યુ. સૌ પેહલાતો તમને જણાવી દઉ કે ચાર્લી જે રીતે કમોતે માર્યો ગયો તેનુ દુઃખ તમને બધાને છે તેટલુજ મને પણ છે..!..! અને એટલે મેં વળતર માટે તેના ઘરવાળાઓને વીસ લાખ રૃપિયા પણ ચુકવી દિધા છે..!..!..! "પણ..! સમીરે થોડા અટકીને આગળ કહ્યુ. " હવે આપણે ચાર્લીના મોતને એક દુખદ સ્વપ્ન સમજીને ભુલી જવાનુ છે..!..!..! "અને આપણા આગળના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનુ છે..!
અને કાલ સવારે દશ વાગ્યે આપણે ફરીથી શુટિંગ શરૂ કરીશુ..! "સૌના ચેહરાપર નજર જમાવતા કહ્યુ.
પણ સર..! આપણે ચાર્લીનો પેલો અધુરો રહેલો રોલ કોની પાસે કરાવીશું..? આકાશે મુંઝવણ ભર્યા અવાજે પુછ્યુ.
હા તારી વાત સાચી છે આકાશ..! સમીરે સિગારેટનો એક ખેંચતા કહ્યુ. " ચાર્લી મરતા મરતા પણ પોતાની ભુમિકા ભજવીને જ ગયો છે..! તે જ્યારે પહાડી પરથી ફેંકાયો ત્યારે આપણા કેમરામેને તે ક્ષણને કેમરામા શુટ કરી લીધી હતી..!..! "અને આમ પણ ચાર્લીની આ ફિલ્મમા આટલીજ ભુમિકા હતી..!..!..! " આપણે ફિલ્મના તે સીનમા પહાડી પરથી પડીને તેનુ મૃત્યુ થતુ દેખાડવાનુ હતુ..!..! કેહતા સમીરનો અવાજ ગળગળો થઈ ગયો. "બીચારો ચાર્લી આમ કમોતે માર્યો ગયો..!..! "એટલે હવે આપણે તેની જગાએ કોઇ નવો કલાકાર લેવાની જરુર નથી..!..!
ત્યાર બાદ સમીરે કાલના શુટિંગની આગળની સ્ક્રિપ્ટ બધાને કહી સંભળાવી તથા દરેક કલાકારોને કાલની પોતપોતાની ભુમિકાના સંવાદ બરાબર વાચી લેવા કહ્યુ અને સૌને સમયસર સેટપર આવી જવાનુ સુચના આપીને સભા બરખાસ્ત કરી. એટલે યુનિટના સભ્યોમાંથી અમુક પોતપોતાના કમરા તરફ જવા રવાના થયા તો અમુક હવેલીના ખુલ્લા કંપાઉન્ડમા બેસવા ચાલ્યા ગયા.
* * * * *
અત્યારે રાત્રીના દશ વાગી રહ્યા હતા. થોડી વાર પેહલાજ નીચે હોલમાથી સભા પુરી થયા બાદ શર્લી પોતાના કમરામા આવીને પલંગ પર પડી પડી કોઇ પુસ્તક વાંચી રહી હતી.
ટન..ટન..ટન..
અચાનકજ ટકોરાનો અવાજ આવ્યો એટલે શર્લી હબકી ગઇ. પેલી જુની પુરાણી ડંકા ઘડિયાળમા એક પછી એક દશ ટકોરા પડ્યા અને પછી એજ રીતના હવેલીમા શાંતિ છવાઈ ગઈ. ચાર્લીના મોત પછી શર્લી થોડી ડરીગઈ હતી.તેનુ મનકઇક બેચેની અનુભવી રહ્યુ હતુ. અને એટલેજ તે બેચેની દૂર કરવા માટે પેલુ પસ્તક વાંચી રહી હતી.
શર્લી..! અચાનકજ દરવાજા તરફથી અવાજ સંભળાયો એટલે તે ચોંકી
તેણે જોયુતો નતાશા અને તન્વી ત્યા ઉભી હતી.
"અમે તારી સાથે કઇક વાત કરવા માગીએ છીએ..!..! કેહતા બન્ને અંદર આવીને શર્લી સાથે પલંગ પર બેઠી. એટલે શર્લી કંઇક અચંભાબરી નજરે તેમની તરફ તાકી રહી.
"શર્લી..! ચાર્લીના મૃત્યુની આગલી રાત્રે શું ખરેખર દિવાલ પર તેં પેલુ ચિત્ર જોયુ હતુ..? કે પછી તું ફકત અમને ડરાવવા મજાક કરી રહી હતી..?..? નતાશાએ ગંભીર અવાજે પુછ્યુ.
"ના નતાશા!હું મજાક બિલકુલ નહોતી કરતી..!" મે સાચ્ચેજ દિવાલપર ચિત્ર જોયુ હતુ...!..! "ને તમારી સાથે મજાક કરીને મને શું મલવાનુ હતુ..!.?..! " પણ તમે હવે અચાનક કેમ આવુ પુછો છો..?..? શર્લીએ ચિંતા ભર્યા ચેહરે પુછ્યુ. "
" અમે ગંભીરતાથી તારી સાથે બનેલ ઘટના વિશે વિચાર્યુ શર્લી. .! અને અમને લાગ્યુ કે તું જો સાચુ કેહતી હોયતો આ બાબતને આપણે સૌએ ગંભીરતાથી લેવી જોઈએ..!..! કારણ કે જો ચાર્લીનુ મોત ખરેખર અકસ્માત ના હોય અને તેનુ ખુન થયુ હોય તો પછી ખુની જે કોઈ પણ હોય તે આપણો જીવ પણ લેવાની કોશિશ કરી સકે છે..!..! "તન્વી ચિંતિત સ્વરે બોલી.
" તમે બન્ને મારો વિશ્વાસ કરો..! હું સાચુજ કહું છુ..! શર્લીએ સચ્ચાઈના રણકા સાથે કહ્યુ.
એટલે હવે પહેલી વાર તન્વી અને નતાશા બંન્નેના ચેહરાપર ગભરાટ બેવડાયો.
અને તન્વી, નતાશા અને સાથે શર્લીએ પણ હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી.
હે ભગવાન..! અમને અને યુનિટના તમામ સભ્યોને મંડરાઇ રહેલી આફત બલા અને મુસીબતો બચાવજે..!
- પણ અત્યારે આવી પ્રાથના કરી રહેલ
તન્વી,નતાશા,અને શર્લીને કલ્પના સુદ્ધા ન હતી કે આવનારા ચોવીસ કલાક તેમના ત્રણમાંથી કોઈ એકના માટે ખુબજ ભારી હતા અને પૃથ્વી પરથી તેમના ત્રણમાથી કોઇ એકને ઉઠાવી મૃત્યુલોકમા લઇ જવાનો પરવાનો યમદુતને મળી ચુક્યો હતો.
(વધુ આવતા અંકે)
* * * *
S.S Saiyed
Please sand your feedback
sarfrazkadri50589@gmail.com