તરસ - 8 S.S .Saiyed દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તરસ - 8

(પ્રકરણ આંઠ)

પેલા એઘોરી તાંત્રિકે જે વાત કહી તે સાંભળીને મંદારને પરસેવો છુટી ગયો તો સમીરની હાલત પણ કફોડી થઈ ગઈ હતી.
સમીરે પોતે દિગ્દર્શિત કરેલ કેટલીએ ફિલ્મોમા આવા તાંત્રિકો દ્વારા આવી ચિત્ર વિચિત્ર વિધિઓ કરતા દર્શાવ્યા હતા પણ પોતાના રિઅલ લાઇફમા આવા તાંત્રિક સાથે તેનો પ્રથમવાર પનારો પડ્યો હતો. તે સારી રીતે જાણતો હતો કે એવા તાંત્રિકો માત્ર ને માત્ર પૈસા પડાવા ખાતર આવા ઢોંગ આદરતા હોય છે. પેહલા તો તે તાંત્રિકની વાત સાંભળીને અંદરથી ઘબરાય ગયો હતો પણ બીજી જ પળે તેણે પોતાના ઘબરાટ પર કાબુ મેળવી લીધો. તેણે મનોમન જ વિચાર કર્યો કે આ તાંત્રિક સાચુ કહે છે કે પછી પોતાને બીવડાવીને પૈસા ઓકાવવા માંગે છે એ જાણવુ પડસે. એટલે તેણે વિચાર કર્યો કે પોતે હવે આ સમસ્યાનો ઉકેલ મેળવવાનુ કેહશે એટલે તરતજ તાંત્રિક પૈસા માટે મોં ફાડસે. એટલે સમીરે મનોમન તુક્કો લગાવતા બંન્ને હાથ જોડીને કહ્યુ.
"બાબા..! તો આ સમસ્યાનુ સમાધાન શું છે..? અને બાબા..! " તેણે થોડા અટકીને તાંત્રિકના ચેહરાપર નજર જમાવતા કહ્યુ.
"તમે જો આ મુસીબત દુર કરી દેસો હું તમને મો માગ્યા પૈસા આપીસ ..! પણ બાબા તમે ગમે તેંમ કરીને અમને આ સમસ્યા માંથી છોડાવો..!..! કહેતા હવે તાંત્રિક શું કહે છે તે સાંભળવા કાન સરવા કર્યા. પણ સમીરની આ વાતનો અવળો પ્રતિભાવ પડ્યો.
"મુર્ખ..! કેહતા ગુસ્સાભેર તમતમી ઉઠતા તાંત્રિક પોતાની જગ્યા પરથી ઉભો થઇ ગયો
તેની આંખોમા ક્રોધ ભભુકી ઉઠ્યો. "તું મનેતારા પૈસાનો પાવર બતાવી ખરીદવા માંગે છે..!? " મારી વિદ્યાનુ અપમાન કરવા માંગે છે તું…!..?
એટલે તાંત્રિકના આ વર્તનથી સમીરની સાથે મંદારને પણ થયુ કે સમીરે પૈસાની વાત કરીને અવળુ બાફી માર્યુ છે. એટલે મંદાર તરતજ ઉભો થતા બોલી ઉઠ્યો .
"બાબા..! અમને માફ કરીદો .. સમીરે પૈસાની વાત કરી એ બદલ હું એમની વતી તમારી ક્ષમા માંગુ છુ..!
જો કે મંદારે માફી માંગી તે છતા પણ તાંત્રિકનો ગુસ્સો ઓછો થયો નહી એટલે આ વખતે રસોઇયા મહારાજે ઉભા થઇ હાથ જોડતા કહ્યુ
"મહારાજ..! એમને ક્ષમા કરો..! કારણ કે આ મારી ભુલ છે..! હું એમને બતાવવાનુ ભુલી ગયો કે તમે આવા કામ કરવાના પૈસા લેતા નથી..!..!
એટલે હવે તાંત્રિકનો ક્રોધ થોડોક ઓછો થયો અને તે ફરીથી નીચે બેસતા બોલ્યો.
" તમે લોકો હવે પછી પૈસાની વાત મહેરબાની કરીને કરશો નહી..! " કારણકે હું આ કામ માત્ર માનવ સેવા માટેજ કરું છું..!..!"કેહતા તાંત્રિકે પોતાના હાથમા રહેલ ગમછા વડે માથા પર ઉપસી આવેલ પરસેવો લુંછતા કહ્યુ.
એટલે પહેલીવાર સમીરના મનમા તાંત્રિક માટે માન ઉપજ્યુ એટલે તેણે પણ ઉભા થઇ તાંત્રિકની માંફી માંગી અને આજીજી ભર્યા સ્વરે તે બોલી ઉઠ્યો
બાબા..! તમેજ હવે આ સમસ્યા માથી છુટવાનો ઉપાય બતાવો..! અને તમેજ કહો
અમે શું કરીએ..? સમીરે કાકલુદી ભર્યા અવાજે કહ્યુ.
એટલે તાંત્રિકે કઇક વિચારતા કહ્યુ. "જુઓ..!"દરેક આત્માનો કોઇને કોઇ મકસદ હોય છે..!' અને જ્યાં સુધી આપણે જાણી ના લઇએ કે આ આત્માનો મકસદ શું છે.? " એવુ તે શું છે કે એ તમારી ફિલ્મ બનતી કેમ અટકાવવા માંગે છે..!.?..! અને આની પાછળ એનો ઇરાદો શું છે તે જ્યાં સુધી આપણે કળી ન લઈએ ત્યાં સુધી આપણે એનુ કઇજ કરી શકતા નથી...!..!
તો..! હવે તાંત્રિક પર સમીરને પુરેપુરો વિશ્વાસ આવી જતા તે બોલ્યો
એ આત્માનો ઇરાદો શું છે એ કઇ રીતે જાણી સકાય..?
એના માટે આપણે સૌ પેહલા એ જાણવુ પડસે કે એ કોનો આત્મા છે..! " અને એ જાણવા માટે એ આત્માને આપણે આપણી પાસે બોલાવવો પડે અને તે પોતાના મોઢેજ કહે કે તે કોનો આત્મા છે અને શું ચાહે છે..?
બાબા..! સમીર બંન્ને હાથ જોડતા કહ્યુ " આ ફિલ્મ બનાવા પાછળ મારા કરોડો રુપિયા રોકાયા છે..તો વળી અત્યારે હવેલીમા બનતી આવી ડરામણી ઘટનાઓ ને લીધે યુનિટના બધા સભ્યો ડરી ગયા છે..! અને જો આવુજ ચાલતુ રહ્યુ તો એક પછી એક તમામ સભ્યો ફિલ્મ છોડીને ચાલ્યા જશે તો મારા કરોડો રુપિયા ધોવાઇ જશે "અને હાલમા ફિલ્મનુ શુટિંગ પણ મારે અટકાવી દેવુ પડ્યુ છે. માટે બાબા તમે કઇક એવુ કરો કે મારી ફિલ્મનુ શુટિંગ ચાલુ રહે. "
હંમ..! તાંત્રિકે વિચારતા કહ્યુ. '" અત્યારે તો આપણને એ કોનો આત્મા છે અને શુ ચાહે છે..? એ જાણવા એ આત્માને બોલાવવા હવેલીમા આવી વિધિ કરવી પડે..! " પણ એમા થોડો સમય લાગી જાય અને એ દરમિયાન જો તમો શુટિંગ ચાલુ રાખવા માંગતા હોવ તો હું તમને તથા બધા યુનિટના સભ્યોને એક એક માદળીયુ મંત્રી આપુ છુ..! કેહતા તાંત્રિકે કાળા દોરામા બંધાએલ પંદર વીસ માદળીયા પોતાની ઝોળીમાથી કાઢયા અને આંખો બંધ કરીને જાપ કરી કોઇ મંત્ર પઢીને બધા માદળીયા પર ફુંક મારી અને પછી મંદારના હાથમા આપતા કહ્યુ "તમે બધા આ માદળીયા પોતપોતાના ગળામા પહેરી લો. "પણ યાદ રાખજો આ માદળીયુ ચોવીસે કલાક તમારા ગળામા બંધાએલ રહેવુ જોઈએ ઉઠતા બેસતા, સુતા જાગતા તમારા ગળામા પહેરેલ રહેવુ જોઈએ અને આમ કરવાથી એ બુરો આત્મા તમારા લોગોથી કોષો દુર રહેશે. એ તમારી બધી ગતિવિધિ પર નજર રાખસે પણ જ્યાસુધી આ માદળીયુ તમારા ગળામા હશે ત્યાં સુધી તમારી નજીક ફરકી સકશે નહી..!
પણ..! તાંત્રિકે થોડા અટકીને કહ્યુ " આ માદળીયુ એ કઇ કાયમ માટે એનો ઇલાજ નથી..!એ ફકત આપણે આત્માને વિધિ કરી બોલાવીએ તે પહેલા તમને શુટિંગ દરમિયાન કોઇને તે આત્મા કનડગત ન કરે કે કોઇ જાનહાનિ ના પહોંચાડે તેના માટે છે..!..!..!
ઠીક છે બાબા..! માદળીયુ હાથમા લેતાજ જાણે સમીરમા નવો જીવ આવ્યો હોય એમ તે હળવોફુલ થઈ બોલ્યો " હવે જેમ બને તેમ જલદી તમે હવેલીમા આવી એ આત્મા બોલાવવાનો વિધી શરૂ કરીદો...!
"પણ એ પેહલા હું તમને ફરીથી ચેતવી દઉ કે જો એ આત્માનો ખાત્મો થાય એ પેહલા જો આ માદળીયુ કોઇએ ભુલથી પણ પોતાના શરીરથી અલગ કર્યું તો પછી ફિલ્મ બનતી રોકવા રઘવાયો થએલ એ આત્મા તેનો જીવ લઈ લેશે એ વાતનુ ખાશ ધ્યાન રાખજો..!
ઠીક છે બાબા..! "હું યુનિટના બધા સભ્યોને આ ચેતવણી આપી દઇશ..!
એટલે ઠીકછે..! તાંત્રિકે સમીરના ચેહરા પર નજર જમાવતા કહ્યુ. " હું બે દિવસ પછી અમાષની રાત્રીથી હવેલીમા વીધી સરૂ કરીશ..માટે સનીવારે બપોરે મને લેવા માટે કાર મોકલી આપશો..!
ભલે બાબા..! પોત પોતાનુ માદળીયુ ગળામા પહેરતા મંદાર, સમીર અને મહારાજ ઉભા થયા અને તાંત્રિકની રજા લઈને જવા માટે આગળ વધી ગયા.
એટલે તાંત્રિક ફરી પાછો આંખો બંધ કરીને જાપ કરવામા લીન થઈ ગયો.

* * * * *

ફાધર લોબોને મળીને હવેલી તરફ જવા નિકળેલી શર્લીએ અત્યારે પુરપાટ ઝડપે કાર દોડાવતા મનોમન જ વિચાર કર્યો. " જેમ બને તેમ જલદી હવેલીમા પહોંચી જઇને હું એક વખત આ પવિત્ર પાણી હવેલીની આસપાસ છાંટી દઉ તો છેલ્લા કેટલાય દિવસોથી હવેલીમા બનતી આ ચિત્ર વિચિત્ર ઘટનાઓ બંધ જાય..! વિચારતાજ શર્લીએ પોતાના કાંડાપર બંધાએલ રિશ્ટ વૉચ પર નજર કરી તો અત્યારે સવારના બાર વાગવા આવ્યા હતા. ભરતપુર ગામથી હવેલીનુ અંતર સો સવાસો કિમી હતુ. અને શર્લીએ જોયુ તો લીલી વનરાઇઓની વચ્ચે ડામરની સડક કોઈ કાળી નાગણ ની પથરાએલી હતી. દિવસના આ સમયે પણ આસ પાસમા બધુ સુમસામ હતુ. શર્લીએ નોંધ્યુ કે પોતે ભરતપુરથી નીકળી ત્યારથી લઈને અત્યાર સુધી એક પણ વાહન તેને સામે મળ્યુ ન હતુ કે ના તો કોઇ વ્યક્તિ રસ્તામા દેખાઇ હતી.
શર્લીએ કાર ડ્રાઈવ કરતા સમય પસાર કરવા માટે કારમા લાગેલ મ્યુઝિક પ્લેયર ઓન કર્યુ અને એજ રીતે ફુલ સ્પીડમા કાર દોડાવવાનુ ચાલુ રાખતા સામે નજર જમાવી ત્યાંજ તેને દુર દુર રસ્તાની વચ્ચોવચ કોઈ જાનવર કારની સામે દોડી આવતુ હોય તેવુ લાગ્યુ એટલે તેણે કારની ગતી ધીમી કરવા માંડી પણ શર્લી હજુતો સાવચેત થાય કે કઇ વિચારે એ પેહલાજ તેણે જોયુ તો એક ખુંખાર ભયાનક શિંગડા વાળો મોટો આખલો તેની કારની બીલકુલ સામે કાર સાથેજ અથડાવા માંગતો હોય તેમ વચ્ચોવચ દોડતો તેની કારની ખાસ્સે નજીક આવી પહોંચ્યો હતો એટલે શર્લીએ હતુ એટલુ જોર વાપરીને બ્રેક પર પગ દબાવ્યો.
ચીઇઇઇઇઇઇઇ….! "ની એક ચીચયારી સાથે કારના ટાયર અડધા મીટર જેટલા ઘસડાયા અને ત્યાંજ સ્થિર થઈ ગયા. ઘભરાઇએલી શર્લીએ જોયુ તો પેલો આખલો હવે તેની કારથી માંડ બે મીટર દુર હતો અટલે શર્લીએ વિચાર્કયુ કે "આ ભયાનક આખલો જો પોતાની કાર સાથે અથડાસે તો કારની સાથોસાથ પોતાનુ પણ કચુંબર બનાવી નાંખસે..! પણ શર્લી પોતાના બચાવ માટે કઇ કરે કે કઇક વિચારે એ પેહલાજ દોડી આવી રહેલા આખલાએ તેની સાંમે એક જોરદાર છલાંગ મારી અટલે પોતાનો ખેલ ખલાસ…! એમ વિચારતા "નહીઇઇઇઇઇ…! ની એક ચીશ પાડતા શર્લીએ પોતાના બંન્ને હાથ કાન પર દબાવ્યા અને આંખો બંધ કરીને નીચે જોઈ ગઇ.
એક પળ..બે પળ..ત્રણ પળ.., "પુરી એક મીનીટ વિતી જવા છતા કોઇ અવાજ આવ્યો નહી કે નાતો તેને કોઇ સ્પર્શ થયો એટલે ગભરાટ ના માર્યે થરથર કાંપી રહેલ શર્લીએ ધીમે ધીમે માથુ ઉંચુ કરી સામે જોયુ તો ત્યા કઇજ ન હતુ. એટલે શર્લીએ થોડી નવાઈ અને આશ્ચર્ય સાથે પોતાને ડાબી જમણી તરફ નજર કરી તો ત્યાં પણ સુમસામ ઝાડીઓ સિવાય કોઇજ ન હતુ. તેણે જોયુ તો પોતાની કાર પણ એજ રીતના સહી સલામત હતી.
"આટલી વારમા એ આખલો ક્યાં ચાલ્યો ગયો…? વિચારતા શર્લીએ પોતાની બાજુની શીટ પર નજર કરી તો તે ચોંકી ઉઠી. તેણે બરાબર પોતાની બાજુની શીટ પર ફાધર લોબોએ આપેલ પવિત્ર પાંણીનો કુંજો મુક્યો હતો એ કુંજો અત્યારે તેણે આંચકા સાથે બ્રેક મારવાને કારણે શીટ પરથી નીચે પડીને ફુટી ગયો હતો અને તેમાનુ બધુજ પાણી આમ તેમ વહી ગયુ હતુ.
શર્લીના ચેહરા પર પારાવાર દુખ છલકાઇ ગયુ..તેણે વિચાર્યુ. " તે ફરી પાછી ફાધર પાસે જાય અને પવિત્ર પાણી લઇ આવે પણ પોતે ફાધરે આપેલ આમ ઢોળી નાંખ્યુ આથી ફાધર નારાજ કે ગુસ્સે થસે તો..? ને વળતીજ પળે તેણે પોતાના વિચારને ફેરવી તોળ્યો. " પોતાની પાસે ફાધરે આપેલ આ ક્રોસ તો છે જ ને..! અને પવિત્ર પાણી પોતે ફાધરને એક બે દિવસ પછી સમજાવીને ફરી પાછી લઈ આવશે..! અને પોતાના ગળામા પહેરેલ પેલા ક્રોસને હાથમા પકડતા તેનો ઘભરાટ ઓછો થયો. અને ત્યાંજ ફરી પાછો પેલો ભયાનક આખલો તેના મગજમા તરવરી ઉઠ્યો અને તેના મનમા સવાલના સાંપે ફુફાડો માર્યો. " આખરે એ આખલો જતો ક્યાં રહ્યો…? આખરે ગાયબ ક્યાં થઇ ગયો..?…? અને ત્યાંજ..,
અને ત્યાંજ તેના મન અને મગજમાંથી થથરાવી દેનાર સવાલ પસાર થઈ ગયો.
" ક્યાંક..! ક્યાંક પોતાના કમરાની દિવાલ પર ચિત્ર દોરનાર પેલા આત્માએ તો આખલાનુ રૂપ લઈ પોતાને આમ ડરાવી ગભરાવી નહી હોય ને..? પોતે હવેલીમા પહોંચીને પેલા પવિત્ર જળનો છંટકાવ કરવાની છે એ વાતની કદાચ કોઈ રીતે એ આત્માને જાણ થઈ ગઈ હોય અને આથીજ પોતાને આમ ડરાવી ગભરાવીને તેણે પેલુ પવિત્ર પાણી ઢોળાવી નહી નાંખ્યુ હોયને..?..?..?
અને આ વિચાર આવતાજ શર્લી પગથી માથા સુધી ધ્રુજી ઉઠી. અને હવે આગળ કઇ પણ વિચાર્યા વિના પોતાની કાર સ્ટાર્ટ કરીને ફરી પાછી પુરપાટ ઝડપે હવેલી તરફ કાર દોડાવી મુકી.
* * * * *

મંદાર, સમીર અને મહારાજ તાંત્રિકને મળીને હવેલીમા પરત ફર્યા ત્યા સુધી બપોરનો એક વાગી ચૂક્યો હતો. હવેલી પર પહોંચતા જ સમીરે પહેલુ કામ યુનિટના દરેક સભ્યોને ભેગા કરવાનુ કર્યુ. અને ત્યાર બાદ સંબોધીને કહ્યુ
"મિત્રો..! તમને ખબર છે કે છેલ્લા કેટલાક દિવસથી આપણા યુનિટમા કેટલાક સભ્યો સાથે કઇક ન સમજી શકાય તેવી ઘટનાઓ બને છે...! સમીરે યુનિટના બધાજ સભ્યો પર એક નજર ફેરવતા કહ્યુ " અને તમને બધાને ખબરજ છે કે આજે અમે પેલુ મંત્રેલ લીંબુ લઇ પેલા તાંત્રિકે પાસે ગયા હતા.., અને ત્યાર બાદ તાંત્રિક પાસેથી જે જાણવા મળ્યુ તે સમીરે બધાને ટુંકમા કહી સંભળાવ્યુ.
એટલે મિત્રો…! તમને બધાને નવાઈ લાગશે કે એક હોરર ફિલ્મ બનાવતા બનાવતા આપણે સાચેજ એક આત્માનો ભોગ બની ગયા છીએ..!..! પણ મિત્રો આપણે હવે આ આત્માથી ડરવા ઘબરાવાની જરૂર નથી..!..!..! " સમીરે બધાજ સભ્યોને એક પછી એક પેલા મંત્રેલા માદળીયા આપતા ઉમેર્યુ. " જ્યાં સુધી તાંત્રિક બાબા પેલી આત્માનો ખાત્મો ન બોલાવી દે ત્યાં સુધી એ આત્મા આપણને શુટિંગમા ખલેલ ન પહોંચાડે તથા કોઇ નુકસાન નુ કરે તે માટે આ માદળીયુ બધાએ ચોવીસે કલાક પોતાના ગળામા પહેરી રાખવુ પડસે. અને … સમીરે બધાને ગંભીર ચેતવણી આપતા કહ્યુ. "જો ભુલે ચુકેય આ માદળીયુ તમારા માથી કોઈ એ કાઢ્યુ તો પછી એ ભુલના ભોગે તમારો જીવ પણ જઇ શકે છે..!..! માટે કોઈ પણ ભોગે તમારે એ માદળીયુ પહેરી રાખવુ પડસે..!..!
એટલે થોડીવાર પહેલાજ ફાધર લોબો ને મળીને આવેલ નતાશા અને તન્વીની સાથે ઉભેલ શર્લીએ મનોમનજ વિચાર કર્યો. મારા ગળામા તો આ ક્રોસ પેહલાથીજ મે પહેરી લીધો છે તો વળી મારે માદળીયાનુ
શું કામ છે..? પણ તેમ છતાય સમીર તથા બધાનુ માન જાળવવા શર્લીએ તે માદળીયુ હાથમા લીધુ પણ ગળામા પહેર્યુ નહી.
તો સાથીઓ…! બધાને માદળીયા પહેરાવી દિધા બાદ એક રાહતનો શ્વાસ લેતા સમીરે કહ્યુ " હવે તમે બધા સુરક્ષિત છો અને માટે હું ચાહું છુ કે આજે રાત્રે નવ વાગ્યાથી આપણે બાકીની ફિલ્મનુ શુટિંગ શરૂ કરી દઇએ..!…! "માટે તમે બધા તમને મળેલ પોત પોતાની સ્ક્રિપ્ટ વાંચી સંવાદો સારી રીતે યાદ કરી લેજો…!..!
આટલુ કહી સમીરે બધાને જવાનો ઇશારો કર્યો જ્યારે તે પોતે કેમરામેન, સ્પોટ બોય વગેરે સાથે હવેલીના હોલ તરફ સાંજના શુટિંગ માટે સેટ ગોઠવવા માટે આગળ વધી ગયો એટલે યુનિટના તમામ સભ્યો એક પછી અંદરો અંદર વાતો કરતા વિખેરાઈ ગયા.

* * * * *

અત્યારે સાંજના સાત વાગવા આવ્યા હતા અત્યારે શર્લી પોતાને સ્ક્રિપ્ટ વાચવામા કોઇ ખલેલ ના પહોંચાડે તે માટે હવેલીના પાછળના ખુલ્લા ભાગમા આવેલ પથ્થરના મોટા ઓટલા પર બેસી પોતાની ભુમિકાના સંવાદ યાદ કરી રિહર્સલ કરી રહી હતી ત્યાંજ તેનેપાછળથી અવાજ સંભળાયો
શર્લી..!
એટલે શર્લીએ ચોંકીને પાછળ જોયુ તો તેની નવાઈ વચ્ચે ત્યાં ફાધર લોબો ઉભા હતા.
અરે..! ફાધર તમે અહી…? બોલી ઉઠતા શર્લી આશ્ચર્યભરી નજરે ફાધર સામે જોઇ રહી.
હા..! હું અહીથી બાજુના ગામ જઇ રહ્યો હતો ત્યાંજ મને યાદ આવ્યુ કે તું આજ હવેલીમા ફિલ્મના શૂટિંગ માટે રોકાઇ છે તો થયુ લાવ અહીથી જાઉ છુ તો તને મળતો જાંઉ..!..! કેહતા ફાધરે પોતાના લાંબા જભ્ભાના ખિસ્સામાથી એક કાળો દોરો કાઢ્યો અને શર્લીને કહ્યુ
"તેં પેલુ પવિત્ર જળ છાંટી દિધુ બધે..?
હાં ફાધર…! "પાણી ઢોળાઇ ગયુ છે એ જાણીને રખેને ફાધર ગુસ્સે થઈ જાય એમ વિચારતા શર્લીએ જુઠ્ઠાણુ ચલાવ્યુ." મેં એ પાણી બધે છાંટી દીધુ છે…!..!
એટલે "સરસ…! કહેતા ફાધરે શર્લીને પોતાના હાથમાનો પેલો કાળો દોરો આપતા બોલ્યા
"લે આ દોરો તારા ગળામાં પહેરી લે અને તારા ગળામા જે ક્રોસ પહેરેલ છે તે મને આપી દે..!
કેમ ફાધર..? શર્લીએ નવાઈભર્યા અવાજે પુછ્યુ એટલે ફાધરે જવાબ આપ્યો. "તારા ગળામા પહેરેલ આ ક્રોસ કરતા આ દોરો વધારે શક્તિશાળી મંત્રો પઢીને મે બનાવ્યો છે જેથી કોઈ બુરી આત્મા તારો વાળ પણ વાંકો ના કરી શકે..!
એટલે " ફાધર મારી કેટલી ચિંતા કરે છે..! મનોમનજ આવુ વિચારતા શર્લીએ પોતાના ગળામાનો ક્રોસ કાઢ્યો અને ફાધરને આપવા આગળ વધી.
એટલે અચાનક વળી પાછુ ફાધરે કહ્યુ.
એક કામ કર શર્લી..! તુ એ ક્રોસ પણ તારી પાસેજ રાખ અને પછી તારા કમરામા મુકી દેજે. પણ અત્યારે તું આ દોરો તારા ગળામા પહેરી લે..!
એટલે "ઠીક છે ફાધર..! કેહતા શર્લીએ ફાધરના હાથમાથી પેલો કાળો દોરો લઇ પોતાની ગળામા પહેરી લીધો અને ક્રોસ પોતે પહેરેલ જીન્સના ખિસ્સામા સેરવી દિધો.
ઠીક છે શર્લી..! હું હવે જાઉ છુ.તું તારુ ધ્યાન રાખજે અને દોરો ગળામાથી ઉતારતી નહી..!
હાં ફાધર..! હું ધ્યાન રાખીશ આ વાતનુ..!..! શર્લીએ કહ્યુ એટલે ફાધર આવ્યા હતા એજ રીતે ઝડપી પગલે ચાલ્યા ગયા.
એટલે શર્લી મનોમજ રાહત અનુભવતી ફરી પાછી સંવાદ યાદ કરવામા પરોવાઇ.
- અને ત્યારે જ…,
અને ત્યારેજ અહીંથી ખાસ્સે દુર આવેલ ભરતપુર ગામમા આવેલ ચર્ચના પ્રાર્થના ગૃહમા બેઠેલ ફાધર લોબો ઉભા થયા અને પોતાના હાથમાનુ બાઇબલ નજીકના કબાટમા મુંકી પોતાની ઓરડી તરફ જવા આગળ વધ્યા.

(વધુ આવતા અંકે)



* * * *
S.S Saiyed

Please sand your feedback
sarfrazkadri50589@gmail.com