11 ટાસ્ક્સ - Chapter 18 Niyati Kapadia Nirjhar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

11 ટાસ્ક્સ - Chapter 18

“હેય આશુતોષ,

અહીં હું તને 11 ટાસ્ક્સ આપી રહી છું જેને તારે આજીવન વળગી રહેવું પડશે. આ ટાસ્ક્સ પૂરા કરવા એ દોદોહી સાથે લગ્ન કરવા માટેની પહેલી ને છેલ્લી શરત છે. જો બે મહિના સુધી તું આ ટાસ્ક્સ મુજબ જીવી બતાવીશ તો ત્રીજે મહિને તારા અને દોદોહી ના લગ્ન ગોઠવાઈ શકશે.

1.ધન્ય છું, કારણ કે જીવતો છું: આભાર, Gratitude રોજ સવારે ઉઠીને પહોળા સ્મિત સાથે કુદરતનો, ઈશ્વરનો આભાર માનવાનો.

2. Love at first bite: અન્ન તેવો ઓડકાર. નક્કી કરી લે કે તું રોજ એક ફળ ખાઈશ. બને ત્યાં સુધી ઓછું તેલવાળું ને ઓછું મસાલેદાર હોય એવું સાદુ ભોજા લેવાનો આગ્રહ રાખીશ.

3. Love your body: નિયમીત કસરત, યોગાસન વગરે કરવું અને પોતાના શરીરનું ધ્યાન રાખવું. એને અંદરથી અને બહારથી સુંદર બનાવવા પ્રયત્ન કરવો.

4. 5, 10, & 20 minutes rule: રોજ સવારે પાંચ મિનિટ સફાઈ પાછળ ખર્ચો, સાંજે 10 મિનિટ અને રજા હોય એ દિવસે 20 મિનિટ આપી તારી દરેક વસ્તુને વ્યવસ્થિત ગોઠવીને મૂકવાની આદત કેળવી લે.

5. Set your goals and time limits, start with smaller dreams: જીવનમાં તમારે કેટલા આગળ વધવું છે, કેટલા સમયમાં શું જોઈએ છે, એ વિચારી એનું પ્લાનિંગ કરતા રહેવું.

6. Do not be afraid of failure: નવું સાહસ કર. પ્રયત્ન કરતા નિષ્ફળ જવું એ નિષ્ફળતા નથી, એ તમને શીખવે છે તમારે તમારું લક્ષ્ય મેળવવા શું નથી કરવાનું!

7. Stop comparing, Stop complaining and Start doing: ફરિયાદ કર્યા કરવાથી કે બીજા સરખામણી કરી દુઃખી થવાથી કંઈ મળવાનું નથી એનાથી બહેતર છે કામ કરી દેખાડવું.

8. Visualization power: રાતના સૂતા પહેલા ઓછામાં ઓછી દસેક મિનિટ એવું જ વિચાર, કલ્પના કર,  જેવું તું ખરેખર તારા જીવનમાં બનતું જોવા ઈચ્છે છે.

9. તું ફરી 18 વરસનો થઈ જાય તો?:  જિંદગી ફરી એકવાર જીવવાનો મોકો મળે ત્યારે તું એમાં જે કંઈ બદલાવ લાવવા ઈચ્છે એનું એક લિસ્ટ બનાવ. જે બદલાવ આજથી જ લાવવા શક્ય હોય એ બદલાવ લાવવા અત્યારથી જ પ્રયત્ન કર.

10. Have you experienced love in your life yet?: પ્રેમની અનુભૂતિ વગર જીવન અધૂરું છે.

11. Be selfish, think about your soul, and try to make it happy: થોડો સ્વાર્થી બન અને તારી પોતાની ખુશી શેમાં છે એ વિશે વિચાર કરી નિર્ણય લે.

તને કંઈ ના સમજાય તો મને મેસેજ કરજે.
બેસ્ટ ઑફ લક!”

મેસેજ નીચે નિર્ઝરે બે આંગળીઓ ક્રોસ કરતી હોય એવું ઇમોજી પણ મોકલ્યું હતું.

આશુતોષ સવારે ઉઠ્યો ત્યારે થોડું મોડું થઈ ગયું હતું. ઊંઘમાં જ એલાર્મ બંધ કરીને એ ફરી પાછો સૂઈ ગયો હતો. એણે મોબાઈલ હાથમાં લીધો. એની બેટરી હવે જવામાં હતી. મોબાઇલને ચાર્જિંગમાં મૂકવું જરૂરી હતું છતાં એણે વોટ્સેપ ચેક કર્યું. નિર્ઝરનો મેસેજ આવેલો જોતા જ એણે એ ખોલ્યો. એકવાર વાંચી જોયો. ફરીથી મેસેજ વાંચ્યો ને એના ચહેરા પર એક સ્મિત આવી ગયું. એને થયું કે દોદોહી હવે એની જ છે. હવે એમના લગ્નમાં કોઈ અડચણ નહીં આવે...

એણે સામે ટાઈપ કર્યું.

“હું તૈયાર છું. આજથી જ હું આ ટાસ્ક પર કામ કરીશ. અગિયારે અગિયાર ટાસ્કસ પૂરા કરી દેખાડીશ.”

એણે મેસેજ સેન્ડ કરી ફોન ચાર્જિંગમાં મૂક્યો અને બાથરૂમમાં ઘૂસ્યો. આજે એણે ગીત ગાતા ગાતા, આખા શરીર બહુ બધો સાબુ લગાડી, એના ફીણ વડે એક એક અંગને મસળી મસળીને ધોયો અને પછી સ્વગત બબડતો હોય એમ કહ્યું,

“એક ટાસ્ક પૂરો!"

કમરે ટુવાલ વીંટાળી એ બાથરૂમમાંથી સીધો કિચનમાં ગયો. પોતાને માટે ચા તૈયાર કરવા એણે ટાટા ઇન્સ્ટન્ટ ચાની પડીકી ઉઠાવી ત્યાં જ એની નજર સિંકમાં પડેલા અડધો ડઝન એંઠા કપ પર ગઈ. સવારની પાંચ મિનિટમાં કપ ધોવાઈ શકે? એણે વિચાર કર્યો ત્યાં જ બેડરૂમમાં પલંગ પર પડેલા કપડાંનો ઢગલો યાદ આવી ગયો. એણે તરત કંઈક નક્કી કર્યું ને ચા પી બેડરૂમમાં ગયો. જેટલા પણ કપડાં બેડરૂમમાં પડ્યા હતા એ બધાને ભેગા કરી એમનો ગોળો વાળ્યો ને એક મોટો બોલ બનાવી એમને કબાટમાં ઠુંસી દીધા. કપની સફાઈ સાંજની દસ મિનિટમાં એમ બબડી એ તૈયાર થયો ને ઓફિસ જવા નીકળી ગયો.