દિલ્હી એરપોર્ટનું પ્રીમિયમ લાઉન્જ. ચારેય બાજુ હાઈ-ફાઈ લોકો, સોફ્ટ જાઝ મ્યુઝિક અને એકદમ ચિલ્ડ (શાંત અને ઠંડુ) હતું, પણ બે અલગ-અલગ ટેબલ પર વાતાવરણ એકદમ ગરમ હતું.
એક ટેબલ પર અર્શ બેઠો હતો. ગળામાં મોંઘો કેમેરા, આંખો પર બ્લેક ગોગલ્સ અને ચહેરા પર 'ડોન્ટ કેર' વાળો અંદાજ. તે ફોન પર સ્પીકર ઓન કરીને આખા લાઉન્જને સંભળાય તેમ બોલી રહ્યો હતો:
"અરે ભાઈ, લાસ્ટ મોમેન્ટ પર ગર્લફ્રેન્ડ ના પાડે તો સમજાય, આ આખું ગ્રુપ કેન્સલ કરે? ઓફિસનું બહાનું ના આપો શિવાંગ! સાંભળો, તમે લોકો ઘરે બેસીને ટીવી પર હિમાચલ જુઓ, આ અર્શ તો સોલો જશે. પહાડો મને બોલાવી રહ્યા છે અને હું ધોકો નહિ આપું!" ફોન કટ કરીને અર્શે કડક કોફીનો આખો ઘૂંટડો ભરી લીધો.
બરાબર તેની પાછળના ટેબલ પરથી કાચ તૂટે એવો અવાજ આવ્યો. હંશિકાએ ગુસ્સામાં ટેબલ પર હાથ પછાડ્યો હતો. પાંચ ફૂટ પાંચ ઇંચની આ છોકરી અત્યારે ઝાંસીની રાણી મોડમાં હતી.
"હેલો? મિસ્ટર ટૂર ઓપરેટર! મારો ગાઈડ દિલ્હીથી ગાયબ છે, એનો ફોન સ્વીચ્ડ ઓફ છે! હું અહીં સોલો ટ્રિપ પર નીકળી છું, કોઈ સ્કૂલની પિકનિક પર નથી આવી! ગાઈડ નહિ મળે તો હું તમારી ઓફિસ તોડી નાખીશ, આઈ એમ એન આર્કિટેક્ટ, તોડફોડ મારું રોજીંદું કામ છે!" હંશિકાએ ગુસ્સામાં ફોન બેગમાં ફેંક્યો અને એરપોર્ટની ચિલ્ડ હવામાં પણ તેને પરસેવો વળી ગયો.
હંશિકાએ ગુસ્સામાં અને ટેન્શનમાં વેઈટરને ઓર્ડર આપ્યો, "એક કડક બ્લેક કોફી!"
બાજુના ટેબલ પરથી અર્શે હસીને કહ્યું, "કોફી ગમે તેટલી કડક પીશો મેડમ, ટૂર ઓપરેટર સુધરવાના નથી. અને હા, મિત્રો પણ!"
હંશિકા એ ગુસ્સામાં તીખી નજરે અર્શ સામે જોયું.
અર્શે ધીમેથી પોતાની ચેર પાછળ ફેરવી, ચશ્મા નાક પર નીચે ઉતાર્યા અને એક કાતિલ સ્માઈલ સાથે બોલ્યો:"મેડમ, જો ગુસ્સાથી પહાડો ઓગળતા હોત ને, તો અત્યાર સુધી આખું હિમાચલ પાણી-પાણી થઈ ગયું હોત! રિલેક્સ!"
હંશિકાએ અર્શ તરફ જોયું. અર્શે વાત આગળ વધારી, "સોરી, પણ તમારી વાતો સંભળાઈ ગઈ. સેમ હિયર... મારા ફ્રેન્ડ્સે પણ મને દગો દીધો છે. હું પણ સોલો હિમાચલ જઈ રહ્યો છું."
હંશિકાએ તેને ઘૂરીને જોયો, "તમે તમારું કામ કરો ને યાર ! તમારી કોફી ઠંડી થઈ રહી છે."
અર્શ ઊભો થઈને સીધો તેના ટેબલ પર આવીને બેસી ગયો, "મારી કોફી ભલે ઠંડી થાય, પણ આપણું નસીબ અત્યારે ગરમ છે. તમારા ગાઈડે દગો દીધો, મારા દોસ્તોએ. મંઝિલ બંનેની સેમ છે—હિમાચલ. તમે પ્લાનિંગમાં પાકા છો, હું રખડપટીમાં. તો પછી બે સોલો રાહી મળીને એક સુપરહિટ સફર કેમ ન શરૂ કરીયે ? વોટ સેય?"
હંશિકાએ અર્શની આંખોમાં જોયું. ત્યાં કોઈ બદમાશી નહોતી, બસ એક શુદ્ધ, બિંદાસ પોઝિટિવ વાઇબ હતો. તેણે એક ઊંડો શ્વાસ લીધો, હાથ લંબાવ્યો અને બોલી, "હંશિકા. પણ યાદ રાખજો, જો સફરમાં કંટાળો આવ્યો તો હું તમને પહાડ પરથી નીચે ધક્કો મારી દઈશ!"
અર્શ હસ્યો, "ડીલ પાકી! અર્શ નામ છે મારું, પહાડો પરથી ઉડવાની આદત છે, પડવાની નહીં!"
બંનેની મંઝિલ એક જ હતી—હિમાચલ. બંને પાસે હિંમત હતી, બસ પ્લાનિંગ ખૂટતું હતું.
અર્શે પોતાની બેગમાંથી આઈપેડ કાઢ્યું, "જુઓ, મૂંઝવણ છોડો. આપણે બંને સોલો છીએ, તો કેમ સાથે જ ન નીકળી પડીએ? થોડું ઓનલાઈન સર્ચ કરીએ, નવો પ્લાન બનાવીએ અને રખડપટી કરીએ!"
હંશિકાને અર્શનો આ 'બિંદાસ' આઈડિયા ગમી ગયો. એરપોર્ટ લોન્જમાં જ બંનેએ ગુગલ સર્ચ કરીને એક આખો નવો રૂટ તૈયાર કર્યો.
તેમણે દિલ્હીથી જ એક ઓપન-રૂફ સેલ્ફ-ડ્રાઈવ થાર રેન્ટ પર લીધી.અર્શે સ્ટીયરિંગ પકડ્યું અને હંશિકા નેવિગેટર બની. હવે શરૂ થઈ સાચી રખડપટી, જે બિલકુલ 'જિંદગી ના મિલેગી દુબારા' જેવી હતી. પહાડી રસ્તાઓ, ખુલ્લી બારીઓ, ઠંડો પવન અને મ્યુઝિક.
રસ્તામાં પંજાબના હાઈવે પર ડાબા હાથમાં લીલાછમ ખેતરો અને સ્પીકર પર જોરદાર પંજાબી અને સૂફી ગીતો વાગતા હતા. હંશિકાના ખુલ્લા વાળ પવનમાં ઊડી રહ્યા હતા અને તેના ચહેરા પરથી પેલો લાઉન્જ વાળો ગુસ્સો ગાયબ થઈ ગયો હતો.
વાર્તા આગળ વધે છે ધર્મશાળાની એક વાઇબ્રન્ટ બેકપેકર્સ હોસ્ટેલથી. ચારેય બાજુ કલરફુલ ગ્રેફિટી, બેકપેક્સના ઢગલા, અને કાફેમાંથી આવતી ફિલ્ટર કોફીની સુગંધ.
અર્શ હોસ્ટેલના કોમન એરિયામાં ગિટારના તાર ટ્યુન કરી રહ્યો હતો. ત્યાં જ હંશિકા એન્ટ્રી મારે છે—પીઠ પર ૬૦ લીટરનું મોટું બેકપેક, કાનમાં હેડફોન અને એરપોર્ટ લાઉન્જ વાળો એ જ જૂનો બિંદાસ એટિટ્યુડ.
અર્શે હસીને ગિટાર વગાડતા વગાડતા ગાયું, "મુસાફિર હૂં યારો, ના ઘર હૈ ના ઠીકાના..."
હંશિકાએ પોતાની ભારે બેગ સોફા પર પછાડી અને અર્શની સામે જોઈને બોલી: "ઠેકાણું તો નથી ખબર મિસ્ટર ફોટોગ્રાફર, પણ જો આગળનો પ્લાન સેમ હોય તો સાથે રખડપટ્ટી કરવાની ડીલ હજુ પણ ઓપન છે!"
એરપોર્ટ પર ભેગા થયેલા આ બે સોલો ટ્રાવેલર્સ હવે ઓફિશિયલી 'બેકપેકર બડીઝ' બની ચૂક્યા હતા.
જ્યારે તેઓ મેકલોડ ગંજ પહોંચ્યા, ત્યારે વાતાવરણ એકદમ રંગીન હતું. તિબેટીયન પ્રાર્થના ચક્રો (Prayer Wheels) ફરતા હતા, હવામાં લોબાનની સુગંધ હતી અને ચારેય તરફ મરૂન કપડામાં બૌદ્ધ સાધુઓ ફરતા હતા.
તેઓ ધરમકોટના એક ફેમસ કેફેમાં બેઠા. આજુબાજુ વિદેશીઓ ગિટાર વગાડતા વગાડતા લોકગીતો ગુંજવી રહ્યા હતા.
હંશિકા: "ખરેખર અર્શ, જો હું પેલા ગાઈડના ભરોસે આવી હોત ને, તો કદાચ કોઈ બંધ બસમાં બેસીને ફક્ત ટુરિસ્ટ પ્લેસ જોતી હોત. આ જે આઝાદી છે ને... એ અદ્ભુત છે."
અર્શ (હંશિકાનો કેન્ડિડ ફોટો ક્લિક કરતા): "મેં કહ્યું હતું ને હંશિકા, જિંદગી લિસ્ટ બનાવીને નથી જીવાતી. જિંદગી તો બસ, આવી રીતે કેફેમાં બેસીને ગરમ આદુવાળી ચા પીતા પીતા, સામે દેખાતા બરફના પહાડોને જોવામાં છે. તારો આ હસતો ચહેરો જો, પેલા ફોટો કરતાં હજાર ગણો સુંદર છે."
હંશિકા સહેજ શરમાઈ ગઈ. રોમાન્સના પોઝિટિવ વાઇબ્સે હવામાં પોતાની જગ્યા બનાવવાનું શરૂ કરી દીધું હતું.
ત્યાંથી તેઓ આગળ વધીને પહોંચ્યા પાર્વતી વેલીના હાર્ટ સમાન કસોલ. ચારેય બાજુ પાઈનના ઊંચા વૃક્ષો, ખળખળ વહેતી પાર્વતી નદી અને હવામાં ઇઝરાયેલી કેફેનું કલ્ચર.
કસોલના એક નાના કેફેમાં લાકડાના ટેબલ પર બેસીને બંનેએ લોકલ હુક્કો અને થુકપા એન્જોય કર્યો. વાતાવરણ એકદમ રંગીન અને મ્યુઝિકલ હતું.
અર્શ: "હંશિકા, કસોલનો આ વાઇબ જોયો? અહીં કોઈને કોઈની પડી નથી. બધા પોતપોતાની ધૂનમાં મસ્ત છે."
હંશિકા: "હા અર્શ, પણ મને કસોલના ઘોંઘાટ કરતાં ક્યાંક શાંતિ જોઈએ છે."
અર્શ તેને સીધો લઈ ગયો જીભી (Jibhi). લાકડાના ક્યુટ કોટેજીસ, વહેતા ઝરણા અને લીલાછમ જંગલો. જીભીના ફેમસ વોટરફોલ પાસે બેસીને જ્યારે ઠંડા પાણીના ટીપાં હંશિકાના ચહેરા પર પડ્યા, ત્યારે અર્શે તેનો એ પ્યોર સ્માઈલ વાળો ફોટો ક્લિક કરી લીધો. અહીં બંને વચ્ચેની દોસ્તી હવે ધીમે ધીમે પ્રેમનું સ્વરૂપ લઈ રહી હતી.
બીજા દિવસે સવારે તેઓ એશિયાના બેસ્ટ પેરાગ્લાઈડિંગ સ્પોટ બીર બિલિંગના ટેક-ઓફ પોઇન્ટ પર હતા. નીચે આખી વેલી લીલી ચાદર જેવી પથરાયેલી હતી અને આકાશ રંગબેરંગી ગ્લાઈડર્સથી ભરાયેલું હતું.
હંશિકાના પગ ધ્રૂજી રહ્યા હતા, "અર્શ, આ મારાથી નહીં થાય. આઈ એમ એન આર્કિટેક્ટ, હું જમીન પર બિલ્ડિંગ બનાવી શકું, હવામાં મહેલ નથી બનાવતી!"
અર્શે હંશિકાની નજીક આવી, તેના બંને ખભા પકડ્યા અને તેની આંખોમાં આંખો પરોવીને બોલ્યો:
"હંશિકા, તારી આખી જિંદગી તે કંટ્રોલમાં જીવી છે. આજે બધું છોડી દે. આ પવનને, આ આકાશને અને... મને. તારો હાથ મારા હાથમાં છે, તને કંઈ નહીં થવા દઉં. આંખો બંધ કર અને જસ્ટ ફ્લાય!"
બંનેએ એકસાથે દોટ મૂકી અને નેક્સ્ટ સેકન્ડે તેઓ હવામાં હતા! હંશિકાએ ડરના માર્યા જોરથી બૂમ પાડી, પણ પછી જ્યારે તેણે આંખો ખોલી ત્યારે પવન તેની સાથે વાતો કરતો હતો. બાજુમાં જ ઉડી રહેલા અર્શે હવામાં જ હંશિકા તરફ ફ્લાઈંગ કિસ ફેંકી. હંશિકા ખડખડાટ હસી પડી. એ ક્ષણે, હવામાં ૨૦૦૦ મીટરની ઊંચાઈ પર, હંશિકાનું હૃદય અર્શ માટે ધબકવા લાગ્યું હતું.
બીરથી થોડે દૂર પાઇનની ઝાડીઓ વચ્ચે છુપાયેલી ભવ્ય શેરબ લિંગ મોનાસ્ટ્રી આવેલી હતી. ત્યાં કોઈ ઘોંઘાટ નહોતો. બસ સોનેરી બુદ્ધની વિશાળ મૂર્તિ અને સાધુઓના શાંત મંત્રોચ્ચાર.
બંને મોનાસ્ટ્રીના પગથિયાં પર બેઠા હતા. સૂરજ પહાડોની પાછળ આથમવા જઈ રહ્યો હતો અને આકાશ ગુલાબી-કેસરી રંગોથી રંગાયેલું હતું. વાતાવરણ એકદમ રોમેન્ટિક અને પવિત્ર હતું. હંશિકાએ મૌન રહીને જ અર્શના ખભા પર માથું ઢાળી દીધું, જાણે હવે શબ્દોની કોઈ જરૂર જ નહોતી.
હવે સફર અઘરી અને રોમાંચક થવાની હતી. અટલ ટનલ ક્રોસ કરીને તેઓ પ્રવેશ્યા લાહુલ (Lahaul) ની ખીણોમાં, જ્યાં ચારેય તરફ બરફના પહાડો હતા. ત્યાંથી આગળ વધતા વધતા રસ્તાઓ સાંકડા થયા અને સામે આવ્યું 'કોલ્ડ ડેઝર્ટ' એટલે કે સ્પિતિ વેલી (Spiti).
નદીઓ થીજી ગઈ હતી, પહાડો નગ્ન અને ભવ્ય હતા. કાઝા (Kaza) ની હાડથીજવતી ઠંડીમાં, માઈનસ ૫ ડિગ્રી તાપમાનમાં બંને એક ટ્રેડિશનલ હોમસ્ટેમાં રોકાયા.
રાત્રે પાવર કટ હતો, આખું ગામ શાંત હતું. રૂમમાં નાની સગડી સળગી રહી હતી. હંશિકા ઠંડીથી ધ્રૂજી રહી હતી. અર્શે તેનો હાથ પોતાના હાથમાં લીધો અને તેને ગરમાટો આપવાનો પ્રયત્ન કર્યો.
હંશિકા (ધ્રૂજતા અવાજે): "અર્શ, જો આપણે અહીં આ બરફમાં ફસાઈ જઈએ તો?"
અર્શ (તેની આંખોમાં જોઈને): "તો આનાથી સુંદર મોત બીજું કયું હોય હંશિકા? આખી દુનિયાથી દૂર, સ્પેસ અને ટાઈમની બહાર, બસ તું અને હું. સ્પીતિના આ પહાડો સાક્ષી છે, મને તારા આ રફ-એન્ડ-ટફ લુક સાથે પણ એટલો જ પ્રેમ છે જેટલો પેલી આર્કિટેક્ટ સાથે હતો."
હંશિકાએ શરમાઈને અર્શની છાતી પર માથું છુપાવી દીધું. સ્પિતિની થીજી ગયેલી રાતમાં બે દિલ એકદમ ગરમ થઈને ધબકતા હતા.
ટ્રિપનું છેલ્લું ડેસ્ટિનેશન હતું ચિતકુલ (Chitkul)—જે ભારતનું છેલ્લું ગામ કહેવાય છે. બસ ટર્મિનસ પર ઉતરીને બંનેએ સાઇનબોર્ડ જોયું: "હિન્દુસ્તાન કા આખરી ઢાબા". સામે તિબેટીયન બોર્ડરના વિશાળ પહાડો હતા અને બસવા નદી જોશભેર વહી રહી હતી. વાતાવરણમાં એક અનોખો સંતોષ હતો. સૂરજ પહાડોની પાછળ આથમી રહ્યો હતો.
અર્શે તેના ભારેખમ બેકપેકમાંથી એક નાનું લાલ વેલ્વેટ બોક્સ કાઢ્યું. તે હંશિકા સામે ઘૂંટણીયે બેસી ગયો. આજુબાજુ હોસ્ટેલના અને રોડ ટ્રિપના અન્ય બેકપેકર્સ પણ ભેગા થઈ ગયા હતા અને તેમાંથી જ કોઈએ ગિટાર પર 'ઇલહી' (યે જવાની હૈ દીવાની) વગાડવાનું શરૂ કર્યું. ગાડીઓનો કાફલો આજુબાજુ ગોઠવાઈ ગયો હતો, જાણે આખું વાતાવરણ એક ચાલતું-ફરતું કેફે (Café Culture on Wheels) બની ગયું હતું!
અર્શ: "હંશિકા, આપણે સોલો બેકપેકર્સ તરીકે સફર શરૂ કરી હતી. ધર્મશાળાની હોસ્ટેલ, કસોલના કેફે, જીભીની શાંતિ, બીરનું આકાશ અને સ્પિતિના બરફીલા રસ્તાઓ પણ આપણે સાથે કાપ્યા. આ હિન્દુસ્તાનનું છેલ્લું ગામ છે... પણ હું ઈચ્છું છું કે અહીંથી આપણી લાઈફની નવી શરૂઆત થાય. શું તું આખી જિંદગી મારી ઓફિશિયલ બેકપેકિંગ પાર્ટનર બનીશ? વિલ યુ મેરી મી?"
આખું ચિતકુલ વ્હીસલ્સ, ચીયર્સ અને તાળીઓથી ગુંજી ઊઠ્યું! હંશિકાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેણે એકદમ ફિલ્મી સ્ટાઈલમાં જોરથી બૂમ પાડીને કહ્યું, "યસ, અ મિલિયન ટાઇમ્સ યસ!"
હંશિકાએ અર્શને જોરથી ગળે લગાવી દીધી. બંનેના ભારેખમ બેકપેક્સ જમીન પર પડ્યા હતા, પણ તેમના દિલ હવામાં ક્યાંય ઊંચે ઉડી રહ્યા હતા.
અંત: કેમેરા ધીમે ધીમે ઝૂમ આઉટ થાય છે, બેકગ્રાઉન્ડમાં જોરદાર ફિલ્મી ટાઇટલ ટ્રેક વાગે છે, પેલું સાઇનબોર્ડ દેખાય છે 'હિન્દુસ્તાન કા આખરી ગામ' અને બે બેકપેકર્સ હંમેશા માટે એક થઈને જિંદગીની સૌથી મોટી સફર પર આગળ વધી જાય છે!