હું તારી યાદમાં 2 - (ભાગ-૪૯) Anand Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું તારી યાદમાં 2 - (ભાગ-૪૯)

"ના હું કોઈ જાણી જોઈને બ્રેક નથી મારી રહ્યો." મે વંશિકાને કહ્યું. હવે પછીનો ગામડાનો રસ્તો હતો એટલે વધુ સ્પીડબ્રેકરના કારણે બાઇક વધુ ફાસ્ટ ચલાવી શકાય તેમ નહોતું. અમે અમારી મંજિલ તરફ આગળ વધી રહ્યા હતા. અડધી કલાકમાં અમે ઘણા આગળ આવી ચૂક્યા હતા અને બસ હવે થોડીવારમાં અમે અમારી મંજિલ પર પહોંચવાના હતા. આગળ જઈને મેં બાઇક બીજા રસ્તા પર વાળી લીધું અને અમે લોકો અમારી મંજિલ પર પહોંચી ચૂક્યા હતા. મે બાઇક પાર્કિગમાં ઊભું રાખ્યું અને ઘડિયાળમાં જોયું. ૧૦ વાગી ચૂક્યા હતા. 
"ચાલો મેડમ આપણી મંજિલ આવી ગઈ છે." મે કહ્યું.
"આ કઈ જગ્યા છે ?" વંશિકાએ મને પૂછ્યું અને પોતાના ફેસ પરનો દુપટ્ટો કાઢી નાખ્યો.
મને એટલી ખબર પડી ગઈ હતી કે વંશિકા અહીંયા પહેલી વાર આવી હતી અને કદાચ તેને આ જગ્યાનું નામ પણ નહોતી ખબર. હવે મારે સેન્સપેન્સ ખોલવુ પડે તેમ હતું એટલે મેં વંશિકાને કહ્યું. "બર્ડ સેક્ચ્યુરી થોળ. અમદાવાદથી દૂર અને કપલ્સ માટે ખૂબ સારી અને શાંત જગ્યા."
વંશિકા :- અચ્છા તો આ હતી તમારી સસ્પેન્સ જગ્યા એમ.
હું :- હા ચાલો મેડમ હવે ચાલતા જઈએ આગળ.
અમે લોકો ગેટ પાસે ગયા અને ત્યાંથી એન્ટ્રી ટિકિટ લીધી અને આગળ ચાલતા થયા. આગળ જતા ગાર્ડન હતું અને એક તળાવ પણ હતું. જ્યાં ઘણા બધા પક્ષીઓ હતા. "મેડમ પહેલા ગાર્ડનમાં બેસવું છે કે તળાવ પાસે જવું છે ?"મે વંશિકાને કહ્યું.
"પહેલા તળાવ પાસે જઈએ કેટલા મસ્ત પક્ષીઓ છે." વંશિકાએ મને કહ્યું.
અમે લોકો તળાવ પાસે ગયા અને ત્યાં જઈને વંશિકા અને હું પક્ષીઓ જોવા લાગ્યા. વંશિકાએ પોતાનો મોબાઈલ કાઢ્યો અને ફોટા પાડવા લાગી. વંશિકા મારી પાસે આવી અને કહ્યું. " હવે તો ફેસ પરથી રૂમાલ હટાવો ક્યારનો બાંધી રાખ્યો છે." વંશિકાએ જાતેજ મારો રૂમાલ ફેસ પરથી પકડીને નીચે સરકાવી દીધો.
"ઑહ. કોણ છો તમે ?" વંશિકાએ મારી સાથે મજાક કરતા કહ્યું.
હું :- અરે યાર હું જ છું રુદ્ર બીજું કોણ હોય ?
વંશિકા :- અચ્છા, મતલબ તમે અહીંયા તમારી દાઢી મૂછો વધારીને આવ્યા છો. ક્લીન શેવ કેમ નથી કરાવી?
હું :- યાર શિડ્યુલ એવું હતું કે ટાઈમ જ નથી મળ્યો. 
વંશિકા :- અચ્છા એટલે આજે મારે આ બાવા સાથે ફરવું પડશે એમ ને ?
હું :- હા, બાય ધ વે મારા લૂકની ચિંતા છોડ અને કુદરતી સૌંદર્યની મજા લે. 
વંશિકા :- બહુ સારું પણ તમે ખરેખર બહુ વિયર્ડ લાગો છો આવા લૂકમાં.
હું :- ક્યારેક ક્યારે આવો લૂક પણ જોવો પડશે હવે તારે. ચાલશે ને ?
વંશિકા :- ચાલશે તો નહીં પણ હું ચલાવી લઈશ.
હું :- અચ્છા તું ક્યારેય આ જગ્યા પર નથી આવી ?
વંશિકા :- ના પહેલીવાર આવી રહી છું એ પણ તમારી સાથે. બાય ધ વે ખૂબ સરસ જગ્યા છે. આઈ લાઈક ઇટ.
હું :- થૅન્ક યુ. નાઉ લૅટ્સ એન્જોય ઘીસ મોમેન્ટ્સ. 
વંશિકાએ ફરીવાર પોતાનો મોબાઈલ કાઢ્યો અને મને કહ્યું. લૅટ્સ ટેક અ સેલ્ફી અને અમે લોકોએ સેલ્ફી લીધી. લગભગ એક કલાક જેવો સમય અમે લોકો ત્યાં જ બેસી રહ્યા હતા અને પછી અમે લોકો ત્યાંથી ગાર્ડનમાં ગયા. ગાર્ડનમાં જઈને એક એકાંત અને શાંત જગ્યાએ જઈને અમે લોકો નીચે જમીન પરજ બેસી ગયા. "સો મી. હાઉ વસ યોર જર્ની ?" વંશિકાએ મને પૂછ્યું.
હું :- બોરિંગ રહી. 
વંશિકા :- કેમ બોરિંગ ?
હું :- તું નહોતી સાથે એટલે ?
વંશિકા :- અચ્છા અને હું સાથે હોત તો ?
હું :- એક મેમરી બની જાત. બાય ધ વે તું કંઈક કહેવાની હતી ને ?
વંશિકા :- શું કહેવાની હતી ?
હું :- તું યાદ કર ને હું શું કામ જણાવું ?
વંશિકા :- પ્લીઝ યાર આવું ના કર મારા કાન તરસી રહ્યા છે તને સાંભળવા માટે ?
વંશિકા :- ભલે તો પણ હું નહીં કહું. શું હજી પણ તમને લાગે છે કે આટલું બધું આપડી વચ્ચે ક્લિયર થયા પછી તે જરૂરી છે ?
હું :- ખબર નહીં પણ મને લાગે છે કે મારા માટે જરૂરી છે. મારા માટે ફક્ત શબ્દો નથી પણ એક ફિલિંગ છે, એક ભાષા છે જે હું એક મેમરી બનાવીને પોતાની પાસે રાખવા માગું છું.
વંશિકા :- અચ્છા જી. ઠીક છે બસ પણ હું તમારી સામે નહીં જોઈ શકું હું નીચે જોઈને કહીશ.
હું :- ઠીક છે બસ ચાલશે.
વંશિકાએ પોતાનું ફેસ મારી સામે કર્યું અને થોડું નીચે તરફ નમાવ્યું અને મારી પાસે આવીને ધીમેથી બોલી. "રુદ્ર, આઈ લવ યુ." 
બસ, આટલું પૂરતું હતું મારા દિલને એક ધબકારો ચૂકવા માટે. મારું દિલ થોડું વધુ જોરથી ધબકવા લાગ્યું અને મારા શરીરમાં એકાએક કરંટ પ્રવેશી ગયો. કેટલો તરસ્યો હશું હું આ શબ્દો સાંભળવા માટે તે વાત મારાથી વધુ કોણ જાણી શકે. કેટલોય સમય આપ્યો હતો મે પોતાને આજે આ શબ્દો સાંભળવા માટે. એક સપનું જોયું હતું મે જે આજે સાકાર થઈ ચૂક્યું હતું. મારી સપનાની રાણી આજે હંમેશા માટે પોતાની જાતને મારા પર દિલથી ભરોસો મૂકીને સોંપી ચૂકી હતી અને હું પણ હમેશા માટે એનો ભરોસો અકબંધ રાખવા માટે તૈયાર હતો. એકવાર ટ્રાફીકમાં શરૂ થયેલો મારો પ્રેમ આજે પોતાનો ઈઝહાર કરી ચૂક્યો હતો અને હંમેશા મારો બનીને રહેવા માટે તૈયાર હતો. હું મારી ફિલિંગ અત્યારે શબ્દોમાં સમજાવી શકું તેમ નથી મિત્રો, કારણકે આ પ્રેમને કહેવા માટે અથવા સમજાવવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી અને જો હોય તો એટલા બધા હશે કે હું લખી નથી શકતો. હું બસ આને ફિલ કરી શકું છું. શું તમે લવ એટ ફર્સ્ટ સાઈડમાં માનો છો ? હા હું માનું છું કારણકે મેં તેને ફિલ કર્યો છે. મે ક્યારેક કોઈને ચહેરો જોયા વગર ફક્ત એની આંખો જોઈને પ્રેમ કરેલો છે. એની ઘાયલ કરનારી આંખો આજે પણ મારા મનમાં વસેલી છે. હજી પણ જ્યારે આંખો બંધ કરું છું ત્યારે મને ફક્ત મારો પ્રેમ દેખાય છે. હું હવે ગયેલો કેશ હતો જે ફક્ત વંશિકા સાંભળી શકતી હતી.
મે ધીરેથી પોતાનો હાથ સરકાવ્યો અને વંશિકાના ફેસ પાસે લાવીને એનું ફેસ થોડું ઉપર તરફ કર્યું અને એની આંખોમાં જોવાનો પ્રયત્ન કર્યો. મને એની આંખોમાં આજે પોતાની દુનિયા દેખાઈ રહી હતી. અમે બંને એકબીજાની આંખોમાં આંખો નાખીને જોઈ રહ્યા હતા. મે મારા બંને હાથેથી વંશિકાનો એક હાથ પકડ્યો અને ધીરેથી એની આંખોમાં જોઈને બોલ્યો. "વિલ યુ બી માઇન ફોરેવર ટીલ આઈ ડાઈ?"
વંશિકાએ ધીરેથી પોતાનું ફેસ ઉપર નીચે કરીને ડોકું હલાવ્યું અને હા કહ્યું. બસ આટલું કાફી હતું. વંશિકાને પોતાની તરફ ખેંચી લીધી અને તે પોતાનું ફેસ મારા દિલ પાસે રાખીને મને ચીપકી ગઈ અને મારી ધડકનો સાંભળવા લાગી. તેને પોતાના બંને હાથ મારી કમર ફરતે વિંટાળી દીધા હતા અને તે મારી ધડકનો ફિલ કરી રહી હતી. કોણ જાણે કેટલો સમય થયો હશે અમે લોકો એકબીજાના આલેશમાં આવીરીતે પડ્યા રહ્યા હતા. હાથમાં ઘડિયાળ હતી પણ સમય જોવાની કોઈ ઈચ્છા નહોતી. અમે બંને બસ એકબીજામાં ખોવાઈ ચૂક્યા હતા. 
મે મારું બેગ ઓપન કર્યું અને તેમાંથી તે ગિફ્ટ કાઢ્યું જે હું વંશિકા માટે લઈને આવ્યો હતો અને તેના હાથમાં આપ્યું. "આ ગિફ્ટ મારા માટે છે ?" વંશિકાએ મને પૂછ્યું.
"હા તારા માટે લીધું છે." મે કહ્યુ.
વંશિકા :- થૅન્ક યુ વેરી મચ બેબી.
હું :- મોસ્ટ વેલ્કમ. બાય ધ વે ગિફ્ટ ખોલીને જોઈ લે અને પછી મને કહે કેવું લાગ્યું.
વંશિકા :- નો, હું ઘરે જઈને પછી આરામથી ચેક કરીશ. મારે અત્યારે મારો સમય ગિફ્ટ પાછળ નથી બગાડવો. 
હું :- અચ્છા તો ઘરે કઈ રીતે લઈ જઈશ કોઈ જોઈ જશે તો ?
વંશિકા :- ડોન્ટ વરી અબાઉટ ઇટ. હું મારી નાની બેગ લઈને આવી છું જે મે મારી એક્ટિવાની ડેકીમાં મૂકી છે.
હું :- સો સ્માર્ટ ગર્લ.
વંશિકા :- બહાનું પણ સ્માર્ટ બનાવ્યું હતું એટલે એક્ટ પણ સ્માર્ટ કરવું પડે ને ?
હું :- હા રાઇટ. બાય ધ વે એક વાત પૂછું.
વંશિકા :- હા પૂછો.
હું :- તારા મનમાં મારા માટે ફિલિંગ ક્યારે જાગી ?
વંશિકા :- જ્યારથી તમારી સ્ટોરીઓ વાંચવાની ચાલુ કરી ત્યારથી.
હું :- વોટ, સ્ટોરી વાંચીને પ્રેમ થઈ ગયો ?
વંશિકા :- કેમ ના થઈ શકે. લખવાવાળું આટલા પ્રેમથી લખે તો જરૂર થઈ શકે.
હું :- એવું તો શું જોઈ લીધું તે મારી સ્ટોરીમાં?
વંશિકા :- તમારી દરેક સ્ટોરી મને મેચ્યોર લાગી. આઈ મીન દરેકમાં તમે પોતાને અલગ અલગ નામથી કેરેક્ટર આપ્યું હતું બટ દરેકમાં એક કોમન વાત લાગી તમારી મેચ્યોરિટી જે તમારી અંદર રહેલી છે. વિશુ, અદિતિ, દેવાંશી આ બધા કેરેક્ટર મને ચાઇલ્ડિશ લાગતા હતા જ્યારે તમારું કેરેક્ટર મને હંમેશા મેચ્યોર લાગતું હતું. હું હંમેશા તમારા ફિમેલ કેરેક્ટરીની જગ્યાએ પોતાને મૂકીને સ્ટોરી વાંચતી હતી કારણકે તમને એક મેચ્યોર જીવનસાથી મળવું જોઈએ. જેટલું હું પોતાને વધુ ઊંડી તમારી સ્ટોરીમાં મૂકતી ગઈ એટલી વધુ હું તમારામાં ખોવાઈ રહી હતી અને ક્યારે પ્રેમ થઈ ગયો એની ખબર ના રહી.
હું :- વાહ મેડમ માની ગયો હું, મે પહેલીવાર જોયું કે કોઈ છોકરીને મારી સ્ટોરી દ્વારા મારી સાથે પ્રેમ થઈ ગયો. બાય ધ વે તો તને ક્યારેય વિચાર ના આવ્યો મને જણાવવાનો ?
વંશિકા :- ના, હું થોડો સમય આપવા માગતી હતી. કારણકે હું સ્યોર નહોતી કે આ પ્રેમ છે કે ફક્ત આકર્ષણ. હું નહોતી ઈચ્છતી કે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે બે લોકોનું જીવન ખરાબ થાય એટલે તમે જ્યારે મને પ્રપોઝ કર્યું ત્યારે મેં સમય માંગ્યો હતો કે હું પોતાની સાથે કન્ફર્મ કરી શકું કે મારા વિચારો યોગ્ય છે કે નહીં.
હું :- અચ્છા તો તે કન્ફર્મ કઈ રીતે કર્યું ?
વંશિકા :- તમારી સાથે વાત નહોતી થતી ત્યારે મારું મન પણ બેચેન રહેતું હતું. મારી રાતની ઊંઘ પણ ઉડી ગઈ હતી. તમારા વિશે વિચારો કરીને પણ મારા ફેસ પર સ્માઈલ આવી જતી હતી અને તમારી સાથે વાત કરવાનું મન થતું હતું. તમને જોવાનું મન થતું હતું અને જ્યારે તમારું સ્ટેટસ જોયું કે તમે અમદાવાદમાં નથી ત્યારે દિલમાં કોઈક ખૂણે અલગ ખાલીપો લાગી રહ્યો હતો. ખબર નહીં કેમ પણ તમે ક્યાં જાવ છો, શું કરો છો આ બધી વાતની મને ખબર હોવી જોઈએ એવું મને લાગી રહ્યું હતું અને છેલ્લે હું પોતાને રોકી ના શકી અને તમને મેસેજ કરી દીધો. મારા મનના સવાલો માટે આટલા સંકેતો કાફી હતા કે મને પણ તમારી સાથે પ્રેમ થઈ ગયો છે. હું તમને મારી ફિલિંગ ફેસ ટુ ફેસ જણાવવા માગતી હતી એટલે મેં તમને ચેન્નાઈ હતા ત્યારે કાઈ કહ્યું નહીં અને મારા મનના હાલ એક ગીતના શબ્દો દ્વારા જણાવી દીધા. બસ આટલું કાફી છે તમને જણાવવા માટે.
હું :- ઘણું કાફી છે. હું પણ તને ક્યારેય ખોવા નથી માગતો. હું ઈચ્છું છું કે મારા જીવનના અંતિમ શ્વાસ તારી સાથે લઉ. તારા વગર એકલું જીવન મારા માટે વ્યર્થ છે.
વંશિકાએ મારા હોઠ પર પોતાની આંગળી મૂકી દીધી અને મને ચૂપ કરાવી દીધો. હું સમજી શકતો હતો કે તે મને શું કહેવા માગતી હતી. હા, તે મને કહેવા માગતી હતી કે આવા શબ્દો વાપરવા જરૂરી નથી અને આવી મૂર્ખાઈ ભરેલી વાત પણ કરવાની જરૂર નથી. આપણે હંમેશા સાથે રહીશું ક્યારેય એકબીજાથી અલગ નહીં થઈએ. મે વંશિકાનો હાથ પકડી લીધો અને પોતાના હાથમાં લઈ લીધો. વંશિકાએ પણ મારા હાથ પર પોતાનો હાથ રાખી દીધો અને અમે બંને એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા. 
બપોર થઈ ગઈ હતી અને વંશિકા પાસે પણ સમય નહોતો અને અમારે ઘરે જવું પડે તેમ હતું એટલે અમે લોકો નીકળી ચૂક્યા હતા. ભરબપોરે આખો રસ્તો સુમસામ લાગતો હતો. આવી ગરમીમાં પણ વંશિકા પોતાના બંને હાથ મારી કમર ફરતે વિંટાળીને અને મને ચીપકીને બાઇક પર બેઠી હતી. સવારે વંશિકા થોડું નર્વસ ફિલ કરી રહી હતી અને અત્યારે તે બિલકુલ નોર્મલ થઈને બેઠી હતી. ક્યારેક ક્યારેક તે મારી સાથે વચ્ચે થોડી ઘણી વાતો કરી લેતી અને ક્યારેક મારા ખભા પર પોતાનું માથું રાખીને એમજ બેસી રહેતી હતી. બાઇક પણ એજ હતું, હું અને વંશિકા પણ તેજ હતા પણ આજે સમય ફક્ત અલગ હતો. થોડા દિવસો પહેલા હું અને વંશિકા ડિનર કરવા જઈ રહ્યા હતા ત્યારે મે સપનું જોયું હતું કે વંશિકા પણ મને આવીરીતે બાઇકપર ચીપકીને બેસી રહે તે સપનું આજે પૂરું થઈ ચૂક્યું હતું. મારી સપનાની રાણી આજે મારા બાઇક પાછળ મારી ગર્લફ્રેન્ડ બનીને બેઠી હતી. 
ઘર સે થે ચલે તો યે બાત હો ગયી, ના જાને ક્યું ઉનસે મુલાકાત હો ગયી...
નજરે ઐસે વો ટકરા ગઈ, કે હમે આશિકી આ ગઈ...
કંઈક આવાજ ગીતોના શબ્દો મારા મનમાં ટકરાઈ રહ્યા હતા બાઇક ચાલતા સમયે. અમે લોકો ગોતા પહોંચી ચૂક્યા હતા અને એમણે ભૂખ પણ લાગી હતી. અમે ગોતા પાસે બાઇક રોક્યું અને ત્યાંની ફેમસ બ્રાન્ચ પર અંબિકાના દાળવડા ઓર્ડર કર્યા. પેટ પૂજા કર્યા પછી વંશિકાએ પોતાના ફેસ પર દુપટ્ટો બાંધી દીધો હતો. મે એણે વારંવાર દુપટ્ટો બાંધવાનું કારણ પૂછતા એણે જણાવ્યું કે ગરમી તો લાગી રહી છે પણ કદાચ કોઈ ઓળખીતું રસ્તા પર જોઈ જાય તો મારી વાટ લાગી જાય અને તેની આ વાત પર હું થોડું હસી પડ્યો. અમે લોકો ફરીવાર બાઇક લઈને નીકળી પડ્યા વંશિકાને પાલડી ડ્રોપ કરવા માટે. પાલડી પહોંચીને મેં વંશિકાની એક્ટિવા પાસે બાઇક ઊભું રાખ્યું. વંશિકાએ મારા બેગમાંથી પોતાનું ગિફ્ટ કાઢ્યું અને પોતાના બેગમાં મૂકીને એક્ટિવાની ડેકીમાં મૂકી દીધું. ત્યાંથી છૂટ્ટા પડતી વખતે વંશિકાએ ફરીવાર મને જાહેરમાં મારી નજીક આવીને એક હગ કરી લીધું અને પછી પોતાની એક્ટિવા સ્ટાર્ટ કરીને પોતાના ઘરે જવા નીકળી પડી. મે પણ પોતાનું બાઈક સ્ટાર્ટ કર્યું અને હું પણ સીધો મારા ઘરે જવા માટે નીકળી પડ્યો.