Hu Taari Yaad ma 2 - 10 books and stories free download online pdf in Gujarati

હું તારી યાદમાં 2 - (ભાગ-૧૦)

શિખાને મોડું થતું હતું એટલે એણે રસ્તામાં કાઈ પણ ખાવાની ના પાડી હતી અને એના કારણે મેં પણ કાંઈ નહોતું ખાધું. હું ફટાફટ ઘરે જઈને ફ્રેશ થયો. ઘડિયાળમાં જોયું તો ૧૦:૨૦ થવા આવ્યા હતા. મેં રેડી થઈને મારુ બાઇક કાઢ્યું અને લઈને નીકળી પડ્યો. હવે જમવાની બહુ ઈચ્છા નહોતી મારી કારણકે મારી ભૂખ મરી ગઈ હતી એટલા માટે મેં નાસ્તો કરવાનું વિચાર્યું. મેં બાઇક પિઝા ડમ તરફ જવા દીધું અને ત્યાં જઈને બાઇક પાર્ક કર્યું. હું અંદર દાખલ થયો ત્યાં વધુ ભીડ નહોતી કારણકે ૧૧ વાગ્યાનો સમય થવાનો હતો અને હમણાં શોપ બંધ થવાની તૈયારીમાં જ હતી. હુ ટેબલ પર જઈને બેઠો. મેનુ કાર્ડ ઉઠાવ્યું અને માર્ગેરિટા પીઝાનો ઓર્ડર આપ્યો. થોડીવારમાં મારો ઓર્ડર આવી ગયો. હું ટેબલપર એ સાઈડ બેઠો હતો જ્યાંથી મને ખ્યાલ નહોતો કે મારી પાછળ કોણ બેઠું હશે અથવા કોણ આવીને બેસશે. થોડીવાર થઈ અને ફરીવાર કોઈકની શોપમાં એન્ટ્રી થઈ પણ એ સમયે મેં એના પર વધુ ધ્યાન ન આપ્યું. મારા પાછળના ટેબલ પર કોઈ આવીને હમણાંજ બેઠું હતું અને વાતો કરી રહ્યું હતું. મને એ આવાજ થોડો જાણીતો લાગ્યો પણ મેં ત્યાં તરફ જોવાનું ટાળ્યું. મારુ ધ્યાન સંપૂર્ણપણે જમવામાં હતું. થોડીવાર થઈ ત્યાં મારા મોબાઈલમાં અવીનો કોલ આવ્યો.
અવી : શુ ચાલે છે ભાઈ ?
હું : બસ, જો મજામાં છુ. તું કેમ છે ?
અવી : હું પણ મજામાં. જમી લીધું કે બાકી ?
હું : બસ જો જમવાજ બેઠો છું. પીઝા ડમમાં છું.
અવી : ઓકે તો જમી લે આરામથી પછી કોલ કરું.
હું : અરે ના, ચાલુ રાખ વાંધો નહિ. તમે લોકો ક્યાં છો ?
અવી : અમે પણ હોટેલમાં જ છીએ. જો હમણાં સુવાની તૈયારી.
હું : સરસ હજી કેટલા દિવસ કાઢવાના છે ત્યાં ?
અવી : બસ 3 દિવસ જેવું લાગશે. પછી આવીએજ છીએ અમદાવાદ રિટર્ન.
હું : ઓકે, બોલો બીજું શું ચાલે ?
અવી : અમારે તો શાંતિ છે તારે કેટલે પહોંચ્યું ?
હું : બસ, જો એ જ ચાલ્યા કરે છે. તમે લોકો અમદાવાદ આવો પછી આપણે વાત કરીએ બધી.
અવી : હા વાંધો નહિ, ચાલ બાય.
હ : હા, બાય.
અવિનો કોલ કટ કરીને મેં મારું જમવાનું કન્ટીન્યુ કર્યું. થોડીવારમાં જમવાનું પૂરું કરીને મે બિલ પે કર્યું અને હુ ઘરે જવા માટે નીકળ્યો. હું દરવાજાની બહાર નીકળ્યો અને મારા બાઇક પાસે જવા જતો હતો. હું જેવો બાઇક પાસે પહોંચ્યો અને બાઇક સ્ટાર્ટ કરવા જતો હતો એટલામાં મારી નજર ત્યાં પડી જે ટેબલ પર હું બેઠો હતો અને મારી પાછળના ટેબલ પર જ્યાં મેં કોઈક જાણીતો અવાજ સાંભળ્યો હતો. હું શોક થઈ ગયો અને ત્યાંજ મારી નજર અટકી ગઈ કારણકે ત્યાં મેં વંશિકા ને બેઠેલી જોઈ. વંશિકા કદાચ એના ફેમિલી સાથે હતી. થોડીવાર માટે મને થવા લાગ્યું કે કાશ, અવાજ સાંભળ્યા પછી એકવાર પાછળ ફરીને પણ જોઈ લીધું હોત તો સારું હોત. કદાચ વંશિકા સાથે સિમ્પલ હાઈ….હેલો..પણ થઈ જાત. પછી અચાનક વિચાર પણ આવ્યો કે એને જ કહ્યું હતું કે ફેમિલી સાથે હોઇ એટલે વાત નહિ થઈ શકે તો પછી પબ્લિક પ્લેસ પર પણ વાત કરવાનો સવાલજ નહોતો. આખરે મેં મારું બાઇક સ્ટાર્ટ કર્યું અને હું ત્યાંથી ઘર તરફ જવા માટે નીકળી પડ્યો. પીઝાડમથી મારા ઘર તરફ જવાનો રસ્તો ફક્ત ૧૦ મિનિટનો હતો અને રાતનું મોડું થયું હતું એટલે ટ્રાફિક ઓછો હોવાના કારણે રસ્તો ક્લીઅર હતો. હું ઘરે પહોંચ્યો અને બાઇક પાર્ક કરીને મારા રૂમમાં ગયો. બેડ પર સૂતો અને એક નાહકનો શ્વાસ લીધો. આજનો આખો દિવસ કામમાં ગયો હતો અને તેના લીધે સખત કંટાળો ચડ્યો હતો પણ વંશિકાને જોઈને મારો બધોજ કંટાળો નીકળી ગયો હતો. મે મારા મોબાઈલમાં નજર કરી રાતના ૧૧:૩૦ થવા આવ્યા હતા. કાલે સવારે ફરી વહેલા જાગવાનું હતું અને ઓફિસ પર જવાનું હતું. કાલે પણ આવીજ રીતે આખો દિવસ કામ કરવાનું હતું. આખો દિવસ કમ્પ્યુટર પર બેસી રહેવાના કારણે મારી આંખો થોડી-થોડી દુઃખી રહી હતી. મે મારો મોબાઈલ સાઈડમાં મુક્યો અને પોતાની આંખો બંધ કરી.
સવારે ૭ વાગતા મારા મોબાઈલમાં એલાર્મ વાગ્યો અને એના કારણે મારી ઊંઘ ઊડી. હું જાગ્યો અને મોબાઈલમાં જોયું તો સવારના ૭ જ વાગ્યા હતા. હું ભૂલી ગયો હતો કે મેં સવારે ૭ વાગ્યાનો એલાર્મ સેટ કર્યો હતો અને એના કારણે જ મેં સવારે ઉઠીને તરતજ મોબાઈલમાં કેટલા વાગ્યા એ ચેક કર્યું. મેં બ્રશ હાથમાં લીધું અને બ્રશ કરવા લાગ્યો. બ્રશ કર્યા બાદ નાહીને ફ્રેશ થઈ ગયો અને કિચનમાં જઈને ચેક કર્યું. ફ્રિજમાં ગઈકાલે લીધેલું દૂધ પડ્યું હતું જેની મે ચા બનાવી અને ચા-નાસ્તો કરીને હું ઓફિસ જવા માટે રેડી થયો. સવારના ૦૮:૩૦ થઈ ગયા હતા. હું ઘરની બહાર નીકળ્યો અને લોક કરીને બાઈક બહાર કાઢ્યું અને ઓફિસ જવા માટે નીકળી પડ્યો. સવારમાં ૦૮:૩૦ વાગ્યાના સમયમાં પણ અંધજન મંડળ પાસે સખત ટ્રાફિક જામ્યો હતો. ૫ મિનિટની રાહ જોયા પછી મારી સાઈડ ખુલી અને હું ત્યાંથી નીકળી પડ્યો. લગભગ અડધી કલાક જેવા સમય પછી હું મારી ઓફિસ પર પહોંચી ગયો. મે ઘડિયાળમાં જોયું તો ૦૯:૦૫ થઈ હતી. હું લિફ્ટ પકડીને ઉપર ગયો અને એટેન્ડેન્સ આપીને પોતાની કેબિનમાં ગયો. હું આજે થોડો વધુ વહેલો ઓફિસ પહોંચી ગયો હતો. હજુ સુધી શિખા નહોતી આવી. હું મારી કેબિનમાં ગયો અને પોતાનું પીસી ઓન કરીને આગળનું કામ કરવા લાગ્યો. થોડીવારમાં બીજો બધો સ્ટાફ આવવા લાગ્યો જે લોકોને મને વહેલો ઓફિસમાં જોઈને આશ્ચર્ય થયું હશે. થોડીવારમાં શિખા પણ ઓફિસમાં આવી. પોતાનું થોડું કામ પતાવીને એ સીધી મારી કેબિનમાં આવી.
શિખા :- ગુડમોર્નિંગ સર.
હું :- ગુડમોર્નિંગ શિખા.
શીખા :- આજે થોડા વહેલા આવી ગયા કે શું ?
હું :- હા, એલાર્મ થોડો વહેલો મુક્યો હતો તો પછી વહેલા જાગી ગયો.
શીખા :- ઓકે, આજનો શુ પ્લાન છે ?
હું :- જે ગઈકાલે હતો એ જ છે. ૯ વાગ્યા સુધી કામ કરવાનું.
શિખા :- ઓકે, અને થેન્ક યુ ગઈ કાલે તમે મને ડ્રોપ કરવા માટે આવ્યા એના માટે.
હું :- અરે એમાં થેન્ક યુ ના હોય અને આજે શેમાં આવી એક્ટિવા ?
શિખા :- અરે એમાં એવું છે કે એક્ટિવમાં થોડો એન્જીનનો પ્રોબ્લેમ છે એટલે એ ચાલે એવું નથી તો હજી સર્વિસમાં આપેલું છે. એટલે આજે પણ નથી લાવી. આજે પણ તમને પ્રોબ્લેમ ના હોય તો મને ઘર સુધી ડ્રોપ કરી જશો ?
હું :- અરે વાંધો નહિ એમા શુ પ્રોબ્લેમ હોય. તું મને ખાલી ૯ વાગે એટલે યાદ કરાવી દેજે નહિ તો ઘરે જવાનું પણ ભૂલી જવાશે.
શિખા :- હા વાંધો નહિ, સારું ચાલો હું મારું આગળનું કામ પૂરું કરું છું અને હા, આજે હું આપણા બને માટે ટિફિન લાવી છું તો બહાર નથી જવાનું જમવા તમારે.
હું :- અરે તે શું લેવા તકલીફ લીધી.ચાલે ના લાવી હોય તો.
શિખા :- એમ તકલીફ શુ રોજ બહારનું ખાવ એના કરતાં ઘરનું જમવાનું વધુ સારું.
હું :- ઠીક છે વાંધો નહિ. ચાલો હવે કામ પર લાગી જાઓ.
હું અને શિખા અમારા રૂટિન વર્ક પર લાગી ગયા. બપોરે લન્ચ ટાઈમ થતા મેં અને શિખાએ સાથે બેસીને લન્ચ કર્યું અને વર્ક રિલેટેડ ડિસ્કશન કર્યું. લન્ચ પછી અમે ફરીવાર પોતપોતાના કામમાં લાગી ગયા. સાંજના સમયે બધા એમ્પ્લોયી પોતપોતાના ઘરે જવા લાગ્યા ફક્ત હું અને શિખા આજે પણ રોકાયા હતા. થોડીવારમાં ઓફિસ ખાલી થયા પછી શિખા અમારા બને માટે કોફી લઈને આવી. શિખાના અગાઉ જણાવ્યા પ્રમાણે એને દરરોજ સાંજે કોફી પીવાની આદત હતી જેના કારણે એ ઓફિસમાં પણ આ બીજા દિવસે પણ કોફીના બે કપ લઈને મારી ઓફિસમાં આવીને બેસી ગઈ. અમે બંનેએ કોફી એન્જોય કરી અને અને થોડા ગપ્પા મારવા લાગ્યા. અમારી વાતો વાતોમાં અડધી કલાક નીકળી ગઈ એની ખબર જ ન પડી પણ હવે અમારું ઘણું બધું કામ પૂરું થઈ ગયું હતું અને મારા અંદાજા પ્રમાણે આવતીકાલે રાત પેલા મારો પ્રોજેકટ પૂરો થઈ જવાનો હતો અને મારું સોફ્ટવેર રેડી થઈ જવાનું હતું. આવતી કાલે શનિવાર હતો જેના કારણે મારે આમ પણ કાલ રાત સુધીમાં સોફ્ટવેર રેડી કરવાનું હતું કારણ કે રવિવારના દિવસે રજા હોવાના કારણે કોડીંગ અધૂરું મુકાય તેમ નહોતું અને સાંજ સુધીમાં રેડી થઈ જાય તો રાત સુધીમાં તેને ક્લાયન્ટ પાસે લોન્ચ કરવાનો ઈરાદો હતો. હું મારા તરફથી પુરે પુરી તૈયારીમાં હતો. હવે આવતી કાલે સાંજે સોફ્ટવેર રેડી કરીને ખાલી ચેક કરવાનું હતું કે એમાં કોઈ પણ પ્રકારની મિસ્ટેક્સ છે કે નહીં. શિખાએ પણ એના સોફ્ટવેરમાં જે કાંઈ પણ મોડીફિકેશન કરવાનું હતું એનું લગભગ કામ પૂરું કરી નાખ્યું હતું અને આવતી કાલે એને પણ લેટ નાઈટ સુધી રોકવાની જરૂર નહોતી. ફાઇનલી અમે બને એ કોફી ફિનિશ કરી અને ફરીવાર પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. લગભગ ૨ કલાકના સમય પછી શિખા મને જણાવવા આવી કે ૯ વાગી ગયા અને ઘરે જવાનો સમય થઈ ગયો છે. અમે બંને ઓફિસની બહાર નીકળ્યા અને લોક કરીને નીકળી ગયા જેની એક ચાવી ૨ દિવસથી મારી પાસે પણ રહેતી હતી. હું અને શિખા નીચે ઉતર્યા અને પાર્કિંગમાં જઈને મેં મારું બાઈક કાઢ્યું. રસ્તામાં મેં શિખાને એના કામ વિશે પૂછયું જેના જવાબમાં શિખાએ જણાવ્યું કે એને ખાલી થોડું મોડીફિકેશન બાકી છે જેના પછી બપોર સુધીમાં એ સોફ્ટવેર ક્લાયન્ટને પહોંચાડી દેશે. હું શિખાને ઘરે ડ્રોપ કરીને મારા ઘર તરફ જવા લાગ્યો. મે ઓફિસથી નીકળતા સમયેજ અનિલભાઈને ફોન કરીને મારુ જમવાનું પાર્સલ કરીને રાખવાનું કહી દીધું હતું એટલે મારે પહેલા તેમની હોટેલ પર જવાનું હતું. હું થોડીવારમાં અનિલભાઈને ત્યાં પહોંચ્યો અને સીધો કાઉન્ટર પાસે ગયો જેનું મેનેજમેન્ટ અનિલભાઈ પોતે જ કરતા હતા.
અનિલભાઈ :- શુ વાત છે રુદ્ર ઘણા સમય પછી મુલાકાત થઈ ?
હું :- હા, ઓફિસથી લેટ થઈ ગયું હતું તો થયું તમને ફોન કરી દઉં.
અનિલભાઈ :- હા, તારું પાર્સલ રેડી છે અને આજે એકલો જ છે અવી અને વિકી ક્યાં છે ?
હું :- એ બંને વડોદરા ગયા છે પ્રોજેક્ટના લીધે. રવિવાર સુધીમાં આવી જશે.
અનિલભાઈ :- ઠીક છે. આલે તારું પાર્સલ અને જમી લે આરામથી.
હું :- થેન્ક યુ. કેટલા પૈસા થયા ?
અનિલભાઈ :- 180 રૂપિયા થયા પણ પછી આપી દેજે આવતા જતા ચાલશે.
હું :- ના, ધંધામાં વચ્ચે મિત્રતા નહિ લાવવાની અને આવતા જતા ભુલાઈ પણ જાય એના કરતાં અત્યારે જ લઇ લો.
મેં અનિલભાઈનું ના પાડવા છતાં પેમેન્ટ કર્યું અને પાર્સલ લઈને સીધો પોતાના ઘરે ગયો. ઘરે જઈને હું થોડો ફ્રેશ થયો અને જમવા બેસી ગયો અને જમવાનું પતાવીને મે મારો મોબાઈલ ડેટા ઓન કર્યો. કામમાં વ્યસ્ત હોવાના કારણે ડિસ્ટર્બ ના થાય એના માટે હું ડેટા ઓફ રાખતો હતો. મે વોટ્સએપ ચેક કર્યુ પણ હજી સુધી વંશિકાનો કોઈ મેસેજ હતો નહિ. ફાઇનલી હું ડેટા ઓફ કરીને ફરીવાર સુઈ ગયો કારણકે હજી કાલનો દિવસ લેટ સુધી ઓફિસમાં રોકાવાનું હતું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED