Hu Taari Yaad ma 2 -5 books and stories free download online pdf in Gujarati

હું તારી યાદમાં 2 - (ભાગ - ૫)

જેવો મેં ફોન રિસીવ કર્યો તો સામેના છેડેથી સીધો જ અવાજ આવ્યો “રુદ્ર સર, હું વંશિકા બોલું છું.”

હું:- કોણ વંશિકા ? (મને થોડો ડાઉટ હતો કે કદાચ એજ વંશિકા હશે પણ હું પોતે કન્ફ્યુઝ હતો કારણકે મને પણ ખબર હતી કે વંશિકા સાથે હજી સુધી મારી કોઈ વાત-ચીત નથી થઈ તો પછી મારો નંબર એની પાસે ક્યાંથી આવી શકે!)
વંશિકા :- તમારા કોમ્પ્લેક્સમાં ત્રીજા ફ્લોર પર જે ડેટા એન્ટ્રીની ઓફીસ છે. થોડા દિવસ પહેલા તમે આવ્યા હતાને અમારી ઓફિસમાં મારા પીસી માં ઇસ્યુ હતો ત્યારે.
હું :- (ચોકી ગયો કે જેને અત્યાર સુધી હું વાત કરવા માટે તક શોધી રહ્યો હતો એને મને આજે સામેથી કોલ કર્યો) અરે! હા હવે ઓળખાણ પડી.
વંશિકા :- સોરી, તમને ડિસ્ટર્બ કરી રહી છું એ પણ રવિવારના દિવસે સવારમાં.
હું:- અરે કોઈ વાંધો નહિ. અમારું કામજ છે અમારા કલાઇન્ટ્સને સિટીસફિકેશન આપવાનું.
વંશિકા :- થેન્ક યુ વેરી મચ અને સોરી ટુ ડિસ્ટર્બ. પણ આજે મારા લેપટોપમાં એક પ્રોબ્લેમ છે જે મને હેરાન કરી રહ્યો છે.
હું :- હા, સ્યોર જણાવો શુ પ્રોબ્લેમ છે ?
વંશિકા :- તમને યાદ છે થોડા દિવસ પેલા તમારી કંપનીએ અમારા સોફ્ટવેરમાં થોડા ચેનજીસ કરી આપ્યા હતા જેથી અમે અમારા પર્સનલ લેપ્ટોપમાંથી પણ વર્ક મેનેજ કરી શકીએ.
હું:- હા, યાદ છે. તો શું ઇસ્યુ થયો છે ?
વંશિકા :- મેં એના માટે એ સોફ્ટવેર રી-ઇન્સ્ટોલ કર્યું છે પણ હવે એ સોફ્ટવેર ઇન્સ્ટોલ નથી થતું મારામાં ફેઈલ બતાવે છે.
હું :- તમે જણાવી શકો એમાં પ્રોબ્લેમ શુ બતાવે છે ?
વંશિકા :- સર, મને સમજાતું નથી કે શું ઇસ્યુ છે. ફક્ત સોફ્ટવેરજ ઇન્સ્ટોલ નથી થતું.
હું :- ઓકે, લેટ મી ચેક. તમારી પાસે ટિમ વ્યુઅર છે ?
પ્રિયા :- ના, સર મારી પાસે નથી.
હું :- તો હું અહીંયાંથી કઈ રીતે સોલ્યુશન આપી શકું તમને.
વંશિકા :- ઓકે સર, જો તમે ફ્રી હોવ અને કોઈ પ્રોબ્લેમ ના હોય તો આપણે મળી શકીએ.
હું :- (મનેતો કોઈ પ્રોબ્લેમજ નહોતો એને મળવામાં ઉપરાંત હું તો એને મળવા માંગતો હતો અને મારા દિલની વાત એનેજ સામેથી કહી દીધી) હા, સ્યોર કોઈ વાંધો નહિ. બોલો ક્યાં અને કઈ જગ્યાએ મળી શકીએ ?
વંશિકા :- તમે કઈ જગ્યા એ રહો છો ? આઈ મીન તમને ક્યુ પ્લેસ નજીક પડશે?
હું :- હું વસ્ત્રાપુર રહું છું અને તમે ?
વંશિકા :- હું પાલડી રહું છું.
હું :- ઓકે, તો ક્યાં મળી શકીએ આપણે ?
વંશિકા :- તમને કોઈ પ્રોબ્લેમ ના હોય તો આપણી ઓફીસ પાસેજ એક કૉફી શોપ છે ત્યાં મળી શકીએ?
હું:- હા, સ્યોર કોઈ જ વાંધો નહીં. કેટલો ટાઈમ લાગશે તમને ત્યાં પહોંચતા ?
વંશિકા :- ટ્રાફિક નહિ નડે તો 20 મિનિટ માં આવી જઈશ.
હું :- ઓકે ડન. હું પણ લગભગ એટલા સમયમાં પહોંચી જઈશ. આ તમારો જ નંબર છે ?
વંશિકા :- હા, આ મારો જ નંબર છે એડ કરી લેજો.
હું :- ઓકે થેન્ક યુ. ચલો મળીયે હમણાં.
વંશિકા :- હા સ્યોર, બાઈ.
અમે અમારી વાત ટૂંકાવી અને મળવાનું નક્કી થઈ ગયું. બેશક આ મુલાકાત ફક્ત કામ માટેની જ હતી છતાં પણ મારા માટે ખુબજ સ્પેશિયલ હતી. કારણકે હું આજે એને પહેલીવાર મળવા જઇ રહ્યો હતો અને એ પણ એકલમાં જ્યાં હું એની સાથે બેસીને વાતો પણ કરી શકેત. આજનો દિવસ ખરેખર મારા માટે ખૂબ સરસ હતો. અત્યાર સુધી રવિવારના દિવસે ક્લાયન્ટના ફોન આવતા હતા જે ખુબજ ત્રાસદાયક હતા પણ પહેલીવાર એક એવી ક્લાયન્ટનો ફોન આવ્યો હતો જેની સાથે હું મારી વાત લંબાવા માંગતો હતો. એની સાથે એવો સંબંધ બનાવવા માંગતો હતો જે ક્યારેય ખતમ જ નહોતો થવા દેવા માંગતો. એક દિવસમાં આંખોથી ઘાયલ થયેલો હું આજે મારી એ આંખો સાથે પહેલી મુલાકાત કરવા માટે જઇ રહ્યો હતો. હું કેટલો ખુશ હતો આજે એ દેખાડવા માટે મારી પાસે શબ્દો નહોતા. હું ફટાફટ તૈયાર થવા લાગ્યો. જોકે હું રેડીજ હતો છતાં પણ પોતાની જાતને એકવાર અરીસામાં જોઈ લીધી. મેં ફટાફટ મારી બાઇકની ચાવી લીધી અને હું ઘરની બહાર નીકળ્યો. મેં મારું પલ્સર 150 કાઢ્યું અને અને પિક અપ આપી. હું ફટાફટ રસ્તાઓ પર અને ટ્રાફિકમાં લોકોની સાઈડ કાપતો કાપતો નીકળતો હતો. લગભગ 20 જેવી મિનિટમાં હું મારી ઓફીસ પાસે પહોંચી ગયો અને ત્યાં ઉભા રહીનેજ મેં વંશિકાને કોલ કર્યો અને પૂછયું કે એ ક્યાં છે અને એને જણાવ્યું કે હું કોફીશોપમાં આવી ગઈ છું અને લાસ્ટ ટેબલ પર બેઠી છું. હું ફટાફટ બાઇક પાર્ક કરીને કોફીશોપમાં દાખલ થયો અને મારી નજર છેલ્લા ટેબલ પર પડી જ્યાં વંશિકા બેઠી હતી તેની પણ એ જ સમયે મારા પર નજર પડી. તેણે મારી સામે જોઇને એક સ્માઈલ કરી અને તે ક્ષણ માટે હું તેને જોતો રહ્યો જાણે મારુ દિલ મને કહી રહ્યું હતું.
“એક મુલાકાત મેં બાત હી બાત મેં,
ઉનકા યૂ મુસ્કુરાના ગજબ હો ગયા,
કલ તલક વો જો મેરે ખ્યાલો મેં થે,
રૂબરૂ ઉનકા આના ગજબ હો ગયા…

હું હજી ત્યાંજ થંભી ગયો હતો એટલામાં વંશિકાની બૂમ પડી, “સર,અહીંયા લાસ્ટ ટેબલ.”
હું મારા સપનામાંથી બહાર આવ્યો અને વંશિકા પાસે પહોંચ્યો. હું ટેબલ પર બેઠો અને તેને સામેથી મારી સાથે શેક હેન્ડ કર્યું અને ગુડ મોર્નિંગ વિશ કર્યું અને મેં પણ સામે ગુડ મોર્નિંગ વિશ કર્યું. એને એનું લેપટોપ કાઢ્યું અને ઓન કરીને મારી સામે રાખ્યું. મેં તરતજ એમાં રહેલું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનું ટ્રાય કર્યું અને ફેલનું રિઝલ્ટ દેખાડ્યું. મને એમ શુ પ્રોબ્લેમ હતો એ સમજાઈ ગયું હતું. અને હું લેપટોપ પર ધ્યાન આપી રહ્યો હતો અને એનો પ્રોબ્લેમ સોલ્વ કરી રહ્યો હતો અને એ પણ અંદર એની ધારદાર ઘાયલ કરનારી આંખોથી જોઈ રહી હતી. મેં કામ કરતા કરતા એને પૂછ્યું.
હું :- વંશિકા, તમને મારો નંબર ક્યાંથી મળ્યો ?
વંશિકા :- એક્ચ્યુઅલી માં મેં પહેલા શિખાને કોલ કર્યો હતો આ પ્રોબ્લેમના લીધે પણ તેને મને જણાવ્યું કે ડેવલોપિંગ અને ઇન્સ્ટોલિંગનું વધુ નોલેજ એની પાસે નથી અને એને એ પણ જણાવ્યું કે તમે આ કામમાં માસ્ટર છો એટલે હું તમને જ પૂછું અને પછી મારી પાસે તમારો નંબર નહોતો એટલે તેણે મને સામેથી તમારો નંબર આપ્યો.
હું:- અચ્છા, ના હું પણ કોઈ માસ્ટર નથી. આ મારી ફિલ્ડ છે એટલે મને જેટલું કાઈ પણ આવડે છે એ પ્રમાણે હું પ્રયત્ન કરું છું.
વંશિકા :- સારું, અને હું તમારી જુનિયર છું એટલે તમે પણ મને તું કહીને જ બોલાવો. તમે કહેશો તો એ અપમાનજનક જ લાગશે મને કે હું સિનિયર પાસેથી માન માંગુ છું.
હું :- અરે ના હવે એવું કાંઈ ના હોય, હું પણ કોઇ સિનિયર નથી. તમે પણ મને તું કહી શકો છો.
વંશિકા :- કોને કહ્યું તમે સિનિયર નથી. હું તમારા વિશે એટલું તો જાણું છું કે તમે ઓફિસમાં બધા લોકોના બોસ છો અને ત્યાં પણ બધા તમને સિનિયર કહીને જ બોલાવે છે અને હવે મને તમે ના કહેતા નહીતો મને જરૂર ખોટું લાગશે.
હું :- ઓકે ઓકે, તો શું કહીને બોલાવવાના તમને ?
વંશિકા :- મારું નામ વંશિકા, બસ એ જ નામથી બોલાવો મને ગમશે.
હું :- ઓકે વંશિકા, તો હવે કોફી પીશો ?
વંશિકા :- પીશો નહિ પીશ કહો તો ગમશે.
હું :- ઓકે, કોફી મગાવીએ કારણકે મને થોડો સમય લાગશે અને મને કામ કરતા કરતા ચા કે કોફીની આદત છે એટલે મારે તો નહીજ ચાલે.
વંશિકા :- સરસ, મારે પણ નહીં ચાલે મારે પણ કોફીની જરૂર પડશે કારણકે મેં પણ હજી સુધી ચા પણ નથી પીધી.
હું :- ઓકે ડન.
અમે કોફી મગાવી. હું હવે મારા કામ પર થોડું ધ્યાન આપી રહ્યો હતો. એ પણ એમાં જોઈ રહી હતી કે કઈ રીતે હું એના સેટિંગ્સમાં મોડીફિકેશન કરી રહ્યો હતો. કોફીશોપ ઓપન હોવાથી પવન આવતો હતો અને વચ-વચમાં ઘણીવાર એના વાળ એની આંખો પાસે આવી જતા હતા જે એ તેના હાથેથી પાછળ કરતી હતી. વાળ પાછળ કરતી વખતે એનો હાથ એના કાન સુધી પાછળ જતો હતો અને એના એ પોઝમાં એને નાકમાં પહેરેલી નોઝ રિંગ અને કાનની ઇએર રીંગસના કારણે ખૂબ જ સુંદર લાગતી હતી. ક્યારેક તો એની લટો મારા ચહેરા પર સ્પર્શ કરતી હતી અને એમાંથી મુગ્ધ કરી નાખે તેવી સુગંધ આવતી હતી જે મારુ કામપરથી ધ્યાન ભટકાવતી હતી. આ દરમ્યાન અમારા વચ્ચે સામાન્ય વાતો થઈ રહી હતી. મેં એને પાલડી કઈ જગ્યાએ રહે છે એ પૂછ્યું અને એને પોતાનું અડ્રેસ જણાવ્યું અને સાથે સાથે એ પણ જણાવ્યુંકે એ અહીંયા પોતાની ફેમિલી સાથે રહે છે. એણે મને મારા વિશે પૂછ્યું કે હું અહીંયા કઈ જગ્યાએ રહું છું અને મેં પણ મારું એડ્રેસ જણાવ્યું અને સાથે એ પણ જણાવ્યું કે હું અહીંયા મારા મિત્રો અવી અને વિકી સાથે રહું છું. આટલું કહ્યા પછી એણે પણ મને વધારે કોઈ પર્સનલ કવેશ્ચન ના કર્યા અને મેં પણ એને મારા વિશે વધુ કાઈ ના જણાવ્યું. અમે પ્રોબ્લેમના ટોપિક પર વાતો કરવા લાગ્યા અને એ મને એના લેપટોપમાં આવેલા ઇસ્યુ વિશે પૂછવા લાગી અને હું એને જાણકારી આપવા લાગ્યો. અમે બેઠા એને લગભગ 1 કલાક જેવો સમય થવા આવી ગયો હતો અને મારું કામ પણ હવે પૂરું થવાને આરે જ હતું. વધુ 15 મિનિટ પછી આખરે મારુ કામ પૂરું થઈ ગયું અને એના પ્રોબ્લેમનું સોલ્યુશન પણ આવી ગયું. મેં એના લેપટોપમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી દીધું હતું અને મેં એકવાર એને ઓપન કરીને ચેક કરી લેવા માટે કહ્યું કારણકે સોફ્ટવેરમાં બીજો કોઈ ઇસ્યુ નીકળે તો મને રિપોર્ટ કરતા ફાવે અને એના પણ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જાય. એને સોફ્ટવેર ઓપન કર્યું અને ચેક કરી લીધું. બધું જ કમ્પ્લેટ વર્ક કરતું હતું. હવે અમારી મુલાકાત પુરી થવાને આરે હતી અને થોડી મિનિટના સમયમાં અમે લોકો અલગ થવાના હતા પણ હું આ મુલાકાતને હજી વધુ આગળ લંબાવવા માંગતો હતો. કાશ, આ મુલાકાત અહિયાં જ થંભી જાય, આ સમય અહીંયાંજ થંભી જાય અને એ આવીજ રીતે મારી પાસે રહી જાય. હું એની ઝુલ્ફોના સ્પર્શને માણતો રહું અને એની સાથે વાતો કરતો રહું. કેટકેટલાય વિચારો એકસાથે આવતા હતા પણ બીજી એક મુલાકાત કરવા માટે પણ આ મુલાકાતને અંત આપવો જરૂરી હતો. ફાઇનલી એને એનું સોલ્યુશન મળી ગયું અને અમે લોKઓ ત્યાંથી ઉભા થયા. કોફીશોપથી પાર્કિંગથી અમે બંને સાથે જતા હતા. જતા જતા એને ફરીવાર મને થેન્ક યુ કહ્યું. એ થોડે દુર સુધી ચાલતી થઈ અને એક્ટિવા પાસે જઈને એને ફરીવાર પોતાના ફેસપર દુપટ્ટો બાંધી લીધો. જતા પહેલા એને ફરીવાર પાછળ ફરીને બાઈ કહેવા માટે એનો હાથ ઊંચો કર્યો અને મારી નજર ફક્ત એની એ આંખો પર ગઈ જે મને ઘાયલ કરવા માટે પૂરતી હતી. મેં પણ એને બાઈ કહ્યું અને એને પોતાના ગોગલ્સ પહેરીને એક્ટિવા સ્ટાર્ટ કર્યું અને ત્યાંથી નીકળી. હું હજી પણ ત્યાંજ ઉભો હતો અને એને જોઈ રહ્યો હતો.

To be Continued...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED