Hu Taari Yaad ma 2 - 3 books and stories free download online pdf in Gujarati

હું તારી યાદમાં 2 (ભાગ-૩)

અવી : કેમ ભાઈ, બવ સારી ઊંઘ આવી ગઈ કે શું તને ?
હું : ના હવે કાઈ ઊંઘ નથી આવી મને.
વિકી : તો કેમ આમ સૂતો છું કોઈ ટેંશનમાં છું કે શું ?
હું : ના ભાઈ, કોઈજ ટેંશન નથી. આપણને શુ ટેંશન હોય ?
અવી : તો શેના વિચારોમાં ખોવાયેલો છું?
હું : છે, હવે કોઈક.
વિકી : ઓહહ, કોઈક એમને ?
હું: હા કોઈક.
અવી: અમને તો જણાવ કોણ છે એ કોઈક?
હું : હું પણ નથી ઓળખતો ભાઈ એને.
વિકી: શુ વાત કરે છે ઓળખતો નથી અને એના વિચારોમાં ખોવાયેલો છે તું.
હું : જરૂરી થોડું હોય કે જેને ઓળખતા હોય એનાજ વિચારોમાં ખોવાયેલા હોઈએ. ક્યારેક એવું પણ બને કે જેને આપણે ના ઓળખતા હોય એના વિચારોમાં પણ ખોવાયેલા હોઈએ.
અવી : હા પણ કંઈક હિંટ તો આપ અમને પણ ખબર પડે ને એ છોકરી વિશે કે કોણ છે એ?
હું : મને સાચે એના વિશે નથી ખબર. મેં પણ આજે એને સવારે જ જોઈ છે.
વિકી : અચ્છા તો કેવી છે એ ?
હું : મેં એનો ચહેરો નથી જોયો હજી સુધી.
અવી : તું પીને તો નથી આવ્યો ને આજે. એકતો એના વિચારોમાં ખોવાયેલો છે અને પાછો કહે છે કે મેં એનો ચહેરો નથી જોયો હજી સુધી.
હું : અરે જો આજે સવારે મેં ફક્ત એની આંખોજ જોઈ છે ઉસમાનપુરા ક્રોસ રોડ પર. પહેલીવાર કોઈ છોકરીની આંખો જોઈને એની આંખો તરફ આકર્ષાયો છું હું અને મને એની આંખોજ ગમવા લાગી એ પણ પહેલી નજરમાં એટલામાં મારી સાઈડ ખુલી ગઈ અને એ જતી રહી.
વિકી : પતિ ગઈ ભાઈ તારી લવ સ્ટોરી. આવી ગયો તારો ધી એન્ડ. આખા અમદાવાદમાં કેટલીય એવી છોકરીઓ હશે જેની આંખો તને ઘાયલ કરી નાખે હવે તું એને શોધીશ ક્યાં એ તો જો તું. વગર લેવાદેવા વગરનો ધોળા દિવસે સપના જોવા લાગ્યો છે તું. એનો ફેસ તને ખબર હોયતો કદાચ ક્યાંક શોધી પણ શકાય એને પણ તમે તો એવી જગ્યાએ ડૂબ્યા જ્યાં કોઈ કિનારો જ નથી. કોડ વગરનો વાયર લઈને તું એનું રિકનેક્શન શોધવા નીકળ્યો છે એ પણ આટલી મોટી પેનલમાં. અલ્યા હવે એના વિચારો બંધ કર જે હશે એ જોયું જશે.
અવી : અલ્યા પણ તું આજે સવારે કીધા વગર વહેલો કેમ નીકળી ગયો હતો અને ઉસમાનપુરા બાજુ કેમ ગયો હતો.
હું : અરે હું તમને કહેવાનું ભૂલી ગયો હતો, નિખિલની ઓફિસે ગયો હતો એના પીસીમાં થોડો પ્રોબ્લેમ હતો તો એના માટે થઈને થોડું સોલ્યુશનમાં એટલા માટે ઉસમાનપુરા થઈને આવ્યો હતો અને રહી વાત એ આંખોની તો એને તો હું આખા અમદાવાદમાંથી ગમે ત્યાં શોધી લઈશ કારણકે જતી વખતે મેં એના એક્ટિવાની નંબરપ્લેટ પર મારી નજર ફેરવી લીધી હતી અને જ્યારે હું મારી ઓફિસપર ગયો ત્યારે તે એક્ટિવા ત્યાં પાર્કિંગમાંજ પડ્યું હતું.
વિકી : શુ વાત છે ભાઈ, તો એ કદાચ તારી કોઈ નવી ફ્રેશર ટ્રેઇનીતો નથી ને?
હું : ના ભાઈ, મેં આજે સવારેજ ચેક કરી લીધું ઓફિસમાં એ અમારી ઓફિસમાં આવીજ નથી અને સાંજે હું જ્યારે પાછો પાર્કિંગ ગયો ત્યારે એનું એક્ટિવા ત્યાં નહોતું.
અવી : એટલે એ તારી ઓફિસની તો નથી એમને. હા તો કાલે જઈને ચેક કરી લે તું. ઓફિસના પાર્કિંગમાં નજર કરી લે અથવા તારી ઓફિસની આજુ-બાજુ બીજી પણ ઓફિસો છે ને ત્યાં પણ નજર મારી લે. કદાચ એવું બને કે ત્યાં પણ આવી હોય એ અને એવું પણ બને કે કાલે કદાચ આવે પણ ખરી અને ના પણ આવે.
હું : હા તારી વાત સાચી છે. કદાચ આજુ-બાજુની ઓફિસમાં પણ આવી હોય. આ વિચાર પહેલા ના આવ્યો મને પણ હવે પાકું કાલે જોઈ લઈશ હું.
વિકી : હા પણ જોજે ભાઈ, બહુ પાગલ ના થઈ જતો આંખો પર ક્યારેક આંખો પણ દગો આપી જાય છે.
હું : હા હું એ તો જોઈ લઈશ અને તું ચિંતા ના કરીશ હું મારું પુરે-પૂરું ધ્યાન રાખીશ.
અવી : એ આંખો વાળીને છોડ હવે અને એ બોલ કે આજે રાતે જમવાનો શુ પ્લાન છે?
વિકી: અરે જે રોજ ખાઈએ છીએ એ જ હોય ને.
અવી : બેય જના ભૂલકકડ છો સાવ હો તમે. યાદ નથી કે શું આંટી બહારગામ ગયા છે 1 વીક માટે. કહીને તો ગયા હતા આપણને કે 1 વીક સુધી ટિફિન નહિ આવે.
હું : અરે, હા હું પણ ભૂલી ગયો ભાઈ. હવે કાઈ નહિ આજે બહાર જવાનું જ હોય ને ભાઈ. હવે ભૂખ્યા પેટે ઊંઘ થોડી આવશે.
વિકી: હા તો ક્યાં જવાનો પ્લાન છે આજે?
અવી : આપણી તો એકજ જગ્યા ફાઇનલ જ છે. આજકી રાત અનિલભાઈ કે સાથ…હા..હા…હા..
હું : હા,ભાઈ ત્યાં જવાનું હોય ને આમ પણ એના સિવાય બીજો કોઈ ટેસ્ટ આવતો જ નથી આપણને.
વિકી : હા તો ચાલો હમણાં રેડી થઈને જઈએ સીધા અનિલભાઈને ત્યાં. (અનિલભાઈ વસ્ત્રાપુરની એક ફૂડ કોર્નરના મલિક હતા જે નાની એવી હોટેલ તરીકે ચલાવતા હતા. શરૂઆતમાં અમે લોકો તેમની હોટેલ પર જમવા જતા હતા જેના કારણે અમારી તેમની સાથે સારી એવી મિત્રતા થઈ ગઈ હતી અને અમને પણ તેમની હોટલનું જમવાનું વધુ પસંદ આવતું હતું જેના કારણે અમે ત્યાં જવાનું વધુ પસંદ કરતાં હતાં.)
*****
બીજે દિવસે સવારે અમારી રેગ્યુલર લાઈફની જેમજ તૈયાર થઈને પોતપોતાની જોબ જવા માટે નીકળી ગયા. હું આજે થોડો વહેલો મારા ઓફિસના પાર્કિંગમાં પહોંચી ગયો અને થોડીવાર માટે ત્યાંજ બેસી રહ્યો. મારો આજુબાજુનો સ્ટાફ અને મારી ઓફિસનો સ્ટાફ ત્યાંથી નીકળતા નીકળતા મને ગ્રીટ કરી રહ્યો હતો અને ઓફિસમાં આવવા માટે ઇનવિટેશન આપતો જતો હતો પણ હું દરેક લોકોને તમે જાવ હું ઉપરજ આવું છું એમ કહીને ટાળતો જતો હતો. થોડીવાર થઈ કે પાર્કિંગમાં એક એક્ટિવની એન્ટ્રી થઈ મારી એના પર નજર પડી આ પણ બ્લેક કલરનું એ જ એક્ટિવા હતું જેવુ મેં ગઈકાલે જોયું હતું. જે એક લેડીઝ દ્રાઈવ કરી રહી હતી. એને પોતાની આંખોમાં ગોગલ્સ પહેરેલા હતા અને ફેસ પર દુપટ્ટો બાંધેલો હતો. આખા પાર્કિંગમાં બીજે ક્યાંય જગ્યા નહોતી એને દુરથીજ નજર ફેરવીને જોઈ લીધું હતું. આજે મેં હાથે કરીને મારા બાઇકની બાજુમાં એક વ્હીકલ પાર્ક થઈ શકે એટલી સ્પેસ રાખી હતી જેના પર એની નજર પડી. એને એક્ટિવા મારી સાઈડ આવવા દીધું જેવું તે થોડું નજીક આવયુકે મેં એની નંબરપ્લેટ પર નજર ફેરવી અને હું 100% સ્યોર થઈ ગયો કે આ એજ છોકરી હતી જે ગઈકાલે મને મળી હતી. એને એક્ટિવા મારી બાઇકની બરાબર બાજુમાં પાર્ક કરી દીધું અને એક્ટિવની ડેકી ખોલી એ એમાંથી પોતાનું પર્સ કાઢ્યું. એને પોતાના ગોગલ્સ પણ કાઢ્યા અને એ જોઈને ફરીવાર મારી નજર એના પર પડી અને એને જોવાનું મન થઇ ગયું. એને પોતાનો દુપટ્ટો કાઢ્યો અને મેં મારી નજર તેના તરફ કરી. મારા જીવનમાં પહેલીવાર મને થયું કે મારી ચોઇસ એકદમ પરફેક્ટ હતી. જેટલીજ કાતિલ એની આંખો હતી એટલોજ સુંદર એનો ચહેરો હતો. આજે એણે રેડ ટી-શર્ટ અને લાઈટ બ્લ્યુ કલરનું જીન્સ પહેરેલું હતું જેમાં એ વધુ સુંદર લાગી રહી હતી. એની આંખોમાં કાજલ લગાવેલું હતું જે કોઈને પણ ઘાયલ કરવા માટે પૂરતું હતું. નાનું એવું લાબું ગોળ મોઢું, અને નાકમાં પહેરેલી એની રિંગ, બલેક અને લાઈટ બ્રાઉન કલરના વાળનો શેડ એની સુંદરતા વધુ નિખારી રહી હતી. મારી નજર એના પરથી હટવાનું નામ નહોતી લેતી. અચાનક મને ભાન થયુકે એની પણ મારા પર નજર પડી અને હું એનું ધ્યાન ભટકાવીને પોતાના બાઇકની ચાવી કાઢી અને બાઇકની સાઈડ બોક્સ પાસે લગાવીને એમાંથી મારા ડોક્યુમેન્ટ કાઢીને જોવા લાગ્યો જેથી એને ખબર ના પડે કે હું એને જોવા માટે હું અહીંયા ઉભો રહ્યો હતો. એને મારા પર એક નજર ફેરવી અને પોતાના એક્ટિવાની ડેકી બંધ કરીને ત્યાંથી જતી રહી. થોડીવાર થઈ અને મેં પણ ફટાફટ મારા ડોક્યુમેન્ટ બાઇકમાં મૂક્યાં અને પાર્કિંગમાંથી ઉપર તરફ જવા લાગ્યો. હું નીચે લિફ્ટ પાસે પહોંચ્યો અને મારી નજર પડી હજી એ ત્યાંજ ઉભી હતી. હજુ સુધી લિફ્ટ આવી નહોતી જેની રાહ જોઈ રહી હતી. હું પણ ત્યાં પાસે જઈને ઉભો રહ્યો. મારી એની સામે નજર મિલાવવાની હિંમત નહોતી થતી અને મને સમજાતું પણ નહોતું કે એની સાથે વાતની શરૂઆત કઈ રીતે કરવી. એમે બંને જણા લિફ્ટની રાહ જોઇને ઉભા હતા અને એટલીવારમાં મારી ઓફિસની કલીગ શિખા પણ ત્યાં આવી પહોંચી અને તેને આવતાની સાથે જ મને ગુડ મોર્નિંગ સર વિષ કર્યું. મેં પણ શિખાને ગૂડમોર્નિંગ ગ્રીટ કર્યું અને એ સાથેજ એ છોકરીએ મારા તરફ એક નજર ફેરવી અને ફરીવાર પોતાનું ફેસ નીચું નમાવી દીધું. થોડીવારમાં લિફ્ટ નીચે આવી અને દરવાજો ખુલ્યો અને અમે ત્રણેય અંદર દાખલ થયા. એને ત્રીજા ફ્લોરનું બટન પ્રેસ કર્યું અને અમારો ફ્લોર ચોથો હતો એટલે મને ત્યાં સુધીની તો જાણકારી મળી ગઈ કે એ ત્રીજા ફ્લોર પર જોબ કરે છે. જેવી લિફ્ટ ત્રીજા ફ્લોર પર પહોંચી અને દરવાજો ખુલ્યો તે બહાર નીકળી અને રાઈટ સાઈડ વળી. મારી નજર વધુ દૂર જાય એની પહેલા લિફ્ટનો દરવાજો બંધ થઈ ગયો અને લિફ્ટ ઉપર તરફ જવા લાગી. શિખા મારી જોડેજ ઉભી હતી એના કારણે હું લિફ્ટમાંથી બહાર ન નીકળી શક્યો. જો કદાચ શિખા ના હોત તો હું ૪ ફ્લોરનું બટન પ્રેસ કરેત જ નહીં અને એની સાથે 3 ફ્લોર પર ઉતરી જાત અને ત્યાંથીજ ઉપરના ફ્લોર પર જતો રહેત. આમ પણ હવે મને પૂરતી જાણકારી મળી રહી હતી કે એ 3 ફ્લોર પર જોબ કરતી હતી અને ત્યાં રાઈટ સાઈડ એકજ ઓફીસ હતી એ પણ ડેટા એન્ટ્રીની એટલે હું સ્યોર થઈ ગયો કે તે ત્યાંજ જોબ કરી રહી હતી. હું અને શિખા અમારા ફ્લોર પર પહોંચી ગયા અને બંને અમારી ઓફિસમાં દાખલ થયા. હું મારી કેબિનમાં જઈને બેઠો અને એક નાહકનો શ્વાસ લીધો અને આંખો બંધ કરી. આંખો બંધ કરતાજ આજે આંખોની જગ્યાએ ચહેરો મારી નજર સામે આવ્યો. હું હજુ વધુ વિચારું એની પહેલાજ મારી કેબિનમાં કમ ઇન સર એવો અવાજ આવ્યો અને મેં મારી આંખો ખોલી. ફરીવાર મારી નજર સામે શિખા ઉભી હતી. મેં એને અંદર આવવા માટે કહ્યું. એ અંદર આવી અને અને બોલી.
શિખા : સર એક પ્રોબ્લેમ છે.
હું : હા, બોલ શુ પ્રોબ્લેમ છે.
શિખા : આપણે થોડા દિવસ પહેલા જે સોફ્ટવેર ડેવલપ કરીને ન્યુયોર્ક વાળા ક્લાયન્ટને આપ્યું હતું ત્યારે એમાં માઇનોર બગ આવ્યા છે અને એના કારણે એમનું કામ અટકી પડ્યું છે.
હું : હા તો તમે લોકો ચેક કરી લો શુ બગ દેખાડે છે એમાં ?
શિખા : સર અમે લોકોએ ટ્રાય કર્યું પણ અમને એનું સોલ્યુશન નથી મળતું. મે તમને મેઈલ કર્યો એમાં એની ડિટેઇલ્સ છે. પ્લીઝ તમે એકવાર ચેક કરી લો અને અમને લોકોને એના રિલેટેડ થોડું ડાયરેક્શન આપો તો વધુ સારું રહેશે.
હું : ઠીક છે. ક્લાયન્ટને કેટલા સમયમાં બગ સોલ્યુશન જોઈએ છે?
શિખા : એમને જેટલું જલ્દી બને એટલું જલ્દી કહ્યું છે.
હું : ઠીક છે. હું હમણાં ચેક કરી લઉ છું. શિખા ત્યાંથી કેબિનની બહાર નીકળી અને મેં મારુ મેઇલબોક્સ ઓપન કરીને તેના પર નજર ફેરવવાની શરૂઆત કરી.

To be Continued....
બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED