Hu Taari Yaad ma 2 - 7 books and stories free download online pdf in Gujarati

હું તારી યાદમાં 2 - (ભાગ -૭)

રાતના 9:30 વાગ્યા હતા અને હું વિચારતો હતો કે મારે વંશિકાને મેસેજ કરવો જોઈએ કે નહીં. ફાઇનલી નક્કી કરી લીધું કે હવે એને મેસેજ કરું અને એની સાથે વાત કરું. મેં મારું વોટ્સએપ ઓપન કર્યું અને વંશિકાનો કોન્ટેકટ કાઢ્યો. એને એનો ડી.પી. બદલ્યો હતો. કદાચ આજે સવારે જ બદલ્યો હતો કારણકે સવારે મેં જોયું ત્યારે એનો અલગ ડી.પી. હતો. મેં પટકન એને હાઈ લખીને મેસેજ કર્યો અને હું ફોન સાઇલેન્ટ મોડ પર રાખીને મારી છાતી પર રાખીને સુઈ ગયો. 5 મિનિટ જેવો સમય થયો અને મારા ફોનમાં વાઈબ્રેશન થયું અને મેં મોબાઈલ હાથમાં લીધો અને નોટિફિકેશન લાઈટ પર નજર નાખી. નોટિફિકેશન લાઈટ રેડ કલરની ઝબકતી હતી અને એનો અર્થ હતો કે વોટ્સએપ પર મેસેજ આવેલો છે. કારણકે મેં મારા બધા એપ્સમાં અલગ અલગ કલરની લાઈટ સેટ કરી હતી. વોટ્સ એપ પર મેસેજ આવતા રેડ લાઈટ થતી હતી, હાઈક કે ટેક્સ્ટ મેસેજ આવતા ગ્રીન કલરની લાઈટ થતી હતી અને અન્ય એપ્સ પર મેસેજ આવતા પીળા કલરની લાઈટ ઝબકતી હતી જે અલગ-અલગ એપ્સના નોટિફિકેશનની સંજ્ઞા આપતી હતી. મે પટકન વોટ્સએપ ઓપન કર્યું અને એમાં વંશિકાનો મેસેજ હતો.

વંશિકા :- હાઈ..
હું:- કેમ છે ?
વંશિકા :- મજામાં અને તમે.
હું:- હું પણ મજામાં.
વંશિકા :- સરસ.
હું:- કેવું ચાલે છે સોફ્ટવેર? કોઈ પ્રોબ્લેમતો નથી આવતો ને.
વંશિકા :- ના, કોઈજ પ્રોબ્લેમ નથી આવતો. સરસ ચાલે છે.
હું:- ઓકે તો સારું.
વંશિકા :- અચ્છા, તો તમે ફક્ત સોફ્ટવેર માટે મેસેજ કર્યો હતો.
હું:- હા, એ તો ખાલી એમજ.
વંશિકા :- ખાલી એમજ…
હું:- અરે એવું નહિ.
વંશિકા:- (લાફિંગ ઇમોજી સાથે) અરે બોલો સર.
હું:- કાંઈ નહિ તમે જણાવો.
વંશિકા :- કાંઈ નહિ જસ્ટ ફ્રેન્ડ સાથે ચેટ કરું છું.
હું:- અચ્છા, બોયફ્રેન્ડ.
વંશિકા :- ના, બેસ્ટ ફ્રેન્ડ.
હું:- ઠીક છે.
વંશિકા :- તમે જણાવો તમે શું કરો છો.
હું:- સૂતો છું હું તો.
વંશિકા :- આટલા વહેલા?
હું:- હા, મારી આદત નથી બહુ મોડે સુધી જાગવાની.
વંશિકા :- અચ્છા, એટલે તમારે ગર્લફ્રેન્ડ પણ નથી એમને.
હું:- તમને કઈ રીતે ખબર?
વંશિકા :- તમે આટલા વહેલા સુઈ જાવ છો એટલે અંદાજો લગાવી દીધો.
હું:- સરસ લો અંદાજો પણ લગાવી દીધો..
વંશિકા :- તો બનાવી લો કોઈ ગર્લફ્રેન્ડ એટલે આદત પડી જશે મોડે સુધી જાગવાની.
હું:- હા, જરૂર સમય આવ્યે એ પણ થશે.
વંશિકા :- હા, એ વાત પણ સાચી.
હું:- તમે પણ બોયફ્રેન્ડ બનાવી લો.
વંશિકા :- હા, તમારી જેમ સમય આવે ત્યારે.
હું:- અચ્છા.
વંશિકા :- હા, સારું ચાલો ગુડ નાઈટ..કાલે મળીએ.
હું:- ઓકે, ગુડ નાઈટ.

આટલે અમારી આજની ચેટ પુરી થઈ અને હું મારા મોબાઈલનો ડેટા ઓફ કરીને સુવાની તૈયારી કરવા લાગ્યો. અવીએ મારી સામે જોયું જે મારા બાજુના બેડ પાસે ખુરશીમાં બેઠો હતો. હું જસ્ટ એની સામે હસીને મોબાઈલ સાઈડમાં મુકવા ગયો એટલામાં એ બોલ્યો?

અવી:- કેમ છો ભાઈ મજામાં ?
હું :- મજામાં જ હોય ને કેમ પૂછે છે.
અવી:- ના, આ તો તું હસતો હતો થોડી-થોડી વારે એટલે થયું ખસકી ગયું લાગે છે.
હું:- તને હેરાન કરવા માટે હું જ મળું છું કે શું ?
અવી:- હા, તું તો મારી જાન છે.
હું:- સારું હવે મને સુવા દે ભાઈ.
અવી:- તો સુઈ જા ને કોને ના પાડી તને.
મેં મારો મોબાઈલ સાઈડમાં મૂકયો અને હું સુઈ ગયો.
દરરોજનું મારુ રૂટિન એકજ હતું જેનાથી શિખા પણ વાકેફ હતી. સવારમાં ઉઠીને હું મારી ઓફીસ પહોંચ્યો દરરોજના રૂટિન પ્રમાણે અને શિખાને મળ્યો.

હું:- હૅલ્લો શિખા
શિખા:- બોલો સર આજે તો બહુ ખુશ લાગો છો.
હું:- હા અને તારો ખૂબ ખૂબ આભાર.
શિખા:- શેના માટે આભાર ?
હું:- ગઈ કાલે તારો આપેલો આઈડિયા કામ કરી ગયો.
શિખા:- શુ વાત છે એટલે કે ફાઇનલી તમે શરૂઆત કરી ખરી એમને મેસેજની.
હું:- હા, કરી નાખી.
શિખા :- સરસ, શુ વાત થઈ?
હું:- એટલું તો જાણવા મળ્યું કે એનો કોઈ બોયફ્રેન્ડ નથી.
શિખા:- સરસ, એટલે તમારો ચાન્સ છે ખરો.
હું:- હા, હવે એ તો આગળ ભગવાનની મરજી.
શિખા:- હા, બાય ધ વે બેસ્ટ ઓફ લક.
હું:- થેન્ક યુ.

મારા બપોરના રૂટિન મુજબ હું ઓફિસની બહાર નીકળ્યો અને વંશિકા પણ એના રૂટિન મુજબ ઓફિસની બહાર આવી હતી એની ફ્રેન્ડ્સ સાથે. અમે બંનેએ દૂરથી એકબીજાને જોઈને ફક્ત એક સ્માઈલ કરી. અમારા વચ્ચે કોઈ વાતચીત ના થઇ આજે અને હું પણ આજે થોડો વર્કલોડ હોવાના કારણે પોતાની ઓફિસમાં જતો રહ્યો.
રાત્રે 9 વાગ્યાની આસપાસ મારા મોબાઈલમાં એક મેસેજ આવ્યો. મેં નજર કરી. વોટ્સએપ લાઈટ ઝબકતી હતી. મેં વોટ્સએપ ઓપન કર્યું અને જોયું તો એમાં વંશિકાનો મેસેજ હતો. આજે પહેલીવાર એવું થઈ રહ્યું હતુંકે વંશિકાનો સામેથી મેસેજ હતો. મારા મનમાં એકસાથે ઘણા સવાલો થઈ રહ્યા હતા કે વંશિકાનો સામેથી મેસેજ કેમ આવ્યો હશે ? અંતે મેં મેસેજ ઓપન કર્યો અને એનો જવાબ આપ્યો. થોડીવારમાં તરત બીજો મેસેજ આવ્યો.

વંશિકા:- સર એક કામ હતું.
હું:- હા, બોલ શુ કામ હતું.
વંશિકા :- એક્ચ્યુઅલી મારા લેપટોપમાં એક પ્રોબ્લેમ લાગે છે વર્ક નથી કરી રહ્યું.
હું:- ઓકે બટ અહીંયાંથી કઈ રીતે મને ખબર પડશે કે શું પ્રોબ્લેમ છે ?
વંશિકા :- હા, મેં ટિમ વ્યુઅર ડાઉનલોડ કરેલું છે તમે એમાંથી ચેક કરી શકો છો.
હું:- ઓકે તારું ટિમ વ્યુઅર ઓપન કર અને કનેક્શન ઓન કર. હું અહીંયાંથી લોગ ઇન કરું છું મારુ.
મેં મારું ટિમ વ્યુઅર ઓપન કરીને લોગઇન કર્યું અને વંશિકાના લેપટોપ સાથે કનેક્ટ કર્યું. એના કહેવા પ્રમાણે એનું લેપટોપ હેંગ થઈ રહ્યું હતું અને સ્પેસ પણ વધુ રોકાઈ રહી હતી. મેં બધું ચેક કર્યું પણ એના લેપટોપમાં જે પ્રમાણે વધુ સ્પેસ રોકાતી હતી એટલો ડેટા એના લેપટોપમાં હતો જ નહીં. મેં પટકન બધાજ એપ ચેક કર્યા અને એના લેપ્ટોપના બગ રિપોર્ટ્સ ચેક કર્યા જેમાં મને એક અનસર્ટિફિકેટેડ એપ જોવા મળ્યું જે એનો બધો ડેટા અને સ્પેસ રોકી રહ્યું હતું અને એમાં રહેલા વાઇરસના કારણે એનું લેપટોપ હેંગ થઈ રહ્યું હતું. આ એપનો વધુ પડતો ઉપયોગ એના લેપટોપ માટે હાનિકારક હતો. મેં વંશિકાને પટકન એ એપ વિશે જણાવ્યું અને એ એપને હું રિમુવ કરી રહ્યો છું એવું પણ જણાવ્યું. એને પણ મને સંમતિ આપી અને મેં એપ રિમુવ કરી નાખ્યું. વંશિકાએ મને થેન્ક યુ કહ્યું અને એની પછીની થોડી ઘણી વાતો પછી અમે બંને એકબીજાને ગુડનાઇટ કહીને સુઈ ગયા.

*****

2 મહિના ઉપરનો સમય થઇ ગયો હતો. મારી અને વંશિકા વચ્ચે સારી એવી મિત્રતા થઈ ચૂકી હતી. અમે બંને ઓફિસમાં એકબીજા સાથે અજાણ્યાની જેમ વધુ મળતા કે બોલતા નહોતા પણ બને ત્યાં સુધી રોજ રાત્રે એકબીજા સાથે રેગ્યુલર ચેટ કરતા હતા. શરૂઆતમાં ઘણું અલગ લાગતું હતું અમારા વચ્ચે પણ સમય જતાં વંશિકા પણ મારી સાથે ઘણી ક્લોઝ થઈ રહી હતી. વંશિકાના લેપટોપમાં આવતા પ્રોબ્લેમ્સ સોલ્વ કરી આપવા અથવાતો એના પ્રોબ્લેમ્સ ન આવે એના માટે એને સોલ્યુશન આપવું મારી જવાબદારી બની ગઈ હતી કારણકે નાનામાં નાના પ્રોબ્લેમ્સ અને વાતો હવે વંશિકા મારી સાથે ડિસ્કસ કરતી હતી. શિખાની જેમ વંશિકા પણ ધીરે-ધીરે મારી બેસ્ટ ફ્રેન્ડ બની રહી હતી. અમે અમારી દિવસ દરમ્યાનની લગભગ વાતો એકબીજા સાથે શેર કરતા હતા. હવે મારે વંશિકાને જોવા માટે દરરોજ લંચ ટાઈમમાં નીચે જવાની જરૂર નહોતી પડતી કારણકે હવે એને જોવા માટે કોઈ તકની જરૂર નહોતી પડતી. હું ઈચ્છા થાય ત્યારે એને જોઈ શકતો હતો અને મળી પણ શકતો હતો. હું પહેલેથીજ વંશિકાના પ્રેમમાં હતો પણ હવે જરૂર હતી કે જ્યારે વંશિકાને મારા દિલમાં એના માટે રહેલા પ્રેમનો એહસાસ થાય અને એ માટે હું મારાથી બનતા પ્રયત્નો કરી રહ્યો હતો કે વંશિકા મારા પર વિશ્વાસ કરી શકે. હજુ સુધી મારા દિલમાં વંશિકા માટે શું સ્થાન છે એ હું જણાવી શક્યો નહોતો. હજી પણ થોડા સમયની જરૂર હતી જીવનના એ સ્ટેજ સુધી પહોંચવાની જ્યાં હું વંશિકા સામે એનો હાથ અને સાથ જીવનભર માટે માંગી શકું. કારણકે મને પણ જાણ હતી કે કદાચ વંશિકા હજી આ વાત એક્સેપટ નહિ કરી શકે. હું અત્યાર સુધીમાં વંશિકાને એટલી ઓળખી ચુક્યો હતો કે એની સંમતિ હશે કે નહીં. એક છોકરા માટે કોઈ પણ છોકરીને પોતાની જીવનસાથી બનાવતા પહેલા એના મનમાં ઘણા બધા સપનાઓ હોય છે જે એને એ છોકરી માટે જોયેલા હોય છે. એના માટે સાચા પ્રેમનો અર્થ એ હોય છે કે હમેશા પોતાના જીવનસાથીને પોતાની સાથે ખુશ રહેતી જોવા માંગે છે. દુનિયાની એ દરેક ખુશીઓ એને આપી શકે અને ક્યારેય એના આંખના આંશુનું કારણ ના બને એટલો કેપેબલ બનવા માંગે છે. હું પણ હજી વધુ સમય એ માટે લઈ રહ્યો હતો કારણકે હું હમેશા વંશિકાને ખુશ રાખવા માંગતો હતો. દરેક છોકરો ઓનેસ્ટ રિલેશનશિપમાં રહેવા માંગતો હોય છે. આખો દિવસ સોફ્ટવેરની દુનિયામાં કામ કરીને પહેલા મારુ ફરસ્ટ્રેશન વધી જતું હતું જેમાં વંશિકાની એન્ટ્રીથી ઘણો બધો ફર્ક પડ્યો હતો. દરરોજ ઘરે જઈને થોડો બગડેલો મૂડ હવે સારો થઈ રહ્યો હતો. મારા માટે આ ખુબજ સારી વાત હતી કે ફક્ત કોઈ એક વ્યક્તિ પર આપણો ક્રશ હોવો એ પણ આપણી જિંદગીમાં એક અલગજ પ્રકારનું સુકુન આપતું હતું. મારા માટે વંશિકા મારો વન સાઈડ લવ હતો જેને જોવાથી મને એક પ્રકારની ખુશી મળતી હતી અને એની સાથે થોડી ક્ષણો વાત કરવાથી મને એક અલગજ પ્રકારની શાંતિ મળતી હતી. ટૂંકમાં કહીએતો વંશિકા મારા જીવનનો એક ભાગ બની રહી હતી જે ધીરે-ધીરે મારા માટે વધુ મહત્વ બની રહી હતી.બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED