Hu Taari Yaad ma 2 - 4 books and stories free download online pdf in Gujarati

હું તારી યાદમાં 2 (ભાગ - ૪)

મેં શિખાએ મોકલેલો મેઈલ ઓપન કર્યો અને અને એમાં નજર ફેરવીને પ્રોગ્રામ અને એપની ડિટેઇલ્સ ચેક કરી. પછી મેં કલાયન્ટ જોડે કોન્ટેકટ કર્યો અને કનેક્ટ કરીને લગભગ 1 કલાક જેવી માથાકૂટ પછી મને એ બગનું સોલ્યુશન મળ્યું અને મેં મારું કામ પૂરું કર્યું. મેં મારી ઘડિયાળમાં જોયું તો સવારના 11:30 જેવો સમય થઇ ગયો હતો. આજે હું ઓલરેડી ટિફિન લઈને નહોતો આવ્યો. આજે મને પહેલીવાર ઓફિસમાં બેઠા બેઠા આટલો બધો કંટાળો આવતો હતો અને કોઈ કામમાં મન નહોતું લાગતું. મન થતું હતું કે ત્યાં જઈ આવું અને એકવાર એનું મુખડું જોઈ આવું પણ ત્યાં જવામાં પણ અવરોધ હતો કારણકે અત્યાર સુધી ક્યારેય મારી આમ છોકરીઓ પાછળ ફરવાની આદત નહોતી એના કારણે હું ક્યારેય આવીરીતે કોઈ છોકરી પાછળ ગયો પણ નહોતો અને ત્યાં પણ મને વધારેભાગે કોઈ સ્ટાફ ઓળખતો નહોતો એટલે ત્યાં જવામાં પણ સંકોચ અને ડર લાગતો હતો. આખરે કંટાળીને હું મારા બીજા કામમાં લાગી ગયો. 1 વાગતા જમવાનો સમય થઇ ગયો અને બધા લોકો જમવા બેસવા લાગ્યા. અમારા સ્ટાફમાં બીજા પણ ઘણા એવા લોકો હતા જે ક્યારેય ટિફિન નહોતા લાવતા અને બહાર જમવા જતા હતા. આજે મેં પણ તે લોકો સાથે બહાર જમવા જવાનું નક્કી કર્યું. બહાર જમવા માટે જવાનુતો ફક્ત એક બહાનું જ હતું પણ હકીકતતો એ હતી કે કદાચ તેનો ચહેરો જોવા માટે મળી જાય. હું મારા 2 કલીગ નીતિન અને શ્રેય સાથે બહાર નીકળ્યો અને તેઓ પણ આજે મને આમ પહેલીવાર પોતાની સાથે આવતો જોઈને બોલ્યા.

શ્રેય:- સર આજે ટિફિન ભૂલી ગયા કે શું ?
હું:- ના, આંટી એક વિક માટે બહારગામ ગયા છે એટલે ટિફિન નથી આજે.
શ્રેય:- ખૂબ સરસ, ચાલો ત્યારે અમને લોકોને પણ કંપની મળી રહેશે.

અમે ત્રણેય લોકો લિફ્ટ પાસે પહોંચ્યા. લિફ્ટ અવવામાં સમય લાગે તેમ હતો અને મેં શ્રેય ને કહું કે ચાલો આપણે સિડી ઉતરીને જતા રહીએ લિફ્ટનો આમ પણ સમય લાગશે. એ બંને મારી સાથે સહમત થયા અને અમે ત્રણેય સીડી ઉતરવા લાગ્યા. અમે થર્ડ ફ્લોર પર પહોચયા અને મેં તેની ઓફીસ તરફ નજર ફેરવી. એમનો લોકોનો પણ લન્ચ ટાઈમ હતો જેના કારણે ઓફિસમાં અવાજ વધુ આવતો હતો. અમે થર્ડ ફ્લોર પરથી નીચે ઉતર્યા અને મારી ધારણા બિલકુલ સાચી પડી હતી આજે એને જોવાની. અમારી સિડી પછી આગળની સીડીમાં ત્રણ છોકરીઓ હતી અને એ ત્રણેય વાતોમાં મશગુલ હોવાના કારણે ધીરે-ધીરે ઉતરી રહી હતી. મારી નજર તેના પર પડી અને એજ છોકરી હતી જેની હું તલાશમાં હતો. એ ત્રણેય છોકરીઓએ પણ અમારા તરફ જોયું. મે એની સામે જોઇને એક સ્માઈલ કરી અને એણે પણ જવાબ એક સ્માઇલથી આપ્યો. એ તો મને ઓળખીજ ગઈ હતી કારણકે ગઈકાલે પણ અમારી મુલાકાત ઉસમાનપુરા થઈ હતી અને આજે સવારે પણ પાર્કિંગમાં થઈ હતી. એ લોકોએ અમને સાઈડ આપી અને અમે ઉતરીને આગળ નીકળી ગયા. અમે ત્રણેય બહાર પહોંચ્યા અને બહારની રેસ્ટોરેન્ટમાં ગયા. થોડીવારમાં તે પણ ત્યાં આવી અને અમારા સામેના ટેબલ પર આવીને બેસ્યા. હું એની સામે એવીરીતે બેઠો હતો કે જેથી અમે બંને એકબીજાને જોઈ શકીએ. અમે અમારો ઓર્ડર કર્યો અને થોડીવારમાં અમારો ઓર્ડર આવી પણ ગયો. આ દરમ્યાન મેં 2 થી 3 વાર એની સામે જોયું હતું અને એણે પણ આ વાત નોટિસ કરી હતી. અંતે જમવાનું પતાવીને અમે લોકો ત્યાંથી ઉભા થયા અને ચાલતા થયા. હું મારી ઓફિસમાં જઈને બેઠો અને બાકીનું કામ કરવા લાગ્યો. સાંજે ઓફિસથી છૂટીને નીચે પાર્કિંગમાં ગયો ત્યારે એનું એક્ટિવા ત્યાંથી જઈ ચૂક્યું હતું. કદાચ તે વહેલા નીકળી ગઈ હશે એવું વિચારીને મેં મારો રૂટ પકડ્યો અને ઘર તરફ ચાલતો થયો. સાંજે ઘરે જઈને અવી અને વિકી સાથે દિવસ દરમ્યાન શુ – શુ બન્યું એ વિશે વાત થઈ અને એ લોકો પણ આ વાત જાણીને ખુશ થયા. હજી અઠવાડિયા સુધી ટિફિન નહોતું આવવાનું એટલે અમારે બહાર જમવા જવાનું હતું.
*****
હવે આ મારું દરરોજનું શિડયુલ થઈ ગયું હતું. દરરોજ અમે બંને એકબીજા સાથે નજરો મિલાવતા હતા અને એકબીજાને ફક્ત સ્માઈલ આપીને નજરો ફેરવી લેતા હતા પણ મેં ક્યારેય વિચાર્યું નહોતું કે જે આંખો પાછળ હું ઘાયલ થયો છું એક દિવસ એજ આંખો મને સાચેજ ઘાયલ કરી દેશે. આજ સુધી ક્યારેય મારી એની સાથે વાતો કરવાની હિંમત નહોતી થતી. આખરે એ દિવસ આવીજ ગયો જે દિવસે પહેલીવાર એની સાથે વાતો કરવાનો મને ચાન્સ મળ્યો. તેમની ઓફિસમાં એક પીસીમાં સોફ્ટવેરનો પ્રોબ્લેમ હતો જેના સોલ્યુશન માટે તેમના હેડ એ અમને લોકોને રિકવેસ્ટ કરી હતી. મને ફક્ત એક ચાન્સ જોઈતો હતો ત્યાં જવાનો અને એની સાથે વાત કરવાનો. મે મારા બોસ સાથે વાત કરીને એમને જણાવ્યું કે હું હાલ ફ્રી છું અને મારી પાસે વધારે વર્કલોડ નથી તો હું ત્યાં જઈને પ્રોબ્લેમ સોલ્વ કરી આવી છું અને એમને વગર વિચાર કર્યે મને પરમિશન આપી દીધી. હું શિખા સાથે ત્યાં ગયો અને અમે ઓફિસમાં એન્ટર થયા. ત્યાં પહોંચીને તેમના હેડ એ મને પ્રોબ્લેમ વિશે જણાવ્યું અને તેઓ એ કોઈ વંશિકા નામની છોકરીને બોલાવી. થોડીવારમાં એ છોકરી ત્યાં આવી અને હું એને જોટોજ રહી ગયો કારણકે આ એજ છોકરી હતી જેની સાથે મને લવ એટ ફર્સ્ટ સાઈડ થયો હતો. એમના હેડે એને પીસી દેખાડવા માટે કહ્યું અને હું અને શિખા એની સાથઈ એના ટેબલ પર ગયા. શિખા આમ તો મારી જુનિયર હતી પણ મારી એક સારી મિત્ર પણ હતી અને એ હમેશા મારા વર્કમાં સાથેજ રહેતી હતી. આખી ઓફિસમાં મારે શિખા સાથે વધુ સારા સંબંધો હતા. મેં પટકન પીસીમાં એમનું સોફ્ટવેર ઓપન કર્યું અને પેલીને શુ પ્રોબ્લેમ આવે છે એના વિશે પૂછયું. એને મને પ્રેક્ટિકલી એમનો પ્રોબ્લેમ જણાવ્યો અને પછી હું સોફ્ટવેરમાં રહેલી ખામીઓ શોધવા લાગ્યો જેમાં શિખા પણ મારી હેલ્પ કરતી હતી અને વંશિકા બાજુમાં રહીને આ બધું જોઈ રહી હતી. આ દરમિયાન મારી પણ ઘણીવાર નજર એના તરફ દોરી જતી હતી. અડધા કલાક જેવા સમયમાં સોલ્યુશન મળી ગયું અને એમનું સોફ્ટવેર કમ્પ્લીટલી રન કરતું થઈ ગયું હતું. વંશિકાએ મને અને શિખાને થેન્ક્સ કહ્યું અને આગળની ફોર્મલિટી પુરી કરીને અમેં બન્ને ઓફિસની બહાર નીકળ્યા. ઓફિસની બહાર નિકળતાંજ શિખા બોલી.
શિખા :- સર, અડધી કલાક કેમ થઈ સોલ્યુશનમાં પ્રોબ્લેમતો તમે 10 મિનિટમાં જ શોધી કાઢ્યો હતો ને.
હું :- અરે કાંઈ નહિ એ તો હું સ્યોર નહોતો એટલે.
શિખા :- તમારી સાથે રહીને હું તમને ઘણા બધા ઓળખી ગઈ છું. હવે તમે સાચું કહેશો કે પછી હું જ જણાવી દઉં.
હું :- (અચકાતા) શુ જણાવીશ તું ?
શિખા :- એ જ કે તમને એ છોકરી બહુ ગમે છે.
હું :- એવું કાંઈ નથી હો. તું બહુ હોશિયાર થઈ ગઈ છે હે ?
શિખા :- અચ્છા તો વારંવાર એની તરફ કેમ જોતા હતા? તમારી પાસે પ્રોબ્લેમનું સોલ્યુશન હતું તો પણ તમે 20 મિનિટ વધારાની મને જોવા માટે તો લીધી નહિ હોય ને. અને એના સિવાય બીજી કોઈ છોકરી પણ નહોતી ત્યાં અને હમણાંથી તમે જોબ પર પણ વહેલા આવો છો અને પાર્કિંગમાં પણ વધુ સમય ઉભા રહો છો.
હું :- બસ, ચૂપ થઈ જા હવે તું મારી વાટ ના લગાવીશ.
શીખ :- ઠીક છે, પણ હવે કહી દો કે આ સાચું છે નહીતો હું એને જ જઈને બધું કહી દઈશ.
હું :- હા મારી માં, સાચું જ છે આ હવે તું એને જઈને ના કહેતી આ વાત.
શિખા :- ડોન્ટ વરી સર, હું એને કાંઈ નહિ કહું આ તો ખાલી જસ્ટ મજાક હતી તમારી પાસેથઈ સાચું બોલાવડાવવા માટે.
હું :- હમણાંથી તું બહુ માથે ચડતી જાય છે.
શિખા :- શુ બોલ્યા તમે ?
હું :- અરે કાંઈ નહી એતો ભૂલથી મોઢામાંથી નીકળી ગયું.
શિખા :- બોલતા પણ નહીં. નહીતો તમને હેલ્પ નહિ કરું વાત આગળ વધારવામાં.(હસવા લાગી)
હું :- મારા પણ દિવસો આવશે હો જોઈ લેજે.
અમે લોકો અમારી ઓફિસના દરવાજા પાસે પહોંચી ગયા અને અમારી વાત પર પૂર્ણવિરામ મૂક્યું. અત્યાર સુધી ફક્ત અવી અને વિકી આ વાત જાણતા હતા પણ હવે શિખા પણ આ વાત જાણી ગઈ હતી કે મને વંશિકા ગમતી હતી. એ વાતને લઈને એક-બે દિવસ વંશિકાનું કોઈ રિએક્શન નહોતું જ્યારે પણ અમે સામે મળતા અમારા વચ્ચે ફક્ત એક સ્માઇલથી જવાબ અપાતો હતો. આમ વધુ ત્રણ – ચાર દિવસ નીકળી ગયા પણ ન તો શિખાએ મારી સાથે વંશિકા રિલેટેડ કોઈ વાત કરી હતી કે ના તો મારી વંશિકા સાથે વાત આગળ વધતી હતી. હું હજી ત્યાંજ અટકીને પડ્યો હતો. જીવનમાં પહેલીવાર કોઈ માટે આટલો બધો પ્રેમ હતો અને મને સમજાતું નહોતું કે ક્યારે અમારી વાત આગળ વધશે અને સૌ પરથમતો એની સાથે ફ્રેન્ડશીપ થશે કારણકે બે વ્યક્તિ વચ્ચે પ્રેમ થતા પહેલા શરૂઆત ફ્રેન્ડશિપથી જ થહાય છે જેના કારણે એ લોકો એકબીજાને ઓળખતા અને સમજતા થાય છે અને જ્યારે તે બંને એકબીજાને સમજવા લાગે ત્યારેજ બંને વચ્ચે રહેલો સંબંધ આગળ વધી શકે છે. આવી રીતે સમય પસાર થઈ રહ્યો હતો અને અચાનક 1 વિક પછી રવિવારના દિવસે સવારમાં મારા મોબાઈલમાં એક કોલ આવ્યો. હું ફ્રી જ હતો અને અજાણ્યો નંબર જોઈને મને લાગ્યું નક્કી કદાચ કોઈ બહારનું જ હશે અથવા કોઈ ક્લાયન્ટનો કોલ હશે કારણકે ઘણીવાર રવિવારના દિવસે ક્લાયન્ટને કોલ આવતા હતા અમુક પ્રોબ્લેમ્સના સોલ્યુશન માટે જે અમારા માટે ત્રાસદાયીરૂપ લાગતા હતા. કારણકે એક દિવસ પોતાના માટે ફાળવવા માટે મળતો હોય છે અને એમાં પણ આવીરીતે કોઈ કોલ આવે એટલે અડધી કલાક જેવી વાત થઈ જાય અને એ અડધી કલાકમાં આપણું મગજ ગોટાળે ચડાવી દે. મેં પહેલા એ નંબર પર નજર ફેરવી અને અંતે હું ફ્રી હતો અને અવી-વિકી પણ એમના કામથી બહાર ગયા હતા એટલે મને પણ ઘરમાં બેઠા-બેઠા કંટાળો આવતો હતો એટલે મેં કોલ રિસીવ કરી થોડો સમય પસાર કરવાનું વિચારી લીધું. મેં જેવો કોલ રિસીવ કર્યો કે સામેના છેડેથી એક અવાજ આવ્યો.

To be Continued...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED