હું તારી યાદમાં 2 - (ભાગ-૨૩) Anand Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું તારી યાદમાં 2 - (ભાગ-૨૩)

"શું કામ છે એટલું અગત્યનું ?" હું અને વંશિકા એક સાથે બોલી ઊઠ્યા.
શિખા :- રુદ્ર સર ભૂલી ગયા હશે એટલે હું જણાવી દઉં. સર આ શનિવારે ૯ એપ્રિલ છે. તમને યાદ છે તે દિવસે શું છે ?
હું :- શિખા ખરેખર યાદ નથી મને. પ્લીઝ યાદ કરાવીશ કે શું છે ?
શિખા :- મને ખબર હતી કે તમે ભૂલી ગયા હશો. સર મારો જન્મદિવસ છે.
હું :- ઑહ શીટ યાર, સોરી શિખા હું ભૂલી ગયો હતો.
શિખા :- ઈટ્સ ઓકે કોઈ વાંધો નહીં. તો હવે વાત એમ છે કે શનિવારે સાંજે મારા ઘરે પાર્ટી રાખેલી છે. એટલે તમે બંને લોકો ઇન્વાઇટેડ છો. રુદ્ર સર મારે તમને પર્સનલી જણાવવાની જરૂર નથી પણ વંશિકા હું તને પર્સનલી કહું છું. તારે બર્થડે પાર્ટીમાં આવવાનું જ છે. કોઈ પણ બહાનું નહીં ચાલે અને તું પાર્ટીમાં આવીશ તો મને ખૂબ ગમશે.
વંશિકા :- સારું શિખા, તે કીધું છે એટલે હું પાક્કુ આવીશ બસ. પણ મે તારું ઘર નથી જોયું તો મને તારે એડ્રેસ આપવું પડશે.
શિખા :- એનું ટેન્શન તું ના લઈશ. રુદ્રસર છે ને તે તને હેલ્પ કરશે તું એમને કોન્ટેક્ટ કરી લેજે અને તેમની સાથે આવજે. 
હું :- સારું ના પ્રોબ્લેમ, હું વંશિકાને લેતો આવીશ. વંશિકા તને કોઈ પ્રોબ્લેમ તો નથી ને ?
વંશિકા :- ના, એમાં શું પ્રોબ્લેમ હોય.
શિખા :- ખૂબ સરસ, બસ આજ કામ હતું એટલે મને થયું ફોનમાં જણાવવું એના કરતાં તને રૂબરૂ વાત કરીને જણાવી દઉં.
હું :- સારું થયું કે તે રૂબરૂ વાત કરી લીધી. 
શિખા :- બાય ધ વે વંશિકા કેવું ચાલે છે બધું લાઇફમાં ?
હું અને વંશિકા બંન્ને સ્તબ્ધ થઈ ગયા કે શિખા આ શું પૂછી રહી છે. વંશિકા પણ એનો જવાબ આપવા માટે તૈયાર જ હતી. અને તેને ખચકાટ અનુભવ્યા વગર જવાબ આપ્યો. 
વંશિકા :- એટલે ?
શિખા :- આઈ મીન લાઇફ કેવી ચાલે છે એમ જોબ અને બીજું બધું.
વંશિકા :- બસ જો સરસ ચાલે છે. આખો દિવસ જોબ અને ઘરે જઈને કામ. આખો દિવસ ક્યાં જતો રહે છે તેની ખબર નથી રહેતી. ખાલી રવિવારનો દિવસ મળે છે આરામ કરવા પણ કોઈ કામના લીધે બહાર જવાનું થાય એટલે ક્યારેક તે પણ જતો રહે છે.
શિખા :- સાચી વાત છે મારી પણ લાઇફ કંઈક આવી જ છે. આ બાબતે રુદ્ર સર વધુ લકી છે.
હું :- તમારા બંન્ને વચ્ચે તમે લોકો મને કેમ લાવી રહ્યા છો ? 
વંશિકા :- એનું કહેવાનું સાચું છે રુદ્ર, તમારે અમારી જેમ કામ તો નથી કરવું પડતું ઘરે જઈને. જમવાનું પણ તમને તૈયાર મળે છે અને રવિવારના દિવસે પણ તમે આરામ કરી શકો છો.
હું :- તમારી વાત સાચી છે પણ રવિવારનો દિવસ મારો પણ તમારા જેવો જ હોય છે અને કામ કહીને થોડું આવે છે એતો રવિવારે પણ આવી જાય. સવારમાં સૂતા હોય અને કોઈકનો ફોન આવી જાય નાના મોટા કામ માટે તો ના પણ ન પડી શકાય બહાર પણ જવું પડે. (શિખા અને વંશિકા બંન્ને મારી વાતનો મતલબ સમજી ગયા હતા. અત્યારે પહેલા તે બંન્ને મારી મજા લઈ રહ્યા હતા કામ બાબતે પણ મે જે જવાબ આપ્યો એમાં તે લોકો સમજી ગયા હતા કે હવે હું તેમની મજા લઈ રહ્યો છું કારણકે આટલા સમયમાં આ બન્નેએ મને રવિવારના દિવસે સવારે ફોન કરીને ઉઠાડેલો પણ ખરો એમના કામ માટે અને વંશિકાના કામ માટે હું બહાર પણ ગયેલો તેને મળવા માટે એટલે હવે તે લોકો ચૂપ થઈ ગયા.)
શિખા :- અરે અમારો મતલબ હતો કે તમને થોડો ટાઈમ મળી રહે અમારી જેમ વધુ વ્યસ્ત શિડ્યુલ ના હોય ને તમારું રવિવારના દિવસે.
વંશિકા :- હા શિખાની વાત સાચી છે.
હું :- હું તમારી વાત સારી રીતે સમજી શકું છું કે તમે બંને થઈને મારી મસ્તી કરી રહ્યા છો.
વંશિકા :- ના રુદ્ર એવું પણ નથી આ તો ફક્ત નાની એવી મજાક હતી.
શિખા :- હા સર ચિંતા ના કરશો. જુઓ જરા વાતો વાતોમાં આપણે લોકોએ જમી પણ લીધું અને ખબર પણ ના રહી.
વંશિકા :- (એને હાથપર પહેરેલી ઘડિયાળમાં જોયું) હા યાર અને ૨:૦૦ વાગી ગયા મારે પણ જવું પડશે હવે. 
હું :- હા સ્યોર, ના પ્રોબ્લેમ શિખા પ્લીઝ વંશિકાને...
શિખા :- હા સર હું સમજી ગઈ ડોન્ટ વરી હું એને કંપની આપું છું.
શિકા :- થૅન્ક યુ રુદ્ર એન્ડ શિખા. ચાલ શિખા આપણે જઈએ હવે.
વંશિકા અને શિખા બંને મારી મનની વાત સમજી ગયા હતા કે હું શિખાને વંશિકાની સાથે ઓફિસની બહાર સુધી ડ્રોપ કરવા માટે જવાનું કહી રહ્યો હતો. વંશિકાને તે વાતનો ખાસ ખ્યાલ હતો કે ઓફિસમાં હોવાના કારણે હું એમની સાથે નહોતો જવાનો. તે બંને સાથે ઓફિસની બહાર નીકળ્યા અને હું પણ મારી ઓફિસની બહાર નીકળીને ઊભો રહ્યો. શિખા વંશિકા સાથે એને બહાર સુધી મૂકવા જઈ રહી હતી. મારી નજર વંશિકા પર હતી અને તેને જતી હું જોઈ રહ્યો હતો. જે વાતની વંશિકાને ખબર જ હતી પણ તને પાછળ ફરીને જોયું નહીં અને શિખા સાથે કંઈક વાત કરવા લાગી. શિખાએ થોડીવારમાં પાછળ ફરીને જોયું અને હજી મારી નજર ત્યાજ હતી. શિખાએ પાછળ જોઈને મારી સામે કંઈક ધીરેથી એને પોતાના હોઠ હલાવ્યા જેની લેન્ગવેજ પરથી મને સમજાઈ ગયું કે શિખા "થરકી કહીકે" એવું બોલી રહી હતી મને. 
"બેટા તું પાછી આવ પછી તારી ખબર લઉ છું" મે મારા મનમાં શિખાને જવાબ આપ્યો અને હું મારી ઓફિસમાં જતો રહ્યો કારણકે મને ખબર હતી કે હવે શિખા મારા બોલાવ્યા વગર પાછી મારી પાસે આવવાની નહોતી.
૨૦ મિનિટ જેવો સમય થઈ ગયો હતો હું મારી ઓફિસમાં બેઠો હતો. હજી સુધી શિખા ઓફિસમાં આવી નહોતી. મારે તેની અગત્યની સાથે વાત કરવી હતી એટલે મેં સામેથી એને ફોન કર્યો અને ઓફિસમાં બોલાવી. જેવી તે ઓફીસમાં આવી તરત હું મારી ખુરશી પરથી ઊભો થઈ ગયો.
"હું તને થરકી લાગુ છું." મે થોડી ગુસ્સાભરી નજરે શિખા સામે જોઈને કહ્યું.
શિખા :- હું ક્યાં એવું બોલી ?
હું :- બેટા તારી હોઠોની ભાષા હું સારી રીતે સમજું છું.
શિખા :- ઉપસ્ સોરી, ગલતી સે નિકલ ગયા ભૈયા. પ્લીઝ અપની છોટી બહન કો માફ કર દીજીયે.
હું :- અચ્છા હવે ભાઈ યાદ આવે છે તને. 
શિખા :- સોરી, ખોટું ન લગાડશો હું મજાક કરતી હતી. પણ તમે એવી રીતે ભાભીને જોઈ રહ્યા હતા એટલે મને થયું કે તમારી મજા લઉં થોડી.
હું :- બસ હવે નો મજાક ઓકે. અહીંયા બેસ મારે તારી સાથે વાત કરવી છે.
શિખા :- મને ખબર છે તમારે શું વાત કરવી છે. 
હું :- અચ્છા તને કઈ રીતે ખબર ?
શિખા :- જેમ તમે મને ઓળખો છો તેમ હું પણ તમને ઓળખું છું. 
હું :- ચાલ તો હવે પોઇન્ટ પર આવ.
શિખા :- સાંભળો, વાત એમ છે કે હું તમારી મદદ કરી રહી હતી. આમ તો તમે અને ભાભી મળશો નહીં પણ મને થયું આ એક બહાનું સારું છે તમે લોકો સાથે આવશો અને તે બહાને તમને સાથે થોડો સમય વિતાવવાનો મોકો મળશે. 
હું :- અચ્છા એટલે તે પાર્ટી રાખી દીધી એમને.
શિખા :- ના, કોઈ મોટી પાર્ટી નથી રાખી. આમ પણ હું મારો બર્થડે મારી ફેમિલી સાથે સેલિબ્રેટ કરવાની જ હતી અને તમે પણ મારા ફેમિલી મેમ્બર છો. તમારે તો આવવાનું જ હતું પણ તમારી સાથે સાથે ભાભી પણ આવે તો તમારી જોડીને ચાર ચાંદ લાગી જાય. મે ઓફિસમાંથી પણ વધુ કોઈને ઇન્વાઇટ નથી કર્યા. ફક્ત મારા ફેમિલી મેમ્બર્સ અને થોડા એવા જાણીતા લોકોને બોલાવ્યા છે એટલે વધુ લોકો નહીં હોય. આ બહાને તમે બંને સાથે થોડો સમય વિતાવશો અને એકબીજાની વધુ નજીક આવશો. 
હું :- અચ્છા, ખૂબ સરસ વિચારો ધરાવે છે તું. બાય ધ વે તને આવો આઇડિયા આવ્યો ક્યારે ?
શિખા :- આજે સવારે તમે મને બધી વાત જણાવી એટલે મને વિચાર આવ્યો.
હું :- તો તે મારી સાથે આ આઇડિયા પહેલા શેર કેમ ના કર્યો ?
શિખા :- બધું તમને જણાવી દેત તો પછી તમારો ઉત્સાહ તમારા ફેસ પર ક્યાંથી જોઈ શકેત હું ?
હું :- સરસ, વાંધો નહીં હું ખુશ છું તારા વિચારોથી. હું વંશિકાને લઈને આવીશ.
શિખા :- વેરી ગુડ, ચાલો હવે હું જાઉં મારું આગળનું કામ પૂરું કરવા માટે.
હું :- સારું તું જઈ શકે છે.
શિખા ઓફિસની બહાર ગઈ અને હું મારા કામમાં લાગી ગયો. મને વિચાર આવ્યો કે શિખાએ આ ખૂબ સરસ કામ કર્યું પણ હું વંશિકાને લઈને કઈ રીતે આવીશ ત્યાં. અત્યાર સુધી મેં ક્યારેય કોઈ છોકરીને એવીરીતે પિક નહોતી કરી ફક્ત શિખા શિવાય. શિખાની વાત આખી અલગ હતી તેનું ફેમિલી મને સારી રીતે ઓળખતું હતું એટલે ત્યાં જવામાં મને થોડો પણ ખચકાટ નહોતો અનુભવાતો પણ વંશિકાની ફેમિલીમાં હજુ સુધી હું કોઈ ને ઓળખતો પણ નહોતો. અરે, હજુ સુધી એનું ઘર કઇ જગ્યાએ આવ્યું તે પણ મને નહોતી ખબર. અમદાવાદમાં આટલા બધા એરિયા છે અને એમાં પણ પાલડી કાઈ નાનું એવું થોડી છે કે મને જાણ હોય વંશિકાના ઘર વિશે. હું એને કઈ રીતે પિક કરવા માટે જઈશ અથવા તેને ક્યાંક બહાર બોલાવી લઉ અને ત્યાંથી તેને પિક કરી લઉ કારણકે મને શરમ પણ આવતી હતી અને ખચકાટ પણ અનુભવાતો હતો. શિખાએ ડાહી થઈને વંશિકાને કહી દીધું કે રુદ્ર બધું અરેન્જમેન્ટ કરી આપશે. હવે હું ફસાયો હતો કે મારે કરવું શું જોઈએ આવી સ્થિતિમાં. વંશિકાને હું એવું પણ ન કહી શકું કે મને ખચકાટ થાય છે એટલે હું તને પિક નહીં કરી શકું. જો આવું કહું તો તેને ખોટું પણ લાગી જાય અને મારાથી નારાજ થઈ જાય. હશે ચાલો, જોઈ લઈશું આગળ જે હશે તે. 
"શું વિચાર્યું છે તમે શિખા માટે કઈ સ્પેશિયલ ગિફ્ટ લેવાનું ?" વંશિકાએ મને એડવાન્સ પ્લાનિંગમાં સવાલ પૂછ્યો.
હું :- હજુ કાઈ વિચાર્યું નથી મે. તે કાઈ વિચાર્યું છે ?
વંશિકા :- ના મે પણ કાઈ નથી વિચાર્યું.
હું :- આપણે એક કામ કરી શકીએ. તારે કોઈ ગિફ્ટ લેવાની જરૂર નથી. આપણે બન્ને એક જ ગિફ્ટ આપીશું.
વંશિકા :- અરે, આ વળી કેવો વિચાર આવ્યો ? આવું કાઈ થોડું સારું લાગશે આપણે બન્ને એક ગિફ્ટ આપીએ. તે મારી નવી નવી ફ્રેન્ડ બની છે મારે તેને કંઈક ગિફ્ટ આપવું પડશે. હું આવી રીતે ના આવી શકું.
હું :- હું છું ને, તું ચિંતા ના કરીશ. એને આપણને એકસાથે એટલે જ ઇન્વાઇટ કર્યા છે. 
વંશિકા :- શું એટલે તમારો કહેવાનો મતલબ શું છે ?
હું :- અરે મારો મતલબ એવો છે કે એને આપણને સાથે આવવાનું કહ્યું છે એટલે આપણે સાથે એક ગિફ્ટ લઈને જઈશું સારું જે તેને ખૂબ પસંદ આવે. બીજી વાત કે મને કોઈ છોકરીને શું ગિફ્ટ આપવું તે ખબર નથી પડતી એટલે સારું રહેશે કે આપણે બન્ને એક ગિફ્ટ લઈએ. તું હેલ્પ કરજે મને કે શું ગિફ્ટ લેવું જોઈએ તેના માટે. કારણકે તું સારી રીતે સમજી શકે કે કોઈ છોકરીને શું ગિફ્ટ આપવું જોઈએ.
વંશિકા :- રુદ્ર, તમે સ્યોર છો કે એક ગિફ્ટ આપીશું તો સારું રહેશે ? આઈ મીન મને થોડો ખચકાટ થાય છે.
હું :- હજી પણ કહું છું તું ચિંતા ના કરીશ. (અમારા બંનેનું એક ગિફ્ટ આપવાનું કારણ મને તે પણ યોગ્ય લાગ્યું કે અમે સાથે કપલની જેમ ત્યાં સાથે જઈએ. કારણકે આવી રીતે સાથે જવાની ફિલિંગ અલગજ પ્રકારની હતી. મને લાગતું હતું કે આવો આઇડિયા અમારા વચ્ચેની સ્પેસ થોડી વધુ ઓછી હશે એટલે મને આવો બેવકૂફ જેવો વિચાર આવ્યો હતો પણ હું વંશિકાને મારો વિચાર ડાયરેક્ટ નહોતો જવાની શકતો એટલે હું તેને એવીરીતે કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. સાચે જ યાર, પ્રેમ માટે શું શું કરવું પડે છે તેનો મને હવે છેક ખ્યાલ આવી રહ્યો હતો.)
વંશિકા :- ઠીક છે મને તમારા પર ભરોસો છે. પણ મારી એક શરત છે. શિખા માટે ગિફ્ટ હું લઈશ. હું તમને એમ હેલ્પ પણ નહીં કરી શકું. હું મારી જાતે વિચારીને એના માટે ગિફ્ટ લઈશ અને પછી તમને જણાવીશ. અને બીજી વાત કે તેનું પેમેન્ટ પણ હું કરીશ. જો તમને મંજૂર હોય તો જ આપણે તમારા આઇડિયાને આગળ સંમતિ આપીશું.
હું :- મેડમ, હું તમને આગળ કાઈ નહીં કહી શકું. પણ આવી વાત થોડી ચાલે આપણે સાથે ગિફ્ટ લઈશું તો પેમેન્ટ પણ હું આપીશ. તારે થોડું પેમેન્ટ કરવાનું હોય ! હું તારી સાથે છું ત્યાં સુધી તારે પેમેન્ટ ના કરવાનું હોય.
વંશિકા :- નો, આવું નહીં ચાલે મે પહેલા તમારી સામે શરત મૂકી છે. બાય ધ વે, બધી છોકરી એવી નથી હોતી કે જેન્ટ્સ પાસેથી પેમેન્ટ લે. હું પણ ઇન્ડિપેંડેન્ટ છું અને જોબ પણ કરું છું તો પછી પેમેન્ટ પણ હું જ કરીશ. બોલો છે મંજૂર ?
હું :- તું બહુ જીદ્દી થઈ ગઈ છે. મારે હારવું પડશે તારી સામે. મને મંજૂર છે બસ. હવે તો ખુશ ને ?
વંશિકા :- હા ખુશ પણ હું જિદ્દી નથી એક મેચ્યોર ગર્લ છું. 
હું :- સરસ મને ગમી તારી આ મેચ્યોરિટી.
વંશિકા :- અચ્છા, તમને મારી મેચ્યોરિટી ગમી એમ બીજું શું ગમ્યું ?
(મારા શરીરમાં ધ્રૂજારી આવી ગઈ. આ છોકરીએ આવો સવાલ પૂછી લીધો ડાયરેક્ટ. આ છોકરી તો મેચ્યોર સાથે ફોરવર્ડ પણ નીકળી. ઇનડાયરેક્ટલી મારી પાસે પ્રપોઝ કરાવવા માગે છે પણ મને તો ખૂબ ડર લાગી ગયો. મારે આને શું જવાબ આપવો જોઈએ મને સમજણ નહોતી પડતી. હવે મને એનામાં શું શું ગમે છે તે તેને કઈ રીતે જણાવું. તારી કાતિલ આંખો જેને પહેલીવાર ઉસ્માનપુરા ટ્રાફિકમાં જોઈને હું ઘાયલ થઈ ગયો હતો. ઓફિસ પાર્કિગમાં પહેલીવાર તે તારો દુપટ્ટો તારા ફેસ પરથી હટાવ્યો ત્યારે તારો સુંદર ચહેરો જોઈને હું તારો દીવાનો થઈ ગયો હતો. જ્યારે તારી સાથે આલ્ફવન મોલમાં ફરવા માટે ગયો હતો ત્યારે તારી આંખોથી વાત કરવાની રીત મને ગમી ગઈ હતી. જ્યારે ઓફિસમાં બહાર રહેતો ત્યારે મારું જમવાની ચિંતા કરવાની તારી જીદ ગમી ગઈ હતી. પહેલીવાર તને ઇન્ડિયન કલ્ચર આઉટફિટમાં જોઈ ત્યારે તું મને આ દુનિયાની સૌથી સુંદર છોકરી લાગી હતી. આટલું બધું તો મને ગમતું હતું આને આના સિવાય બીજું ઘણું બધું હતું જે મને ગમતું હતું પણ હું તને કહી નથી શકતો. છતાં પણ હવે તે મને જણાવવાનો મોકો આપ્યો છે તો હું પણ તને ઇન ડાયરેક્ટલી કહી દઉં છું કે મને શું ગમ્યું.)
હું :- તું જ ગમી ગઈ મને. (મને ખબર નહોતી મારામાં આટલી હિંમત ક્યાંથી આવી પણ જ્યારે એણે મને આવો સવાલ પૂછ્યો એટલે મે પણ આવો ચાન્સ જવા દીધા વગર તેણે આપેલી તક ઝડપી લીધી અને ભોળપણમાં આવીને મે તેને ઇનડાયરેક્ટલી પ્રપોઝ કરતો એક મેસેજ કરી દીધો જેને તેણે તરત જ સીન પણ કરી લીધો.)