ફરે તે ફરફરે - 91 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરે તે ફરફરે - 91

૯૧

 

આજના સમાચાર છે કે નેશવીલમા નાગા માણસે ગનફાયર કરી બે જણને

ઉડાવી દીધા બસ એ જ ગામમા અમે ઇંડીયન ફુડની જ્યાફત કરી હતી બેનદિવસ પહેલા એ યાદ આવી ગયુ .અનેબાકીની ૮ કલાકની સફર માટે નિકળવાનુ હતુ ..આ ફારમર માર્કેટ એટલે શાક મારકેટ.હજી મુંબઇ અમદાવાદ જેવા મોટા શહેરને છોડીને આખા દેશમા સવારે શાકમાર્કેટ મા તાજુ શાક લઇ ખેડુતો જ ડાયરેક્ટ આવે .અમરેલીમા મારા બાપુજીની સાથે સાથે શાક લેવા જાઉં ત્યારે બાપા કસીને ભાવ કરે તાજુ શાક કેમ વિણવાનુ એ બધુ હું બાપુજી ઉર્ફે ભાઇ પાંસેથી શીખ્યો.

ચારપાંચ જાતના રીંગણા મા સૌથી મીઠા કયા ,તુરીયા કડવા હોય શકે માટે

ચાખીને જ લેવાય આવુ બધ્ધુ શીખ્યો પણ હાય.....મારા દિકરાએ ધરાર

ઇન્કાર કરેલો ...આ ફાર્મર માર્કેટમા તાજા શાક જોયા ને દિકરાને શીખવવાનો

ઉમળકો જાગ્યો ત્યાં જ એલાને જંગ થયુ"ચલો હરી અપ...ગેટીગ લેઇટ"

......

ચાલો બધ્ધા ઘડીયાળ એક કલાક આગળ કરો...હવે આપણે ઇસ્ટકોસ્ટ

આવી ગયા છીએ...દેવદાર અને ચીડના સો સો ફુટ ઉંચા વૃક્ષોની ગાઢી

વનરાજીવાળા જંગલ વચ્ચેથી આ હાઇવે પસાર થતો હતો.ક્યાક ગાઢી

હરિયાળી વચ્ચે નાનીમોટી વસાહતો તો ક્યાક ખેતરમા ચરતા ઘોડાના ઝુંડ

હાઇવે નજીક આરામથી હરણાઓ ચરતા હતા ...રાતના સીનસીનાટીથી

પસાર થયા ..હીલી સીટી ની રચના અદભુત લાગી.બહુ જુનુ શહેર સાથે

નવુ આધુનિક શહેર પણ જોડાઇ ગયુ હતુ...ટાવર લાયબ્રેરી અને ચર્ચ

મ્યુનસિપલ બિલ્ડીગપણ ભવ્ય હતુ.માઇકોટેલ હોટેલ રાતના દસે પહોંચ્યા

ત્યારે નાઇગ્રા ફોલના સપનાએ ઘેરી લીધો હતો...

......

સવારે ખુશનુમા વાતાવરણમા બધા ફટાફટ તૈયાર થઇ ગયા ફરી સીનસીનાટી

ની સવાર જોતા બફેલો જવા નિકળ્યા ત્યારે અમેરીકનો ઉપર દયા આવી,

ગામનુ નામ બફેલો ?અમેરિકામા ભેંસ તો છે નહી ..!"ભાઇ આમા મારા બહેરા

કાને કંઇ લોચો તો નથી કર્યોને? બફેલો જ કે બાફેલો?"

“ડેડી આમા આપણા બોંગોલી જેવુ છે તમે બાફેલો કહશો તો તમારી સામે કોઇ

ઘુરકશે નહી"દિકરો બાપાને સટાસટી કરતો હતો ,અન્યોને તો મજા પડી ગઇ.

 ગુજરાતીના એક જાણીતા કવિ અંહીયા રહે છે.. ફેસબુકમાં મારા મિત્ર હતા પણ એમની એટલી બધી બડાશોની વાતો મારાથી સહન ન થઇ “આ સુરેશ દલાલ કાયમ મારે ત્યાંજ ઉતરે કવિઓનુ મારું ઘર અડ્ડો છે .. હા ભાઇ ગુજરાતી કવિઓ જ્યારે અમેરિકા પ્રોગ્રામ માટે આવે ત્યારે યજમાનને વિનંતી કરે કે નાયેગ્રફોલ તો લઇ જા ત્યારે સહુ એ કવિ ગઝલકારને કે લેખકને મારે ત્યાં મુકી જાય.. પછી રમેશ પારેખની વાત આવી એટલે મારુ લોહી ધગધગ્યું .. રમેશભાઇને લઇને મારા એક સ્નેહી અમેરિકામાં પ્રોગ્રામ કરવા આવ્યા હતા ..એ પણ મારે ત્યાંજ રહે .. હું મુંબઇ ચેમ્બુરમા રહું ને એ ભાઇ પણ તેના પાડોશી પછી કૈલાસ પંડિતને મેં ઉભો કર્યો.. મારા જેવો જાણતો ગઝલકાર કોઇ નથી મેં ૧૦૦ ઉપર મુશાયરા કર્યા છે ..” 

“ ભાઇ તું મહા કર્ણ દાનેશ્વરી સર્વોત્તમ સર્જક તું મહારાજ શિવાજી તું રાણા પ્રતાપ બસ..? તારી શેખી બંધ કર “

પછી અનફ્ંન્ડ કરી દીધો .. એમને અને મધુરાયને ઉભુ ન ભડે એટલે એની વાતેવાતે અપમાનજનક ટેર લે .. મધૂભાઇ મારા પ્રિય સર્જક પછી એ જનાબને આઉટ કરી દીધા એ અંહી બફેલો ઇંડીયન સમાજ કે ગુજરાતી સમાજનો ઝંડો લઇ ફરકાવ્યા કરે. અમે હવે બેરાજ્યને પારકર્યા હતા એક ટેનેસી અને હવે ઓહાયો...(બોલતા જ

ઓડકાર આવે એવુ નામ...!)એ ઓહાયો પણ ગયુ ને ન્યુયોર્ક સ્ટેટમાં

નાયેગ્રાથી ૨૦ માઇલ દુર બફેલો પહોંચતા પહેલા કોલંબસ સીટી આવ્યુ

એટલે મેં આંગળી ઉંચી કરી..."ડેડી વોશરુમ જવુ છે?"

“આ કોલંબસ અહી કઇ રીતે આવ્યો?" એણે તો ઇંડીયાની શોધ કરી હતી .. કાલીકટ બંદરે ઉતરેલો એ મને બરાબર યાદ છે.. તો અંહીયા કોલંબસ કઇ રીતે આવે ?

“ડેડી આ બીજો કોલંબસ છે ..મુળ કોલંબસનો માસીનાદિકરો ભાઇ છે તમને તો ખબર છે કે આ અંગ્રેજી ભાષામાં નામ બહુ મળતા નથી એટલે મુળ કોલંબસ પછી સો વરસે આ નવો કોલંબસ આવ્યો હતો ..ઓકે ?" દિકરાને પહેલી વખત પરસેવો વળી ગયો..

“મને લાગે છે મારી જીગ્નાસા વૃત્તિ ઉપર તું પ્રહાર કરી રહ્યો છે "

મને બફેલો આવતા પહેલા ઢીક લાગવી ચાલુ થઇ ગઇ હતી .એક બાજૂ

રોડની બન્ને તરફ દ્રાક્ષનાબગીચા વચ્ચે વાઇનરીઓ લલચાવતી હતી તો બીજી

તરફ ટોલ ઉપર ટોલનાકાવાળા અમારા જેવા પ્રવાસીઓ પાસે થી ડોલરો ચરકાવતા હતા...મનમા અઝીઝ નાઝાની એક બાજુ વાઈનરીઓ જોઇ કવ્વાલી ચાલતી હતી"ઝુમ બરાબર ઝુમ શરાબી ઝુમ ઝુમ"....