ફરે તે ફરફરે - 90 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરે તે ફરફરે - 90

૯૦

ગાડીમા ફરી ફરી અને બધ્ધા એ જોવા લાયક સ્થળોના દુરથી દરશન કર્યા

કેથેડ્રલ ચર્ચના જીસસ ને બે હાથ જોડી જૈ શ્રી કૃષ્ણ કર્યા તેમણે પણ 

ઉભોઆડો ચોકડો મારી બ્લીસ માય સન કર્યુ."હાલો હવે મોટી હવેલીના

દરશન થઇ ગયા એટલે હવે ટાઇમ સ્કેવરના પાપ ગણાશે નહી..."

બાકીના મેંમ્બરો મારી સામે તાકી રહ્યા...મારે ઘરમાંયે ઘણી વખત ફોડ

પાડવો પડે છે મારી ગુઢ વાણી મરમ ગહેરી હોય છે પણ અમુક જંતુઓ

નથી સમજી શકતા તેનો કોઇ હરખ શોક ન કરાય તેમ ગીતામાં કહ્યુ છે...

ઘણા ધાર્મિકો ભગવાન પાંસે છાનાંછાનાં પાપ કબુલ કરી ને આજીજી

કરતા હોય છે "બસ હવે નહી કરુ વચન આપુ છુ"આવા ભગવાનને

વચન આપી છેતરનારા મંદિર દેરાસર મસ્જીદ કે ગીરજાઘર બહાર

નિકળતા જ “હતા ત્યાં ના ત્યાં “થઇ જાય છે એટલે જ ભગવાનોએ બોલવાનુ

બંધ કરી દીધુ...

એક વખત જ્યાં તમામ મોટા ફિલ્મ સ્ટુડીયો હતા એવી સાકડી ગલ્લીમા

હવે થીયેટરો છે ત્યાં પાર્કીંગ લોટમા ગાડી પાર્ક કરી ટાઇમ સ્કેવરના ચોકમાં

પહોંચ્યાં ત્યારે સમજાયુ કે દુનિયા આખીના ટુરીસ્ટોને ડીઝનીલેન્ડ નાયગરા

ફોલ્સ સ્વતંત્રતાની દેવી અને આ ટાઇમ સ્કેવર બસ આ બધુ એટલે

 હવે મારે જ લોકો અમેરિકા નથી આવ્યા કે અમેરિકા માટે ઓહોઓહ થાય છે જાણે કે મોટુ સ્વર્ગ હોય… હકીકત તો એ છે આ ટાઇમસ્કેવેર એ ન્યુયોર્કના લોકો વરસો પહેલાં શનિવારે સાંજે મળે હતો બધા ગીતો ગાય મ્યુઝિક કોન્સર્ટ થાય મન ભરીને નાચે સાથે સીગરેટના કશ લે દારૂ પીવે એ મોજ મોડી સાંજ સુધી રાત સુધી ચાલતી કારણકે અંહીયાજ હોલીવુડના તમામ મોટા સ્ટુડિયો હતા .. શુટીંગ પછી બહાર નીકળે ત્યારે એ મોટા સ્ટાર હીરો હીરોઇન ડાયરેક્ટો ને નિહાળવા એમની ઝાંખી કરવા દુનિયા આખીના ફિલ્મ રસીયાઓ ઉમટી પડતા .. ક્યારે કોઇ સ્ટાર કે હીરોઇન પણ લોકો સાથે હાથ મિલાવે નજરે જોવા મળે એટલે આ ટાઇમ સ્ક્વેર પ્રખ્યાત થયો હતો .. પણ સમયની સાથે એકપછી એક સ્ટુડિયો બંધ થઇ ગયા.. જુનિયર આર્ટિસ્ટો નવરા પડી ગ્યા એટલે રૂપબજાર સાથે ડ્રગ્સ બજાર ગુંડાગર્દી ચાલુ થઇ ગઇ. ....હવે ટાઇમ સ્ક્વેર અત્યારે કેવું છે તેનું ચિત્ર રજુ કરું તે પહેલા યાદ કરાવુ કે આવુ અંધેરીમાં ચાર સ્ટુડિયો તારદેવના બે દાદરના બે એમ સ્ટુડિયો ની આપણે ત્યાં પણ એવીજ બોલબાલા હતી .. લોકો અભિનેતા અને અભિનેત્રી ઓનાં દિવાના કલાકો સુધી સ્ટુડિયો ને દરવાજે ભીડ જમાવતા .. નાનામોટા રોલ માટે સ્ટ્રગલરો પણ દરવાન સીક્યોરીટી ગાર્ડને પૈયા કે લાંચ આપી અંદર ઘૂસી જતા ..હવે ફરીથી ટાઇમ સ્ક્વેર આવીયે ..તમને અહીંનું શબ્દ ચિત્ર આપીશ...

પહેલા તો આ ટાઇમ સ્કેવેર ચોરસ નથી બીજુ દસ પંદર રસ્તા ચારે બાજૂથી અંહી 

મળે છે વચ્ચે ચાચરના ચોકની જેમ બેએક માઇલ જેવા ઘેરાવામા આ ખુલ્લી

જગ્યા છે અહીયા કોઇ મંદિર નથી ચારે બાજુ દુનિયાના સૌથી ફેમસ મોટા

સ્ટોર છે.રેડીમેડ ગારમેન્ટ ,જ્વેલેરીથી લઇને તમામ કંપનીના સ્ટોર્સ અંહી છે .સાકડી

ફુટપાથો પુરેપુરી ફેરીયાઓ થી ભરચક છે .નાના ટેબલ લગાડી કોઇ ખાવાનુ

વેચે છે તો કોઇ બેંગલ બુટી ચેન (ચાઇના મેડ ) કોઇ શંખલા છીપલા આમ

 અસ્સલ મુંબઇનુ ફાંઉન્ટન જોઇલો...વચ્ચે જે ચોક છે ત્યાં મોટા માટા પગથીયાના

સ્ટેપ્સ ઉપર આપણે બેસવાનુ સામે આર્ટીસ્ટો કાનફાડી નાખે તેવા મ્યુઝીકમા

ગીતો ગાતા હોય હેડ લઇ ફરે જેમને ગમે તે પાંચ દસ ડોલર હેટમાં નાખે વચ્ચે કેટલાયે હાથમા બાટલી કે રૂપાળી લલના લઇ નાચતા હોય અમારા જેવા રસીકડાઓને આ જોવાનો લાભ પામે ચારે બાજુથી એલઇડી

લાઇટોમા નિયોન સાઇન ઝબુકતી હોય વિશાળ સોફુટના બસો ફુટના એલઇડી સ્ક્રીન

ઉપર જાતભાતના ચહેરાઓ ચિતરાતા હોય શેર બજાર નેસડેક કે ડાઉ જોન્સ ચડ્યો

કે પડ્યો તેની સાઇન ઝબુકતી હોય વચ્ચે આપણા જેવા સેવમમરા ખાખરા ખાતા

હોય બ..સ આ ટાઇમ સ્કવેર .અમારીટોળી ઉંચે પગથીયે ગોઠવાયેલી છે.

અંધારૂ ધીરે ધીરે વધતુ જાય છે"આઆજ મદહોશ હુવા જાયે રે મેરા મન.."

ટુરમા આવેલા ભુખ્યા વરૂ જેવા દેશી ઇંડીયનો પુરા છેતરાયાનાં ભાવ સાથે પાછા ફરે ત્યારે છેતરાય ગ્યા એવું તો કહી નાકે એટલે મનમાં પરણેલાં ને મનમાં રાંડેલાં આવા ટુરીસ્ટો બરમુડા ટી શર્ટમા સાથે ફંકી કેપ પહેરેલી ફટાકડી કાકીને અમે જોયા... ક્યારેક કોક બીજાની ક્યારેક સેક્રેટરી ક્યારેક અંહીયાની પ્રોસ્ટીટ્યુને રમાડતાં નાચતા હોય મારા ઘરવાળાએ મુંબઇનો મહાસુખકાકો જો "અરે આ તો આપણા પાડોશી ન્યાં ઇંડીયામા ધોતલી પહેરેછે આ જો અંહી મારોબેટો ટુકો ચડ્ડોને લાલ ટી શર્ટ પહેરેલો કેવો ભુંડો લાગે છે !?"

“આ એટલા માટે જ બિચારા અંહીયા શોખ પુરા કરે છે"એમા દુરથી

એણે અમને જોયા એ એટલે ઝડપથી સરકી ગયા .ગોરા ચટ્ટાઓ, પોટ્ટીઓ,નામ પુરતા કપડા પહેરીઝુમતા હતા મારે તો " દેખવુ નહી ને દાજવુ નહી "ના હાલ હતા

મારુ મન તરણેતરના મેળા સાથે સરખામણી કરતુ હતુ ત્યાં હાકલ પડી

“ડેડી ચાલો નિકળીશુ? કાલે સવારે પાંચ વાગે આપણે ન્યુયોર્ક છોડવાનુ છે આમે ય રાતનાં નવવાગ્યા છે"અમે જે ગલ્લીમા ગાડીપાર્ક કરી હતી તે એરીયામા ડ્રગી

ચરસીઓ શરાબીઓ ઝુમતા હતા માંડ માંડ ગાડીમા બેસી ગયા અને

 ડરતા ડરતા ગાડી ભગાવી ત્યારે હું ગીત ગણગણતો હતો "હમ છોડ ચલે હૈ મહેફીલ કો યાદ આયે કભી તો મત રોના ...."