જીવન વ્યર્થ વહી જતું લાગે ત્યારે Mital Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન વ્યર્થ વહી જતું લાગે ત્યારે

જીવન વ્યર્થ વહી જતું લાગે ત્યારે 





       આપણે જીવનની ટ્રેનમાં ક્યાંક બેઠા હોઈએ અને બસ જીવન આપણને જ્યાં "તેને" ગમે ત્યાં જ્યાં "એને" ફાવે ત્યાં લઈ જતું હોય તેવું લાગે, બસ વહી જઈએ છીએ, ક્યાં જવું છે, શા માટે જવું છે, કેટલે પહોંચવું છે, શું હેતુ છે, જીવનનો કંઈ જ ખબર નથી. આવું ઘણીવાર લાગે ત્યારે ટ્રેનમાંથી ક્યાંક નિરાંતવાળા સ્ટેશને ઉભા રહી પોરો ખાવો, થોભવું અને ટ્રેનને જતા જોઈ રહેવુ.કઈ દિશામાં જઈ રહી છે, જીવનનો સંદર્ભ શું છે તે વિચારવું. જીવન દોડી રહ્યું છે કે આપણે દોડી રહ્યા છીએ!! જીવનમાં "જીવન" જેવું કંઈ બચ્યું છે ખરું!! તેનું આત્મ ચિંતન કરવું.પ્રાણપંખેડુ ઉડી જાય તે પહેલા "પ્રાણતત્વ"ને સમજી લઈએ તોય ઘણું!! મેડીટેશનમાં જ્યારે આપણે બેસીએ છીએ ત્યારે શ્વાસોશ્વાસમાં ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. ત્યારે શ્વાસોશ્વાસ અનિયમિત હોય તો આપોઆપ લયમાં આવી જાય છે. તેનો લય ખોવાઈ ગયો હોય તો આપણે તેની સાથે તાલ મિલાવી લય જાળવી લેતા હોઈએ છીએ. આવું જ આપણી જાણ બહાર બસ જે અનિશ્ચિત છે, અલય છે, તેના માટે કોન્સીયસ થવાનું છે. તો તે સહજ લયમાં આવી જશે. જીવનની ગતિ, જીવનની રીતિ, જીવનનો સ્વભાવ, તેના હેતુને જાણવું હશે તો દ્રષ્ટા બનીને, તેને થોડાં થોડાં સમયે જોતાં શીખવું પડશે. તેથી જેમ પાણીમાં પથ્થર ફેકતા તરંગો ઉત્પન્ન થાય છે અને પાણીની સ્થિતપ્રજ્ઞતામાં ખલેલ પહોંચાડે છે, તેને વિચલિત કરે છે, તેવી જ આપણા જીવનની સ્થિરતામાં ખલેલ પહોંચાડતા તત્વો, જે મોટાભાગના આપની જાતના "મનોવલણો" જ હોય છે, તેના તરફ આપણે દ્રષ્ટિપાત કરી શકીએ છીએ. જાતને અશાંત રાખતા સૂક્ષ્મ કણોને દૂર કરવામાં આ દ્રષ્ટાપણું ખૂબ જ મદદરૂપ થશે. નિરાશા અને વિષાદ વચ્ચે ઘણી પાતળી ભેદરેખા છે. નિરાશા ડુબાડી દેવા તત્પર હોય છે. વિષાદ જગાડી દેવા તત્પર હોય છે. નિરાશા અંગત વેરી છે, એટલો જ વિષાદ અંગત મિત્ર. સાચી વિષાદની ક્ષણો જીવનમાં ન આવતી હોય તો તમે આ સંવેદનશીલ બની ગયા છો એવું માનજો. અન્યોની પીડા તમને ના સ્પર્શતી હોય, કંઈક નૈતિકતાથી વિરુદ્ધ થતું હોય, કંઈક અનિષ્ટ થતું હોય, કપટ થતું નજરે જોવું પડતું હોય તો, વિષાદ મનમાં ન ઉદ્ભવે તો તમે સૂક્ષ્મ નિષ્ઠુરતા તરફ પ્રયાણ કરી રહ્યા છો એમ માનજો. 


       જાત તરફ સતત પ્રયાણ, સતત મંથન, આત્મચિંતનની ક્ષણો જીવનને સમૃદ્ધ બનાવે છે. કંઈક સાર્થકતા જીવનને બક્ષી શકે છે. તરત જીવનનો હેતુ મળી જશે કે જીવનની સાર્થકતા મળી જશે એવું નથી પણ દ્રષ્ટાવૃત્તિ તમને "તમારાપણું" ચોક્કસ આપશે. દેખાડા દંભથી દૂર રાખશે અને જીવનને સાચા અર્થમાં જોવાની દ્રષ્ટિ આપશે.મહાન બનવું તેના કરતાં "જીવનમય "બનવું કંઈક "પામીને" જીવવું વધુ મહત્વનું છે જીવન સફળ કરવા. 

      જીવણ સત્વસભર બને એ વધુ મહત્વનું છે. "સફળતા"ની વ્યાખ્યા આપણે બહુ સંકુચિત કરી દીધી છે. કોઈ એવોર્ડ મેળવવા, કોઈ નામના મેળવવા ,કોઈક પદ મેળવવું, કોઈ ખૂબ જ પૈસા કમાવી આપનાર નોકરી મેળવવી તે મોટી સફળતા નથી. જીવનનું હાર્દ પામી શકાય, જીવતરનો ખરો આનંદ પામી શકાય,ઈશ્વરના સચ્ચિદાનંદ સ્વરૂપને ઓળખી શકીએ, તે જ રીતે આગળ વધતા જીવનતત્વને પામી જીવનની સાર્થકતા તરફ આગળ વધી શકાય તે જીવન સફળ જ છે .


       વાંચન સંગીત પ્રાર્થના આત્મશ્રદ્ધા પ્રેમ પ્રકૃતિ આ દરેક વસ્તુ આપણને ઈશ્વર અને જાતની નજીક જવામાં, સત્વ સભર બનવામાં અને જીવનનો સાચો મર્મ પારખવામાં મદદ કરે છે

ज़िन्दगी तो बेवफा है एक दिन ठुकराएगी
ज़िन्दगी तो बेवफा है एक दिन ठुकराएगी
मौत मेहबूबा है
मौत मेहबूबा है अपने साथ लेकर जाएगी
मर के जीने की अदा जो दुनिया को सिखलाएगा
वो मुकद्दर का सिकंदर
वो मुकद्दर का सिकंदर जानेमन







મિત્તલ પટેલ 
" પરિભાષા"