ફરે તે ફરફરે - ૬૩
આઝાદીના લડવૈયા બાપુજી ગાંઘી બાપાના ચુસ્ત સૈનિક તો હતા જ એટલે
સમય નામની દવા તેમને પહેલા જ પીવરાવી હશે એટલે બાપુએ પોતાના
સંતાનોમા "ટાઇમ ટુ ટાઇમ" જીવવાનુ,ઘુટી ઘુટીને પાયુ પણ અમારા પાંચ
ભાઇ બહેનમાથી મને સૌથી વધારે પીવડાવ્યુ ...આજે અડસઠ વરસે
એલાર્મ ઘડીયાળ થઇ ગયો છું..તેના ગેરફાયદા મને પણ થયા છે જેમકે
ક્યાંય પણ સારા માઠા પ્રસંગે ફંક્શનમા પહોંચવાનુ હોય ત્યાં બિફોરટાઇમ
પહોંચી જાવ છુ...ઉમેશઉતાવળાએ મને ફોન કરીને "બાપા સિરીયસ છે
જલ્દી આવી આવી જાવ " એને બિચારાને એમ કે ચંદુકાકા સ્કુટર દોડાવશે
તોય અડધા કલાકમા માંડ પહોચશે પણ પંદર મિનીટમા મેં તેના ઘરની
બેલ મારી બાપા હજી શુધ્ધીમા હતા એમનો સ્વભાવ કોલ્હાપુરી મરચા જેવો
“હજી મર્યો નથીને ડાઘુ બોલાવી લીધા ?"
...................
પ્રવાસમાં નિકળતા પહેલાની વાત આજે ફરી યાદ આવી .હ્યુસ્ટનમા આ જ હાલત હતી હું એક તૈયાર થઇને બે વખતતો શુઝ પહેરીને કાઢ્યા પણ ઘરના બધ્ધા સ્થિતપ્રજ્ઞન ના શ્લોકને પચાવેલા, નિષ્કામ થઇને તૈયાર થતા હતા ..."એલા ઓ તમે તો જાણે કાલે જવાનુ હોય એમ ઠાગાઠૈયા કરો છો હવે હું સુઈ જાવ છુ જ્યારે બહાર નિકળવા ગાડીની ચાવી પકડો ત્યારેજ ઉઠાડજો..."
બાપાના લાલ થવાની અસર વરતાણી અને એકબીજાને ભટકાતા દોડતા
તૈયાર થવા માંડ્યા .બહાર નિકળ્યા ત્યારે સવારના આઠ થઇ ગયા હતા
દરેક શહેરની જેમ હ્યુસ્ટનના ડાઉનટાઉન (મુળ જુના શહેરને આ લોકો
આ રીતે 'ડાઉન'કરે ) થીબહાર નિકળ્યા ત્યારે દસ વાગ્યા . હવે આ ડાઉન ટાઉનની આખી એક કહાની છે . આખા અમેરીકામાં સો બસો વરસ પહેલા નાનકડા શહેરો વસવા માંડ્યા હતા એ ન્યુયોર્ક હોય વોશિંગ્ટન હોય કે સાઉથમાં હ્યુસ્ટન હોય… મુળ શહેરો કેવાહોય ? કોણ ત્યાં રહેતું હોય ? એ લોકો ની રીતભાત કેવી હોય?
ન્યુ યોર્ક કે જોડાયું ન્યુ જર્સીના એ અસલી શહેરમાં આંટા મારો ત્યારે પહેલી જ નજરે ખબર પડી જાય કે આ જુનુ શહેર છે .. રસ્તા માંડ ચાર લાઇનના હોય રોજ રોડની તુટફુટ ગટર ઉભરાવી આ બધું જ હોય જેમ મુળ લંડનમાં જે હાલત છે તે દુનિયાભરનાં તમામ શહેરોમાં છે .. ભલે તેની એક શાન ફ્લેવર હોય પણ સાવ સામસામે એપાર્ટમેન્ટ ખડકાઇ ગયા છે . જેમ આપણે ત્યાં જુની દિલ્હી છે તેવું જ અંહી છે ..
મને જૂની દિલ્હી બહુ ગમે જાણે મુબઇનું ભુલેશ્વર .. ખાવાપીવાની અદ્ભુત બજારો હોલસેલ સસ્તી દરેક વસ્તુની દુકાનો ..પણ મુળ અમેરિકનો ને પોતાનો ટેં બહુ હોય
પોતાને મુળ જમીન માલિકો ગણે હ્યુસ્ટનમાંતો મોટા બંગલામાં ઘોડા કુતરા ને પોતે હુંતો હોતી રહેતા હોય પક્ષ્મોનો સ્વીમીંગ પુલ જીમ ગાર્ડન રાખે માણસો આવીને કામ કરી જાય.. જો રસ્તામાં સામા મળે તો અમેરિકન રિવાજ પ્રમાણે હલ્લો કરીએ તો ખાલી છાંટ મારીને આગળ ચાલી જાય . મારી જેવા મનમાં બોલે પણ ખરા “તારી જાતનો ચમનો મારુ વાયડીના મેં ક્યા તારો બંગલો માંગ્યો હતો..? “ હવે એ લોકો પણ બંગલા વેચીને એપાર્ટમેન્ટો બનાવે છે… પણ મુળ સાંકડા રસ્તાઓ એમના એમ જ રહેને ?
હવે મુળવાત ઉપર આવુ તો ગુગલ દેવતાને ગાડી સ્ટાર્ટ કરીને ઓન કર્યા "ઓહ શીટ..બે માઇલનો ટ્રાફિક જામ છે " કુંવર બોલ્યા…
મુળ પ્લાન પ્રમાણે લેક હેમિલ્ટન જવાનુ ત્યાં બોટીગ અને વોટર સ્કીઇંગ
કરવાનુ હતુ પણ બધ્ધુ હવા થઇ ગયુ . કુંવરજી ઘાંઘા થયા ને કાયદાની ઐસી તૈસી કરીને લાઇન કટ કરી રસ્તા નીચે ગાડી રસ્તા નીચે ઉતારી માંડ માંડ પાછા ર્તે ચડ્યા પછી કેપ્ટને હાર સ્વીકારી લીધી અને અંતે હારીને અને અમેરિકન સ્ટાઇલમા ખભા ઉછાળી ગોળ ફેરવી સ્ટીયરીંગ ઉપર હાથ પછાડ્યા..."નો વે ...લેક હેમિલ્ટન મા બપોરે બાર વાગે બંધ થઇ જાય બધી રાઇડ ..ઓહ નો...કેપ્ટન અને નેવીગેટર(વહુ રાણી) એ ફાઇનલી લેકને બેસ્ટલક કરીહોટ સ્પ્રીંગ તરફ આગળ વધો ૪૫૦ માઇલ દુર છે નો
કમાંન્ડ આપી દીધો....પછી બન્ને મારી તરફ ફર્યા " ડેડીના કહેવા પ્રમાણે વહેલા નિકળ્યા હોત તો….
“ આને આમ તો પ્રથમ ગ્રાસે મક્ષીકા ગણાય એટલે પહેલે કોળીને જ કાંકરી ખાવામાં આવે એમ આપણા પ્રવાસમાં આ મક્ષીકા તેને અપશુકન નહીં માનવાનું .. બાકી આ તમે બન્ને આત્મમંથન કરો છો ?,કે બાપા હવે સંભળાવશે એટલે પાણી પહેલા પાળ બાંધો છો કે સુધરવાની ઇચ્છા પ્રગટ કરો છો એ કંઇ સમજાતુ નથી પણ સાંગાભાઇ સલવાણા હોય તેમ લાગે છે .. હવે ઉંડા શ્વાસ લો અને પડશે એવા દેવાશે એમ સમજી આરામથી ડ્રાઇવિંગ કર ભાઇ હવે બેય છોકરાવ તો સુઇ ગયા છે ..
બાકી બુંદ સે બિગડી હોજ સે નહી આતી ....