ફરે તે ફરફરે - 62 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરે તે ફરફરે - 62

ફરે તે ફરફરે - ૬૨

 

હાઇવે ઉપર  ૧૨૦માઇલની ઝડપે અમે આગળ ધસતા હતા ત્યારે રસ્તાથી દૂર લોરીયેલનો મોટો પ્લાંટ નજરે ચડ્યો "જુઓ આ બધ્ધા લોરીયેલ કોસ્મેટીકનો મધર પ્લાંટ છે અહીયાથી બલ્કમા દરેક આઇટેમ બની દેશ વિદેશમા જાય છે " થોડા 

આગળ નિકળ્યા એટલે રેમીંગ્ટન નો પ્લાંટ આવ્યો .. 

“ ઓહ … નો .  બેટા મારા મોટાભાઇએ મનેજીંદગીમાં એક જ ગીફ્ટ આપી હતી એ નાનકડુ પોર્ટેબલ ટાઇપરાઇટર , ઇંગ્લેન્ડથી ડાર્ક બ્લુ કલરનું નાનકડુ એ રેમિંગ્ટનનું ટાઇપરાઇટર મારી બિસનેસ લાઇફમાં બહુ કામ લાગેલું.. મોટી મોટી કંપનીઓને માર્કેટીંગ માટે સેલ્સ લેટરએનાથી જ લખેલા અને કેટલીયેવાર એનાંથીલીગલ નોટીસ પણ મેં એનાઉપર લખીને જ આપેલી . મુંબઇ ની બેસ્ટ એટલેકે સબર્બન ઇલેક્ટ્રીક અને બસ સર્વિસનું ટેંડર પણતેનાથી ભરેલું અને એ લોકોને જ લીગલ નોટીસપણ એ ટાઇપરાઇટર ઉપર લખીને મોકલેલી.. ધંધો સાવ ખલાસ થઇ ગયોત્યારે પણ એ નાનું ટાઇપરાઇટર મારી સામે હતું અને એને જોઇને જ વિચાર આવેલો કે આની ટાઇપ રીબીન ખલાસ થાય તેને રી ઇંકીંગ કરી શકાય ?બેટા એ રીઇંકીગ કરવા માટે જુગાડ કરીને ઇંક પણ બનાવી અને તારી મમ્મી અને મેં એવી રીબિનો રીઇંક કરીને કેટલોક સમય ઘર ચલાવેલું.. આખા મુબઇમા જેટલી ટાઇપીંગ ઇન્સ્ટીટ્યુટ હતી તેમની જુનીરીબિન લઇ અને રી ઇંક કરેલી રીબિનો આપેલી ..એ આ જ રેમીંગ્ટનના ટાઇપરાઇટર ની કમાલ હતી “ મેં ઘરવાળાને પુછ્યું કે યાદ આવે છે ..? ત્યારે દિવસરાત મહેનત કરીને ગાડી ગબડાવી હતી પણ મનમાં જોમ હતું અને તારી મમ્મીએ તો “ એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઉઠાવા.. સાથી હાથ બઢાના..”ઘરવાળાએ પાછળનીસીટ ઉપરથી મારી પીઠ ઉપર હાથ ફેરવ્યો..

અને નાનકડુ રેમિંગ્ટનની યાદોનો ખજાનો ખુલી ગયેલો …કલાક સુધી આવીહરીયાળીમા

 સરસરાટ ગાડીમાં વિહરતા રહ્યા .રસ્તાની બન્ને બાજુ હવે "ઘર"ના કારખાના દેખાતા હતા. અમેરિકામા આપણે જેને બંગલા કહીયે તેને હાઉસ કહે તેનુ આર સી સી 

ફ્લોરીગ અને સેનેટરી પ્લંબીગ ચીમની અટલુ સીમેન્ટનુ બાકી લાકડાની

ફ્રેમનુ મકાન સીમેન્ટશીટ એસ્બેસ્ટોસ શીટ નુ સાવ ફોફલુ મકાન બને દરવાજા બારી લાકડાની ફ્રેમમા ફીટ થાય.અમરેલીના મારા પહેલવાન ગુરુજી છેલભાઇનો દિકરો 

હ્યુસ્ટનમા મળ્યો ત્યારે કહેલા શબ્દો યાદ આવી ગયા"એક ઢીકો મારો એટલે

આરપાર.." નવાઈની વાત તો એ છેકે  આખા અમેરીકામા જેને ફોફલા કહીયે તેવા ઘર પચાસ વરસ તો ક્યારેક સો વરસ જુના મળે ..!  જો ટોર્નેડો કે એવી કોઇ આફત ન આવી હોય તે એરીયામાં આવા અનેક ઘર જોયા .. મુળ તો તેનું નિયમ પ્રમાણે આર સી સી બહુ મજબુત અને મલેશિયા કે એવા અનેક દેશથી સીસમ જેવું બર્માટીક જેવું લાકડાની ફ્રેમ એટલી મજબુત હોય કે વાત ન પુછો .. એમના એસ્બેસ્ટોસ ટાઇપના શીટ અંદર ફાયરપ્રુફ વુલ ભરેલું હોય .. બાકી અંહીયા ચોરનો ડર જ નહી ..! બારી બહારથી ખોલીને આવા કાળીયા કે ગોરીયા ઘરમાં ઘુસે પછી પોલીસ કહે “ જે માંગે ઇ આપી દો “ એટલે રવાના થાય .. કેટલાક લોકો ગન રાખે ને આવા ચોર ઉપર ફાયર કરે એટલે ચેર કેસ કરે ! એ વાત યાદ આવી ગઇ…આ એરીયામા આવા અવનવી ડીઝાઇનના ખોખા ના કારખાના હતા...પ્લોટ લઇ લ્યો એટલે અઠવાડીયામા ઘર રેડી..

..... . .......

ભાઇ હવે પેટમા બીલાડા  બોલે છે,આપણે છ કલાક ડ્રાઇવીગ કરી લીધુ.

ફરી ગુગલ દેવે નેશવીલ ગામમા ફાર્મર્સ મારકેટમા ઇંડીયન ફુડ મળશે

એમ કહે છે ,ઢોસા ઉત્તપ્પા દેખાડ્યા છે વીસ મીનીટનો ડ્રાઇવ પછી

જમવા મળશે..બધ્ધા મારી સાથે જોડાયા "હીપ હીપ હુર્રે "

આવા નાનકડા ગામમા આવા મોલ જેવુએક બજાર તેમા ઓરીજનલ

સાઉથઇંડીયન બેન કાંઉટર ઉપર બેઠા હતા..મહા પંચાતીયા ચંદ્રકાંતે

જાણી લીધુ કે એનો વર અહી કારખાનામા નોકરી કરે છે અમ્માએ નવરી બેઠી

ધંધો ચાલુ કર્યો છે તો વર થી વધારે કમાઇ છે ગોરીયાજ મેન ઘરાક છે

ઇડલી બહુ ખાવા આવે છે.અમારે તો મોસાળમા જમવાનુ ને માં પીરસનારી

જેવો ઘાટ થયોહતો...આ જ ગામમાં એક મગજ ફરેલા નાગા માણસે ગનશોટથી કેટલાકના ઢીમ હમણાજ ઢાળી દીધેલા તે પણ યાદ આવી ગયુ.. મેં અમ્માજીને પુછ્યુ 

“અય્યો હજી આવા કેટલાક ગનમેન ફરે છે …?”

“ યે ગોરીયાસબ ઐસા હી હૈ ક્યા કરે ?” મેં સાવચેતીથી ચારેબાજુ નજર ફેરવી .

“ અબી કુછ નહીં અંકલ… ધેટ મેડમેન.. પછી ફાયરીંગ એક્શન કરી બોબી  ડન ધ જોબ”. પછી ગરમાગરમ ઢોસા ફાર્મર માર્કેટના એક ખાલી બાંકડે જમાવટ કરીને ઢોંસા જાપટ્યા.. ત્યારે દેશમાં અમરેલીમાં વહેલી સવારે કંદોઇની દુકાનેથી સો ગ્રામ ફાફડા ને જલેબી લઇને બાજુની બંધ દુકાનનાં બાંકડે સહુ જમાવટ કરતા .. કોઇએ એ જમાનાંમાં સમયને કાંડે બાંધ્યો જ નહોતો .

આજે પણસૌરાષ્ટ્રના કેટલાયે શહેરમાં આવી જીંદગી જીવતા લોકો જોઇને અચરજ અને આનંદ થાય છે … યહી હૈ જીંદગી …