આજ કાલ આવા કિસ્સા ખૂબ વધી ગયા છે ...
આજકાલ ત્રીસ પત્રીશ વર્ષ સુધી ની જવાન છોકરીઓ ના લગન નથી થતાં કેમ?...
એક ચોવીસ વર્ષ ની એક છોકરી નો બાપ પાસે તેના નજીક નો સગો માંગુ લઇ ને આવ્યો એમને કીધું .છોકરો શહેર માં રહે છે ,સુદર છે સારો વ્યહવાર છે અને તેમનું ખાનદાન પણ સારું રૂપિયા વાળુ છે અને તેની ઉંમર 25 વર્ષ છે ...
છોકરી નો બાપ બોલ્યો કેટલું કમાય છે ? તો પેલો સગો બોલ્યો ત્રીસ હજાર કમાય છે .આ સાંભળી છોકરી નો બાપ બોલ્યો સહેર માં ત્રીસ હજાર નું સુ આવે છે ,અને એમનો પરિવાર રૂપિયા વાળો હોય તો સુ મતલબ છોકરો સુ કમાય છે એ જોવાનું હોય એમ કરી ના પાડી દીધી ....
એના પછી એ જ સગા વાળો બે મહિના પછી બીજું માંગુ લઇ ને આવ્યો એક બીજો છોકરો છે જેં મહિને પચાસ હજાર કમાય છે પણ ઉમર થોડી મોટી છે 28 વર્ષ નો છે તો છોકરી નો બાપ બોલ્યો પચાસ હજાર માં પણ સુ થાય 1 BHK મકાન પણ ના ખરીદી સકે એમ કરી બીજા છોકરા ને પણ ના પાડી દીધી ... પછી સગા એ માંગુ લાવવા નું બંધ કરી દીધું અને પાંચ વર્ષ થઈ ગયાં ...
તો એના બાપે કોઈ ભાજગડિયા ને કીધું કે મારી છોકરી માટે કોઈ સારો છોકરો હોય તો સોધજો ...
તો ભાંજગડિયો એક માંગુ લઈ ને આવ્યો છોકરો સારો છે જાડો છે માથે ટાલ છે પણ દેખાવ માં સારો છે અને મહિને એક લાખ કમાય છે પણ ઉમર 35 વર્ષ છે તો છોકરી નો બાપ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો મારી છોકરી 29 વર્ષ ની છે અને હું મારી છોકરી માટે આટલો મોટો છોકરો? ના ના નથી કરવી સુ કરવા નો આટલો બધો પગાર ,મારો છોકરી માટે જવાન અને સુંદર છોકરો જોઈએ ...
આમ ને આમ બીજા ચાર વર્ષ નીકળી ગયા અને છોકરી ની ઉંમર 34 વર્ષ ની થઈ ગઈ તો છોકરી ના બાપે ફરી થી બીજા ભાંજગડીયા નો સંપર્ક કર્યો તો ભાંજગડીયો કે હવે તમારી છોકરી માટે મારી પાસે 40 થી 45 વર્ષ ના છોકરા બચ્યા છે એ ભી બીજા લગન વાળા ...
છોકરી નો બાપ લાચાર થઇ ને કે હવે કોઈ પણ બતાવી દો મારી દીકરી 35 વર્ષ ની થવા કરે છે ...
આવું આપડી આજુબાજુ થતું હોય છે ,લગન માટે રૂપિયા ને બહુ મહત્વ ના આપવું જોઈએ ,જ્યારે પેહલા લગન કરતા હતા તો બધા રૂપિયા જોઈ ને નતા કરતા ,ઘણા પેહલા ગરીબ હોય છે પછી માલદાર થઈ જાય છે અને જે માલદાર હોય તે ગરીબ થઈ જાય છે ....
માં બાપ ની ઈચ્છા નું સમ્માન હોય છે કોઈ માં બાપ એમના સંતાન નું ખરાબ ના વિચારે પણ આજ કાલ ના માં બાપ માંગુ એટલે ઠુકરાવી દે છે કે એક સામાન્ય નોકરી છે કે ભણેલો નથી ,ઓછું કમાય છે ...
કિસ્મત નો ખેલ છે બધો બિરાદર, લગન પછી પણ રૂપિયા આવી જાય છે, નોકરી મળી જાય ,ધંધો ચાલી જાય ,પણ ઉમર અને જવાની પાછી નથી આવતી ...
દહેજ લેવાની લાલચ અને દેખાવો કરવા ની લાલચ, એ જીવન જીવવા નો તરીકો નથી , જીવન માં રિશ્તા નું મહત્વ રૂપિયા થી ઘણું ઉપર હોય છે ...
પોસ્ટ સારી લાગી હોય તો તમારા અનુભવ કહેજો બિરાદર.. #H_R