દોસ્તી..
*"અમુક લોકો શેરડી જેવા હોય છે. કાપો, તોડો, દબાવો કે પછી પીસો તો પણ મીઠાશ જ રહેશે એમના સ્વભાવમાં".*
અચાનક અજાણ્યાં સાથે મનમેળ થાય ને શરૂ થાય થોડી મસ્તી,પછી સાથ એનો ગમવા લાગી જાય ખબર પણ નથી પડતી,આવી જ અનોખી હોય છે દોસ્તી..
એય ભલે તમે ગમે એટલા વેલા ૬ વાગ્યે જાગી જાવ,
પણ ચા તો ઘરવાળી કામમાંથી ફ્રી થાય ત્યારે જ મળે બિરાદર...!!!
ઉઠાવું હાથમાં પ્યાલી,
તરત આરામ લાગે છે !
કસમથી એક અડધી ચા
છલકતો જામ લાગે છે...
બગીચો, બાંકડો, મિત્રો અને ગરમાગરમ ચા....
બસ,
મને કાયમ આ ચારેય...
ચારધામ લાગે છે !!
#દિલસે
જે તમને પ્રેમ કરે છે અને તમારું ધ્યાન રાખે છે, તેમના સંપર્કમાં અવશ્ય રહો, કારણ કે તમારા થોડા શબ્દો પણ તેમના માટે બહુ જ કામના બની શકે છે.
"ભલે મોડી તો મોડી , પણ ચા તો બનાવીને આપે છે,
અને એ પણ થોડી નહી, એક રકાબી અને મોટો કપ ભરીને આપે છે...!!! "
મારી સસરાની દિકરી... મારુ અભિમાન
પોતાના "કામ" થી "નામ" બનાવો..
એક દિવસ તમારા "નામ" થી "કામ" થશે..
"સમય" સારો હોય કે ખરાબ વીતી જ જાય છે..
પણ વાતો , વ્યક્તિ અને વહેવાર..
યાદ રહી જાય છે.....!!!
શરૂઆત તો ઓળખાણથી જ થાય ને પછી ક્યારેક ચાય ની ટપરી પર બહાર મળવાનું થાય,એની સાથેની આદત ક્યારે પડી જાય ખબર પણ નથી પડતી, આવી જ અનોખી હોય છે દોસ્તી..
વિચાર્યા વિના બધું જ કહેવાય, ક્યારેક તો ગાળ દઈને વાત થાય.આવું એની જોડે જ કેમ થાય? ખબર પણ નથી પડતી,આવી જ અનોખી હોય છે દોસ્તી...
ગુસ્સો એ આપણા પર કરે, ને ધમકાવીને ય સાચે રસ્તે લઈ જાય.કારણ શોધવા કહો ને ઉકેલ આપી જાય, આવી જ અનોખી હોય છે દોસ્તી...
ક્યારેક કીધા વગર સમજી જાય, જરૂર છે એવું સમજી પાછો પાસે રહી જાય.સાથે બેસીએ ત્યાં જ કેવું સુકૂન મળી જાય, આવી જ હોય છે દોસ્તી....
❛હોઠ ખોલી હૈયાની લાગણી જીભે લાવવી જરૂરી છે?
તું સમજે છે બધી વાતો, પછી બોલીને કહેવી જરૂરી છે?
મળ્યા આપણે, થોડી વાતો કરી, ગમ્યું બંનેના હ્રદયને,
હવે એ ક્ષણો ઉપર શબ્દો કંડારી ગઝલ લખવી જરૂરી છે?❜
🍁#Smile🍁 🌅
*તમારૂ "વાણી" "વર્તન" અને "વિચાર" જ નક્કી કરશે કે સામેનું પાત્ર તમને...*
*"ફરિયાદ" કરશે કે "ફરી-યાદ."*
સ્મિત કરતો ચહેરો તમારી શાન વધારે છે પરંતુ, સ્મિત સાથે કરેલું કાર્ય તમારી ઓળખ વધારે છે.
પૂર્ણતા એટલે શૂન્યતા
જીવન આખું દોડી એ માટે,
તન તોડ જ નહીં,
મન તોડ મહેનત કરી,
એ સો ટકાને પામવા.
અંતે દૂરથી દેખાયો એ આંકડો,
એક પછી બે મીંડા વાળો.
ખૂબ થાકી ગઈ છતાં,
છેલ્લા શ્વાસો ભેગા કર્યા.
પડતા આખડતા અંતે,
પહોંચી જ ગઈ હતી.
હાથ લંબાવું અને પકડી લવ,
એટલું જ મારે અને એને છેટું હતું.
એક ઊંડો શ્વાસ ભરી,
પ્રાણ બધો ભેગો કરી,
હાથ લંબાવ્યો પણ હાય રે!
ખાલી શૂન્યને ખેંચી શકી.
થયું કે આટલો પ્રયત્ન નકામો ગયો.
સો માંથી શૂન્ય જ આવ્યો હાથ.
પણ અજવાસ પથરાયો અને ખબર પડી કે,
આ જ તો પામવુ હતું!
*જગત ના વિચારો ને સમજવુ*
*ઘણું અઘરું છે સાહેબ.*
*કારણ કે..*
*કામ વગર વાત કરીયે તો નવરા કહે*
*ઓછી વાત કરીયે તો અભિમાની કહે*
*અને ખાલી કામ ની જ વાત કરીયે*
*તો મતલબી કહે.*
હમણાં યમરાજ નો ફોન આવ્યો હતો ,
કહેતા હતા કે.....તું ચિંતા ના કર....તારી પોસ્ટમાં જે લાઈક નથી કરતા ને??
એમનો અલગ થી ચોપડો બનાવ્યો છે...!!
✍️
શુભ સવાર!!
જય શ્રી કૃષ્ણ.🙏🏾
#H_R
🖋️🌷🌷🌷