Couple Love books and stories free download online pdf in Gujarati

Couple Love

ખાસ વ્યક્તિ.. જો કોઈ ખાસ વ્યક્તિ સાથે દિવસ માં એક વાર પણ વાત ન થાય તો મન બેચેન કેમ રહે છે? કેમ કશું ગમતું નથી??વાત કરવી હોય ને ન થાય ત્યારે જ આપણને આપણાં જીવનમાં તેનું મહત્વ સમજાય..દરેકની લાઈફમાં એક એવી ખાસ વ્યક્તિ હોય જ છે...જેનો ફોન આવવાની સાથે જ આંખોમાં ચમક આવી જાય...

જેની સાથે વાત કરવાથી આપણને અનહદ ખુશી મળે…મન બસ એને અને એના એક કોલ માટે ઝંખતું હોય ..આવી સ્ટ્રેસફૂલ લાઈફમાં જો આવું કોઈક હોય ..જેની પાસે જઈ મન હળવું કરી શકાય..તો એને તમારાથી કદી દૂર ન કરતાં .. કારણ કે દૂર હોવા છતાંય પાસે હોવાનો અહેસાસ એજ કરાવી શકે છે...એજ તો છે સાચી આત્મીયતા..

જો દિવસ દરમ્યાન એક વાર પણ એની સાથે વાત ન થાય તો મન આકુળવ્યાકુળ થઈ જાય... ક્યારે આવશે ફોન એ ઈન્તઝારમાં જ દિન વીતી જાય છે.. ખરી વાતને ???? 💕🥰❤

પતિ પત્ની એ એકબીજાને છૂટથી મનની વાત કહી શકાય તેટલો કમ્ફર્ટઝોન આપવો જોઈએ. કમ્ફર્ટ ઝોનનો અર્થ એ પણ નથી કે તું તારે રસ્તે હું મારે રસ્તે. લગ્નજીવન સમાંતર ચાલતા રેલના બે પાટા છે. એકબીજાથી વિમુખ જવું એટલે રેલનું ઉથલી પડવું. એકજ છત નીચે અજાણ્યા તરીકે જીવવું એ પણ સહજીવન નથી.

આલિંગનની હુંફ.. એક સાંજ ડીસેમ્બરની ઠંડી ખુશનુમા સવારે વીતેલી સાંજના આપણા આલિંગનને મમળાવતી હું ચા લઈને બાલ્કનિમાં સૂર્યોદય નિહાળતી હિંચકે બેઠી છું. એ આલિંગન થોડીવારનું પણ મને અસ્મરણિય સાંજ આપી,જાણે મને તારી હુંફમાં થોડીવાર માટે કોઈ એકાંત અલગ પ્રદેશમાં પહોંચી ગયાની અનુભૂતિ થઈ.

"કંપાસ બોક્સ ગણિત" જીવનમાં સગા અને મિત્રો હંમેશ ત્રણ પ્રકારના હોય છે.... ૧) ફૂટપટ્ટી જેવા જે જિંદગીભર માપ્યા જ કરે. ૨) સંચા જેવા જે જિંદગીભર છોલ્યા જ કરે. અને, ૩) રબ્બર જેવા જે તમારી ભૂલોને ભૂંસી ને સાચું લખતા શીખવે...!!!
કપડાં પર ધ્યાન આપવા કરતા શરીર ના શેપ પર સરખું ધ્યાન આપશું તો કપડાં પર વધારે ધ્યાન નહિ આપવું પડે. કેવા કપડાં પહેરીશ તો સારો લાગીશ ને બદલે આપણે કઈ પણ પહેરીએ મસ્ત જ લાગે ! (હું એવું માનું છું, અને કરું છું) #styling #fashionstyle #fitness
મને નથી ખબર કે હું એક સારી મિત્ર છુ કે નહી, પણ મને એ ખબર
છે કે મારી જેમની સાથે મિત્રતા છે તે બધા સારા મિત્રો છે..
જતું કરવાવાળા અને જાતે કરવાવાળા જિંદગીમાં લગભગ ક્યારે પણ દુઃખી થતા નથી...!!!*
ખબર અંતર નો અર્થ છે કે અંતર ભલે ગમે તેટલું હોય પરંતુ ખબર રાખવી એ જ સાચી લાગણી.
પ્રેમની અભિવ્યક્તિ.. આ વાત પણ ખરી જ છે પ્રેમ વગરનું જીવન સૂકા રણ જેવું છે, લોકો કહે છે ને કે પ્રેમ એ વહેમ છે, પણ હા હું એવું જરૂર કહીશ કે એવા વહેમમાં જ જીવન જીવવાની પણ અનેરી મજા છે.ક્યારેક કોઈક આપણું થઇને જીવન વિતાવે છે, અને ક્યારેક આપણે કોઈકના થઇને દિવસો..
જયારે એ વ્યક્તિ સાથે હોય ત્યારે એમનો અહેસાસ પણ નથી થતો પણ જયારે એક પળ માટે આપણાથી દૂર થાય ત્યારે જ આપણને એની કિંમત સમજાતી હોય છે..
બસ જીવનમાં એકબીજાને પ્રેમ કરો અને સૌથી જરૂરી એ છેકે પ્રેમને વ્યક્ત કરો, મળે ન મળે એ પછીની વાત છે,પણ અભિવ્યક્તિ જીવનમાં મીઠાશ ઘોળે છે.
જતું કરવાવાળા અને જાતે કરવાવાળા જિંદગીમાં લગભગ ક્યારે પણ દુઃખી થતા નથી...!!!*
જતું કરવાવાળા અને જાતે કરવાવાળા જિંદગીમાં લગભગ ક્યારે પણ દુઃખી થતા નથી...!!!
सुनो,
तेरी बाहों में आ
के मुझे बड़ा सुकून मिलता है,,
पता नहीं क्यों?
मुझे मेरा वजूद मिलता है..✨♥️
#बज़्म
#शायरांश
#H_R

બીજા રસપ્રદ વિકલ્પો