ભીતરમન - 49 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

ભીતરમન - 49

મુક્તાર મને ખૂબ જ સમજાવટથી સમજાવી રહ્યો હતો. પણ આજ હું મારા કંટ્રોલમાં જ નહોતો. મને માના અંતિમ શબ્દો કાનમાં ગુંજી રહ્યા હતા. એક તરફ તુલસીની ચિંતા હતી અને બીજી તરફ મા જીવનમાંથી અચાનક જતા રહ્યાનું દુઃખ. મુકતારે મને ફરી કહ્યું, "તુલસી ઓપરેશન થિયેટર માંથી બહાર આવી ગઈ છે. બાળક પાસે નર્સ સિવાય કોઈ જ નહીં હોય! તું હિંમત ભેગી કરીને ત્યાં રૂમમાં જા! હું બાકીની બધી ફોર્માલિટી પતાવીને તારી પાસે આવું છું.

મેં મુકતારની વાતને અનુસરતા તુલસીના રૂમ તરફ મારા ડગ માંડ્યા હતા. આજે મારા અંદર દર વખતે હોય એવો હરખ બાળક માટે હતો પણ માના મૃત્યુના સમાચારથી હું ખૂબ જ દુઃખી થઈ ગયો હતો! ઈચ્છા હોવા છતાં પણ હું ખુશી જતાવી શકતો ન હતો. હુ ખૂબ જ ધીરા અને લથડાતા ડગલે તુલસીના રૂમમાં પ્રવેશ્યો હતો. તુલસી હજુ દવાની અસરથી ભાનમાં આવી નહોતી! મેં બાળકનો ચહેરો જોયો! બાળકના ચહેરામાં મને મા નો ચહેરો જ નજર આવી રહ્યો હતો! અંદરથી એક હાશકારો થયો, અચાનક મારા ચહેરે ચમક આવી ગઈ! મને મનમાં થઈ ગયું કે મા ફરી મારા પુત્ર ના રૂપમાં મારી પાસે આવી ગઈ છે. હું એકદમ હિંમત હારી ગયો હતો, પણ બાળકનો ચહેરો જોતા હું જોશમાં આવી ગયો હતો. ભગવાને મને સંકેત આપ્યો હોય એવું મને લાગી રહ્યું હતું. કુદરતની લીલા ખરેખર અનન્ય જ છે! ક્ષણભરમાં એ રડાવી પણ દે છે અને એક જ ક્ષણમાં ખુશીઓનો ઢગલો કરી આપણી ખાલી ઝોલી ભરી દે છે! મેં બાળકને તેડ્યું અને એના માથા પર હળવું ચુંબન કર્યું હતું. મારા હોઠ નો સ્પર્શ થતા એને સહેજ આંખો ખોલી હતી! બાળકે આંખ ખોલી અને તરત જ આંખ એવી રીતે બીડી કે એના ચહેરા પર હળવું સ્મિત મલક્યું હતું! મેં બાળકના ઓવરણા લીધા હતા. હવે મેં તુલસી તરફ નજર કરી હતી. જેવું તુલસી તરફ ધ્યાન ગયું એવો હું તરત જ ચિંતામાં સરી પડ્યો હતો કે, તુલસી હકીકત જાણીને કેમ ખુદને સાચવી શકશે! કારણકે, હું તો હંમેશા બહાર જ હોવ છું, એ જ સૌથી વધુ માની નજીક હતી! હંમેશા સાસુ વહુ વચ્ચે પણ અણબનાવ જોયેલો હતો, પણ તુલસીને મા માટે અપાર લાગણી હતી. હંમેશા મા સાથે એ ખુશ જ રહેતી હતી! હું મારું દુઃખ ભૂલીને તુલસીની ચિંતામાં પડી ગયો હતો.

હજુ તુલસીની ચિંતા તો દૂર થઈ જ ન હતી ત્યાં મને દીપ્તિ અને આદિત્યનો વિચાર આવ્યો! આ બંને બાળકો કેમ દાદી વગર રહી શકશે? ઓહોહો... આ વિચાર માત્રથી જાણે મારા પર દુઃખનું આભ તૂટી પડ્યું હોય એટલી અનહદ પીડા થવા લાગી હતી. હું ફરી એકદમ હતાશ થઈ ગયો હતો. હું મારા વિચારોમાં જ હતો ત્યાં મુક્તાર માની બધી ફોર્માલિટી પૂરી કરીને આવી ગયો હતો.

મુકતારે બાળકને જોયું હતું. એ પણ એ જ બોલ્યો, બાળકનો ચહેરો એકદમ માડી જેવો જ દેખાઈ રહ્યો છે. મુક્તારે મને પિતા બનવાના વધામણા આપ્યા હતા. દીપ્તિના જન્મ વખતે જે હરખ મા એ દાખવ્યો હતો એ આજે ફરી મને યાદ આવી રહ્યો હતો. મેં મુક્તારને કહ્યું, "ભલે આજે મારા જીવનનો ખૂબ કરૂણ દિવસ રહ્યો, જો મા અત્યારે હયાત હોત તો અવશ્ય એ આખી હોસ્પિટલને પેંડા ખવડાવવાનું કહેત! તુ જા અને સૌ પ્રથમ પેંડા લઈને આવ! આખી હોસ્પિટલને આજે પણ હરખના પેંડા ખવડાવવા છે. આવનાર બાળકનો આમાં કોઈ દોષ નથી, એને એના ભાગનો પ્રેમ મળવો જ જોઈએ! એના માટે જેવો હરખ થવો જોઈએ અને  જતાવવો જોઈએ એ બધું જ કરવાનું છે! મારે કોણ શું કહે એ નથી જોવું પણ મારું બાળક જે હક ધરાવે છે એ એને મારે આપવો જ છે!" મેં મન મક્કમ કરતા મુકતારને કહ્યું હતુ

મુક્ત્તાર મારી વાત સાંભળીને એકદમ ખુશ થઈ ગયો. મારી વાત સ્વીકારતા એ પણ બોલ્યો, "તારી વાત એકદમ સાચી છે હું તારી વાત સાથે સહમત છું. બસ આમ જ હિંમત બરકરાર રાખજે!" મારી પીઠ થાબડતાં એ બોલ્યો હતો.

મારા ફઈ નજીકના ગામે જ રહેતા હોવાથી અડધી કલાકમાં હું એમને લઇને પાછો ફરીશ એવું સૂચન મે નર્સને બાળક સાચવવાની ભલામણ કરવાનું કહેતા કર્યું હતું. હું બાળક નર્સને સોંપીને તરત જ મારા ફઈને તેડવા જતો રહ્યો હતો!

હું ફઈ ના ઘરે પહોંચ્યો ત્યારે એમને બધી જ હકીકતની મેં જાણ કરી હતી તેઓ ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. મા સાથે થયેલ હાદસો એમના માટે પણ અસહ્ય જ હતો. ફઈ મા થી પણ મોટા હતા. આથી એમની પહેલા માનું મૃત્યુ એમને પણ વસમુ લાગતું હતું.

ફઈને લઈને હું સીધો જ ઘરે ગયો હતો ત્યાં બંને બાળકોને અમારા ઘરે લાવ્યો અને ફઈને સોપ્યા હતા. બંને બાળકો હોસ્પિટલ આવવાની જીદ કરી રહ્યા હતા, ફોઈએ એમને ખૂબ પ્રેમથી સમજાવીને પોતાની પાસે રાખ્યા હતા.

હું હોસ્પિટલે પહોંચ્યો ત્યારે તુલસીને ભાન આવી ગયું હતું. તુલસીએ જેવો મને જોયો એવું તરત જ એના ચહેરા પર સ્મિત છવાઈ ગયું હતું. એણે તરત જ મને કહ્યું, "હવે હું સિંહની સિંહણ પાકી ને?"

તુલસીના પ્રશ્નનો મારી પાસે કોઈ જ જવાબ નહતો. એ પણ મને જોઈને થોડીક વિચારમાં પડી ગઈ, મારા ચહેરાની ચિંતા એને સ્પર્શી ગઈ હતી! એણે પહેલા તરત જ બાળક વિશે પૂછ્યું, "મારું બાળક સલામત તો છે ને? એને કોઈ તકલીફ નથી ને? એ ક્યાં છે મારે એને જોવું છે?"

મેં એના પ્રશ્નનો એક જ ઉત્તર આપ્યો, "એ એકદમ સલામત છે નર્સ પાસે છે."

"કેમ નર્સ પાસે મા ક્યાં છે?"

હવે હું કંઈ કહું એ પહેલા મારી આંખમાંથી આંસુ સરકી પડ્યા! અત્યાર સુધી જે કઠણ થઈને હું બેઠો હતો એવો હું તરત પીગળી પડ્યો હતો. મને આમ રડતા જોઈને એના મનમાં અનેક પ્રશ્નો ઉત્પન્ન થઈ રહ્યા હતા. એ તરત જ બોલી, "હું તમને પૂછી રહી છું મા ક્યાં છે?

હુ તુલસીના ખાટલા પાસે બેઠો, તુલસીના હાથ પર હાથ રાખી હું બોલ્યો, "તને ઓપરેશનમા લઈ ગયા ત્યારે તારી સ્થિતિ ખૂબ જ ગંભીર હતી અને મારું મન એ સ્થિતિને સહેવા માટે તૈયાર જ નહોતું થઈ રહ્યું. ડોકટરે જ્યારે તારી આ હાલતના સમાચાર આપ્યા ત્યારે મા..મા..."

મને મા...મા...એટલું બોલતાં સાંભળીને તુલસીને થોડો અંદાજો તો આવી જ ગયો હતો કે, હું હવે આગળ શું બોલીશ...એના મનમાં ફાળ પડી. એ બોલી ઉઠી, "મા...શું? વિવેક...જલ્દી બોલો. મને ડર લાગી રહ્યો છે."

હું તુલસીને મા ના મૃત્યુની વાત કહેવા માટેની હિંમત એકઠી કરીને બોલ્યો, "ડોક્ટરે જ્યારે તારી ગંભીર સ્થિતિના સમાચાર આપ્યા ત્યારે મા આ સમાચાર ઝીલી શકી નહીં, એ જ સમયે એને ભારેથી અતિ ભારે હૃદય નો હુમલો આવ્યો, અને માએ આ સંસારમાંથી વિદાય લઈને આપણા આ બાળકને એક નવો અવતાર આપ્યો છે. એક તરફ માનો મોક્ષ અને બીજી તરફ આપણાં આ બાળકનું નવજીવન!

મારી વાત સાંભળીને તુલસી એકદમ ૨ડવા લાગી હતી. એ જ સમયે નર્સ એની પાસે આવી અને બોલી, "બેન બાળક ભૂખ્યું થયું છે, એમને તમારું પહેલું ધાવણ આપો!"

તુલસીએ પોતાનું દુઃખ મનમાં જ દાબી દીધું, મનમાં જે મા માટે આક્રદ રુદન ફાટ્યું હતું એને તરત માતૃત્વની લાગણીથી ઠારી દીધું હતું. જાતે જ આંખના આંસુ લૂછી લીધા, અને હસતા ચહેરે બાળકને પોતાની પડખે લીધું હતું. એણે બાળકને પ્રેમ ભરી નજરે જોયું હતું. એ તરત જ મારી તરફ નજર કરતા બોલી, "બાળકનો ચહેરો માના ચહેરા જેવો જ દેખાય છે! આ બાળકનું નામ રવિ રાખશુ! એના ચહેરાનું તેજ જોઈ મા પણ કદાચ આ જ નામ કહેત!" પ્રેમથી રવિ કહેતા બાળકના કપાળ ઉપર તુલસીએ એક ચુંબન કર્યું હતું. ચહેરે હાસ્ય હતું અને આંખમાંથી આંસુ સરી રહ્યા હતા.

તુલસી અને વિવેકના જીવનમાં કેવો હશે આવનાર સમય?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏