ભીતરમન - 34 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભીતરમન - 34

મને બાપુ સાથે અણબનાવ હતો જ, પણ એવું હું જરા પણ ઇચ્છતો નહતો કે, બાપુ આ દુનિયામાંથી જતા રહે કારણ કે, મારી મા બાપુ સિવાયનું જીવન કલ્પી શકે એમ જ નહોતું. હું અને બાપુ માના જીવન જીવવાનો આધાર હતા. અમારા બંનેમાંથી એકની પણ ગેરહાજરી હોય એટલે માં ખૂબ જ ચિંતિત રહેતી હતી. અને હું માને બિલકુલ દુઃખી જોઈ શકતો નહીં. માનો હસતો ચહેરો એ જ મારી સર્વ શ્રેષ્ઠ ખુશી હતી. આથી બાપુની આમ અચાનક અમારા જીવનમાંથી વિદાય થવાથી એકાએક બધું જ ઠપ થઈ ગયું હતું. એક વસવસો આજીવન મને પણ રહી જવાનો હતો કે હું જીવનભર બાપુના સ્નેહ માટે તડપતો જ રહ્યો હતો. ભલે બાપુ ને મારા માટે કોઈ લાગણી ન હતી પણ મા એમની હાજરીથી ખુશ રહેતી હતી આથી એજ કારણે આજે મને પણ ખૂબ દુઃખ થઈ રહ્યું હતું. મને તરત જ એ ક્ષણ યાદ આવી જ્યારે ઝુમરી મારા જીવનમાંથી જતી રહી હતી ત્યારની જેવી હાલત મારી હતી એવી જ હાલત આજે માની થઈ રહી હતી. મને મનમાં જ થયું હું ઝુમરી સાથે ફક્ત સાત દિવસ જ રહ્યો હતો અને માએ તો અનેક વર્ષો બાપુ સાથે જ વિતાવ્યા હતા. આથી બાપુના મૃત્યુ થવાથી માને કેટલી તકલીફ થતી હશે એ વિચારી મારુ મન ખૂબ જ દુઃખી થઈ રહ્યું હતું.

બાપુની બધી જ વિધિઓ એક પછી એક કરી હતી. શરૂઆતના બાર દિવસ તો ઘણા મહેમાનો હતા, જેથી મા પરિવાર વચ્ચે બધાની હાજરીમાં થોડી સચવાયેલી હતી. હવે ધીરે ધીરે બધા પોતાના ઘરે જવા લાગ્યા હતા. સગા વહાલાની હાજરીઓમાં બાપુની ગેરહાજરીની ખોટ એટલી સાલતી ન હતી. હવે ઘર આખું બાપુ વગર સુનું લાગી રહ્યું હતું. આદિત્ય પણ બાપુને ખૂબ જ યાદ કરતો હતો. બાપુ ક્યાં છે? ક્યારે આવશે? એમ ઘડી ઘડી પૂછ્યા કરતો હતો. 

વેજાએ જે મુદત આપી હતી એના હવે ત્રણ દિવસ બાકી હતા. હું મનોમન કુદરતનો ન્યાય સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વેજાનો મારી પાસેથી કપટથી રૂપિયા આંચકવાનો એનો કીમીઓ હવે અર્થહીન બની ગયો હતો. કારણકે બાપુની હકીકત જાણીને મા ખૂબ દુઃખી થાત! આથી મને માની ચિંતા ના લીધે ડર હતો. કુદરતે પરિસ્થિતિ જ એવી ઘડી કે બાપુનું સત્ય કદાચ મા સામે આવે તો એનો કોઈ મતલબ હવે રહ્યો ન હતો.

હું મારા જ વિચારમાં હતો, એ જ સમયે મા મારી પાસે આવી મને પ્રેમથી પૂછ્યું, "બેટા! શું વિચારમાં છે?"

"ના મા હું કોઈ જ વિચારમાં નથી! બસ એમ જ શાંતિથી બેઠો છું."

"ખા મારા સમ અને સાચું બોલ તો!"

મા મારા અથાગ પ્રયાસ છતાં પરિસ્થિતિને જાણે ચુકી હોય એવું મને જણાતા હું બોલ્યો,"હા મા ખુબ ગંભીર વાત હતી જે હું તને જણાવવા ઈચ્છતો ન હતો."

"તો બોલને બેટા શું તકલીફ છે? કઈ વાત તને એટલી પરેશાન કરે છે?"

"મા મેં તારાથી એક વાત છુપાવી છે. મારે તને સત્ય જણાવવું જ હતું પણ તારી તબિયત ત્યારે સારી ન હોવાથી હું ચૂપ રહ્યો હતો. ઝુમરીએ આત્મહત્યા નથી કરી એનું ખૂન થયું છે."

"આ વાત તને કેમ ખબર પડી બેટા? તું પણ આ વાત જાણે છે? તને આ સમાચાર ક્યારે મળ્યા?" એક શ્વાસે ચિંતિત સ્વરે મા મને પૂછી રહી હતી 

"અરે મા! તું કેમ આટલું બધું પૂછી રહી છે શું તું પણ કાંઈ જાણે છે? તને કોઈએ કાંઈ કીધું છે મા? તું જે જાણતી હોય એ હકીકત મને જણાવ."

"હા બેટા! મને ખબર છે. એનું ખૂન થયું, કોણે કર્યું એ પણ જાણું છું." સહેજ કોચવાતા મને માએ કહ્યું હતું.

માની સ્પષ્ટ વાત સાંભળી હું ખૂબ જ ચિંતાતુર થઈ ગયો હતો. મને માના કોમળ મન પાછળ રહેલ કઠણ કલેજુ પહેલીવાર નજર આવી રહ્યું હતું. માએ કેટલો સંયમ રાખ્યો હશે! આ વાતને પચાવવી એ સરળ નહોતી. 

"મા! તુ જે પણ જાણતી હોય એ વાત કર ને! મારાથી હવે જરાય ધીરજ રહેતી નથી." ચોખવટ પૂર્વક પૂછતા મેં માને કહ્યું હતું.

'તારા બાપુને જ્યારે લકવાનો હુમલો થયો હતો એના થોડા દિવસો બાદ મને વેજાએ તારા બાપુની હકીકત કહી હતી. અને મારી પાસે આ વાત ખાનગી રાખવાની કિંમત પણ લીધી હતી. અને આવી રમત એણે કેટલીવાર રમી લીધી છે. ખૂબ બધા રૂપિયા એણે મારી પાસેથી વસૂલ્યા છે. પંદર દિવસ પહેલા પણ એણે મને એજ ધમકી આપી રૂપિયા માંગ્યા હતા. મેં આ વખતે સાફ શબ્દોમાં ના પાડી દીધી હતી. અને ગુસ્સો જતાવતા હું બોલી હતી કે, તારે જેને કહેવું હોય એને કહેજે પણ હું તને એકપણ રૂપિયો આપીશ નહીં. મારી વાત સાંભળી એ ખૂબ જ ગુસ્સે થતો જતો રહ્યો હતો."

"અરે મા! તને વેજો ડરાવતો હતો અને ધમકી પણ આપતો હતો? તારે મને તો કહેવું હતું! તે મને એટલો પારકો કરી નાખ્યો? વેજા જેવો સ્વાર્થી અને નકામો માણસ મેં ક્યારેય જોયો નથી. હું એને ક્યારેય છોડીશ જ નહીં. એના કર્મની સજા એને હું જ આપીશ." ખૂબ ક્રોધિત થતાં મેં માને કહ્યું હતું.

મા મારો ગુસ્સો જોઈને તરત જ બોલી કે,"તું આટલો બધો ગુસ્સો કરે એટલે જ હું બોલતી ન હતી. બેટા! પણ તને કેમ ખબર પડી કે ઝૂમરીનું ખૂન થયું છે?"

"મારી નજર સમક્ષ જ ઝુમરીનું ખૂન થતું જોયું છે. અને હું આ વાત કોઈને ન કહું એ માટે તારા નામની ધમકી મને બાપુએ જ આપી હતી. વેજો ખુદ આ ગદ્દારીમાં બાપુ સાથે હતો." આજે મેં મારા મનનો ઉભરો મા પાસે ઠાલવ્યો હતો.

બાપુની હકીકત જાણીને મા ખુબ દુઃખી થઈ ગઈ હતી. મા એ વાતથી બિલકુલ અજાણ હતી કે, હું આ બધું જ જાણું છું. મા વેજાની ધમકીથી એટલે જ ડરી જતી હતી કે, મારા સુધી એ વાત પહોંચે તો હું કેટલો દુઃખી થઈ જાઈશ! 

હું અને મા એકબીજાની લાગણી ન દુભાય એ હેતુથી વેજાથી ડરી રહ્યા હતા. મેં માને કહ્યું,"આજ પછી ક્યારેય કોઈપણ તને ધમકી આપે એટલે એ વાત તારે મને અવશ્ય જણાવવી! તું હવે જરાય ચિંતા કરીશ નહીં. હું પણ બધું જ જાણું છું. અને હા, તુલસી પણ આ વાત જાણે છે. એ રૂપિયા આપવાની વેજાને ના પાડી એટલે એણે પંદર દિવસ પહેલા આવી જ ધમકી મને આપી હતી. હું એને એવો પાઠ ભણાવીશ કે એ જીવનમાં ક્યારેય કોઈને ધમકી આપશે નહીં. એણે જેટલી રમત રમવી હતી એટલી રમી લીધી પણ બસ હવે બહુ થયું હવે એની એકપણ દાદાગીરી ચાલશે નહીં. એને એના કર્મનું ફળ હું જ આપીશ. મેં એને કેમ સીધો કરવો તે રસ્તો શોધી લીધો છે. હું કાલ સવારે એની પાસે જઈશ અને એને એની જાળમાં જ ફસાવીશ. એ પણ યાદ રાખશે કે, એણે આપેલ ધમકી એને કેટલી મોંઘી પડી! બસ, કાલ સવાર પડે એટલી જ વાર છે, પછી વેજો છે અને હું છું. વેજાએ બહુ મફતના રૂપિયા ભેગા કર્યા, એ વ્યાજ સાથે વસૂલ કરીશ.

વેજાને એના કર્મનુંફળ આપવા માટે ક્યોં રસ્તો વિવેકે શોધ્યો હશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏