જાેકે, પોલીસને શંકા હોવાથી તેમના પર વોચ રાખવામાં આવી હતી. પરંતુ તેમા પણ પોલીસને કોઇ ખાસ સફળતા મળી ન હતી. પોલીસ જ્યારે પણ સ્વામીના જવાબ લેવા બોલાવતી ત્યારે સ્વામી ખુબ જ સહજતાથી સ્વસ્થતાપૂર્વક પોલીસના પ્રશ્નોના જવાબ આપતા હતા. જેમાં સ્વામી હંમેશા શકેરેહ ગુમ થયાની વાતનંુ જ રટણ કરતાં હતા.
બેંગલોર પોલીસ દ્વારા તપાસ દરમિયાન સ્વામી શ્રદ્ધાનંદ પર દબાણ પણ કરવામાં આવતું હતું. પરંતુ તેની પણ તેમના પર કોઇ અસર થતી ન હતી. એક તબક્કે તો પોલીસે સી સમરી ભરીને કેસ બંધ કરવાની પણ તૈયારી કરી લીધી હતી. જાેકે, તે સમયે સબાએ ઉચ્ચ અધિકારીઓને તપાસ બંધ ન કરવા રજૂઆત કરી હતી. જે બાદ બેંગલોર પોલીસ પાસેથી તપાસ લઇને સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચને સુપરત કરાઇ હતી.
શકેરેહ વિન્ટેજ ગાડીઓના શોખીન હતા. જેથી તેઓ બેંગલોર હાઇક્લાસ સોસાયટીના સભ્ય પણ હતા. એટલું જ નહીં શકેરેહ સમૃદ્ધ પરિારના સભ્ય હતા. જેથી તેમના ગુમ થવાના અહેવાલ સ્થાનિક અને રાજ્યકક્ષાના અખબારો જ નહીં પરંતુ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય મીડિયામાં પ્રકાશીત થયા હતા. જેના પગલે સનસનાટી વ્યાપી ગઇ હતી.
સ્વામી શ્રદ્ધાનંદ અને શકેરેહ દ્વારા રાજુ નામના એક વ્યક્તિને નોકરી પર રાખવામાં આવ્યોહ તો. જે તેમની પ્રોપર્ટીમાં માળીકામ અને અન્ય છૂટક કામકાજ કરતો હતો. જ્યારે તેની પત્ની જાેસફાઇન તેમના જ ઘરમાં ઘરકામ કરતાં હતા. સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચના તપાસ અધિકારી બી. અઝમતુલ્લાહના જણાવ્યા અનુસાર જાેસફાઇને તપાસ દરમિયાન જણાવ્યું હતું કે, અમે ગામડે ગયા પછી શ્રદ્ધાનંદે ઘરના આંગણામાં તુલસીનો છોડ વાવ્યો હતો. અમે પરત આવ્યા બાદ મને તેનું જતન કરવા જણાવ્યું હતું. જે તુલસીને સ્વામી શ્રદ્ધાનંદ નિયમિત દૂધ પણ ચઢાવે છે. અમારા વિસ્તારમાં રહેતા ભૂદેવો મૃતસ્વજનની પાછળ તુલસી રોપતા હતા. તેમજ તેને નિયમિત દૂધ ચઢાવતા હતા. એવું જ શ્રદ્ધાનંદ કરતાં હતા, જેથી શકેરેહનું મૃત્યુ થયુ હોવાનું અમને લાગતું હતું. પરંતુ તેના મૃત્યુ અંગે અમને કોઇ જ માહિતી ન હતી.
દરમિયાન આ સમયગાળામાં શ્રદ્ધાનંદે પાવર ઓફ એટર્નીના આધારે સંપત્તિ વેચવાનું શરૂ કર્યુ હતું. બેંક એકાઉન્ટ પણ ખાલી કરી દીધા હતા. એટલું જ નહી દાગીના પણ વેચી દીધા હતા. આ દરમિયાન આવકવેરા વિભાગની કાર્યવાહીનો જવાબ પણ શ્રદ્ધાનંદે આપ્યો હતો જેના પર શકેરેહની સહી પણ હતી.
સબા કહે છે કે, સ્વામી પાર્ટી પણ કરતો, રેસ્ટોરાં અને પબમાં પણ જતો હતો. તેણે દેશ-વિદેશના પ્રવાસ પણ કર્યા હતા. તે સ્વામી હોવા છતાં એક સામાન્ય વ્યક્તિની જેમ જ જીવન વિતાવતો હતો.
એવામાં તપાસ ટીમના એક પોલીસ હેડકોન્સ્ટેબલર મહાદેવને કંઇક માહિતી મળી હતી. શકેરેહ અને સ્વામીના ઘરે કામ કરતો રાજુ દેશી દારૂના નશામાં હતો અને શકેરેહ વિષે વાત કરી રહ્યો હતો. જે વાત સાંભળી મહાદેવ પણ ચોંકી ઉઠયો હતો. મહાદેવે રાજુ સાથે બેસી દારૂ પીવાનું નાટક કર્યુ. રાજુ કહી રહ્યો હતો કે, સાહેબે સુથાર પાસે લાકડાનું એક બોક્સ બનાવડાવ્યું હતું. જેમાં નીચે પૈડા પણ લગાવડાવ્યા હતા. તે ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યું હતું.
દરમિયાન મારા પરિજન બીમાર હોવાથી મારે આંધ્ર પ્રદેશ જવાનંુ થયું હતું. ત્યારે મેડમને છેલ્લીવાર જાેયા હતા. સામાન્ય રીતે મેડમ સવારે ૯ વાગ્યા આસપાસ ઉઠી જતા હતા. પરંતુ ત્યારે તેઓ ઉંઘતા હતા. તેમને બોક્સમાં મુક્યાં પછી માલિકે રૂા. ૧૦૦ આપ્યા હતા. જે બાદ અમે પરત આવ્યા ત્યારે મેડમ દેખાયા ન હતા.
રાજુ પાસેથી મળલી માહિતી મહાદેવે ઉચ્ચ પોલીસ અધિકારીઓને આપી હતી. હવે, પોલીસ પાસે એક લીડ હતી. પરંતુ શ્રદ્ધાનંદ પર ગાળીઓ કેવીરીતે કસવો તેનો તખ્તો તૈયાર કરાઇ રહ્યો હતો.
ક્રમશંઃ