ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 1 Siddharth Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 1

ડિસ્કેલમર ઃ આ અહેવાલ મુલરી મનોહર મિશ્રા એટલે કે સ્વામી શ્રદ્ધાનંદ પર આધારીત છે. જે અહેવાલના અંશો તેમના ડોક્ુયુસિરીઝમાં આપવામાં આવેલા નિવેદન પર આધારીર છે. એટલું જ નહીં આ લેખનો કેટલોક ભાગ વાંચકે વિચલીત કરી શકે તેમ છે.

બેગ્લોરના સમૃદ્ધ નમાઝી પરિવારમાં શકેરેહનો જત્મ થયો હતો. શકેરેહના નાના ઇસ્માઇલ મિર્ઝાત્તત્કાલીન મૈસર, જયપુર અને હૈદ્રરાબાદના રજવાડા સમયમાં દિવાન તરીકે ફરજ બજાવતા હતા. શકેરેહ નમાઝીના લગ્ન અકબર ખલીલી સાથે થયા હતા. જે તેમના પહેલી પેઢીના પિત્રાઇ અને ભારતીય વિદેશ સેવાના એક ઉચ્ચ અધિકારી હતા. શકેરેહની ઉંમર હજી ૧૫ વર્ષ પણ નહીં હોય તેવા સમયે તેમના નાના ઇસ્માઇલ મિર્ઝાએ જ આ સંબંધ નક્કી કર્યો હતો. શકેરેહ અને અકબરના લગ્ન જીવનમાં ચાર દિકરીનો જન્મ થયો હતો. પરંતુ તેમને એક દિકરાની આશા હતી. શકેહેર અને અકબરની દિકરાની આશા વચ્ચે તેમના જીવનમાં મુરલી મનોહર મિશ્રાનો પ્રવેશ થયો.

મુરલી મનોહર મિશ્રાએ નાનપણમાં જ મૃત્યુને થાપ આપી હતી. જેના કારણે જ તેમનું નામ  સ્વામી શ્રદ્ધાનંદ પડયું હતું. જેમને પ્રૌઢ અવસ્થામાં પણ ફાંસીની સજા થઇ હતી. જેને પણ તેમને થાપ આપી હતી. શકેરેહ-અકબરના જીવનમાં મુરલી મનોહર મિશ્રાની એન્ટ્રી સાથે જ તેમના લગ્ન જીવનમાં તનાવ શરૂ થયો. બે દાયકાનું લગ્નજીવન ભંગાણ પર આવી ગયું હતું. અંતે બન્નેના તલાક થયા. જાેકે, નવા પ્રેમ સંબંધમાં ધર્મના કારણે અવરોધ પણ ઊભો થયો.

શકેરેહ ખુબ જ સમૃદ્ધ પરિવારના હતા. જેથી તેમને વારસામાં પુષ્કળ જમીન અને સંપત્તિ મળ્યાં હતા. ત્યારે લોકોનું માનવું છે કે, શ્રદ્ધાનંદ સાથેના શકેરેહના સંબંધમાં શ્રદ્ધાનંદની લાલચ અને છળ જ પાયાનું કારણ બન્યાં હતા. જાેકે, આ સંબંધ શકેરેહને મૃત્યુ સુધી લઇ ગયો. શકેરેહનું મૃત્યુ પણ ખુબ જ કમકમાટી ભર્યુ હતું. શ્રદ્ધાનંદના જીવન પર એમેઝોન પ્રાઇમ પર ડાન્સિંગ ઓન ધી ગ્રેવ નામથી એક ડોક્યુસિરીઝ પર પ્રકાશીત થઇ છે. કમકમાટી ભરેલી ઘટનાનાં ચાર એપિસોડની સિરીઝનું પ્રસારણ અટકાવવા માટે સ્વામી શ્રદ્ધાનંદ દ્વારા કોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં તેમને કોર્ટ પાસે હંગામી પેરોલની પણ માગણી કરી હતી. જાેકે, સુપ્રીમ કોર્ટ દ્વારા તેમની અરજી નકારી કાઢવામાં આવી હતી.

વાત મુરલી મનોહર મિશ્રાની કરીએ તો ખલીલી પરિવારમાં તેમનો પ્રવેશ અસામાન્ય સંજાેગોમાં થયો હતો. મુરલી મનોહર મિશ્રા ઉર્ફે સ્વામી શ્રદ્ધાનંદના પ્રવેશ બાદ શરૂઆતમાં તો ખલીલી પરિવારમાં બધું સામાન્ય જ હતું. પરંતુ ટુંક જ સમયમાં ધીમે ધીમે બધું બદલાવાની શરૂઆત થઇ હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં શકેરેહના દિકરી સબા ખલીલીનું નિવેદન ટાંકવામાં આવ્યું છે. જે અનુસાર તેમના પરિવાર અને સ્વામી શ્રદ્ધાનંદની પ્રથમ મુલાકાત ૧૯૩૮માં થઇ હતી. દિલ્હીના રામપુરના પૂર્વ નવાબી પરિવારના બેગમના ઘરે તેઓ મળ્યાં હતા. મને એવું લાગ્યું હતું કે, તેની પાસે દિવ્યશક્તિ છે તેમજ તેઓ દેવદૂત છે. તે અમારી સાથે ખુબ જ સારી રીતે વર્તન કરતાં હતા.

ભારતમાં જમીન ટોચ મર્યાદા ધારો લાગુ થતાં શકેરેહ પાસેથી અઢળક મિલકતો અને જમીનના કારણે મુશ્કેલી ઊભી થઇ હતી. એટલું જ નહીં તે ઉપરાંત પણ તેઓ અન્ય કેટલીક સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યા હતા. તે સમયે સ્વામી શ્રદ્ધાનંદે રામપુરના નવાબના પરિવારને લેન્ડ સિલિંગની બાબતે મદદ કરી હતી. જેથી તેવીજ સમસ્યાના નિવારણ માટે ખલીલી પરિવાર દ્વારા સ્વામી શ્રદ્ધાનંદને બેગ્લોર બોલાવવામાં આવ્યા હતા.

સબાએ સુપ્રીમ કોર્ટમાં તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, એ સમયે મારા પિતા ઇરાનમાં પોસ્ટેડ હતા. જ્યારે અમારો પરિવાર બંેગ્લોર (હાલનું બેગ્લુરુ)માં રહેતો હતો. અમારા પરિવારમાં સ્વામી શ્રદ્ધાનંદની અવરજવર શરૂ થઇ ગઇ હતી. એટલું જ નહીં ઘણી વખત તો તે અમારા ઘરે જ રોકાતા હતા. તેઓ અમારા પારિવારીક પ્રશ્નોમાં મદદરૂપ થવા ઉપરાંત તેઓનો સ્વભાવ મળતાવડો પણ હતો.

ક્રમશંઃ