ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - છેલ્લો ભાગ Siddharth Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-108

    પ્રકરણ-108 દમણમાં વિજયનાં બંગલે સીક્યુરીટીનાં હથિયારબંધ જવાન...

  • એક પંજાબી છોકરી - 57

    સોહમના પપ્પા આવીને વીરની હાલત વિશે જાણવા માટે ડૉકટરને મળે છે...

  • ભાગવત રહસ્ય - 59

    ભાગવત રહસ્ય-૫૯   દ્રૌપદીએ અશ્વસ્થામાને બચાવ્યો.અર્જુનને કહ્ય...

  • એક ષડયંત્ર.... - ભાગ 85

    (રોમા પાસેથી સિયાને દાદાને એટેક આવ્યો છે અને તેમને એડમિટ કર્...

  • શો હમ

    એક એવો વીચાર આવે , હે શીવ પરમાત્મા તારા બનાવેલ માણસો શું ટ્ર...

શ્રેણી
શેયર કરો

ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - છેલ્લો ભાગ

એડવોકેટ નાગરેચાનું એવું પણ કહેવું છેકે, શ્રદ્ધાનંદ પાસે સંપત્તિ પણ ઓછી હતી અને હેસિયત પણ ઓછી હતી તેમ છતાં શકેરેહના નિકટના વર્તુળમાં તેને પ્રવેશ મેળવ્યો હતો. જાેકે, તેમને સ્વીકાર થયો ન હતો. શકેરેહની સંપત્તિમાં બીજાના આર્થિક હિતો પણ સંકળાયેલા હતા. જેથી તેમના મૃત્યુ માટે એક માત્ર સ્વામી શ્રદ્ધાનંદ જવાબદાર ન હતા. અન્યો પાસે પણ મોટિવ હતો.

સામાન્ય રીતે કોઇ વ્યક્તિ જ્યારે સંસારનો ત્યાગ કરે અને વૈરાગ્ય અપનાવે ત્યારે કોઇ ગુરૂ પાસેથી દીક્ષા લેતા હોય છે. જે બાદ ગુરૂ દ્વારા જ તે વ્યક્તિને નવું નામ પણ આપવામાં આવતું હોય છે. પરંતુ મુરલી મનોહર મિશ્રા માટે આવી ન હતું. તેમના સ્વામી શ્રદ્ધાનંદ બનવા પાછળની વાત કંઇક જુદી જ હતી. મુરલી મનોહરનો જન્મ મધ્ય પ્રદેશના સાગરમાં થયો હતો. તેમના જણાવ્યા અનુસાર નાનપણમાં એક વખત તે ગંભીર બિમારીનો શિકાર થયાં હતા. પરિવાર દ્વારા શક્ય હોય તેટલી સારવાર પણ કરાવવામાં આવી પરંતુ તેમને સફળતા મળી ન હતી. તબીબોના કહ્યા અનુસાર તે મૃત્યુની ખુબ જ નજીક પહોંચી ગયા હતા. જાેકે, તે સમયે આર્યસમાજ સાથે જાેડાયેલા એક સંત સ્વામી શ્રદ્ધાનંદે આગાહી કરી હતી કે મુરલી મનોહરને કશું જ નહીં થાય અને તેઓનો જીવ બચી જશે. જે મોટો થયા બાદ તેનું નામ શ્રદ્ધાનંદ રાખવું. જાેકે, મુરલી મનોહર મિશ્રાએ સ્વામી શ્રદ્ધાનંદ બનતા પહેલા કોઇ ગુરૂ પાસેથી દીક્ષા લીધી હોવાની કોઇ જ માહિતી મળી ન હતી. હાઇસ્કૂલનો અભ્યાસ છોડી શ્રદ્ધાનંદને નાનપણમાં જ ખ્યાલ આવી ગયો હતો કે તેનો જન્મ કોઇ અસામાન્ય કાર્ય માટે જ થયો છે.

શકેરેહની હત્યાનો કેસ બંેગલોરની નીચલી અદાલતમાં ચાલી ગયો. જેમાં કોર્ટ દ્વારા સ્વામી શ્રદ્ધાનંદને ઘટના જ્વલ્લેથી જ્વલ્લે જાેવા મળતો ગુનો ગણીને ક્રૂરતાપૂર્વકની હત્યા માટે ફાંસીની સજા આપવામાં આવી હતી. જેને ઉચ્ચ અદાલત દ્વારા પણ કાયમ રાખવામાં આવી હતી. પરંતુ સર્વોચ્ચ અદાલતમાં  કેસ ચાલતા જજની પેનલમાં શ્રદ્ધાનંદને ફાંસી આપવા માટે એકમત થયો ન હતો. જેથી તેને જેલમાં રાખવાનો હુકમ કરાયો હતો. જાેકે, શ્રદ્ધાનંદે સજા માફી માટે દયાની અરજી પણ કરી છે, જે વિચારાધીન છે.

શ્રદ્ધાનંદના કહ્યા અનુસાર તેનો જેલવાસ મૃત્યુ કરતાં પણ બદતર છે. તે જેલમાં દરરોજ મૃત્યુની રાહ જાેઇ રહ્યા છે. તેનું કહેવું છે કે, આ જેલ વાસ કરતાં તો ફાંસીની સજા સારી હતી. જેલમાં તે મરજીથી હરી ફરી શકતો નથી, ખાઇ પી શકતો નથી. ખાવાનું, પીવાનું અને ઊંઘવાનું લગભગ ત્રણ દાયકથી આ જ શ્રદ્ધાનંદની દિનચર્યા છે. તેને એક દિવસની પેરોલ પણ મળી નથી. જ્યારે રાજીવ ગાંધીના ફાંસીના દોષિત હત્યારાઓને પણ છોડી દેવાયા હતા.

બેંગલુરુની જેલમાં કેદ સ્વામી શ્રદ્ધાનંદને મધ્ય પ્રદેશની સાગર જેલમાં ટ્રાન્સફર કરાયા હતા. જ્યાં ડૉક્યુસિરીઝ ‘ડાન્સિંગ ઑન ધ ગ્રૅવ’ માટે તેનો વિસ્તૃત ઇન્ટરવ્યૂ કરાયો હતો. જેમાં તે સ્વૈચ્છાએ ઇન્ટરવ્યૂ આપી રહ્યો હોવાનું સ્પષ્ટ પણે જણાય છે.

તમને થશે કે, આ વાર્તાને ડાન્સિંગ ઓન ધ ગ્રેવ નામ જ કેમ આપવામાં આવ્યું. તો ફરી એક વખત વાત ઘરના નોકરાણી જાેસેફાઇની કરીએ. તેના જણાવ્યા અનુસાર ઘરના આંગણામાં પાર્ટીઓ યોજાતી, જેમાં સ્વામી શ્રદ્ધાનંદ નિકટના લોકો સાથે ડાન્સ પણ કરતો. ત્યાં જ નીચે શકેરેહને જીવતા દફનાવવામાં આવ્યા હતા. જાેકે, તે અંગે સબા અને મહેમાનો અજાણ હતા. જેથી જ જ્યારે સમગ્ર પ્રકરણનો ખુલાસો થયો ત્યારે સમાચાર પત્રોમાં હેડલાઇન હતી કે, ડાન્સિંગ ઓન ધ ગ્રેવ.

ઉલ્લેખનીય છે કે, સ્વામી શ્રદ્ધાનંદ દ્વારા શકેરેહને જીવતી જ લાંકડાના બોક્સમાં દફનાવી દેવામાં આવી હતી. સ્વામીના કહ્યા અનુસાર તે મુસ્લીમ હોવાથી તમામ મુસ્લીમ વિધિ પ્રમાણે તેને દફનાવવામાં આવી હતી. પરંતુ મુસ્લીમ સમાજની વિધિ પ્રમાણે તેની અંતિમ નમાજ પઢવામાં આવી ન હતી. ત્યારે પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવેલા શકેરેહના કંકાલનું પછી શું થયું તેની કોઇ જ માહિતી હાલ મળી રહી નથી.