સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રાજકીય પરિસ્થિતી અસ્થિર હતી. તેવા સમયે અકબર ખલીલી ત્યાં જ હતા. ૧૯૭૯ની વાત છે. ઇરાનમાં તખ્તનો પલટો થયો. શાહની સરકારને ઉથલાવી દેવામાં આવી હતી. ૧૯૮૦માં શરૂ થયેલું ઇરાક સાથેનંુ યુદ્ધ શરૂ થયું છે ૧૯૮૮ સુધી ચાલ્યું હતું. આ સમયે ભારતનાં તે સમયના વડાપ્રધાન ઇંદિરા ગાંધી હતા. તેમની સરકાર ઇચ્છતી હતી કે, ઇરાનમાં સબળ ભારતીય રાજદૂત મુકવામાં આવે. જેથી શિયા મુસ્લિમ અને વ્યાપક અનુભવ હોવાથી અકબર ખલીલીને તહેરાન મોકલાયા.
સામાન્ય રીતે ઇન્ડિયન ફોરેન સવિર્સીસના અધિકારીઓને વિશ્વના વિવિધ દેશમાં ફરજ દરમિયાન પરિવારને સાથે જ રાખતા હોય છે. પરંતુ યુદ્ધની સ્થિતી હોય કે પછી કટોકટીના સંજાેગો અધિકારીઓ પરિવારજનોને પોતાની સાથે રાખવાનું ટાળતાં હોય છે. અકબર ખલીલીએ પણ તેવું જ કર્યુ. યુદ્ધના કારણે અકબર ખલીલી તેમના કામમાં વ્યસ્ત થઇ ગયા હતા. જેના કારણે તેઓ શકેરેહને પુરતો સમય આપી શકતા ન હતા. શકેરેહ એકલતા અનુભવતા હોય તેઓ સ્વામી શ્રદ્ધાનંદની નજીક આવવા લાગ્યાં હતા. એટલું જ નહીં શકેરેહને સ્વામી તરફનું આકર્ષણ પણ વધી રહ્યું હતું. સ્વામી શ્રદ્ધાનંદ અને શકેરેહની વચ્ચે વધતી જતી નિકટતાના કારણે એમ્બેસેડર ખલીલી અને શકેરેહ વચ્ચેનંુ અંતર વધી રહ્યું હતું. જેના પગલે દંપતી વચ્ચે દરેક નાની નાની બાબતે ઝઘડા થવા લાગ્યા હતા.
સ્વામી શ્રદ્ધાનંદના કહ્યા અનુસાર શહેરેહના કહેવાથી જ તેમણે ખલીલી પરિવારના રિયલ એસ્ટેટની સંભાળ લેવાનું શરૂ કર્યુ હતું. જે કામમાં સ્વામીના રૂપિયા ખર્ચાઇ રહ્યા હતા. જેથી શકેરેહે જ સ્વામીને પોતાની સાથે જ ખલીલી મેન્શનમાં જ સાથે રહેવા માટે આમંત્રણ આપ્યું હતું. આખરે સ્વામી શ્રદ્ધાનંદના પરિવારમાં આગમન બાદ હાઇ પ્રોફાઇલ ખલીલી યુગલના ૧૯૮૫માં તલાક થઇ ગયા. જે બાદ શકેરેહે ખલીલી પરિવારને તેમના તરફથી મળેલા તમામ દાગીના પણ પરત કરી દીધા હતા. જાેકે, શકેરેહ અને અકબરનું આ પગલું તેમની દિકરીઓ, પરિજનો અને નિકટના મિત્રો માટે ચોંકાવનારૂ હતું. તલાકના આઘાતમાંથી હજી તો બધા બહાર આવે ત્યાં જ તમને માત્ર ૬ મહિનાના ગાળામાં જ બીજાે આંચકો લાગ્યો. વાત એપ્રીલ ૧૯૮૬ની છે. શહેરેહ દ્વારા સ્વામી શ્રદ્ધાનંદ સાથે લગ્ન કરી લીધા હતા. તેમની નિકટના કેટલાક લોકોના જણાવ્યા અનુસા તેઓ બન્ને તદ્ન વિરોધાબાસી વ્યક્તિત્વ ધરાવતા હતા.
સ્વામી શ્રદ્ધાનંદ સામે અકબર ખલીલીનું વ્યક્તિત્વ વધારે આકર્ષક હતું. તેઓ આઇએફએસ અધિકારી હતાં. જેથી તેમને વ્યક્તિત્વની તાલીમ પણ મેળવી હતી. તેમજ તેમના નાના ઇસ્માઇલ મિર્ઝા અને મામા હુમાયુ મિર્ઝાનો પણ તેમના પર પ્રભાવ રહ્યો હતો. હુમાયુ પણ વિદેશ મંત્રાલયમાં એક ઉચ્ચ અધિકારી હતા. ભારતના વિદેશ મંત્રાલયમાં અકબર ખલીલીને હરતા-ફરતા વિશ્વકોષ તરીકે ઉપાધી મળી હતી. જેની સામે સ્વામી શ્રદ્ધાનંદ સરેરાશ દેખાવ ધરાવતા હતા. જાેકે, એવું પણ કહેવાય છે કે, સ્વામી દ્વારા શકેરેહને મિલકતની બાબતમાં મદદ કરવાની અને પોતાની પાસેની અલૌકિક શક્તિઓથી દિકરો આપવાની ખાતરી આપી હતી.
સ્વામી શ્રદ્ધાનંદના કહ્યાં અનુસાર તેમની સાથે લગ્નનો પ્રસ્તાવ શકેરેહ દ્વારા મુકાયો હતો. લગ્નનો પ્રસ્તાવ મુકાયો તે પહેલા શકેરેહ સાથે તેવા કોઇ જ સંબંધ ન હતા. ૧૯૮૬માં અમે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ અમારા લગ્નની નોંધણી કરાવી હતી. જાેકે, આ બાબત સમજવી પરિજનો માટે ખુબ જ મુશ્કેલ હતી. તેમને લાગતું હતંુ કે, શકેરેહ એક પૂતિર્પૂજક સાથે લગ્ન કેવીરીતે કરી શકે? આ લગ્ન બાદ શકેરેહના પરિજનો પૈકી અનેકે તેની સાથે વ્યવહાર કાપી નાખ્યાં હતા. એટલું જ નહીં અનેક પરિજનો દ્વારા તો શકેરેહ સામે સંપત્તિને લગતા કોર્ટ કેસ પણ કરવામાં આવ્યા હતા. જેનો શકેરેહને ખુબ જ આઘાત લાગ્યો હતો. અમારા લગ્ન બાદ અમને એક દિકરો પણ થયો હતો. જાેકે, તે પ્રિમૅચ્યોર હતો, જે મૃત્યુ પામ્યો હતો. આ બાબતે કોઈ શું કરી શકે?
ક્રમશંઃ