ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 5 Siddharth Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 5

પોલીસ તપાસમાં સહયોગ કરી રહ્યો હોય અને સારી રીતે જવાબ આપતો હોવાથી શ્રદ્ધાનંદ પર ગાળીઓ કસવામાં મુશ્કેલી પડી રહી હતી. ત્યારે એક દિવસ ક્રાઇમ બ્રાન્ચ સ્વામીને અડધી રાતે ઉઠાડી તપાસ માટે લઇ આવી. આગવી ઢબે સ્વામીની પુછપરછ હાથ ધરવામાં આવી. જે પુછપરછમાં સ્વામી ભાંગી પડયો અને ગુનાની કબુલાત કરી.

મુખ્ય તપાસ અધિકારીઓએ જણાવ્યા અનુસાર, શકેરેહ શ્રદ્ધાનંદ સાથે નોકર જેવો વ્યવહાર કરતાં હતા. જેના કારણે તેમની વચ્ચે વારંવાર ઝગડાં પણ થતાં હતા. જેથી ૨૮મી મે ૧૯૯૧ના રોજ ઉશ્કેરાયેલા શ્રદ્ધાનંદે શકેરેહનો કાંટો જ તેના જીવનમાંથી કાઢી નાખ્યો.

સ્વામી શ્રદ્ધાનંદે ચ્હામાં ઊંઘની ગોળીઓ નાખી શકેરેહ પીવડાવી હતી. જે બાદ બેભાન અવસ્થામાં પથારી સાથે શકેરેહને સુથાર પાસે બનાવડાવેલા પૈડા વાળા લાકડાંના બોક્સમાં ધકેલી દીધી. જે બાદ બોક્સ બંધ કરી દીધુ. જે બોક્સને આંગણામાં જ ભૂગર્ભ ટાંકી બનાવવા માટે ખોદવામાં આવેલા ખાડામાં  ઘક્કો મારી દીધો અને પછી તેના પર ટાઇલ્સ જડાવી દીધી હતી.

૧૯૯૪માં પોલીસ શ્રદ્ધાનંદને સાથે લઇને શકેરેહના ઘરે પહોંચી ત્યારે સ્વામીએ નિશાન કરી આપ્યાં. જે નિશાન પર ખોદકામ કરતાં ત્યાં જ જમીનમાં દાટેલું બોક્સ મળી આવ્યું હતું. જે બોક્સને બહાર કાઢીને ખોલવામાં આવ્યા ત્યારે તેમાંથી કંકાળ મળી આવ્યું હતું. જેના પર વીંટી, બંગડી, વાળ અને કપડાંના થોડા ટુકડા મળ્યાં. ખોપડી તથા શકેરેહની તસવીર અને ડીએનએના આધારે મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવામાં તપાસ અધિકારીને સફળતા મળી હતી. તે સમયે મૃતદેહના હાથ પથારી સાથે સજડ હતા. જેથી એવું અનુમાન લગાવવામાં આવ્યું કે, જ્યારે શકેરેહને બોક્સમાં નાખીને દફનાવવામાં આવ્યા ત્યારે તે જીવીત હતાં.

શ્રદ્ધાનંદના જણાવ્યા અનુસાર શકેરેહ ખૂબ જ સારી વ્યક્તિ હતી. અમારો સંસાર ખુશ હતો. જાે તે હયાત હોત તો અમે આજે પણ સાથે જ હોત. શકેરેહ મને રાજ કહીને બોલાવતી હતી. ૨૦ વર્ષના અમારા લગ્ન જીવનમાં મને જેટલી ખુશી ન હોતી મળી એટલી મને શકેરેહે આપી હતી. જ્યારે મારૂ મોત થાય ત્યારે મને પણ આજ જમીનમાં દફનાવજાે. મારાથી એક ભૂલ થઇ છે. એ દિવસે તેનું મોત થયું હવોાનું જાણી મે તેને બોક્સમાં નાખી દફનાવી દીધી હતી. તે સમયે મેં તાત્કાલીક પોલીસને જાણ કરી હોત તો સારુ થતે. પરંતુ અગાઉથી જ લોકો ધર્મના કારણે અમારા સંબંધના વિરોધમાં હતા. એવા સંજાેગોમાં જાે હું તેનું મૃત્યુ થયુ હોવાનંુ લોકોને કહેતે તો મને ફસાવી દેવામાં આવ્યો હોત. એટલે જ તેના શરિરને લાકડાના બોક્સમાં રાખી ઇસ્મામિક વિધિ પ્રમાણે, તેના માથાને કાબા તરફ રાખી દફનાવી હતી. એક ભૂલને છુપાવવામાં મારાથી એક પછી એક ભૂલ થતી ગઇ. મને ખબર હતી કે એક દિવસ તો હું પકડાઇ જ જવાનો છું.

શ્રદ્ધાનંદ વધુમાં જણાવે છે કે, હું પકડાઇ જવાનો હોવાનું ખબર હોવા છતાં મારી જાત પર મારો કાબુ ન હતો. મને કશું જ સૂજતું ન હતું. મારા નિવેદન પણ બળજબરી પૂર્વક દબાણમાં લેવામાં આવ્યા હતા. શકેરેહની હત્યા મંે નથી કરી.

૧૯૯૪ના રોજ ૩૦મી માર્ચે ૮૧ રિચમંડ રોડ ખાતે શકેરેહના મૃતદેહને શોધવા માટે ખોદકામ કરવામાં આવ્યું. જાેકે, સ્વામીના વકીલ આલોક નાગરેચા પોલીસ તપાસ અને પ્રક્રિયા ઉપર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ધરપકડ બાદ જ્યારે સ્વામી શ્રદ્ધાનંદને ઘટના સ્થળે લઇ જવાયા, ત્યારે વીડિયોમાં જાેઈ શકાય છે કે, તે પોતાના ખિસ્સામાંથી ચાવી કાઢે છે. તેઓ પોલીસ કસ્ટડીમાં હતા તો ચાવી પોલીસ કસ્ટડીમાં હોવી જાેઈતી હતી. નહીં કે તેમના ખિસ્સામાં. તેમજ પોલીસ દ્વારા ઘરને સીલ કરાયું ન હતું. ઘટનાના ત્રણ વર્ષ બાદ શ્રદ્ધાનંદ કબાટમાંથી શકેરેહને આપવામાં આવેલી ઊંઘની ગોળીઓ કાઢીને પોલીસને આપે છે તે વીડિયોમાં દેખાય છે. વાસ્તવમાં કોઇ ગુનેગાર આટલો લાંબો સમય પુરાવા સાચવી રાખે તે તર્કસંગત નથી. જે દવાઓ કબાટમાંથી મળી હતી તે સસ્ટી અને સામાન્ય હતી.

ક્રમશંઃ