ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 3 Siddharth Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 3

સ્વામી વધુમાં કહે છે કે, અમે બન્નેએ સાથે મળી વિશ્વના અનેક દેશનો પ્રવાસ કર્યો. વિશ્વના અનેક દેશોની મોંઘી મોંઘી હોટલોમાં અમે સાથે જ રહેતા હતા. શકેરેહ એક સમૃદ્ધ પરિવારમાંથી હતા. જેથી તેઓ ખાવા પિવાના શોખીન હતા. અમે બન્ને સાથે બંેગલોરની રેસ્ટોરાંઓમાં પણ સાથે જ જતાં હતા. લગ્ન બાદ અમે શકેરેહની માલિકીની જમીન પર અમારા નામના મૂળાક્ષર પરથી એસએસ મેન્શન નામની રેહણાંક ફ્લેટની સ્કીમ પણ કરી હતી. તેમજ એક ફાઇનાન્સ કંપનીની સ્થાપના પણ કરી હતી. જે માટે બન્નેના સંયુક્ત નામથી બેંક એકાઉન્ટ અને લોકર પણ ખોલાવવામાં આવ્યા. શકેરેહ દ્વારા તેમની સંપૂર્ણ સંપતિની પાવર ઓફ એટર્ની પણ મને જ આપી હતી.

આ સમય દરમિયાન શકેરેહ અને અકબરની દિકરી સબા મુંબઇમાં મોડલિંગની દુનિયામાં પગરવ માંડી ચૂકી હતી. જે બાદ મજૂબત મનોબળ ધરાવતી શકેરેહ એકલી પડી ગઇ હતી. આવા સંજાેગોમાં શ્રદ્ધાનંદ સાથે તેમની નિકટતા વધુને વધુ ગાઢ બની રહી હતી. જેનો લાભ લઇ સ્વામી શ્રદ્ધાનંદે શકેરેહના જીવનના તમામ પાસા પર પ્રભત્વ મેળવી લીધું હતું. અકબર સાથેના તલાક બાદ શકેરેહ અને અકબરની દિકરીઓ અકબર પાસે ઇટાલી જતી રહી હતી. પરંતુ સબાએ શકેરેહ સાથે સંપર્ક અને નિકટતા જાળવી રાખી હતી. જાેકે, સબાએ મોડલિંગમાં પગરવ માંડયા ત્યારે શકેરેહે સલાહ આપી હતી કે, તેણે મોડલિંગ રોડી લંડનમાં અભ્યાસ કરવો જાેઇએ. જે માટેની તમામ જરૂરી વ્યવસ્થા કરાવની પણ તૈયારી શકેરેહ દ્વારા દાખવવામાં આવી હતી. શકેરેહ પણ સિંગાપોરમાં અભ્યાસ કર્યો હોવાથી તેમની દિકરી પણ વિદેશમાં અભ્યાસ કરે તેવી જ તેમની ઇચ્છાં હતી.

ગૌહર તાજ નમાઝીએ પોતાના પિતા તરફથી મળેલી તમામ સંપતિ તેમની પુત્રી શકેરેહ અને પ્રપૌત્રીઓના નામે કરી દીધી હતી. પરંતુ હવે, ગૌહર નમાઝી પોતાની સંપત્તિનો કેટલોક હિસ્સો પરત માગી રહ્યા હતા. જાેકે, આ ઘટના બાદ પણ માતા ગૌહર નમાઝી અને દિકરી શકેરેહ વચ્ચેના સંબંધો જળવાઇ રહ્યા હતા. ૧૯૯૧ની ૧૯મી એપ્રીલના રોજ શહેરેહ અને સબા વચ્ચે ફોન પર વાત ચાલી થતી હતી. પરંતુ મે ૧૯૯૧માં શકેરેહ અચાનક જ ગાયબ થઇ ગયા.

સુપ્રીમ કોર્ટના ચુકાદામાં ઉલ્લેખ કરાયો છે કે, માતા શકેરેહ તેમની દિકરીઓ સાથે નિયમિત ફોન પર વાત કરતા હતા. પરંતુ જ્યારે માતાના ફોન કોલ આવવાના બંધ થયા ત્યારે સબાએ સામેથી ફોન કર્યા હતા. તેના જવાબમાં સ્વામી શ્રદ્ધાનંદ દ્વારા જુદા જુદા બહાના બતાવી ગોળગોળ જવાબ આપી વાતને ટાળવામાં આવતી હતી.

ઉલ્લેખનીય છે કે, આ એ સમયની વાત છે જ્યારે લોંગ ડિસ્ટન્સ કોલ કરવા માટે એસટીડી કે આઇએસડી કોલ બૂક કરાવવા પડતા હતા.

સ્વામી શ્રદ્ધાનંદના ગોળગોળ જવાનોથી કંટાળી અંતે સબા બંેગલોર આવી અને માતા વિષે રૂબરૂ તપાસ કરવાની શરૂઆત કરી. ત્યારે સ્વામીએ સબાને એમ કહીને ટાળી દીધી કે, શકેરેહ ગર્ભવતી છે અને ન્યૂયોર્કની રૂઝવેલ્ટ હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. જેથી સબાએ ન્યૂયોર્ક ફોન કરીને માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હોસ્પિટલ દ્વારા શકેરેહ નામની કોઇ દર્દી ત્યાં દાખલ ન હોવાનંુ જણાવ્યું હતું. જેથી સબા ચિંતામાં મુકાઇ ગઇ હતી. જે બાદ સબા પુનઃ સ્વામી શ્રદ્ધાનંદ પાસે માહિતી મેળવવા પહોંચી હતી. તે સમયે શ્રદ્ધાનંદે પોતાની વાર્તા બદલી નાખી અને શકેરેહ લંડનમાં હોવાનું જણાવ્યંુ હતું. જેથી સબાને સ્વામી શ્રદ્ધાનંદ પર શંકા ગઇ હતી. જાેકે, એ બાદ સ્વામી શ્રદ્ધાનંદે ઇન્કમ ટેક્સ વિભાગના કેસના કારણે તે લો-પ્રોફાઇલ થઇ ગઇ હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન સબા મુંબઇની હોટલમાં હતી ત્યારે તેના હાથમાં શકેરેહનો પાસપોર્ટ આવ્યો. ત્યારે સ્વામી શ્રદ્ધાનંદ દ્વારા યુએસ અને યુકેની વાત પરથી તેનો વિશ્વાસ ઉઠી ગયો હતો. જુલાઇ ૧૯૯૧માં સબાએ બેંગલોરના અશોકનગર પોલીસ સ્ટેશનમાં માતા શકેરેહ ગુમ થયાની ફરિયાદ આપી અને પોલીસે તપાસ શરૂ કરી. તપાસની શરૂઆતમાં ત્રણ વર્ષ સુધી સ્વામી શ્રદ્ધાનંદ બંેગલોર પોલીસને પણ ગોળગોળ ફેરવવામાં સફળ રહ્યાં હતા.

ક્રમશંઃ