કાંતા ધ ક્લીનર - 45 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાંતા ધ ક્લીનર - 45

45.

કાંતા એકદમ હરખાતી, તેજ ચાલે ઘર તરફ આવી. ધબધબ કરતી  પગથિયાં ચડી અને પાંચમે માળે આવેલું પોતાનું ઘર.. અને એ ચાવી ફેરવી કિચૂડાટ કરતો આગળીઓ ખોલવાની બદલે ડોર નોક કર્યું. જીવણે તરત ખોલ્યું.

"હેઇ, હું આવી ગઈ." કહેતાં તેણે પોતાની ખાસ પૈસા વગરની પર્સ શુ રેક પર મૂકી સેન્ડલ ઉતાર્યાં. ખૂબ આભારવશ થયેલા જીવણે તરત એ ઉપાડી, ત્યાં કપડું પડેલું તેનાથી લુછ્યાં. તેને ખબર હતી કે સ્વચ્છતાની બાબતમાં કાંતા કેટલી ચીવટ વાળી છે.

તેણે આંખોથી જ પૂછ્યું કે કેવું રહ્યું. કાંતા ખૂબ ખુશ હતી. તેણે જીવણને હળવો ધબ્બો મારી કહ્યું "બધું પ્લાન પ્રમાણે જ થયું. અરે, રાઘવ પકડાઈ ગયો. એની પાસે ખુલ્લી ભૂરી બેગ હતી જેમાં સફેદ પાઉડરનાં પડીકાં પણ દેખાતાં હતાં."

જીવણ ઉત્સાહમાં જગ્યા પર બે ચાર વખત કૂદ્યો.

કાંતા શાંતિથી બેઠી. જીવણ કહે "આજે તો હું ચા બનાવી આપું છું. તું ફ્રેશ થઈ આવ. પછી એ વખતે ખાઈ શકેલાં નહીં એ ઓલિવ હોટેલના પીઝા પતાવી નાખીએ. 

કાંતા નહાવા જાય ત્યાં તેનો ફોન રણક્યો. ચારુ હતી. એણે કાંતાને તેનો રોલ બરાબર કરવા બદલ અભિનંદન પાઠવ્યાં. એ કહે અમે અત્યારે પોલીસ સ્ટેશન છીએ. તમે બે છો ત્યાં જ રહેજો.

કાંતાને ચિંતા થઈ પણ ચારુએ ફોન મૂકી દીધો. કાંતા નહાઈને આવી એટલી વારમાં ડીનર ટેબલ ઉપર ટેબલ કલોથ મુકાઈને તૈયાર હતું. જીવણ એક મીણબત્તી લઈ આવ્યો. કહે "મારા  અને મારાં કુટુંબના બચી જવા બદલ આજે આ કેન્ડલ લાઈટ ડિનર."

તેઓએ અત્યારે આનંદથી ખાવાનું શરૂ કર્યું. કાંતા તો ખૂબ હળવાશ અનુભવી રહી હતી. 

ત્યાં ઓચિંતા બારણે ટકોરા પડ્યા. કાંતા ફરી ધ્રુજી ઊઠી. જીવણનાં મોં પરથી નુર ઊડી ગયું.  વળી કોણ આવ્યું? ફરીથી , હવે જોરથી  ડોર નોક કર્યું. મહા મહેનતે કાંતાએ ઊભી થઈને ડોર ખોલ્યું.  બહારનું દ્રશ્ય જોતાં તે બરફની જેમ થીજીને ઊભી રહી ગઈ.  આગળ ચારુ અને વ્રજલાલ પણ પાછળ ફરીથી સામે ગીતાબા જાડેજા.

"ચિંતા નહીં કરતી. અત્યારે તારી પર કોઈ વોરંટ નથી." પાછળથી ગીતાબાએ કહ્યું.

"આવો. વ્રજકાકા, ચારુ મેડમ અને, ઇન્સ્પેકટર સર."  એમ ઢીલા અવાજે કહેતી કાંતા તેમને આવકારી રહી .

ચારુ અને વ્રજલાલે બુટ કાઢ્યા. ગીતા બા ઊભાં રહ્યાં. કાંતા કહે "ચાલશે." એક ડગલું આગળ જઈ ગીતાબાએ પણ એમના લાલ બુટ કાઢ્યા. કાંતા તેમની ગોરી, ઘાટીલી  કસાયેલી પીંડીઓ જોઈ રહી. ગીતાબા એક ખુરશી ખેંચી બેસી ગયાં. વ્રજલાલ પોતે સોફા પર ગોઠવાયા અને કાંતાને તેની બાજુમાં બેસી જવા સૂચવ્યું. જીવણ "હું બધા માટે ચા બનાવું છું" કરતો અંદર ગયો.

ગીતાબાએ શરૂ કર્યું "કાંતા, તું અત્યારે છૂટી ગઈ છે એમ કહેવાય. છતાં કેટલીક ખૂટતી કડીઓ મેળવવા તારી જરૂર પડશે. અમે એ સ્યુટમાં જઈને રાઘવને રેડ હેન્ડેડ ઝડપ્યો. એના નશીલા પદાર્થના જથ્થા સાથે. બેન્ઝોડોપાઈન અને કોકેઇન."

આમ કહેતાં તેઓ બે હાથ ફેલાવી બેઠાં. "તમને કોઈને ખબર નથી એવો એક મહત્વનો ઘટસ્ફોટ કરું છું. હથિયાર માટે પણ રાઘવ ઈન એક્શન ઝડપાઈ ગયો.  ડોરને ધક્કો મારી પોલીસ અંદર ગઈ એ વખતે તે પિસ્તોલ બે હાથમાં પકડી નિશાન લઈ મારી સામે ધસેલો. આ તો ઠીક છે, મેં બાજુ પર ખસી જઈ છલાંગ મારી તેને ઝડપ્યો. એ પિસ્તોલ બીજી કોઈ નહીં, સરિતાએ કાંતાને સંતાડવા આપેલી તે."

રૂમમાં શાંતિ પથરાઈ રહી.

"હવે એની ઉપર બે ચાર્જ તો સાબિત થઈ ગયા, ડ્રગનો વેપાર અને ફાયર કરતું હથિયાર ધરાવવું. તેની માલિકી સરિતાની નીકળી. મુખ્ય આરોપ, ખૂનનો બાકી છે. તે માટે હજી ખૂબ ઊંડા ઉતરવું પડશે."

સહુ એકધ્યાન થઈ સાંભળી રહ્યાં.

"તો એ કહે કાંતા, એ રૂમમાં તને બોલાવી પછી તેં, તું કહે છે તેમ અગ્રવાલને સુતેલા જોયા, એમની નાડ જોઈ. એ બધામાં તારાં ફિંગરપ્રિન્ટ  ચોખ્ખાં મળ્યાં છે પણ રાઘવનાં ક્યાંય નથી. એવું કેમ?"

કાંતાના મોં પર ફરી કાળાશ ઘેરી વળી. વ્રજલાલે જીવણને કહી પાણી મંગાવ્યું. પી ને સ્વસ્થ થતી કાંતા બોલી "રાઘવ મને એ જે રૂમમાં જીવણને રાખતો તે રૂમ સવાર પડતાં જ એકદમ ઘસી ઘસીને ચોખ્ખો કરવાની ફરજ પાડતો. હું સોલ્યુશન કપડાં પર લઈ બધે પોતાં કરી લેતી. દરેક સપાટી ભાર દઈને લૂછતી. એમાં એના ફિંગરપ્રિન્ટનાં કોઈ નિશાન ન રહે ને! મને શું ખબર કે આ બધી ડ્રગ વગેરે છે? અને જીવણને એ રૂમમાં પૂરી આવાં કામ કરાવે છે? સાથે બીજા બે છોકરાઓ પણ એકવાર જોયેલા. જલ્દી સાફ થાય એટલે જીવણને પણ તે હાથ બટાવવા કહેતો અને જીવણ કેટલીક ખાસ જગ્યા, અમુક ખૂણાની સફાઈ એ જ રીતે કરતો."

કાંતા ડરની મારી બોલી તો ગઈ, થયું વળી ફસાઈ. તેની જીભ બહાર નીકળી ગઈ. અંદર ચા બનાવતા જીવણના હાથની ધ્રુજારી કપ રકાબીઓના ખખડાટથી બહાર અનુભવી શકાઈ. 

ક્રમશ: