ફરે તે ફરફરે - 13 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફરે તે ફરફરે - 13

ફરે તે ફરફરે -૧૩

દુનિયા આખીમા હ્યુમન રાઇટ અને એનવાયરમેન્ટનો કકળાટ સતત કરનાર

અમેરીકા એ સૌથી વધુ હ્યુમન રાઇટ્સનો ભંગ કર્યો છે. બસો વરસ પહેલા દસ લાખથી

વધુ રેડ ઇંડીયનોને મારી નાખ્યા .કદાચ મહાભારતના યુધ્ધમા એટલા નહી

મર્યા હોય,લાખો કાળા ગુલામો પાંસે  વાડામાં પુરીને એક ટંક જમવાનુ આપી વાડાની બહાર શીકારી કુતરા અકર્તા રાખતા.. અસહ્ય જુલમથી ત્રાસીને જો કોઇ ભાંગવા જાય તો એ ગુલામને ચામડાના ચાબુકથી લોહીલોહાણ કરી નાખતા .. એમના પોતાના  દુખનાં ગીતો રાતનાં  ટોળે વળીને જે ગાતાં હતાં તે જ  અત્યારનું આજે સંગીત બની ગયુ .જાનવરથી વધારે ઘાતકીપણાથી આફ્રીકાથી ગુલામોને ગાય ભેંસની જેમ તાકાત પ્રમાણે જોઇ ચકાસીને બોલી બોલતા અને છેલ્લે એ સહુને દોરડે બાંધી વહાણમાં અમેરીકા લઇ આવનારા સોદાગરોની આખી જમાત હતી જે ઉંચા દામે એ ગુલામોને વેંચીને બીજી ખેપ કરતા .. આ આખી ગોરી પ્રજાની હિંસક વાતો અમેરિકામાં ઠેર ઠેર મ્યુઝીયમોમાં મોજુદ છે …આ જ ગોરીયાઓએ મોરેશીયસ માટે ફીની માટે બોટ ભરીને ગીરમીટીયાને લઇ ગયા આપણા દેશમાંથી એ કથા પણ કમરમાં ઉપજાવે તેવી છે ..

 આ જ ગુલામો પાંસે જંગલો કાપીને ભરણી કરાવીને આખુ અમેરીકાનુ ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવ્યુ જેમા રસ્તા રેલ્વે ખેતીવાડી  મુખ્ય ગણો એ લોકોને પછી મજુર તરીકે પણ તે ખેતરોમાં રાખ્યા ને મબલખ પાક લઇ માલદાર થયા આ અમેરિકનો. આજે પણ એશ કરવાની વૃતિ મોટાભાગના અમેરીકાનોમાં છે એટલે દરેક ઓફિસમાં દેશી , ચપટા કામ કર્યા કરે પણ ઓરીજનલ અમેરીકન ઓફિસટાઇમ ઓવર થાય કે પેન ડાઉન કરી ઉભો થઇ જાય . 

ભારતમા હ્યુમન રાઇટનો ભંગ થાય છેના બ્યુગલ વગાડે  પણ અમેરીકામાં રસ્તા કે કોઇ

ઇનફ્રાસ્ટ્રકચર માટે કોઇનુ સાંભળે નહી ..અંહીયા પણ પરીયાવરણવાદીની

પીપુડી વાગ્યા કરે ને કામ અટકે નહી  આ જ લોકો આપણે ત્યાં હો હા કરી

કામ બંધ કરાવે.. આ રેડ ઇંડીયનો હોટ સ્પ્રીગને લકોટા કહેતા .નાસાના સંશોધન પ્રમાણે જ્વાળામુખને અને ગરમ પાણીના ઝરણાને કંઇ લેવા દેવા નથી. પાતાળની 

ગરમીમા બહુ ઉંડાયથી ધસી આવતુ પાણી ઘર્ષણથી  ગરમ થઇ જાય તેમા

જમીનના ધાતુતત્વો ભળે એટલે ગંધકયુક્ત ગરમપાણી ઔષધી ગુણ

યુક્ત બને છે રેડ ઇંડીયનો તેને પવિત્ર જળ માનતા .વાદ વિવાદ નુ સમાધાન

અંહી જ થતુહતુ આ ગરમ પાણીને એ લોકો માનાટાંકા કહેતા .એમની ભાષા

કોડકો હતી ....હવે આવુ ગંભીર વાચન ચાલુ હતુ ત્યાં પેલા સાઉથ ઇંડીયન

વાચીને ચર્ચાએ ચડી ગયો.."સી નાગમ્મા ઇટ ઇઝ વેરી સેમ ટુ તમિલ.."

“નો નો ઇવન કોડકો ઇઝ સાઉંડ લાઇક તેલુગુ ..." એમણે વળી મને ભેરવ્યો

“વોટ ડુ યુ સે સર ?" મારે જ્ઞાની બન્યા વગર છુટકો નહોતો..

“ઇટ ઇઝ મે બી સંસ્કૃત બટ વન થીંગ ઇઝ સ્યોર ધે વેર ઇંડીયન "

અમે ત્રણેય ખુશ થઇ ગયા ..."ભારતમાતા કી જય" .....

ટાવરથી નીચે ઉતર્યા અને ગરમ પાણીના પબ્લીક બાથમા નહાવુ હતુ પણ

પાણી એટલુ ગરમ હતુ કે અંજલિ  ઉડાવી હર હર ગંગે કરી નાખ્યુ..

પછી ચારે બાજુ જમીનમા ઢાંકણા લાગેલા હતા તેમાથી વરાળ નિકળતી

હતી  તે પાણીના ટાંકા હતા ત્યાથી ઠંડુ થતા થતા હાથ અડાડી શકો

એટલુ સહ્ય બની જાય પછી રસ્તાને કિનારે ફાઉંટનમા એ પાણીના ફુવારા

જોયા પાણીના નળ જોયા તેમાથી પણ વરાળ નિકળતી હતી...

રાત્રિનો માહોલ જામી રહ્ય હતો...ગોરી ગોરી જુવાનડીઓએ કપડા પરાણે પહેર્યા હોય એટલા ટુકા લટકમટક ચાલતી  આપણી નજીક પહોંચે ત્યારે તેને સેંન્ટની મદહોશીમા બાપા જેવા ઘાયલોને ઉપરથી  હાય ...હાય કરીને આપણા નિસાસામાં હાયની ફળફળતી વરાળ નીકળે .. ઇ તો ધાયલ કી ગત ધાયલ જાને જેવુ છે એને શબ્દ શું પહેરાવવા ॥ એ ટોન  એ રુપાની ઘંટડીઓ વગાડતી જ જતી હોય .. એને  આપણા સીસકારા સમજાય નહી..મીઠુ મલકે એટલે જો હાય નીકળી તો આપણે તો એઠે હી દ્વારકા થઇ જાય ...આવુ બધુ મનમા ચાલ્યા કરે. બાકી હોય તો બૈરી હાથને ટાઇટ પકડી રાખે … એટલે એને કંઇ  જૈ શ્રી કૃષ્ણ કહ્યુ તો સમજાયુ નહી..

એક બાજુ પેટમા ગુરગુરયા બોલતા હતા  ચાલી ચાલીને  ઠુસા  નીકળી ગયા હતા . ભગવાનનો સાક્ષાત્કાર થયો …ત્યાં જ મોલ રોડ ઉપર મોટુ બોર્ડ વાંચ્યુ "ઓરીજનલ ઓથેંટીક ઇંડીયન ફુડ..! આ સાલું જબરુ હોં આપણા દેશીઓ પંજાબીઓ સીંધીઓ વરસો પહેલા અમેરીકા આવીને સીટીઓની થઇ નોકરી કરતાં કરતાં રસોઇમા એક્પર્ટ દેશી રસોઇયાને છ મહીનાંના ટુરીસ્ટ વીઝા ઉપર લાવે .. તેની ટકી રહેવાનું બધું ગોઠવીને રસોડામાં સાથે ઘુસતા જાય .. નાનું મોટું કામ સાફ સફાઇ પહેલાતો મેક્સીકન પાંસે કરાવતા હવે તો રીટાયર્ડ દેશી આ બધા કામ કરવા મળે છે  હાય હાય યે મજબુરી .. તેની હ્દયદ્રાવક કથા પછી ક્યારેક ..અંદર ઘુસ્યા ત્યાંતો આખુ ઇંડીયા જમા થયુ હતુ.. એ જ તમાલ અમારા પહેલા ગોઠવાઇ ગયા હતા .. અડધા કલાકનું વેઇટીંગ હતુ પણ આ દેશીઓને નજારો  અદ્ભુત હતો જાણે આ તો મન પાચમનો મેળો હતો...