ફરે તે ફરફરે - ૧૪
મન પાંચમના મેળામા સહુ ભુખ લઇને આવ્યા હતા . અંહીયા અમેરીકામાં ક્યાં બોર્ડ વાંચો ઇંડીયન ફુડ એટલે સમજી જવાનું કે પંજાબી ફુડ જ હશે . ક્યાંય દાળ બાટી કે ચુરમુ જેવી રાજસ્થાની આઇટમ નહીહોય ગુજરાતીને તો રામરામ કરો .. સાલું ક્યાંય ક્યારેક ઇંડીયન સ્ટોરમાં ઓળાનાં રીંગણાં મળે તો મળે બાકી લાંબા પાતળા વાયોલેટ રીંગણાને લીલા રીંગણા મળે બાકી દેશી કાંટાવાળા રીંગણા રવૈયા ન મળે .. સુરતી તમામ શાકભાજી પોતેજ એટલુ ખાઇ જાય કે મુંબઇવાળા ડબલભાવે કરગરીને લઇ આવે ..તો પરદેશની તો વાત જ ક્યાં થાય ? કંદ નહીં સૂરણ નહી હાં સ્વીટ પોટેટોને નામે બટેટા જેવા ગોળ શક્કરીયા મળે ભાજીયુ માંયે વાંધા સરસવની ભાજી પાછી ઇંડીયન સ્ટોરમાં માંડ મળે બાકી પાલક મળે .. મેથી કોઇક વખત મળે પણ સુવાની શેવાળીયાની પથુની ભાજી કે તાંજળીયો તો રામ રામ કરો .. આમા મોટા ઇંડીયન રેસ્ટોરંટવાળા પાંચ જાતના કાંદા મળે દસ જાતના બટેટા મળે ટમેટા ચાર જાતનાં મળે એમાં ધંધો કરી લે … દરેકમાં કાંદા લસણ તો હોય એટલે નવા જનરેશનને કંઇ ખબર ન પડેને શું નાખ્યુ ને શું બનાવ્યુ .. બસ કોબીડા ફ્લાવરીયા ફણસી ગુવાર ટમેટાં કાંદા લસણની ગ્રેવીયુમાં ધબકાવે … શાકભાજી પુરાણ ખોલવું પડ્યુ કારણ કે ભુખ તો બહુ લાગેલી એટલે કંઇક તો કરવું . હા વાતે વાતે પનીર ટોફુ ચીઝ આવે એટલે જીભ લબકારા લે એમા કેપસીકમ ક્યાક મેક્સીકન જલપીનો લાલ પીળા મરચાં મળે એટલે આખી દુનિયા એના ઉપર ગદરે . પાસ્તા પીઝા જાતજાતનાં મળે પંજાબીના સ્ટફ પરોઠા સાદા પરોઠા તંદુરી રોટી એટલે એના ઉપર ઇંડીયન દેશીઓ અટલા વરસથી અમેરિકામાં રહી પડ્યા છે પણ જાપાન ચીનમાં કેમ નથી જતાં તેનું કારણ આ છે ..
અમે ટેબલો પકડી બેઠા પછી પંદર મીનીટે મેનુ આવ્યુ અમે ફટાફટ ઓડર આપ્યો પોણા કલાકે પહેલો લોટ આવ્યો ત્યારે બાળકો ને જમાડી દીધા અમને ઓબઝરવેશન ટાવરમા મળેલા એ વેંકટરામન હરીક્રીશન રંગાસ્વામી તેના માબાપ સાથે પેલા મુળ પ્રજાતીને મળતા આવતા સ્વભાવનાં છોકરા સાથે અમારી બાજુમાં સીટ જમાવી બેઠા .. એ લોકો એ સાઉથ ઇડીયન ફુડ ને રાઇસ દાળનો ઓડર આપ્યો એટલે મે મજાક કરી
“કાં અહીયા સુઇ જાવ નહીતર સવારે મળશે " બીજો ઓર્ડર અમારો જોરદાર
ઝગડા પછી અરધા કલાકે ફુડ આવ્યુ ત્યારે છોકરાવ હોટલની સીટ ઉપર આડા પડી સુઇ ગયા હતા..
બીલ ચુકવવા ગયા ત્યારે માલીક કાંઉટર ઉપર હતો તેની પણ મજબુરી હતી કે સ્ટાફ તો મફત મળે પણ ઇંડીયન રસોયા બહુ ઉંચા પગારે બહુ નખરા કરીને મળે એ કથા અમને થોડી કહેવાનો ? એણે સોરી સોરી કર્યુ અને પંદર ટકાનુ ડીસકાઉન્ટ
આપ્યુ તો દિકરાએ દસ ડોલર ટીપ આપી એટલે મારાથી ન રહેવાયુ એટલે
મારા દિકરાએ કહ્યુ સાલું અટલું હેરાન કર્યા દોઢ કલાકે ફુડ આવ્યુ ઉપરથી ટીપ ? "ડેડી અંહીયા હોટલવાળા આને પગાર આપતા જ નથી”
ટીપ ઉપર જ કામ કરવાનુ...મારા થી કહેવાઇ ગયુ "ધન્ય છે તારા માં બાપ ને"
બધ્ધા ખડખડાટ હસી પડ્યા .....
......
આજે સવારે આરામથી ઉઠીને તૈયાર થયા ત્યારે ગીરનારની ચાહની રેડીમિક્સ ચા અને વાઘબકરીના રેડીમિક્સ પાઉચ ખોલી મસાલા ચા પીને ઓહો ઓહો થઇ ગયુ . હવે અમે પણ અમેરિકામાં જઇને બહુ જ્ઞાની થઇ ગયા છીએ …મોટા ભાગની હોટલોમાં મોર્નિંગ બ્રેકફાસ્ટ ફ્રી હોય એટલે સહુ જો દસ વાગ્યા સુધીનો બ્રેકફાસ્ટનો ટાઇમ હોય તો નવ વાગે ઉતરે પછી ખાવા ઉપર તરાપ મારે ..હોટલમા મફતનો બ્રેકફાસ્ટ ખાવા સહુ નીચે ઉતર્યા..બ્રેડઉપર ચીઝ બટર ઉપર જામ હની લગાવ્યા ને એક સેટ દબાવ્યો.. સુકા મેવા અખરોટ દ્રાક્ષ વાળુ ઘડો ભરીને દુધ પીધુ પછી તાજા ફ્રુટની જગા નહોતી..અમેરિકન દિકરાએ બોક્સ કરવાની ના પાડી ...મેં તેને ગોરીયા ચપટા પંજાબી સાઉથ ઇંડીયન ના બે હાથમા ચાર પાંચ બોક્સ ભરીને જતા દેખાડ્યા
“તમારે એની જેવા થવુ છે ?"
“ઓફ કોર્સ આઇ એમ ઇંડીયન .. ત્યાં અમારી સામે જ ચપટા કંપનીએ બોક્સ ઉપર ફ્રુટ મોટા મોટા કેળા પકડીને બહાર નિકળ્યા..
મારે વોશરુમમાં જવું પડશે મેં બહુ દબાવીને ઝાપટ્યું છે પછી મારો વીરો વીર રસ્તામાં જંગલ મંગલ કરાવે એના કરતા ચેકઆઉટ કરતા પહેલાં હળવા થવુ પડશે … બીજા મેંબર પણ બોલ્યા જે ખરેખર મારે રસ્તે જ હતા .. હજી થોડી વાર ઉભો રહે તો તને અસલી ગોરીયાવને બોક્સ ઉપર ફ્રુટ ઉંચકીને જતા દેખાડુ ..પણ મારાથી તો હવે ઉભુ રહેવાય એમ નથી હવે થોડી વાર ઉભો રહે તો અસલી અમેરીકન પણ … સમજી ગયો ?બાપાને બદનામ ના કર.. ‘ રામ કા નામ બદનામ ના કરો..”
“ઓકે ડેડી . તમે ક્યારેય અસલી અમેરીકન નહીં બની શકો “, એણે શરમથી માથું ઝુકાવીને મોટો ફળફળતો મોટો નિસાસો નાખતાં બહાર તરફ કુચ કરી ત્યારે ઘરવાળી અને વહુરાણીએ મને હાથમાં પકડેલા મોટા એપલો મને બતાવ્યા એટલે સહુ ખુશખુશાલ થઇ ગયા .. અમે સહુ આવા જ છીએ નરસિંહ મહેતાનું ભજન “ ઓવા રે એવા પ્રભુ તમે કહો તેવા રે ..” ત્યાં દિકરાનો સેકન્ડ કોલ આવે ત્યાર પહેલા અમારા રુમ તરફ એક પછી એક બધાએ કુચ કરી .. ચેકઆઉટ પહેલા અમારે ફ્રેશ આઉટ થવાનુ હતુ .. અમારી પાછળ પાછળ કુંવરજી પધાર્યા .. “ ઓહ.. વેરી લેઇટ નાવ.. કમઓન .. ક્વીક ક્વીક …બધાને સાઇડમાં કરી પોતે પણ વોશરુમમાં ઘુસી ગયા …
હરિ કરે સો હોઇ..