સરખામણી જિંદગીની સાચી હકીકત Dr. Ashmi Chaudhari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરખામણી જિંદગીની સાચી હકીકત

     સરખામણી કેવું છે . સરખામણી અલગ જ શબ્દ લાગે છે જેમાં લોકો  સમજી નથી શકતા.  કે  સરખામણી કઈ રીતે કોની સાથે કરવી તે  ? 

     આજકાલ જિંદગીમાં આધુનિક યુગ આવતા લોકો એકબીજાની દેખાદેખી સરખામણી કરવા લાગ્યા છે પણ શું આ સરખામણી કરીને શું મળવાનું છે કે લોકો એકબીજાન સાથે સરખામણી દેખાદેખી જેવું કરવા લાગ્યા છે હું જાણું છું સરખામણી એ કોઈની જોડે કડવી ના જોઈએ પણ આજકાલના લોકો આજકાલના યુવા લોકો પણ આ વસ્તુ સમજતા નથી ધારો કે કોલેજમાં છોકરાઓ મારા  મિત્ર પાસે સ્પોર્ટ બાઈક છે તો મને પણ જોઈએ છે આવું કહીને ઘરે જીત કરીને એકબીજાની દેખાદેખી કરવામાં ઉપર જ નથી આવતા પણ એમાં લોકો એ ભૂલી જાય છે કે આપણી આ સરખામણી ના લીધે આપણા પરિવાર ની પરિસ્થિતિ કેવી હશે કેવી છે   ? એ વિચારતા જ નથી અને નીકળી જાય છે લોકોની દેખાદેખી .  શું આ વસ્તુ તમારી માટે વ્યાજબી છે કે નથી એ તમે જાતે જ વિચારો અને પછી એનો અનુભવ પણ કરો ત્યારે જ તમને ખબર પડશે કે સરખામણી કરવી એ જરૂરી છે કે નથી જો તમે કોઈની સરખામણી વગર આગળ વધી શકતા હોય તો તમારી પાસે એ વસ્તુ પણ આવી જશે જે તમારી નથી કારણ કે સરખામણી કરવાથી તમે મહેનત કરવાનું પણ ભૂલી દેવ છો અને એકબીજાની સરખામણીમાં રહીને પોતાના સમય અને મહેનત ઉપર ધ્યાન આપી શકતા નથી એના લીધે જે વસ્તુ તમને મળતી પણ હોય એ પણ તમે લઇ નથી શકતા. આ વસ્તુ નું નામ છે સરખામણી .

      સરખામણી માત્ર છોકરાઓમાં જ નહીં પણ છોકરીઓમાં પણ થતી જ હોય છે છોકરીઓ છોકરીઓ એકબીજાના રૂપ રંગ જોઈને પણ એકબીજાની સરખામણીઓ કરતી હોય છે કે હું આવી દેખાવ છું જો હું મારી પેલી છોકરી જેવી દેખાવ તો મારી પાછળ કેટલા બધા છોકરાઓ આગળ પાછળ ફરે આવું બધું વિચારીને એ પોતાનો સમય પણ અને ફોટાને જાતને સુધારવા માટે અલગ અલગ પ્રકારનું સારા સારા કપડા સારી સારી મેકઅપ કીટ ખરીદતી હોય છે એ પણ એકબીજાની દેખાડે છે શું તમે આ જ પૈસાનો ઉપયોગ બચતમાં કરો તો તમે એના કરતાં પણ સારું એવું કઈ વસ્તુ લઈ શકો છો જેના કારણે લોકો મેકઅપ કીટ કરતા પણ સૌથી આકર્ષણ એવું ઘર ગાડી આવી વસ્તુ લેવા પર મહેનત કરો તો તમારી પાછળ એક છોકરો નહીં ઘણા છોકરાઓ પાછળ આવશે આ વસ્તુ છે કે તમે નાની નાની વસ્તુમાં એકબીજા જોડે સરખામણી કરવામાં જો કરવું જ હોય ને તો મહેનત કરો ને યાર મહેનત કરવાથી પૈસા પણ આવશે ઘર પર આવશે ગાડી પણ આવશે અને છોકરો હશે તો છોકરી આવશે અને છોકરી હશે તો છોકરો આવું હોવું જોઈએ તો તમે કંઈ આગળ વધી શકશો. બાકી તો સરખામણીમાં જ તમારી જિંદગી બરબાદ કરી દેશો અને તમે પણ ખુદ બરબાદ થઈ જશો. જો તમારે અત્યારથી જ મહેનત કરશો અત્યારથી જ આ સરખામણીથી દૂર રહેશો તો તમે જિંદગીમાં ખૂબ ખૂબ આગળ વધી શકશો અને ખુબ ખુબ સફળતા વાળી વ્યક્તિ બની શકશો. એટલે જ તો કહું છું કે યાર એકબીજાની સરખામણી કરવાનો છોડો અને જિંદગીમાં આગળ વધવાની સફળ થવાની અને પોતાની જિંદગીને  મોજશોખ સાથે જીવવા માટે પોતાનું જીવન અને આગળ વધવા માટે તમારે મહેનત પછીનો પારો અને આગળ વધો એટલે તમારે કોઈની સાથે સરખામણી કરવી નહી પડે પણ લોકો તમારી જોડે સરખામણી કરે એવું કંઈક કરો.