જલ જંગલ અને જમીન સાથે આદિવાસી સમાજ નો નાતો Dr. Ashmi Chaudhari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જલ જંગલ અને જમીન સાથે આદિવાસી સમાજ નો નાતો

આદિવાસી સમાજ એ દેશ ના મૂળ માલિક છે . અને આદિવાસી સમાજ એ મૂળ માલિક હોવા ને કારણે , પેહલો અધિકાર જલ , જંગલ અને જમીન પર રહેલો છે.
પેહલા ના જમાના થી જ આદિવાસી સમાજ નો જલ , જંગલ અને જમીન સાથે ગાઢ સંબંધ જોડાયેલો છે.
તેવો પેહલા થી જળ , જંગલ અને જમીન નું રક્ષણ કરતા આવીયા છે . અને આજે પણ પેહલા ની જેમ રક્ષણ કરે છે.
આદિવાસી સમાજ ખાલી પેહલા ની સંસ્કૃતિ સાથે આજે નવી નવી સંસ્કૃતિ પણ આપનાવી છે. પણ જલ, જંગલ અને જમીન નું આજે પણ રક્ષણ કરે છે.
આજે જ્યારે સરકાર પોતાને આધુનિક દેશ બનાવા માગે છે. ત્યારે તેવો જંગલ , જમીન પણ આદિવાસી સમાજ પાસે થી છીનવા નુ ચાલુ કરી દીધું છે. આ આદિવાસી સમાજ માં ઘણા લોકો જંગલ માં રહી ને પોતાનું ગુજરાન ચલાવે છે. પોતના પરિવાર નુ ગુજરાન એટલે કે , જંગલ માં તેવો ઘણી બધી ખેતીઓ, પછી અલગ અલગ ફળ, શાકભાજી, ફૂલો અને અલગ અલગ પાન માંથી ઔષધી વેચી ને પોતાનું ગુજરાન ચલાવે છે. તેવો માં આજે સરકાર જંગલ કાપી ને જંગલ નો વિનાશ નિ સાથે સાથે સમાજ ના ઘર પણ છીનવી રહીયો છે , આજે જે જમીન જંગલ અને જળ જે મૂળ માલિક છે તે લોકો ને બહાર કાઢી રહિયા છે .
આદિવાસી સમાજ ખાલી જળ , જંગલ અને જમીન નુ રક્ષણ નહિ , સાથે સાથે તેવો જંગલ માં રહેતા પ્રાણી , પક્ષી અને નાના નાના જીવ જંતું ઓ નું પણ રક્ષણ કરે છે.
આદિવાસી સમાજ નાં લોકો માં એક બીજા માં ખૂબ લાગણી જોવા મળે છે .
ત્યાર બાદ આ સમાજ ના લોકો જંગલ માં ઉગતી વનસ્પતિ નિ સાથે સાથે ભાજી ઓ પણ ખોરાક રીતે ખાતા હોય છે. તેની સાથે સાથે તેવો ચોમાસા માં મશરૂમ , વાંસ માંથી શાક , અથાણું અને ઔષધી તરીકે એ ઉપયોગ કરતા હોય છે.
જંગલ માં રહી ને પણ આદિવાસી સમાજ લાકડા નો ઉપયોગ માત્ર ઘર માટે કે ગરમ પાણી કરવા માટે જ નહીં પણ સાથે સાથે ઘરકામ માટે અને ઘર માટે શોપીસ તરીકે પણ ઉપયોગ કરતા હોય છે જે ઘરની શોભા વધારી દે એવી રીતે લાકડાનો ઉપયોગ કરતા હોય છે. લાકડા નો ઉપયોગ ની સાથે સાથે તેઓ વૃક્ષોની પણ પૂજા વારે તહેવારે કરતા હોય છે.
ત્યારબાદ તેઓ જમીનની પણ પૂજા કરે છે તેઓના દેવ છે જમીનનું રક્ષણ કરે છે દાખલા તરીકે પાલી દેવ , હોલી દેવ , ભૂત મામા વગેરે જે જમીનની અને પહેલેથી જ રક્ષણ કરતા આવ્યા હોય તેઓની પૂજા કરી અને સંસ્કૃતિમાં દરેક રીતે રિવાજ ની જેમ પૂજા કરી જમીનનો રક્ષણ કરવા માટે પ્રાર્થના કરતા હોય છે.
આદિવાસી સમાજ ના લોકો જમીન માં પેહલા જુવાર કરતા હતા પણ આજે આધુનિક યુગ આવતા તેઓ નવી નવી ટેકનોલોજી આવતા ચોખા ટેટી વિવિધ પ્રકારની શાકભાજીઓ પણ ઉગાડતા હોય છે આ સાથે તેઓ મહુડા નાં વૃક્ષ નો ઉપયોગ તેલ તરીકે કરતા હોય છે. અને અલગ અલગ પ્રકારના ઔષધી જેના કારણે રોગોને અને રોગોથી બચવા માટે આવી બધી અલગ અલગ રીતે ઔષધી બનાવી રોગોથી બચે છે જે ખૂબ જ લાભકારી હોય છે તેવો પાન વનસ્પતિ ફૂલો નો ઉપયોગ આવી રીતે કરતા હોય છે .
આધુનિક ટેકનોલોજી માં પ્રદૂષણ મા રહેતા લોકો
જંગલોમાં ફરવા જતા હોય છે જ્યાં તેઓ હજી પણ શુદ્ધ હવા , પ્રદૂષણ જિંદગી જીવે છે અને શહેરમાં લોકો પ્રદુષણથી રહેવામાં કારણે ઘણા બધા લોકો થતા હોય છે એના માટે શહેરના લોકો પણ ઘણી વખત પ્રવાસી તરીકે ત્યાં રહેવા જતા હોય છે. તો વિચારો જો આ સમાજ પાસે જળ જમીન અને જંગલ જો છીનવી લેવામાં આવે તો લોકો ની પાસે શુદ્ધ હવા પણ અને પ્રદૂષણ વાતાવરણ જોવા નહીં મળે.
આથી જ કહેવામાં આવે છે કે, આદિવાસી સમાજ માત્ર એક જ એવો સમાજ છે જે જમીન જંગલ અને જળ નાં મૂળ માલિક અને દેશ ના મૂળ નિવાસી છે.
જય જોહર , જય આદિવાસી