જય જોહાર જય આદિવાસી
જલ જમીન અને જંગલનું રક્ષણ કરવા વાળા આદિવાસી સમાજ ની સંસ્કૃતિ એના રીતી રિવાજો અલગ જ જોવા મળે છે ત્યારે ત્યાંના રીતિ રિવાજો અલગ છે તો પછી લગ્ન વિધિ પણ અલગ જ હોતી હશે ને . આદિવાસી સમાજ એક પ્રકૃતિ સાથેનો નાતો ખૂબ જ ગાઢ રીતનો છે. આદિવાસી સમાજમાં જ્યારે પહેલાના જમાનામાં લગ્ન પણ ની રીત પણ ખૂબ જ અલગ જ રીતે કરવામાં આવતી હતી.
આજે આદિવાસી સમાજ પણ નવી નવી સંસ્કૃતિઓ લાવી રહ્યું છે ત્યારે આજના યુવા નવી પેઢીઓ જે પોતાની સંસ્કૃતિને ભૂલી અને નવી સંસ્કૃતિના અપનાવી લગ્નવિધિ પણ આજના જમાનામાં થાય છે તે રીતે કરે છે જેમાં સમાજમાં સંસ્કૃતિ પણ લગ્ન વિધિ ભૂલી રહ્યું છે. આદિવાસી સમાજ માં ઘણા નવા યુવાનો જે સંસ્કૃતિ તરફ આગળ વધી રહ્યા છે તો ઘણા યુવાનો આદિવાસી સમાજ ની જૂની સંસ્કૃતિ સાથે આગળ પણ વધી રહ્યા છે.
પોતાના સમાજ માં આદિવાસી સમાજ ની સંસ્કૃતિ તો ખૂબ જ અલગ છે પણ આજના નવા યુવાનો આ વસ્તુ સમજી શકતા નથી આજના યુવાનો નવા નવા વિધિ સાથે લગ્ન કરે છે અને જે આદિવાસી સમાજમાં પહેલાના જમાનામાં લગ્નવિધિ થતી નહોતી એવી નવી નવી વિધિ સાથે લગ્ન કરે છે શું આ વસ્તુ સાચી છે કે ખોટી છે??
આદિવાસી સમાજ માં લગ્નવિધિ દરમિયાન દેવો ની પૂજા કરવામાં આવતી હતી પણ આજે જોવા જઈએ તો ઘણી જગ્યાએ દેવોની વિધિ કરતાં પણ બ્રાહ્મણ ને બોલાવીને લગ્નવિધિ કરવામાં આવે છે આની સાથે સાથે સમાજ માં રહેતા લોકો એકબીજાની દેખાદેખી કરીને સંસ્કૃતિના રિવાજો પણ ભૂલી રહી છે કારણ કે એક જગ્યાએ જો બ્રાહ્મણને બોલાવી ધામધૂમથી લગ્ન કરવામાં આવે છે તો એ દેખાદેખીમાં બીજા પણ જોડાઈ જાય છે અને સંસ્કૃતિ અને નીતિ રિવાજ ભૂલી ગયું છે .
આજકાલના નવા યુવા પેઢીઓ પણ બીજા સમાજ માં પ્રી વેન્ડિંગ શૂટ કરાવતા હોય છે આ વસ્તુ જોઈ આદિવાસી સમાજમાં અમુક યુવા પણ આ દેખા દેખી ચાલી રહી છે ત્યાર પહેલાં જમાનામાં ક્યારેય પણ આ વસ્તુ આદિવાસી સમાજમાં જોવા મળતી ન હતી. ત્યારબાદ પહેલાના જમાનામાં આમંત્રણ પણ કંકુ ચોખા થી આમંત્રણ આપવામાં આવતું હતું. જ્યારે હવે એ આમંત્રણ કંકોત્રી દ્વારા આપવામાં આવે છે જૂની રીતો અમુક જ આદિવાસી સમાજના વડીલો અથવા આદિવાસી સમાજને સંસ્કૃતિને બચાવવા માંગતા હોય એ લોકો જૂની રીતો અને જૂની સંસ્કૃતિને નિભાવી રહ્યા છે.
આદિવાસી સમાજમાં પહેલા લોકો લગ્ન દરમિયાન ગાદલી લઈને એક ગામથી બીજા ગામ જાન લઈને જતા હતા જ્યારે આજના જમાનામાં લોકો ડીજે ગાડી લઈને જાય છે પહેલાના જમાનામાં આદિવાસી સમાજમાં ઢોલ નગારા સાથે જાન જતી હતી પણ આજના જમાનામાં અલગ જ રીતથી જાન પણ જાય છે જે સંસ્કૃતિ કરતા અલગ જ રીતથી થાય છે.
પહેલાના જમાનામાં લોકો એમની પરિસ્થિતિ પ્રમાણે લગ્ન કરતા હતા પણ આજના જે માણસો છે તે એકબીજાની દેખાદેખીમાં આવી જાય છે અને એના લીધે પોતાના ખેતરો પણ ગીરવી મૂકી ને ખૂબ જ ધામધૂમથી લગ્ન કરતાં હોય છે શું આદિવાસી સમાજ માં હાલ ની પરિસ્થિતિ ખૂબ જ બદલાઈ ગઈ છે.
આજના યુવા પેઢી માં એકબીજાની દેખાઈ દેખી કરતી સમાજના લોકો પણ આજના જમાના પ્રમાણે એ તરફ વળી રહ્યા છે ત્યારે આ વસ્તુ શું વ્યાજબી છે શું પોતાની સંસ્કૃતિને બચાવવાની જવાબદારી યુવા પેઢીની પણ છે . આવનારી પેઢી આપણી આદિવાસી સંસ્કૃતિને બચાવવા રાખવા માટે અત્યારથી આ વસ્તુ પર ધ્યાન આપવું જોઈએ કારણ કે થોડા સમય બાદ જો લોકો નવી નવી રીતથી લગ્નવિધિ મરણ વિધિ આ બધી નવી નવી રીતથી કરશે તો સંસ્કૃતિ અને રીતિ રિવાજ આવનારી પેઢી ભૂલી પણ થશે. એટલે આદિવાસી સમાજ એની સંસ્કૃતિને બચાવવા અત્યારથી જૂની સંસ્કૃતિ અને નીતિ રિવાજ જાણીને લગ્નવિધિ પણ કરવી જોઈએ.