અગ્નિસંસ્કાર - 99 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અગ્નિસંસ્કાર - 99



રીના સમીરને લઈને પોલીસ સ્ટેશને પહોંચી. અને એ સમીરને આવતા જોઈ આર્યને કહ્યું. " સર, યે સમીર હૈ...ઇસીને મુજે યે બોમ્બ કે બારે મેં સબકુછ બતાયા..."

સમીર એ જ વ્યક્તિ હતો જે રોકી સાથે કામ કરતો હતો પરંતુ રોકીના મૃત્યુ બાદ સમીર પોતાનો જીવ બચાવતો ત્યાંથી ભાગી ગયો હતો.

" બોલ તેરે પાસ યે બોમ્બ કી ઇન્ફોર્મેશન કહાં સે આયી?"
વિજયે સમીરને જોઈને પૂછ્યું.

" સર... હુઆ થા યુ કી થોડે દિન પહેલે મેરે પાસ મેરા એક મિત્ર આયા..રોહન...ઓર ઉસને મુજસે કહા કિ વો મુંબઇ મેં થોડે દિન કે લિયે રહના ચાહતા હૈ તો મેને દોસ્તી કે નાતે ઉસે મેરે ઘર મેં પનાહ દેદી.....લેકિન કલ રાત વો કિસી કામ કે લિયે જલ્દી મેં ઘર સે નિકલ ગયા....ઓર વો અપના લેપટોપ મેરે ઘર મેં હિ ભૂલ ગયા.... ઉસકે જાતે હિ જબ મેને ઉસકા લેપટોપ ચેક કિયા તો ઉસમે બજાર મેં હુએ બોમ્બ બ્લાસ્ટ કી પૂરી ઇન્ફોર્મેશન થી.. મેં દંગ રહ ગયા કી મેરા હિ ફ્રેન્ડ ઇતને બડે સાજિશ મેં સામેલ થા....!! ફિર મેને કુછ ઓર જરૂરી ફાઈલે ઓપન કી તો મેને દેખા કી યે લોગ મુંબઈ મેં ઓર ભી બડે પેમાને પર ચાર બોમ્બ બ્લાસ્ટ કરને વાલે હૈ..! ઓર જૈસે હિ મુજે યે ઇન્ફોર્મેશન મિલી મેં તુરંત આર્યન કે પાસ ગયા ઓર ઉસકો યે સારી ઇન્ફોર્મેશન દેદી...."

" જી સર....ઓર જૈસે હિ મુજે ચારો બોમ્બ કા એડ્રેસ મિલા મેને તુરંત અંશ, પ્રિશા, કેશવ ઓર નાયરા કો ઉસી એડ્રેસ પર ભેજ દિયા.... ઓર ભગવાન કે આશીર્વાદ સે યે લોગ ટાઇમ પે પહોંચ ગયે ઓર બોમ્બ કો બ્લાસ્ટ હોને સે બચા લીયા!!..."

આર્યનની આ વાત સાંભળી ત્યાં હાજર સૌ નાના મોટા પોલિસ ઓફિસરો તાળીઓનો વરસાદ વરસાવા લાગ્યા.
અંશ અને પ્રિશા તો જાણે આંખો ફાડીને લોકોને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.

" વેલ ડન!! આઈ એમ પ્રાઉડ ઓફ યુ...! ઓફીસર કી જોબ છોડને કે બાદ ભી તુમ અપના કર્તવ્ય નહીં ભૂલે! તુજે ઓર યે તેરી ટીમ કો મેરા સલામ હૈ...." કમિશનર સાહેબે કહ્યું.

" સર યે તો સમીર કી મહેરબાની હૈ કિ વો સમયસર મેરે પાસ આયા ઓર ઉસને મુજ પર ભરોસા કરકે મુજે યે ઇન્ફર્મેશન દી...."

કમિશનર વિજયને થોડે દૂર પોતાની સાથે લઈ ગયો. અને અમુક બાબતો વિશે ચર્ચાઓ કરવા લાગ્યા. ચર્ચા વિચારણા કર્યા બાદ કમિશનરે આવીને કહ્યું.

" અંશ કેશવ ઓર પ્રિશા.... પીચલે દો સાલ સે તુમ હમસે બચકે યહાં સે વહા ભાગ રહે હો.. કાફી સારે કેસ ચલ રહે હૈ તુમ સબપર...લેકિન મેને ઓર ઇન્સ્પેક્ટર વિજયને બહોત સોચ સમજ કર યે ડિસિઝન લીયા હૈ કિ તુમ્હારે ઉપર લગે સારે ચાર્જસ વાપસ લે લિયે જાયે....ઓર જો કેસ ચલ રહે હૈ ઉસકો ભી બંધ કર દિયા જાયે....ક્યોંકિ તુમ સબને આજ હમારે હજારો દેશવાસીઓની જાન જો બચાઇ હૈ....આજ સે તુમ સબ આઝાદ હો...."

પ્રિશાના આંખમાં હર્ષના આંસુ આવી ગયાં. બાજુમાં ઊભેલા અંશનો હાથ તેણે મજબૂતાઈથી પકડી લીધો. કેશવે નાયરાનો હાથ પકડીને આંખો મીંચી દીધી હતી. વર્ષોથી કરતા ભાગદોડનો આજ આખરે અંત આવી જ ગયો.

" સમીર.....વો લેપટોપ તુમ યહાં લાયે હો?" વિજયે પૂછ્યું.

" જી સર....યે લીજીયે..." વિજયે સમીરના હાથેથી લેપટોપ લીધું અને ત્યાર બાદ એ લેપટોપ વિજયે અશ્વિનને સોંપ્યું.

મોડી રાત થઈ ગઈ હોવાથી કમિશનર સાહેબ ત્યાંથી ચાલતા બન્યા. ધીમે ધીમે પોલીસ કર્મીઓ પણ ઓછા થઈ ગયા. અંતે વિજય અને પ્રિશાની ટીમ જ ત્યાં ઊભી હતી.

" પ્રિશા... આર્યન...એવું લાગે છે જાણે કેટલા વર્ષો બાદ આપણે મળીએ છીએ..."

" સોરી વિજય સર... મારે અંશને લઈને આવી રીતે ભાગીને ન જવું જોઈએ..." પ્રિશા એ અફસોસ જતાવતા કહ્યું.

" અરે એ વાતો તો હું ક્યારનો ભૂલી ગયો છું.... આજથી તું પણ એ જૂની વાતોને ભૂલીને નવી શરૂઆત કર અને આ બદલો લેવાની ભાવના જેટલી જલ્દી દિલમાંથી નિકાળી દઈશ જીવન જીવવાની એટલી જ તને મઝા આવશે...."

" રાઈટ સર....ભૂતકાળને વાગોળીને રહીશ તો વર્તમાન અને ભવિષ્ય બન્નેને ખરાબ કરી નાખીશ..."

ત્યાં જ વિજયના ફોનમાં આરોહિનો કોલ આવ્યો.
" સોરી....આરોહી..હું તને કોલ કરવાનો જ હતો કે ત્યાં એક જરુરી કેસ આવી ગયો...હું કરું છું ને હમણાં કોલ....હેલો આરોહી... મારી વાત તો સાંભળ!..."

વિજયના ચહેરા પરના એક્સપ્રેશન જોઈને પ્રિશા એ અંદાજો લગાડતા કહ્યું. " મારા ભાભીનો કોલ હતો?"

" હા..... જો ને જ્યારથી સગાઈ થઈ છે...એવું લાગે છે એ મારી બોસ બની ગઈ છે..."

" મતલબ તમારી અને આરોહીની સગાઈ થઈ ગઈ??"

" હા...તને નહિ ખબર હોય...! અરે દસ દિવસ પછી તો મારા આરોહી સાથે લગ્ન પણ છે.....તારે અને આર્યનને તો જરૂર આવવાનું છે....હોને...અને હા તમારી આ ટુકડીને પણ લાવવાનું ન ભૂલતા...."

" હા સર તમારા લગ્નની તો હમે વર્ષોથી રાહ જોઈને બેઠા છે .." આર્યને કહ્યું.

થોડીક આસપાસની વાતચીત કર્યા બાદ બધા પોતાનાં ઘરે જવા નીકળી ગયા.

અહીંયા વિવાન જેલમાં બેસી વારંવાર પોતાની વોચમાં નજર કરી રહ્યો હતો. " મેરા એક પ્લાન તો તુમને ફેઇલ કર દિયા લેકિન મેરા દૂસરે પ્લાન કો તુમ ચાહકર ભી ફેઇલ નહિ કર સકતે..." ડેવિલ સ્માઈલ સાથે વિવાને મનમાં કહ્યું.

વિવાન કયા બીજા પ્લાન વિશે વિચાર કરી રહ્યો હતો? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.

ક્રમશઃ