અગ્નિસંસ્કાર - 98 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અગ્નિસંસ્કાર - 98



અંશે આખરે એ અંતિમ બોમ્બ શોધી જ લીધો. તેણે બૉમ્બને ધ્યાનપૂર્વક જોયું તો એમાં ચાર રંગના અલગ અલગ તાર જોડાયેલા હતા. આર્યન સાથે કનેક્શન તૂટી જવાથી ક્યો તાર કટ કરવાનો છે એ વિશે અંશ પાસે કોઈ માહિતી ન હતી. તેણે વોચમાં જોયું તો બસ પાંચ સેકન્ડનો જ ટાઇમ બચ્યો હતો.

" જો હું એક પણ તાર કટ નહિ કરું તો એમ પણ બોમ્બ બ્લાસ્ટ થઈ જ જશે!!...એના કરતાં કોઈ એક તાર કટ કરીને રિસ્ક લઈ લવ એ જ બહેતર છે..."

તેણે દરેક તારને ફરીથી જોયો અને ભગવાનનું નામ લઈને કોઈ એક તારને પસંદ કરીને તેણે કટ કરી નાખ્યો. તાર કટ કરતા સમયે તેણે આંખો બંધ જ કરી દીધી હતી.

અંશે જ્યારે આંખ ખોલીને જોયું તો બોમ્બ ડિફ્યુઝ થઈ ગયો હતો. મતલબ અંશનો રેડ કલરનો તાર કટ કરવાનો તુક્કો આખરે સફળ થયો.

" હાશ!!! થૅન્ક ગોડ....તે બચાવી લીધો!!" અંશ તો ત્યાં જ જમીન પર ઢળી પડ્યો.

અહીંયા કમિશનર અને ઇન્સ્પેક્ટર વિજય મૂંઝવણમાં મુકાયા હતા.

" ટાઇમ તો ખતમ થઈ ગયો અત્યાર સુધીમાં તો બોમ્બ બ્લાસ્ટના સમાચાર આવી જવા જોઈતા હતા..." વિજયે મનમાં કહ્યું.

ત્યાં જ એક પોલીસ કર્મીનો વિજય પર ફોન આવ્યો.

" સર....અહીંયા ઓબેરોઇ મોલ પર એક બોમ્બ મળ્યો છે..જે કોઈ અજાણ્યા વ્યક્તિ એ ડિફ્યુઝ કરી નાખ્યો છે..." પોલીસ બોમ્બ ડિફ્યુઝ થયા બાદ ઘટના સ્થળે પહોંચી હતી.

" એક કામ કર જેણે બોમ્બ ડિફ્યુઝ કર્યો છે એને લઈને પોલિસ સ્ટેશને પહોંચો...હું પણ ત્યાં જ આવું છું .."

આ રીતે ગ્લોબલ હોસ્પીટલ પરથી અંશને, ક્રિષ્ના પાર્ટી પ્લોટમાંથી નાયરાને અને ભારત સીનેપ્લેક્સ પરથી પ્રિશાને ઉઠાવીને તે બધાને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા.

પોલીસ સ્ટેશને મોટા નામચીન પોલીસ ઓફિસરો બેઠા હતા. જેની સાથે કમિશનર સાહેબ પણ હાજર હતા. થોડાક સમય બાદ અંશ, કેશવ, પ્રિશા અને નાયરાને લાવવામાં આવ્યા.

પ્રિશા એ જ્યારે વિજયને જોયો તો તેણે પોતાની આંખો નીચી જ કરી દીધી.

" યે તો પહેલે પોલીસ ઓફિસરથી ના?" કમિશનર સાહેબે પ્રિશા તરફ આંગળી ચીંધીને કહ્યું.

" ઠીક પહચાના આપને...યે વહી પોલીસ ઓફિસર હે જો દો સાલ પહેલે ક્રિમીનલ કો લેકે ભાગ ગઈ થી..." વિજયે જવાબ આપતા કહ્યું.

" હા યાદ આયા....બડી કાબિલ ઓફિસરથી તુમ...." કમિશનરે પ્રિશા પર ગર્વ દેખાડતા કહ્યું.

છતાં પણ પ્રિશા એ સામે કોઈ વળતો જવાબ ન આપ્યો.

ત્યાં જ વિજયની બાજુમાં ઉભેલો વિવાન જેણે બે ત્રણ પોલીસ કર્મીઓ એ પકડી રાખ્યો હતો એ બોલ્યો. " તો યે હે વો ચારો લોગ જિસને મેરા પ્લાન ફેલ કર દિયા...."

" અભી ભી તેરી જુબાન કૈસે ચલ રહી હૈ... હેં? લગતા હૈ તેરી જૂબાન અબ કાટની હિ પડેગી....પાટીલ... ઇસકો હવાલાત મેં બંધ કર દો... મેં થોડી દેર મેં આકે ઉસસે મિલતા હું...અભી તો ઈન ચારો લોગો સે મુજે કુછ જરૂરી બાતે કરની હૈ..."

" તુમ ચારો કો યે બોમ્બ કે બારે મેં કૈસે પતા ચલા?" કમિશનર સાહેબે પૂછ્યું.

પરંતુ કોઇએ કોઈ ઉતર ન આપ્યો.

" દેખો હમ તુમ્હારે પર કોઈ કાર્યવાહી નહિ કરને વાલે...તુમ સબને મિલ કે તો મુંબઈ કે હજારો લોગો કી જાન બચાઈ હૈ.. ઇસલિએ બિના ડરે તુમ બેઝિઝક બતાઓ... પ્રિશા તુમ બતાઓ યે બોમ્બ કા એડ્રેસ તુમ્હે કહાં સે મિલા??"

પ્રિશા આગળ આવી અને કંઇક કહે એ પહેલાં જ ત્યાં પોલીસ સ્ટેશને આર્યન આવીને બોલ્યો. " મેં બતાતા હું સર...."

બધાની નજર આર્યન પર ટકી.

" આર્યન તુમ યહાં??" વિજયે ચોંકીને કહ્યું.

" યે ભી પહેલે પોલીસ ઓફીસર હિ થા ના?" કમિશનરે ફરી પૂછ્યું.

" જી સર...."

" યે સબકો હો ક્યાં ગયા હૈ...? ચલ ક્યાં રહા હૈ યહાં પર..." કમિશનરને એક પછી એક શોક લાગી રહ્યા હતા.

" સર પ્રિશા કે જાને કે બાદ આર્યનને ભી ઓફીસર કી જોબ છોડ દી થી, ઓર યે પ્રિશા કો કબ મિલા મુજે ભી કુછ નહિ પતા...." વિજયે માહિતી આપતા કહ્યું.

" મેં આપ સબકો સચ સચ બતાતા હું...કી હમે યે બોમ્બ કા એડ્રેસ ઓર ડિફ્યુઝ કરને કા તરીકા કૈસે માલૂમ પડા..." આર્યને આવીને કહ્યું.

આર્યન પાસે આવી જરૂરી માહિતી કેવી રીતે પહોંચી? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.

ક્રમશઃ