અગ્નિસંસ્કાર - 94 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અગ્નિસંસ્કાર - 94



" હવે આ કોણ છે?" અંશે પ્રિશાને ધીમેથી પૂછ્યું.

" મને શું ખબર?"

" લાગે છે આ પણ નવીન સાથે બદલો લેવા જ આવ્યો છે....."

બન્ને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. આ જોઈને વિવાને કહ્યું. " મુંહ બંધ રખ વરના યે ગોલી તેરે ભેજે કે બજાય તેરે મુંહ કે અંદર ચલા દુગા..."

ત્યાં જ અંશ અને પ્રિશા ચૂપચાપ બેસી ગયા.

" યે લોગ અભી તક નહિ આયે....." વિવાને ફરી પોતાના આદમીઓને કોલ કર્યો.

ફોનની ઘંટડી વાગતાં વિજયે એ અડ્ડાના લીડરના ખિસ્સામાંથી ફોન લીધો અને નામ વાંચ્યું તો વિવાન લખેલું હતું.

" ઓહ લગતા હૈ તેરે બોસ કા ફોન હૈ..." વિજયે કહ્યું.

વિજયે ફોન ઉપાડ્યો અને કાને રાખ્યો.

" કહાં મર ગયે તુમ સબ.... યહાં આને મેં ઇતની દેર લગતી હૈ??" ગુસ્સામાં વિવાને કહ્યું.

" વિવાન નામ સે તો ભારત કે લગતે હો ઓર અપને હિ ભારત કે લોગો કો માર દિયા!.."

" આપ આખિરકાર મેરે અડ્ડે પર પહોંચ હિ ગયે..."

" હાં ઓર બહોત જલ્દ હમ તુમ તક ભી પહોંચ હિ જાયેંગે..." વિજયે વળતો જવાબ આપ્યો.

" પર અફસોસ મુજ તક પહોંચ કે ભી તુમ મુજે પકડ નહિ પાઓગે..."

ત્યાં જ અશ્વિને વિજયને કહ્યું. " સર યે દેખો યે લોગ પિચલે કઈ દીનો સે કિસી નવીન શર્મા નામ કે શકસ કા પીચા કર રહે થે... ઓર ઇસ તરફ દેખીએ સર...યે નવીન શર્મા કે ઘર કે કેમેરા કે ફૂટેજ હૈ મતલબ યે લોગ યહાં બેઠકે નવીન શર્મા કે બિલ્ડીંગ પર નજર રખ રહે થે.."

" નવીન શર્મા તો વહી હૈ ના...અગ્રવાલ સ્ટીલ કંપની કા માલિક.." વિજયે કન્ફર્મ કરતા કહ્યું.

વિવાન ફોન પર વિજય અને અશ્વિનની બધી વાત સાંભળી ગયો.

" જી ઇન્સ્પેકટર સાહેબ... યે વહી નવીન શર્મા હૈ જીસકો મેને ઉસી કે ઘર મેં કેદ કરકે રખા હૈ...દેખના ચાહોગે?" વિવાને વિડિયો કોલ કરીને નવીનનો ચહેરો વિજયને દેખાડ્યો.

" ઓર પતા નહિ યે દો લોગ કોન હૈ શાયદ આપ જાનતે હો.." વિવાને તુરંત કેમેરો અંશ અને પ્રિશા તરફ પણ કર્યો.

" પ્રિશા...અંશ!! તમે બન્ને ત્યાં શું કરો છો??" વિજય શોકના મારે ખુરશી પરથી ઊભો જ થઈ ગયો.

" ક્યાં બાત હૈ સર... લગતા હૈ આપ યે દોનોં કો જાનતે હો..."

ત્યાં જ વિજય પાસે કમિશનર સાહેબ દસ પોલીસ ઓફિસરો સાથે પહોંચી ગયા.

" વિજય કોન હૈ યે?" કમિશનરે વિજયના હાથમાં રહેલા ફોન પર નજર કરીને પૂછ્યું.

" સર યે વહી માસ્ટર માઇન્ડ હૈ.. વિવાન..."

કમિશનરે વિજયના હાથમાંથી ફોન લઈને વિવાનને કહ્યું.
" તુમ જો કોઈ ભી હો અપને આપકો અમારે હવાલે કર દો ઇસી મેં તુમ્હારી ભલાઈ હૈ..."

" વરના ક્યાં કર લોગે? મુજે ગિરફ્તાર કરને અપની પોલીસ કી ટીમ ભેજોગે?"

કમિશનરે વિજય અને એની ટીમને વિવાનને પકડવા નવીનના બિલ્ડીંગ તરફ મોકલી દીઘા હતા.

" તુમ્હારે પોલીસ ઓફિસર મુજ તક પહોંચે ઇસસે પહેલે મેં આપકો કુછ બતાના ચાહતા હૂં...શાયદ યે જાનને કે બાદ આપ અપના ઇરાદા બદલ લે..."

" ક્યાં બતાના ચાહતે હો?"

" વહી કી અભી થોડી હિ દેર મેં મુંબઇ મેં એક સાથ ચાર બોમ્બ બ્લાસ્ટ હોને વાલે હૈ..."

" ક્યાં???"

" આપને શાયદ સુના નહિ એકસાથ ચાર ચાર બોમ્બ બ્લાસ્ટ હોને વાલે હૈ..."

" મેં તુમ્હારી બાત પર ભરોસા ક્યું કરું?"

" ક્યોંકિ આપકે પાસ ભરોસા કરને કે અલાવા ઓર કોઈ ચારા ભી નહિ હૈ..."

ત્યાં જ અશ્વિનને કોમ્પ્યુટરમાંથી શોકિગ માહિતી મળી અને એણે તુરંત કમિશનરને બોલાવીને કહ્યું.
" સર યે દેખો...યે લોગ કોઈ બડે પેમાને પર હમલા કરને જા રહે હૈ....વો ભી બોમ્બ બ્લાસ્ટ સે..."

" મતલબ યે સહી બોલ રહા હૈ..."

" તુમ આખીર ચાહતે ક્યાં હો?" કમિશનરે વિવાનને પૂછ્યું.

" સબસે પહેલે અપને હોનહાર પોલીસ ઓફીસર કો કહીએ કી યે બિલ્ડીંગ કે આસપાસ ભી ન દિખે...અગર કિસી ભી પોલીસ ઓફીસર કા એક કદમ ભી ઇસ બિલ્ડીંગ પે પડા તો...."

" ઠીક હૈ...હમે મંજૂર હૈ..."

કમિશનર સાહેબે તુરંત વિજયને ફોન કર્યો અને નવીનના બિલ્ડીંગ તરફ ન જવા માટે કહી દીધું.

" તુમને જૈસા કહા વેસે હમને કર દિયા... અબ બતાઓ વો ચાર ટાઇમ બોમ્બ તુમને કહાં ઓર કિસ જગહ રખે હે...."

શું વિવાન પોતાના ઇરાદામાં કામયાબ થશે? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.


ક્રમશઃ