વિવાને બોમ્બની માહિતી આપતા કહ્યું. " વો ચારો બોમ્બ મેને થિયેટર, હોસ્પિટલ, મોલ ઓર પાર્ટી પ્લોટ મેં ચૂપાયે હૈ...."
" મતલબ અગર યે સબ બોમ્બ બ્લાસ્ટ હો ગયે તો હજારો લોગો કી જાન જા સકતી હૈ...!!" કમિશનર સાહેબના તો હોશ જ ઉડી ગયા!
" બિલકુલ સહી કહા..."
" આખીર તુમ યે સબ ક્યું રહે હો? ક્યાં મિલેગા તુમ્હે યે સબ કર કે?"
" કમિશનર સાહેબ...આપ યે નોકરી કિસ લિયે કર રહે હૈ? પૈસો કે લિયે હિ કર રહે હો ના...બસ...."
" તુમ્હે જીતને પૈસે ચાહીયે ઉતને હમ દેંગે...બસ યે ધમાકા નહી હોના ચાહિએ...."
" ઠીક હૈ મેં આપકો યે ધમાકા રોકને કા એક તરીકા બતાતા હું..." ચાલાકી પૂર્વક વિવાને કહ્યું.
" કૈસા તરીકા?"
" મેને યે ટાઇમ બોમ્બ ચાર અલગ અલગ જગહો પે રખે હૈ....જો સબ એક દૂસરે કે સાથ કનેક્ટેડ હૈ.... જિસકે ઉપર મેને A B C D... કા સ્ટીકર પહેલે હિ લગા દિયે હૈ... શોર્ટ મેં સમજાઉં તો અગર આપકો સારે બોમ્બ ડિફયુઝ કરને હૈ તો આપકો સબસે પહેલે બોમ્બ A કો હિ ડિફ્યુઝ કરના પડેગા..... ફિર B ફિર C ઓર ફિર લાસ્ટ મેં D...."
" અગર પહેલે A કી જગહ B યા C કો ડિફ્યુઝ કિયા તો ક્યાં હોગા?"
" ચારે બોમ્બ ઉસી સમય એકસાથ ફટ જાયેંગે...બૂમ!!!"
કમિશનર સાહેબના ચહેરા પર પરસેવો છુટવા લાગ્યો.
" લેકિન હમ બોમ્બ તક પહોંચેગે કૈસે? મુંબઈ મેં તો કઈ સારે હોસ્પિટલ, થિયેટર, પાર્ટી પ્લોટ ઓર મોલ હૈ..."
" યહીં તો ઇસ ખેલ કા અસલી ટવીસ્ટ હૈ..." વિવાન જાણે ભારતવાસીઓ ના જીવ સાથે ખેલ ખેલી રહ્યો હતો.
ત્યાં જ ત્યાં ઉપસ્થિત એક પોલીસકર્મીએ કહ્યું. " સર હમ સારે હોસ્પિટલ, થિયેટર, મોલ કો ખાલી કરવા દે તો?"
" યે નહિ હો સકતા...અગર ઐસા કિયા તો પુરે મુંબઈ શહેર મેં ભગદડ મચ જાયેગી...." કમિશનર સાહેબે કપાળ પર હાથ રાખીને કહ્યું.
" તો ફિર ક્યા કરે સર?"
કમિશનર વિચારમાં પડી ગયો. ત્યાં જ વિવાને કહ્યું. " જ્યાદા મત સોચિયે સર... ક્યું કી આપકે પાસ બોમ્બ ડિફ્યુઝ કરને કે લિયે અબ બસ દસ મિનિટ હિ બચે હૈ... ઓર યે ટાઇમ શરૂ હોતા હૈ અબ...ઓલ ધ બેસ્ટ સર..." વિવાને એટલું કહીને ફોન કટ કરીને રિમોટથી બોમ્બ નો ટાઇમર ઓન કરી નાખ્યો.
" હેલો વિવાન..... શેટ!!" કમિશનર સાહેબે ફોન સીધો ઘા જ કરી નાખ્યો.
અશ્વિને કમિશનરને બોલાવીને કહ્યું. " સાહેબ....વિવાન સચ કહ રહા હૈ, યે દેખીએ બોમ્બ ડિફ્યુઝ કરને કે લિયે યહાં પર ભી યહીં ટ્રિક લીખી હુઈ હૈ ઓર હા એક ખાસ બાત યહાં પર હર એક બોમ્બ કે લિયે અલગ અલગ કલર કે તાર કો કાટને કે લિયે કહા હૈ...."
" ઇસકા ક્યાં મતલબ હુઆ ?"
" મતલબ યે કી A બોમ્બ કો ડિફ્યુઝ કરને કે લિયે યલો તાર, B બોમ્બ કે લિયે ગ્રીન, C બોમ્બ કે લિયે બ્લેક ઓર D બોમ્બ કો ડિફ્યુઝ કરને કે લિયે રેડ કલર કી તાર કાટની પડેગી..."
" યે કૈસી મુસીબત આ પડી...! એક કામ કરો સારે પોલીસકર્મી ઓર ઓફીસરો કો હર એક હોસ્પિટલ, મોલ, થિયેટર ઓર પાર્ટી પ્લોટ મેં બોમ્બ કો ઢૂંઢને કે લિયે ભેજ દો...ઓર હા ધ્યાન રહે હૈ કિસી ભી જગહ ભગદડ નહિ મચની ચાહીયે... ક્યોંકિ અગર કિસી કો જરા સા ભી બોમ્બ કે બારે મેં ભનક લગી તો મુશ્કેલી ઓર બઢ જાયેગી..."
મુંબઈના દરેક પોલીસ થાણે હાજર બધા જ પોલીસ કર્મીઓ અને ઓફિસરોને અલગ અલગ જગ્યાએ બોમ્બ શોધવા માટે મોકલી દેવામાં આવ્યા. મુંબઈના દરેક રસ્તાઓમાં અચાનક એક પછી એક પોલીસની જીપ દોડવા લાગી. જેના કારણે વધુ ભીડ થઈ ગઈ. રસ્તે ચાલતાં લોકો પોલીસની જીપને વિચિત્ર પણે જોવા લાગ્યા.
જ્યાં એક તરફ પાર્ટી પ્લોટમાં એક બાળકની બર્થ ડે પાર્ટી ઉજવાઈ રહી હતી તો બીજી તરફ મોલમાં ખૂશી ખુશી કપલો શોપિંગ કરી રહ્યા હતા. જ્યાં એક તરફ થિયેટરમાં સીટીઓ વગાડીને યુવાનો મૂવી એન્જોય કરી રહ્યા હતા ત્યાં બીજી તરફ એક હોસ્પિટલમાં એક મા નવા જન્મેલા બાળકને ગોદમાં લઈને ભગવાનનો આભાર વ્યક્ત કરી ખુશીભર્યા આંસુ વહાવી રહી હતી. પરંતુ અફસોસ આ બધા લોકોનો જીવ જોખમમાં મુકાયો હતો. આવા હજારો લોકોની જાન બચાવવા માટે પોલીસ પાસે માત્ર દસ મિનિટનો જ સમય બાકી હતો.
શું પોલીસ આ દસ મિનિટના સમયગાળામાં ચારેય બોમ્બને શોધીને ડિફ્યુઝ કરી શકશે? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.
ક્રમશઃ