💓💓💓💓💓💓💓💓
મમતા :૨
💐💐💐💐💐💐💐💐
ભાગ :૫૯
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
( પરી તેનો બર્થ ડે ઘરથી દૂર મિત્રો સાથે ઉજવે છે. વળી તેની કોલેજમાંથી પિકનીક પણ જાય છે. તો શું પિકનીકમાં પ્રેમ અને પરીની નજદીકયા વધશે? તે જાણવા વાંચો આગળ...)
ઘરથી દૂર અને ઘરનાં સભ્યોથી દૂર પરીએ પહેલી વખત પોતાના બર્થડેની ઉજવણી કરી. પણ પ્રેમ, એશા અને તેનાં બીજા મિત્રો એ પરીનાં જન્મ દિવસની ઉજવણી ખૂબ શાનદાર કરી. અને પ્રેમ તો તેના માટે કેક અને રાધા કૃષ્ણની મૂર્તિ ગિફટમાં લાવ્યો. એ મૂર્તિ હાથમાં લઈને પરી વિચારતી હતી કે..........
" પ્રેમ સારો છોકરો છે. પરી હમેંશા તેનું પુરૂ ધ્યાન અભ્યાસ ઉપર જ આપતી તેથી તે કયારેય આવાં પ્યારનાં ચક્કરમાં પડી નહી. અને તેનાં દિલમાં વસી જાય એવું કોઈ હજુ તેને મળ્યુ પણ ન હતું. તેને તો બસ સ્ટડીમાં ટોપ કરીને પપ્પાની ઓફિસ સંભાળવી હતી. પણ આજે તેને પ્રેમ માટે અલગ જ લાગણી થતી હતી. "
અચાનક તેનાં ફોનમાં કોલ આવે છે. સ્ક્રિન પર " પ્રેમ" નામ હતું. તે બોલી.....
" આટલી મોડી રાતે, પ્રેમને મારૂ શું કામ હશે? "
પ્રેમ: Hi, પરી એક ગુડ ન્યૂઝ....
હું પણ કાલે તમારી સાથે પિકનીક પર આવું છું.
પરી: એમ, સરસ આપણે બધાં ત્યાં ખૂબ મસ્તી કરીશું......
પરી અને પ્રેમ કયાંય સુધી એકબીજા સાથે વાતો કરતાં રહ્યા........
વહેલી સવારમાં મંથને વિડિયોકોલ કરી પરીને જગાડી..... અને પિકનીકમાં ખૂબ મોજ કરજો. તેમ કહ્યુ..... પરી ફટાફટ તૈયાર થઈ અને નીકળી અને બધા એક જગ્યા પર મળ્યા.
બસમાં બધા ગોઠવાય ગયાં. એશા જાણી જોઈને આગળ જતી રહી. તો પરીની બાજુની સીટ પર પ્રેમ બેઠો. બસમાં બધા નાચતા, ગાતા અંતાક્ષરી રમ્યા અને એકબીજાની મિમિક્રી પણ કરી.... અને બસ માથેરાન પહોંચી સૌ પોતાનાં રૂમ પર જઇ ફ્રેશ થયાં. અને બપોર પછી બધાએ દોધાની વોટર ફોલ જવાનું છે તે સુચના મળી.
પરી, એશા અને બધા આવી ગયા..... વોટર ફોલ જોવા હોર્સ રાઈંડીંગ કરીને જવાનું હતું તો ઘોડા આવી ગયા. ઘોડાને જોઈ પરી બોલી.......
" ઓહ, માય ગોડ.... ...હોર્સ...
મને તો તેનાં પર બેસતા ડર લાગે છે!!! "
પ્રેમ : અરે! પરી, એમાં શું? હું રહીશ તારી સાથે!
પરીનો હાથ પકડીને પ્રેમ તેને ઘોડા પર બેસાડે છે. આજુબાજુ ઉંચી ટેકરીઓ, ખુશનુમા વાતાવરણ, ઠંડી હવા જોઈને પરી તો ખુશ થઈ ગઈ. રૂની પુણી જેવાં સફેદ દૂધ જેવા વાદળો જાણે ઉપરથી જ જાય છે.....
પરી: wow !! કેટલી સરસ જગ્યા છે. જાણે કુદરતે લીલી હરિયાળી ફેલાવી હોય, એક બાજુ ઊંડી ખાઈ તો બીજી બાજુ ઊંચી ટેકરીઓ...... "
પ્રેમ : હા, ખરેખર! અદભૂત!!!
બધા દોધાની વોટર ફોલ પહોંચી ગયા. પરી ઘોડા પરથી નીચે ઉતરતાં ડરે છે. તો પ્રેમ પોતાનો હાથ આપે છે. પરી ઉતરવાં જાય છે તો ડરને કારણે પ્રેમ સાથે અથડાઈ છે. પરીનાં રેશમી ખુલ્લા વાળ પ્રેમનાં મોં પર આવે છે. કુદરતી ઠંડી હવા અને બે યુવાન હૈયા.... પછી પુછવું જ શું!! બંનેનાં હદયમાં એક અજીબ હલચલ મચી જાય છે. ❤️❤️
પણ બંને પોતાની જાતને સંભાળી લે છે..... (ક્રમશ)
( માથેરાનનું કુદરતી સૌંદર્ય, ખળ ખળ વહેતા ઝરણાં, ઠંડી હવામાં શું પ્રેમ અને પરી એકબીજાની નજીક આવશે...... તે જાણવા વાંચો ભાગ ૬૦)
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
મમતા :૨
💐💐💐💐💐💐💐💐
ભાગ :૬૦
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
( પરી અને તેનાં મિત્રો સાથે માથેરાન પિકનીકમાં ગયા છે. ત્યાંનાં કુદરતી વાતાવરણમાં શું પ્રેમ અને પરી એકબીજાની નજીક આવશે? તે જાણવા વાંચો મમતા ૨)
પરી, એશા, પ્રેમ બધાજ મિત્રો માથેરાન પિકનીક પર આવ્યા છે. કુદરતનાં ખોળામાં બધા મન મુકીને સુંદરતા માણે છે. બધા મિત્રો સાથે પરી દોધાની વૉટર ફોલ આવી છે. ઊંચી ટેકરી પરથી પડતું ધોધનું પાણી જોઈ પરી પાગલ થઈ ગઈ..... દૂધ જેવું સફેદ પાણી અને પાણીની વાંછટ.... પવનને કારણે ઉડતી હતી. બધા જ લોકો પોત પોતાનાં મોબાઈલ લઇ selfi પાડવામાં વ્યસ્ત થઈ ગયા. બસ એક પરી ધોધનાં આવતાં મધુર અવાજને માણવા લાગી. ત્યાં જ પ્રેમ પણ તેની પાસે આવ્યો અને બંને કયાંય સુધી પોતાનાં પગ શીતળ, ખળખળ વહેતા ઝરણાંમાં ઝબોળીને વાતો કરતાં રહ્યા..... ત્યાં જ એશાએ બૂમ પાડી..... પરી..... પ્રેમ..... ચાલો.......
દોધાની ધોધની મુલાકાત લઇને પછી બધા પ્રોકયુંપાઈન પોઈન્ટ જવાં નીકળ્યા. ત્યાંનો સનસેટ ખૂબ જ સુંદર હોય છે. સૂરજ ડુબતો હતો, આકાશમાં કેસરી રંગોળી સજેલી હતી. આટલી ઉંચાઈ પરથી સૂરજને ડુબતા જોવો એક અજબ જ દ્રશ્ય હતું. સૌ પોતાનાં મોબાઈલ લઇ સનસેટ પીક પાડવાં લાગ્યા. એશા અને પરીએ પણ ઘણા પીક પાડયા. ત્યાં જ સાથે પ્રેમ પણ આવ્યો.......
" અરે!!! હું રહી ગયો.... "
માથેરાનની ઠંડી હવાને માણતા બધાએ સ્ટોબરીનાં ગાર્ડનની પણ મુલાકાત લીધી. અને રૉક કલાઈમીંગ ટેકરી પર પણ મજા માણી. કુદરતનાં સૌંદર્યને માણતા બે દિવસ કયાં ગયા ખબર જ ન પડી...... અને બધા મુંબઈ આવવાં નીકળ્યા.
ખુશીઓને પોતાનાંઆંચલમાં સમેટીને, ઠંડી હવાને શ્વાસમાં ભરીને, પ્રેમની કેટલીક મીઠી યાદોને દિલમાં સાચવીને પરી હોસ્ટેલ પહોંચી. પરીને વારંવાર પ્રેમ સાથેની વાતો અને પ્રસંગો યાદ આવતાં હતાં. ત્યાં જ પોતે મનમાં બોલે છે. ધતતત.... પગલી પરી અને પ્રેમ..... હું થોડું વધારે પડતું વિચારૂ છું. ત્યાં જ પરીનાં ફોનમાં કોલ આવે છે. ઘરેથી.....
મોક્ષા: હેલ્લો, બેટા માથેરાનથી આવી ગયા.
પરી : હા, મોમ બહુ મજા કરી.... માથેરાનની ટેકરીઓ... વૉટરફોલ, ખળખળ વહેંતા ઝરણાઓ, મીઠી મધ જેવી સ્ટોબરી ખાવાની મજા પડી.
મોક્ષા: સરસ, પરી કાલે મારે મુંબઈ એક મિટિંગ છે તો હું સવારે આવું છું.
પરી: મોમ, તો હું કાલે કોલેજ નહી જાવ....
મોક્ષા: ના, પરી મારે મિટિંગ છે તો હું બપોર પછી ફ્રી થઈશ.
પરી: ઓકે, મોમ હું કોલેજથી વહેલી આવતી રહીશ. હું તમને કોલ કરીશ.
મોક્ષાને મળવાની વાતથી ખુશ થતી થાકેલી પરીની આંખો મીંચાઈ ગઈ.......
( મોક્ષા કંપનીનાં કામે મુંબઈ આવે છે એ જાણી પરી ખુશ થાય છે. શું પરી પોતાનાં દિલની વાત મોક્ષાને કરશે? તે જાણવા વાંચો ભાગ :૬૧ )
વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર