મમતા - ભાગ 57 - 58 Varsha Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મમતા - ભાગ 57 - 58

💓💓💓💓💓💓💓💓


મમતા :૨

💐💐💐💐💐💐💐💐

ભાગ :૫૭

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

( ધીમે ધીમે પરી અને પ્રેમની દોસ્તી રંગ લાવી રહી છે. મંત્રને પણ હવે મિષ્ટિએ મોબાઈલ નંબર આપતા તે ખુશ છે હવે આગળ.......)


"કૃષ્ણ વિલા" બંગલો પરી વગર સૂનો લાગતો હતો. મંથન અને મોક્ષા ઓફિસ ગયા. શારદાબા ભાગવત ગીતા વાંચતા હતાં. તો મંત્ર આજ ઉદાસ હતો. તો કોલેજ પણ ન ગયો. અને પોતાનો ફોન લઇ બેડરૂમમાં છે. હાથમાં ફોન છે પણ વિચારો તો મિષ્ટિનાં જ કરે છે.

" બે દિવસ થયાં પણ આ ફટાકડીએ તો ન કોલ કર્યો કે ન મેસેજ"

મંથન વિચારતો હતો ત્યાં જ તેનાં ફોનમાં રીંગ આવે છે. અને સ્ક્રિન પર " ફટાકડી" નામ જોતાં જ મંત્ર તેના બેડ પર જ ઉછળી પડે છે. અને કહે....

" હેલ્લો, "
સામેથી" Hi" મંત્ર" કેમ છે?
મંત્રને તો શું વાત કરવી સમજ પડતી ન હતી. બસ, મિષ્ટિની મીઠડી વાતો સાંભળતો હતો. બંને એ ઘણી વાતો કરી.... કોલ પુરો થયો અને ખુશ થતો મંત્ર નીચે હોલમાં આવ્યો.


હોલમાં શારદાબા બેઠા હતાં. મંત્ર બા પાસે આવીને બેસી જાય છે.
શારદાબા: મંત્ર, આજે તો તું બહુ ખુશ છે? "

મંત્ર: હા, બા.... "

દાદી દીકરાએ ઘણી અલક મલકની વાતો કરી. આજ શારદાબાને પણ મજા આવી.


સાંજ થવા આવી...........
આકાશમાં સંધ્યાએ રંગોળી પુરી હતી. મંથન અને મોક્ષા ઘરે આવ્યા. ઘરમાં આવતા જ મોક્ષા આંખો બંધ કરી રસોડામાંથી આવતી સોડમને મન ભરીને માણવા લાગી. અને બોલી.......

" વાહ, મારૂ ફેવરેટ રીંગણ બટેટાનું ભરેલું શાક, વઘારેલી ખીચડીની સુગંધથી તો મને ભૂખ લાગી ગઈ ."

ત્યાં જ શારદાબા કહે.......

" હા, મેં જ આજે શાંતાબેનને કહ્યુ હતું કે ઘણા દિવસથી મોક્ષાનું મનભાવતું બન્યુ નથી તો આજ દેશી ખાણું બનાવ. "

ત્યાં જ મંત્ર કહે.....
" હું શું ખાઈશ. "

શારદાબા કહે.......

" તું ચિંતા ના કર તારા માટે પણ ઓલું શું કેહવાય..... રોટલા પર સોસ, શાક.... હોય.. તે... હા, પિત્ઝા શાંતાબેનને કહી ઘણું ચિઝ નાંખીને પીઝા બનાવે"

મંત્ર પણ ખુશ થતો આરવ સાથે વાત કરવાં બહાર ગાર્ડનમાં ગયો.

મંથન અને મોક્ષા ફ્રેશ થઈ બધા સાથે મળીને ભાવતું ભોજન લીધું. અને પિત્ઝા મળતા મંત્ર પણ બોલ્યો.....

"વાહ, આજે તો ડબલ ખુશી "

તો મોક્ષા બોલી......

"એક આ... અને બીજી કંઈ... "

તો મંત્ર કશું બોલતો નથી.

બધા ડિનર પતાવી હોલમાં હતાં ત્યાં જ પરીનો વિડિયોકોલ આવ્યો. પરીએ બધા સાથે વાત કરી. થોડીવાર પછી મંત્ર એ કહ્યુ.....

" મોમ, એક આઈડિયા, પરીનો બર્થ ડે આવે છે તો આપણે તેને અહીં બોલાવી સરપ્રાઈઝ પાર્ટી આપીએ. "

તો મોક્ષા કહે..........

" ના, મેં પરી સાથે વાત કરી. પરી તેની કોલેજની પિકનીકમાં મિત્રો સાથે માથેરાન જાય છે. "


મોક્ષા પણ બહાર લટાર મારવાં ગાર્ડનમાં જાય છે. અને મુંબઈ બા ને કોલ કરે છે.

" જય શ્રીકૃષ્ણ બા, કેમ છો? "

બા: મજામાં, બસ થોડી પગની તકલીફ છે. સોજા બહુ ચઢે છે. પણ પ્રેમ સાથે છે તો તે મારૂ ધ્યાન રાખે છે. "

મોક્ષા :એમ, પ્રેમ અહીં છે?

મોક્ષા અવાર નવાર મુંબઈ ફોન કરી બાની તબિયત પૂછી લેતી.

( મોક્ષા ઘણીવાર કોલ કરી બા સાથે વાત કરે છે તો કોણ છે આ બા? તેની સાથે મોક્ષાને શું સંબંધ છે? તે જાણવા વાંચો ભાગ ૫૮ )


💓💓💓💓💓💓💓


મમતા :૨

💐💐💐💐💐💐💐💐

ભાગ :૫૮

🌹🌹🌹🌹🌹🌹🌹🌹


( પરી ઘરથી દૂર અભયાસ માટે મુંબઈ જાય છે. પણ પ્રેમ, એશા જેવા મિત્રો મળતા હવે તે સેટ થઈ ગઈ છે. અહીં પણ બા, મોક્ષા મંથન અને મંત્ર પરીને રોજ યાદ કરે છે.....)


રવિવારની ખુશનુમાં સવાર હતી. આજ એશા પરી સાથે તેની હોસ્ટેલ રહેવા આવી છે. બંને સહેલીઓએ રાત આખી ફિલ્મ જોઈ અને મજા કરી. બંને ચા પીતા હતા ને એક કુરિયર આવે છે. પરી વિચારમાં પડી કે અહીં કોણે મને કુરિયર મોકલ્યું હશે! તેણે ખોલીને જોયું તો સરપ્રાઈઝ આંખો પહોળી કરી ઓહહહહ.....!! તેમાંથી સરસ મજાનું જમ્પ સૂટ હતું. અને એ મંત્રએ કુરિયર કર્યુ હતું. પોતાનાં માટે ભાઈનો પ્રેમ જોઈ પરીનાં આંખોમાં આંસુ આવી ગયા. ત્યાં જ વાતને વાળતા એશા બોલી.....

" હેયય, ડિયર તારો બર્થ ડે આવે છે...... શું પ્લાન છે? પાર્ટી..... "

તને તો હમણા જ ગિફટ મળી ગઈ. અને પરી અને એશા તેનાં ઘરે જવા નીકળ્યા. એશા તેની મોમ સાથે રહેતી હતી. તેની મોમનાં ડાઈવોર્સ થયેલા હતા.


આકાશમાં તારાઓ સંતાકૂકડી રમતા હતાં. ચંદ્રનો પ્રકાશ ઝાંખો હતો. અને પરી પ્રેમ વિષે વિચારતી હતી.
( પ્રેમ સારો છોકરો છે. પરી હમેંશા અભ્યાસને જ મહત્વ આપતી. તે આવા પ્રેમનાં ચકકરમાં માનતી નહી.)
ત્યાં જ પરીનાં ફોનમાં કોલ આવે છે. ઘરેથી વિડિયોકોલ હતો.....

" Happy Birthday Dear Pari "
બધા એકસાથે બોલ્યા......
આજે પહેલો એવો બર્થ ડે હતો કે પરી ઘરથી દૂર હતી. તેને બધાની યાદ આવતી હતી. પરીએ ગિફટ માટે મંત્રને " Thank you" કહ્યુ... અને બોલી.....

" ડેડ, મોમ મારી ગિફટ ઉધાર હો... "

બધા સાથે મન ભરીને વાતો કરી ફોન પૂરો કર્યો.
આટલી વારમાં ફરી પાછો ફોન આવ્યો સ્ક્રિન પર " પ્રેમ" નામ હતું.

પરી: Hi,

પ્રેમ: Happy birthday

પ્રેમે પરીને વીશ કરવાં આટલી મોડી રાતે ફોન કર્યો હતો.

પરી: " Thank you so much"

થોડીવાર બંનેએ વાતો કરી અને સપનાં જોતા જોતા પરી ઉંઘી ગઈ.


સોનેરી સવાર..... આજ તો પરીનો બર્થ ડે હતો. પરી ફ્રેશ થઈ મંત્રએ ગિફટમાં આપેલ જમ્પ સૂટ પહેર્યો હતો. ખુલ્લા રેશમી વાળ, હાથમાં વૉચ, પર્સ પરી જાણે આસમાનની પરી લાગતી હતી. ત્યાં જ એશા આવી....

એશા:"Happy birthday dear"
વાહ, so beautiful dear.... 💞💞💞💞💞💞💞

અને બંને કોલેજ જવાં નીકળ્યા......


કોલેજ પહોંચ્યા ત્યાં પ્રેમ અને બીજા મિત્રો તેની રાહ જોતાં હતા. પ્રેમ કહે......

"હેલ્લો.... આજે નો લેકચર..... ચાલો કેન્ટિનમાં મારા તરફથી પાર્ટી..... અને બધા કિકયારી બોલાવે છે......
પરી તો ખુશ થઈ ગઈ. બધા કેન્ટિનમાં આવ્યા તો પ્રેમ પરી માટે પિનાટા કેક ગિફટમાં લાવ્યો હતો. અને સાથે રાધા કૃષ્ણની મૂર્તિ....... પ્રેમ પાસેથી પરીએ આવી અપેક્ષા નહતી રાખી. પ્રેમ હવે દિવસે ને દિવસે ખુલતો જતો હતો. બધાએ કેક કાપી, ડાન્સ કર્યો અને પરીનો બર્થ ડે યાદગાર બનાવી દીધો. પ્રેમ પોતાનાં હાથમાં થોડી કેક લઈને પરીને ખવરાવે છે. આજ પ્રેમની આંખોમાં પરીને કંઈક અલગ જ પ્રેમ દેખાતો હતો...... ( ક્રમશ)

( તો શું થશે હવે? પરી અને પ્રેમની મિત્રતા પ્રેમમાં બદલશે? કે પછી.....)

વાંચતા રહો......
આપ બંનેને સાથે જોવા માંગતા હોવ તો મને કમેંનટ કરો...

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર