એક હતી કાનન... - 27 RAHUL VORA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

શ્રેણી
શેયર કરો

એક હતી કાનન... - 27

એક હતી કાનન... - રાહુલ વોરા
(પ્રકરણ – 27)
બધાં ચા નાસ્તો કરી બેઠાં હતાં.અલકમલકની વાતો ચાલતી હતી.ત્યાં જ ફરી બેલ વાગી.
દરવાજો ખોલ્યો તો મનન ઊભો હતો.ધૈર્યકાન્તે ઊભા થઈ આવકાર આપ્યો.મનન બન્ને ને પગે લાગ્યો.રૂટીન વાતચીત ચાલી.તાપસી ધીરે રહીને સરકી ગઈ.
બીજે દિવસે કાનને નોકરી ચાલુ પણ કરી દીધી.સાંજે નોકરીથી આવીને કાનન મુક્તિને તેડીને બાલઘર માં ગઈ.ધૈર્યકાન્ત અને સરૂબેને તક ઝડપી લીધી.બન્ને ઉપડ્યાં મનન ને ઘરે.
આમ ઓચિંતા મનન નાં સાસુ સસરાને આવેલ જોઈ પહેલાં તો બધાં ડઘાઈ ગયાં.પણ ત્યારબાદ ધીરે ધીરે વાતાવરણ હળવું થયું.બે દેશના નેતાઓ વાટાઘાટમાં તોળી તોળીને બોલતા હોય એમ વાતચીત ચાલતી હતી.
“તમે લોકોએ મારી દીકરીને જે રીતે સાચવી લીધી તે બદલ આભાર વ્યક્ત કરવા અમે આવ્યાં છીએ.કાનન પણ તમારા બધાનાં ખૂબ વખાણ કરતી હતી.” ધૈર્યકાન્તે હાથ જોડી આભાર વ્યક્ત કર્યો.
કાનન નાં જેઠાણીએ આખું ઘર ફરીને બતાવ્યું.કાનનના રૂમમાં એની વસ્તુ સ્વરૂપની હાજરીની બન્ને એ નોંધ લીધી.ચા-નાસ્તા બાદ ધૈર્યકાન્ત અને સરૂબેન ઘરે જવા નીકળ્યાં.
મનન ને ઘરે થી નીકળી બન્ને સીધાં બાલઘર પહોંચી ગયાં.ઓફિસમાં જઈ મુખ્ય સંચાલિકા બેનને ઓળખાણ આપી ત્યારે એ તો પોતાની ખુરશી પરથી ઊભાં જ થઈ ગયાં.
“આપ કાનન નાં માતા-પિતા છો? આપને મળીને નહીં, આપનાં દર્શન કરીને શબ્દ વાપરીશ, ખૂબ જ આનંદ થયો.કાનન જેવી દીકરી તો કોઈ સદનસીબ ને ઘરે જ અવતરે.માત્ર એની વાણીમાં નહીં વર્તનમાં પણ આપના સંસ્કારો અનુભવાય છે.”સંચાલિકા બેને કાનન વિષે જે કહ્યું તે સાંભળી ધૈર્યકાન્ત અને સરૂબેન નું માથું ગર્વથી ઊંચું થઈ ગયું.ધૈર્યકાન્તે મનોમન ક્ષોભ પણ અનુભવ્યો.
સંચાલિકા બેને આગળ ચલાવ્યું.
“કાનનને કારણે માત્ર અમારી સંસ્થાને જ નહીં, અહીંની અન્ય સંસ્થાઓને પણ ફાયદો થયો છે.આવી સંસ્થાઓને માત્ર પૈસાનું દાન આપીને નહીં પણ સમયનું દાન આપીને પણ મદદ કરી શકાય છે તે આપની દીકરીએ સમાજને શીખવ્યું.”
સંચાલિકા બેન બન્ને ને કાનન પાસે લઈ ગયાં.દૂરથી જોયું તો મુક્તિ ખોળામાં હતી અને કાનન બાળકો વચ્ચે ઘેરાઈને બેઠી હતી.આંખોમાં પાણી સાથે બન્ને દીકરી પ્રત્યે નતમસ્તક થયાં.બાલઘર માંથી બધાં સાથે જ ઘરે આવ્યાં.
તપન માંડવી તો આવ્યો પણ એનું દિલ તો ગોંડલ જ મૂકીને આવ્યો હતો.અભ્યાસ પૂરો થઈ ગયો હતો.માત્ર પૈસા કમાવા નહીં પણ પૈસા સાથે આત્મસંતોષ મળે એવું કશુંક નવું કરવા ની યોજનાઓ ઘડી રહ્યો હતો.
આ બાજુ કાનન અને મનન માંથી પરવારેલું તાપસીનું મન પણ માંડવીમાં ફરતું હતું.પહેલીવાર કંઈક અલગ પ્રકારનો યુવાન એની જીંદગીમાં આવ્યો હોય એવું તે અનુભવતી હતી.
તપન ના ગયા પછીના બનાવોની જાણ કરવાના બહાને એક સરસ મજાનો પત્ર તાપસીએ લખી નાખ્યો.પત્રમાં વાત કાનનની હતી,મનનની હતી,એનાં સંઘર્ષની હતી,પ્રેમની હતી પણ પત્રમાં લખાયેલ એક એક શબ્દ પોતાની છુપાયેલી લાગણીની ચાડી ખાતા હતા.
તપન પાસે ગોંડલ જવા માટે નું કોઈ કારણ ન હતું પણ મળી ગયું અને તક ઝડપી પણ લીધી. રાજકોટના એક અખબારને રિપોર્ટર ની જરૂર હતી.તપન ને લાગ્યું કે પોતાનો લખવાનો,વાંચવાનો શોખ પણ જળવાઇ રહેશે,વિવિધ ક્ષેત્રના લોકો સાથે મળવાનું પણ થશે અને ગોંડલ થી નજીક પણ રહેવાશે.
રાજકોટ પહોંચી અખબારના તંત્રીને મળવા ગયો.બધી વિગતો જાણી.તંત્રીએ પોતાના ડ્રોઅર માંથી એક અખબારની નકલ કાઢી તપનને આપી.
“થોડા દિવસ પહેલાં ગોંડલ નાં એક સ્થાનિક અખબારમાં આ સ્ટોરી આવી હતી.પણ પછી આગળ શું થયું એની કોઈ માહિતી નથી.અહીંથી રિપોર્ટર મોકલીને પણ એ બહેનને મળી વિગતો મેળવવાનો પ્રયત્ન કર્યો પણ એમણે મળવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો.” તંત્રી થોડા અટક્યા.
તપન આખો રીપોર્ટ વાંચી ગયો.
“આપણે આ બનાવની બધી વિગતો જાણી એક સનસનાટીભરી સ્ટોરી તૈયાર કરવી છે.આને તમે પ્રેક્ટીકલ ઇન્ટરવ્યું કહો કે પહેલું એસાઈનમેન્ટ.આ સ્ટોરી લઇ આવો તો તમારી નોકરી પાકી.”તંત્રીશ્રીએ પોતાની વાત પૂરી કરી.
“સર,આ સ્ટોરીની વિગતો હું જાણું છું.આ સ્ટોરીને સનસનાટીભરી બનાવવા ને બદલે સત્ય હકીકતો છાપીને થોડી હૃદયસ્પર્શી કરીએ તો? જે બહેનનો ઉલ્લેખ છે તેની સરાહના કરીને બિરદાવીએ તો? સમાજમાં એક ઉમદા સંદેશ પણ જાય”તપને પોતાનો અભિપ્રાય આપ્યો.
“જુઓ મિસ્ટર,આપણે અહીં સમાજસેવા કરવા નથી બેઠા અને આવા વેવલા સમાચારો વાંચવામાં કોઈને રસ પણ નથી.આપણે સમાજના પ્રહરી હોવાનો દાવો જ કરવાનો પણ લક્ષ તો અખબારનો ફેલાવો વધારવાનું જ રાખવાનું,કોઈ પણ ભોગે.તંત્રીએ વાત પૂરી કરી.તપનનો જવાબ સાંભળવા એની સામે નજર માંડી.
“સોરી સર,આ કામ મારાથી નહીં થાય.હું આ બહેનને નજીકથી ઓળખું છું અને આપના અખબારના ફેલાવાના ભોગે હું એમને તથા એમનાં કુટુંબીજનો ને બદનામ કરવાનું પાપ નહીં જ કરી શકું.”આટલું બોલી તપન સડસડાટ કેબીનની બહાર નીકળી ગયો.
વર્તમાનપત્રો અંગે કેટકેટલા ઊંચા ખ્યાલો તપને બાંધ્યા હતા.પહેલી જ મુલાકાતમાં એના ચૂરેચૂરા થઇ ગયા.પહેલી જ મુલાકાતે એનું મન એટલું ખાટું થઈ ગયું કે હવે બીજા કોઈ અખબારને મળવાની એની ઈચ્છા જ મરી પરવારી.માંડવી જઈને જિંદગીનો ખેલ ફરીથી ગોઠવવો એવા નિર્ણય સાથે પહોંચી ગયો બસ સ્ટેશને.બસ સ્ટેશને પહોંચતાં જ એને ગોંડલ યાદ આવ્યું અને યાદ આવી ગઈ તાપસી.બેસી ગયો ગોંડલ ની બસમાં.
ગોંડલ સ્વામીનારાયણ મંદિરના અતિથી ગૃહ માં ઉતર્યો.અને ગોંડલ રહેવા માટે નું મસ્ત મજાનું બહાનું પણ ઘડી કાઢ્યું.
સાંજે બાલઘર માં કાનન ને મળ્યો.કાનન ને રાજકોટનો અનુભવ કહી ભાવિ પ્લાન માં મદદ કરવા કહ્યું.
“તપન,વિચાર સારો છે.તારી કલમ ને જીવતી રાખવા અને કલમની તાકાત બતાવવા માટેનો યોગ્ય સમય છે.”કાનન અટકી અને પછી બોલી જ નાખ્યું.
“અને તાપસીની નજીક રહેવા માટેનો સમય પણ સારો છે.”
તપન ઇનકાર ન કરી શક્યો.
કાનને તપનને એક ઓલ્ડ એજ હોમમાં મેનેજર તરીકે ગોઠવી દીધો.તપન માટે આ નોકરી વધુ અનુકૂળ એટલે પણ હતી કે રહેવા અને જમવાની વ્યવસ્થા પણ આપોઆપ ગોઠવાઈ જતી હતી.તપને નાનાં નાનાં સામયિકોમાં ફ્રી લાન્સ પત્રકાર તરીકે અને કોલમિસ્ટ તરીકે પણ શરૂઆત કરી દીધી.
સાંજે તાપસીના ઓફીસ છૂટવાના સમયે તાપસી ની ઓફિસની બહાર મળવા ઊભો હતો ત્યાં એણે ખભે કોઈનો હાથ અનુભવ્યો.
“અરે તપન,ક્યારે આવ્યો?” મનનને જવાબ આપે તે પહેલાં તો તાપસી પહોંચી આવી.
“મારા એક એક પત્રના બદલામાં આમ રૂબરૂ આવતા રહેશો તો હેરાન થઈ જશો.મને પણ સુખેથી જીવવા નહીં દ્યો એમ લાગે છે.” મનને તાપસી ને રોકી વચ્ચેથી વાતની કડી જોડી.
“તપન,આઈ એમ સોરી,તે દિવસે મેં તમારા સાથે જરા પણ સારું વર્તન નહોતું કર્યું.મારી માનસિક સ્થિતિ પણ થોડી ડામાડોળ હતી.”
“અરે,કંઈ વાંધો નહીં.ટેઈક ઈટ ઇઝી.”તપને કહ્યું.
“ચાલો હવે હું જાઉં? માં-દીકરી મારી રાહ જોતાં હશે” બોલીને મનન સરકી ગયો.
તપને પોતાના રાજકોટ ઇન્ટરવ્યુ થી માંડીને અહીંની નોકરી સુધી અને ભાવિ કારકિર્દી સુધીનો પોતાનો પ્લાન સમજાવ્યો.”તાપસી ઠાવકી બનીને બધું સાંભળતી રહી.
સમય સરતો જતો હતો.મુક્તિ પણ આજકાલ કરતાં ત્રણ વર્ષની થઇ ગઈ હતી.કાનન પોતાની જીંદગીમાં ગોઠવાઈ ગઈ હતી.મનન બન્ને ઘર વચ્ચેની જવાબદારી બરાબર નિભાવતો હતો.સરૂબેન હવે અહીં જ રહેતાં હતાં.ધૈર્યકાન્ત પણ વહેલી નિવૃત્તિ લેવાનું વિચારતા હતા.
તાપસી કાનન નું ધ્યાન રાખતી હતી.મનન ને પણ સાચવતી હતી.તપન ના સાથમાં ભાવિ સપનાંઓ માં ખોવાઈ જતી હતી.
બે ત્રણ દિવસથી કાનન ને સુસ્તી વર્તાતી હતી.મમ્મી પણ વડોદરા હતી.મનમાં ને મનમાં મૂંઝાયા પણ કરતી હતી.
સવારે તાપસી બાલઘર માં જવા પહેલાં મળવા આવી.કાનને રીક્ષા રોકી પોતા સાથે સીધી રીક્ષામાં બેસાડી દીધી.
તાપસી હજુ પણ પ્રશ્નાર્થ નજરે કાનન ને જોયા કરતી હતી.કાનન એને એટલી ઝડપથી ક્લિનિકમાં ખેંચી ગઈ કે તાપસી ને ડોક્ટરનું નામ વાંચવાનો સમય પણ ન મળ્યો.ડોક્ટર ની કેબીનમાં બન્ને ગયાં. તાપસી હજી કંઈ સમજે તે પહેલાં ડોક્ટર તેને એક્ઝામિનેશન રૂમમાં લઈ ગયા. એકઝામિનેશન રૂમમાંથી બહાર આવતાં જ ડોક્ટર કાનનને ઉદેશીને બોલ્યા.
“અભિનંદન.તમે માં બનવાનાં છો.”તાપસી ને હવે બધું સમજાયું.એ તો ખુશીથી પાગલ થઇ ગઈ અને ત્યાં જ કાનનને વળગી પડી.
કાનન હજી નક્કી નહોતી કરી શકતી કે ખુશ થાવું કે નહીં.મુક્તિ હજી પ્રમાણમાં નાની હતી.ચિંતા એને મનન ના પ્રતિભાવની પણ હતી.ક્યાંક મનન અને તેનાં કુટુંબીજનો ફરીથી મુક્તિ ને બાલઘરમાં મૂકવાની જીદ નહીં કરે ને?”
કુદરત ફરી હસી રહી હતી.

(ક્રમશ:)