મમતા - ભાગ 27 - 28 Varsha Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મમતા - ભાગ 27 - 28

🕉️
" મમતા"
ભાગ 27
💓💓💓💓💓💓💓💓

(મોક્ષાએ મંથન પર ભરોસો કર્યો એ વાતથી મંથન બહુ જ ખુશ હતો. શારદાબા મોક્ષાનાં ઘરે જાય છે. પણ મોક્ષા ઘરે ન હતી. તો હવે શું થશે આગળ...... વાંચો મમતા)

ચાંદની રાતમાં મોક્ષા સાથે જે પ્રેમની પળો વિતાવી હતી તેને યાદ કરીને મંથન મનોમન હરખાય છે. ત્યાં જ તેને કાવ્યાની ઘટના યાદ આવે છે. અરે! આ કાવ્યા કંઈક નવું ઉભું ન કરે તો સારૂ. કદાચ મોક્ષા કાવ્યાને તો મળવા નહી ગઈ હોય ને!! એવા વિચારો કરતા મંથન ઓફિસમાં જાય છે.એ સીધો જ મોક્ષાની કેબિનમાં જાય છે પણ ત્યાં મોક્ષ નથી હોતી. કાવ્યા પણ આજ ઓફિસ આવી ન હતી. તે મોક્ષ ને ફોન કરે છે. પણ મોક્ષા ફોન ઉપાડતી ન હતી. મંથનને આમ ચેન પડતું ન હતું શું મોક્ષા અને કાવ્યા સાથે હશે? કયાંક કાવ્યા પોતાની ખોટી વાતમાં મોક્ષાને ફસાવી તો ન લે? જેવા અનેક વિચારોથી મંથન ઉદાસ થઈ ગયો.

થોડીવાર થઈને મોક્ષા સીધી મંથનની કેબિનમાં આવી. મંથન મોક્ષાને પુછે છે. " મોક્ષા તું કયાં ગઈ હતી? હું અને મા તારા ઘરે આવ્યા હતા." "એમ!!, મને ફોન કર્યો હોત તો હું ઘરે જ રહેત. હું કાવ્યાને મળવા ગઇ હતી." મોક્ષાએ જવાબ આપ્યો. આ સાંભળી મંથન બોલ્યો " એમ, શું કહ્યું કાવ્યાએ?" તો મોક્ષા બોલી , " મંથન, તું ચિંતા ન કર મને તારા પર પુરો ભરોસો છે. આવી છોકરીઓને હું બરાબર ઓળખુ છું. હેન્ડસમ છોકરાઓને ફસાવીને તે પૈસા ખંખેરે છે. હું તેને વોર્નિંગ આપવા ગઈ હતી. કે હવે તારાથી દૂર રહે.આ વાત તે સમજી જાય તો સારૂ નહી તો હું મુંબઈ ઓફિસમાં વાત કરીને કાવ્યાની બીજે બદલી કરાવી દઈશ. " મોક્ષાની વાત સાંભળી મંથન થોડો રિલેક્ષ થયો. અને મોક્ષાનો હાથ પકડી બોલ્યો, "I Love You. હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ " મોક્ષા મંથનનાં મોઢે આજ સાંભળવા બેકરાર હતી. એ પણ મંથનને કહે છે, "હું પણ તને ખૂબ જ ચાહું છું." બંને ભૂલી જાય છે કે તેઓ ઓફિસમાં છે. અને બંને ભેટી પડે છે. ત્યાં જ તાળીઓનાં ગડગડાટથી ઓફિસનો પુરો સ્ટાફ તેમને વધાવે છે. અને બંને છોભીલા પડી જાય છે. અને શરમાય જાય છે. મૌલીક મંથનને કહે છે," આખરે કલીન બોલ્ડ થઈ ગયો મારા યાર. " અને બધાને ખડખડાટ હસતા જોઈ મોક્ષા શરમાયને તેની કેબિનમાં જાય છે. (ક્રમશ :)

( તો શું મોક્ષાનાં સમજાવાથી કાવ્યા માની જશે? મંથન અને મોક્ષાનાં લગ્ન થશે? વાંચતા રહો " મમતા"......)

🕉️
" મમતા "

(મંથન અને મોક્ષાનાં મિલનને હવે કોઈ રોકી શકશે નહી....... હવે જોઈએ આગળ.....)

વાદળોમાંથી ડોકીયું કરતાં સૂરજની સવારી આવી પહોંચી. શારદાબા આજે બહુ ખુશ હતાં. કાનાની પૂજા કરતાં કરતાં મંથનનાં જીવનમાં ફરીથી ખુશી આવે એવી પ્રાર્થના કરતાં હતાં.

શારદાબા પૂજા પાઠ પતાવી મંથનને કહે છે આજે રવિવાર છે. તું મોક્ષાને ફોન કરીને કહે અહીં આવી જાય અને બપોરનું જમવાનું પણ અહીં જ લે.

મંથન મોક્ષાને કૉલ કરે છે. તો મોક્ષા હજુ સુતી જ હોય છે. થોડીવાર પછી મોક્ષાનો કૉલ આવે છે. અને તે કહે "અરે! વાહ જનાબે સવાર સવારમાં અમને યાદ કર્યા." તો મંથન કહે,"બાએ તને આજે અહીં જમવાનું આમત્રંણ આપ્યું છે. તો રેડી થઈને જલ્દી આવી જજે." ચહેરા પર હાસ્ય લાવી મોક્ષા તૈયાર થવા ગઈ.

અરીસામાં જોઈ મોક્ષા કેટલાય સપના સજાવતી હતી. કેસરી સાડી, ભીના ખુલ્લા વાળ, સુંદરતાની મૂરત એવી મોક્ષાને જોઈ મંથન આજે તો ઘાયલ થઈ જશે. તૈયાર થતાં થતાં મોક્ષા ખુશ થતા ગીત ગણગણવા લાગી.
" સજના હૈ મુજે સજના કે લીએ"

અને "કૃષ્ણ વિલા" જવા નીકળી.

શારદાબા રસોડામાં હતાં. પરી રમકડાંથી રમતી હતી. મંથન પેપર વાંચતો હતો. ત્યાં જ મોક્ષાની કાર આવી. અને વૉચમેને ગેટ ખોલી આપ્યો,મોક્ષા કાર લઈને અંદર આવી. વરંડામાં હિંચકા પર પેપર વાંચતો મંથન મોક્ષાને જોઈ પાગલ થઈ ગયો. તેના ફેવરેટ કલરની સાડી, ભીના ખુલ્લા વાળમાં મોક્ષા આજ સુંદરતાની કલાકૃતિ લાગતી હતી. રસોડામાં આજે લાપસીનાં આંધણ મુકાણા હતાં. ત્યાં જ પરી દોડતી આવીને મોક્ષાને ભેટી પડી. મોક્ષા પરી માટે ચોકલેટ લાવી હતી. તો પરી ખુશ થઈ ગઈ. મોક્ષા પરીને તેડી વહાલ કરવા લાગી. શારદાબા આવતા મોક્ષા તેમને પગે લાગી. ત્યાં જ બા બોલ્યા, "હવે તમે બંને બોલતા નથી પણ હું હવે આ ઘરમાં વહુ લાવવા ઉતાવળી બની છું. " મેં આજે જ ગોર મહારાજને બોલાવી સારૂ મૂરત જોઈ સાદાઈથી આપણે લગ્ન વિધી કરીશુ. મંથન શરમાયને અંદર જતો રહ્યો. મોક્ષા પણ રસોડામાં બાને મદદ કરવા ગઇ.

સાંજે ગોર મહારાજ આવતા મૂરત નક્કી થયા. એક મહિના પછીનું મૂરત હતું. શારદાબાની ખુશી આજે કયાંય સમાતી ન હતી. મંથન, મોક્ષા અને પરીને લઈને ગાર્ડન ફરવા માટે ગયા.

ઓફિસમાં મંથન અને મોક્ષાની ચર્ચા ચાલતી હતી ત્યાં જ મૌલીક મંથનને કહે " યાર, તે આખરે વિકેટ લઇ જ લીધી" અને બંને હસે છે. મૌલીક તેના લગ્નની કંકોતરી મંથનને આપે છે. અને સાથે મોક્ષાને પણ આવવાનું આમત્રંણ આપે છે.

શારદાબા પણ લગ્નની ખરીદીઓ કરવા લાગ્યા. આખરે મંથનનાં જીવનમાં ખુશી આવશે એ વિચારી કાનાનો આભાર માનવા લાગ્યા. સાથે પરીને પણ માનો પ્રેમ મળશે. અને ઘરમાં ફરીથી ખુશીઓ આવશે. એ વિચારતા શારદાબા ઘરનાં કામ આટોપવા લાગ્યા...... (ક્રમશ :)

( અંતે મંથન અને મોક્ષાનાં લગ્નની તારીખ નક્કી કરી. તો થઈ જાવ તૈયાર મંથન અને મોક્ષનાં લગ્ન માણવા. આવશો ને તમે? હા, આવવાનું જ હોય ને? આખરે આટલા સમયથી આપણે સાથે છે.)

વર્ષા ભટ્ટ ( વૃંદા)
અંજાર