પોર્ટર Darshita Babubhai Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પોર્ટર

પોર્ટર નો ગુજરાતી અર્થ

પોર્ટર નો ગુજરાતી અર્થ વાહક, જે બોજો, સામાન વગેરે વહન કરે છે, રુપિયા કમાવવા માટે. પોર્ટર એ એક જ શહેર માં સ્થાનિક માલ કે સામાન, ચીજ વસ્તુઓ વગેરે નું વહન કરે છે તે એક વ્યક્તિ પાસેથી લઇને બીજી વ્યક્તિ ને પહોચાડે છે. અને તેના બદલામાં તેમને રુપિયા મળે છે. આ સર્વિસ નું નામ પોર્ટર છે. જે વ્યક્તિ એ આ કામ કરવું હોય

તેને ઓનલાઇન સાઇટ માં પોતાનું નામ રજીસ્ટર્ડ કરાવી દે એટલે તેને

આ કામ માટે કોલ આવવા માંડે છે. ઈચ્છા કે રસ ધરાવનાર આ કામ

સારી રીતે કરી શકે છે. આમાં કોઇ મૂડી રોકાણ નથી. કોઇ બોસ પણ

નથી . પોતાના સમયે અને અનુકૂળતા એ કામ કરી શકે છે. બસ કામ કરવાની ધગશ અને ઇમાનદારી જોઇએ.

આજે ખૂબ જ આશ્વર્યજનક અનુભવ થયો. રવિવાર નો દિવસ હતો. અને અચાનક બપોરે ૨ વાગે એક મોબાઇલ ફોન આયો સામે છેડે થી એક આડેધ વયની મહિલા બોલતી હતી મેડમ હું ગેટ નં- ૮ માં ઉભી છું તમારો ગેટ કઇ બાજુ છે. મેં કહ્યું તમે કોણ બોલો છો અને ક્યાંથી બોલો છો. તે મહિલા બોલી હું આપનો સામાન આપવા પોર્ટર સર્વિસ માં થી આવી છું. ત્યારે મને યાદ આવ્યું કે હા મારો સામાન આવવાનો હતો. મેં એક પ્રોગ્રામ રાખેલ તે અંગે બેનર બનાવડાવ્યું. હું રહું આંબાવાડી અને બેનર ઓઢવ બનાવવા આપ્યું હતું. બેનર આપવા આવવા માટે તે બનાવનાર સુરેશભાઇ પાસે સમય ન્હોતો. અને મને બેનર જોઇતું હતું આથી  મેં જ તેઓને જણાવ્યું કે બેનર મને પોર્ટર દ્વારા મોક્લી દે. આમ મારો સામાન મારી પાસે ઓઢવ થી આંબાવાડી ૩૦ મિનિટ માં મળી ગયો ધરે બેઠા તે પણ ૧૩૭ રુપીયા માં. આમ પોર્ટર સર્વિસ ની મદદથી ઓછા ખર્ચે, ઓછા સમયે કોઇ પણ તકલીફ લીધા વગર સુરેશભાઇ અને મારૂ કામ થઇ ગયું.  નહિતર ૪૫ ડીગ્રી ગરમી માં ભરબપોરે ૨ વાગે આટલે દૂર થી સામાન આપવા આવવું અને પાછા જવું એ નાણાકીય, શારિરીક અને માનસિક દ્રષ્ટિ ના પોષાય.

આ લખવાનું બીજુ પણ એક કારણ કે હવે દરેક ક્ષેત્રમાં મહિલાઓ

કામ કરતી થઇ ગઇ છે.  ભારત જેવા પ્રગતિશીલ અને વિકાસશીલ દેશમાં જ્યાં પહેલા દીકરીઓને શિક્ષણ આપવામામ ન્હોતું આવતું ત્યાં આજે આપણી દિકરીઓ એરોપ્લેન ચલાવતી થઇ ગઇ છે. કોઇ પણ ક્ષેત્ર એવું નહીં હોય કે જ્યાં મહિલા ઓ એ હાથ ના આજમાવ્યો હોય.

પોર્ટર, ટપાલી, સ્વીગી સર્વિસ કે જ્યાં બહાર થી ડીલિવરી આપીને કામ પતી જવાનું હોય ત્યાં સુરક્ષિત રહીને કામ કરવામાં કોઇ નાનમ નથી. પોતે સ્વરોજગાર કરી આર્થિક રીતે પગભર  થઇ પોતાનું અને કુંટુબ નું ભરમપોષણ કરવામાં મહિલા ઓ એ જે હિમત દાખવી છે તે સલામી ને પાત્ર છે. કામ કરવાની અને સ્વતંત્ર રીતે જીવવાની ખુમારી હોવી જોઇએ. આજ ની મહિલાઓ ઘર અને બહાર ની દુનિયામાં પોતાનું કર્તવ દેખાડ્યું છે.

આજ થી દસ વર્ષ પહેલા કુટુંબ માં એક વ્યક્તિ કમાતી હતી અને છ-્સાત જણ ખાઇ શકતા હવે જમાનો બદલાઇ ગયો છે. મોઘવારી એ માઝા મૂકી છે. કુટુંબ માં રહેતી દરેક વ્યક્તિ એ ઘર ચલાવવા માટે

આર્થિક રીતે પગભર થવું ખૂબ જરુરી છે. અને કમાણી કરવાના ઘણા બધા રસ્તાઓ ખુલ્લા થયાં છે ત્યારે પુરુષ હોય કે સ્ત્રી માનભેર જીવવા

માટે આર્થિક, શારીરિક અને માનસિક રીતે મજબૂત થવું જોઇએ.

********