આજ નો સુવિચાર E₹.H_₹ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આજ નો સુવિચાર

લીમડો કડવો છે એમાં લીમડાનો વાંક નથી
સ્વાર્થ જીભનો છે
કારણ કે તેને મીઠું ગમે છે..!!
વ્યક્તિને હંમેશા પહેરેલા જૂતા થી નહીં, પણ અંદર પહેરેલા મોજા થી ઓળખવો.!
નાનાં એક ટપકાં માં વાક્યની શરૂવાત હોય છે,
"શું થયું?"
અને
"કંઈ નહીં "
ની વચ્ચે મોટી વાત હોય છે..!!
કદીક સીધું, કદીક આડું, ચાલ્યાં કરવાનું આ ગાડું.
કર્મની ઘંટી દળતી રહેતી, થોડુંક ઝીણું, થોડુંક જાડું.
સપનાંઓને રોકો ત્યાં તો, ઈચ્છાઓનું આવતું ધાડું.
આંસુનાં તોરણો બાંધીને આંખો પૂછે, સેલ્ફી પાડું?
આ જીવન છે જ અડવીતરું બસ, દિલ થી જીવી લો થોડુ..
"એક પુરુષ બદલાયો છે"

મોટાભાગના સફળ પુરુષો પોતાની સફળતા પાછળ સ્ત્રીનો હાથ છે એવું જાહેરમાં કહેતા અચકાય તો પણ અંદરથી તો માને જ છે..

પણ એક સફળ સ્ત્રી પોતાની સફળતા પાછળ એક પુરુષ નો હાથ હોવાનું મોટાભાગે સ્વીકારતી નથી.
(૧)
હકીકતમાં તો પુરુષને સ્ત્રી એ સાથ આપવો જ જોઈએ એ સમાજનો વણલખ્યો નિયમ છે વળી સદીઓથી સ્ત્રીઓના મનમાં પણ આ એનું મુખ્ય દાયિત્વ છે એના બીજ રોપવામાં આવ્યા છે એટલે એના માટે કોઈ પુરુષને આગળ વધારવો, એને સાથ આપવો એટલું અઘરું નથી..
(૨)
પણ જ્યારે પુરુષ કોઈ સ્ત્રીને સાથ આપે ત્યારે એને બે મોરચે લડાઈ લડવાની હોય છે: એક પોતાના મન સાથે કે જેમાં સદીઓથી સંગ્રહાયેલા પુરુષ અહમના બીજ હોય છે અને બીજું સમાજ સાથે કે જ્યાં સ્ત્રી નું અસ્તિત્વ ફક્ત ઘરની ચાર દીવાલોમાં જ હોય છે એવું થોપી બેસાડવામાં આવેલું છે..
(૩)
અને તેમ છતાં દરેક સફળ સ્ત્રી પાછળ એક આવા જ બે મોરચે યુદ્ધ લડીને જીતેલા વ્યક્તિનો જ હાથ હોય છે..

તો હું દરેક સફળ સ્ત્રીઓને કહીશ કે તમારી સફળતા પાછળ રહેલા પુરુષને ક્યારેય ભૂલવો નહીં અને દરેક પુરુષ ને કહીશ કે તમારી માં, બેન, પત્ની, દીકરી, પ્રેયસી, મિત્ર,
(૪)
સહકર્મચારી કે કોઈ પણ હોય એણે સફળ બનાવવામાં કે આગળ લાવવામાં સાથ આપવો એ જ સાચું પુરુષત્વ છે એટલે એમાં અહમ ને કારણે મૂકવામાં સંકોચ કરશો નહિ...
(૫)
જો કે આજના સમયમાં જે સ્ત્રી બદલાવની વાત થાય છે એમાં ઊંડું વિચારીએ તો સમજાય કે હકીકતમાં "સ્ત્રીઓ નથી બદલાઇ પણ પુરુષ બદલાયો છે..."

કારણ કે જો ખરેખર સ્ત્રીઓ બદલાઈ હોત ને તો મોટાભાગની સ્ત્રીઓનું જીવન સફળ હોત!!!

(૬)*આજ નો સુવિચાર*
સંબંધોનું ક્ષેત્રફળ પણ ખરું છે, લોકો લંબાઈ અને પહોળાઈ માપે છે, પણ ઊંડાઈ તો કોઈ જોતું જ નથી.

(૭)*આજ નો સુવિચાર*
ભરોસો બધાની ઉપર કરો પણ થોડી સાવધાનીથી કેમ કે કયારેક પોતાના દાંત જ જીભને કચડી નાખે છે.

(૮)*આજ નો સુવિચાર*
ભૂલ થાય ત્યારે થોડી ધ્યાન રાખજો..
ઉગતા સુરજ સામે આંખ નથી ખુલતી, પણ ડૂબતા સુરજને જોવા ટોળુ થાય છે.

(૯)*આજ નો સુવિચાર*
થોડું હસીને બોલી દો, થોડું હસીને ટાળી દો. મુશ્કેલીઓ તો છે બધાંને પણ.. થોડુંક સમય ઉપર પણ છોડી દો..

(૧૦)*આજ નો સુવિચાર*
ભરોસો બધાની ઉપર કરો પણ થોડી સાવધાનીથી કેમ કે કયારેક પોતાના દાંત જ જીભને કચડી નાખે છે.

(૧૧)*આજ નો સુવિચાર*
જેવી કદર પૈસાની કરો છો એવી વ્યક્તિની પણ કરજો‚ કારણ કે, પૈસા તો ફરીથી કમાવી લેવાશે પણ ગયેલ વ્યક્તિ ક્યારેય પાછું નહીં આવે

(૧૨)*આજ નો સુવિચાર
ચાલતા પગની જોડીની જેમ જીવનને સ્વીકારો.. આગળ રહેલા પગને અભિમાન નથી અને પાછળના પગને શરમ નથી.
*આ પ્રકાર ના સુવિચાર રોજ સવારે જોવા માટે જોડાયેલ રહો.*⤵️
➖➖➖➖➖➖➖➖➖➖
*🙏જો આપને સુવિચાર પસંદ આવે તો આગળ શેર કરવા વિનંતી*
#H_R